અનુભવ ૬/ બીમારીમાંથી ઉગારી લીધો

હવે રાહ જોતા જોતા આવો સરસ આર્ટીકલ જડ્યો
અને માનો કે કેન્સર નીકળે તો પણ કેન્સલ નહીં !
આદેશ શ્રીવાસ્તવ છેલ્લા બે વર્ષમાં બે જીવલેણ આઘાતનો સામનો કરીને સંગીતકાર નવજીવન પામ્યો
 

જીવનમાં કઈ ક્ષણે શું થાય છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ વાત મૃત્યુ અને બીમારી એ બે બાબતને તો ખાસ લાગુ પડે છે. સંગીતકાર આદેશ શ્રીવાસ્તવે છેલ્લા બે વર્ષમાં આ બંને દુર્દેવી ઘટનાઓનો સામનો કર્યો હતો. સંગીતને કારણે જ પોતે આ બંને આઘાતમાંથી બહાર આવી શક્યો છે એવું તે કહે છે.
‘મારા જીવનના છેલ્લા બે વર્ષ અત્યંત કસોટીકારક હતા. ડિસેમ્બર ૨૦૧૦માં મને કેન્સર હોવાનું નિદાન થયું અને ગયા વરસે મે મહિનામાં મારા ભાઈ ચિત્રેશનું અમેરિકામાં અવસાન થયું હતું. કેન્સરનું નિદાન મારા માટે જેટલું આઘાતજનક હતું એટલો જ આઘાત ભાઈના જવાથી મને લાગ્યો હતો’ એમ આદેશે કહ્યું હતું.
વાસ્ત્વમાં કેન્સરનું નિદાન થયું તેના થોડા દિવસ અગાઉ એક એવોર્ડ સમારંભમાં ગાયિકા કવિતા ક્રિષ્ણામૂર્તિએ આદેશને તે ખૂબ થાકેલો અને નબળો લાગતો હોવાનું કહ્યું હતું. ત્યારે આદેશને એમ થયું હતું કે પોતે સતત પ્રવાસ કરે છે તેની આ અસર હોઈ શકે. જોકે ત્યાર પછી તે પોતાના દીકરા સાથે મુંબઈ નજીક આવેલા ફાર્મહાઉસ પર ગયો ત્યારે અચાનક જ તેની આંખે થોડીવાર માટે અંધારા આવી ગયા હતા. આથી આદેશે તરત જ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો.
આદેશની સંપૂર્ણ શારીરિક તપાસ થયા પડી તેને ‘મલ્ટીપલ માયલોમા’ હોવાનું નિદાન થયું હતું. પોતાને કેન્સર થઈ શકે નહીં એવા આભાસમાં રાચતાં આદેશને આ નિદાન ભૂલભરેલું લાગ્યું હતું. ‘આ કેવી રીતે શક્ય બને? હું તો એકદમ તંદુરસ્ત છું. જીમ જાઉં છું. સ્વિમંિગ, કરું છું. પછી મને આ કંઈ રીતે થઈ શકે?’ એવો પ્રશ્ન સંગીતકાર ડોક્ટરને પૂછતો હતો. તે સમયે પત્ની વિજેતા પંડિત અને પુત્રો અવિતેશ અને અવિનેશ તથા કેટલાક મિત્રો તેની ઢાલ બનીને ઊભા રહી ગયા હતા. છેવટે આદેશની સારવાર શરૂ થઈ હતી.
‘મારો મુખ્ય આધાર મારી પત્ની હતી. મારા સંતાનોને સત્ય જણાવવાની મારી હંિમત નહોતી. મારો મોટો પુત્ર તો સમજી ગયો હતો જ્યારે નાનાને ઇન્ફેક્શન હોવાનું કહ્યું હતું.’ એવું આદેશે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે આદેશે પહેલાં કેમોથેરપી લીધી હતી અને પછી સ્ટેમસેલ પ્રત્યારોપણ કરાવ્યું હતું.
છ મહિના સુધી કેમોથેરેપીની સારવાર લીધા બાદ તેનો દેખાવ એકદમ બદલાઈ ગયો હતો. તે વાળમાં હાથ ફેરવતો એટલે વાળનો લચ્છો ઉતરતો. દર્પણમાં પોતાનો ચહેરો જોઈને તે ડરી જતો અને ડિપ્રેશનમાં સરી પડતો હતો. આથી ડોક્ટરોએ તેના વોશરૂમમાંથી અરીસા દૂર કરાવ્યા હતા.
‘સંગીત જ મને શાંતિ આપતું હતું. હું જ્યારે કેમોની સારવાર લેતો હતો ત્યારે પણ માસ્ક પહેરીને મ્યુઝિક રૂમમાં જતો અને ટ્રેક પર કામ કરતો હતો. આ દિવસો આત્મનિરીક્ષણના હતા. મારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો’ એવું આદેશે જણાવ્યું હતું.
જોકે ૨૦૧૧માં એક અખબારમાં એવો અહેવાલ આવ્યો હતો કે ‘આદેશે ફિલ્મ ઉદ્યોગના લોકોએ પોતાને મદદ ન કરી એવો આક્ષેપ કર્યો છે.’ પરંતુ આજે આદેશને આ વાતનો ખેદ નથી. ‘આજે મને સમજાય છે કે લોકો મારી સ્થિતિ જોઈને ડરી ગયા હતા. તેઓ મને કંઈ રીતે સાંત્વના આપે? આમ છતાં બાદમાં સોનુ નિગમ, શાન, અલ્કા યાજ્ઞિક તથા અન્યો મને મળ્યા હતા અને મારી તબિયતની ચંિતા પણ વ્યક્ત કરી હતી.’
આ સમયે અમિતાભ બચ્ચન, જે. પી. દત્તા, એકોન અને લલિત સેને સંગીતકારને સારી એવી મદદ કરી હતી. ‘અમિતાભ મારા સારા-નરસા સમયમાં મારી પડખે ઊભા રહ્યા છે. તેમણે મારા માટે નિષ્ણાત ડોક્ટરની ટીમની ગોઠવણ કરી હતી. તેમના જેવા મોટાભાઈને પામીને હું ભાગ્યશાળી બન્યો છું. જ્યારે હું નિરાશ થઈ ગયો હતો ત્યારે તેમણે મને કહ્યું હતં કે, એમ વિચાર કે તું લાંબી સ્પર્ધામાં દોડ્યો છે અને હવે થોડો સમય વિરામ લેવાનો છે. સકારાત્મક વિચાર અને સંગીતમાં ઘ્યાન આપ.’
આદેશ સારવાર લેવા લંડન જવાનો હતો. આ વાતની જાણ જે. પી. દત્તાને થતાં તેઓ તેના ઘરે આવ્યા હતા અને અહીં સ્વજનોની વચ્ચે રહીને જ સારવાર કરાવવાની સલાહ આપી હતી. આદેશે તેમની આ સલાહ માની હતી.
જ્યારે આદેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ત્યારે એકોન ખાસ તેની સાથે એક દિવસ પસાર કરવા આવ્યો હતો. તે જ પ્રમાણે લલિત સેન અને તેમના પત્ની પણ હોસ્પિટલની સારવાર દરમિયાન આદેશના પરિવારની સાથે રહ્યા હતા.
જો કે કેન્સરની સારવાર દરમિયાન આદેશે આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો હતો. તેણે તેની મનગમતી ગાડી ‘હમર’ વેચી દેવી પડી હતી. ‘હવે આ ગાડીનું ઉત્પાદન બંધ થઈ ગયું છે અને ગાડીની સર્વિસંિગની સમસ્યા થતી હતી.’ એમ આદેશે કહ્યું હતું. જોકે પોતાના જેવા સંગીતકારે ખૂબ સમજી વિચારીને ખર્ચા કરવા જોઈએ એવું તેણે ઉમેર્યું હતું.
જોકે આટલું ઓછું હોય એમ સાતમી મે ૨૦૧૧એ આદેશના ભાઈ ચિત્રેશનું શિકાગોમાં માર્ગ અકસ્માતમાં નિધન થયું. ‘મારી કારકિર્દી બનાવવામાં ચિત્રેશ દાદાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હું તેમના વગર જીવી શકવાની કલ્પના જ કરી શકતો નહોતો.’ એવું સંગીતકારે દુઃખદ સ્વરે કહ્યું હતું.
પરંતુ અહીં પણ સંગીતે જ તેને ઉગારી લીધો હતો. ૨૦૧૧ના ઓગસ્ટ મહિનામાં આદેશે નૈરોબી, કેન્યામાં પહેલાં કોન્સર્ટનું આયોજન કર્યું હતું. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ગાયક અને સંગીતકારો સાથે પણ તેનો ગાઢ સંબંધ બંધાયો હતો. ૨૦૦૭થી આદેશ વાયક્લિફ જીનને ઓળખતો હતો અને તેના દ્વારા એકોન સાથે મુલાકાત થઈ હતી. હવે દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. થોડા દિવસ અગાઉ જ આદેશે ‘સાઉન્ડ ઓફ પીસ’ નામનં મ્યુઝિક આલ્બમ બહાર પાડ્યું છે. આ આલ્બમમાં એકોન અને વાયક્લિફે સ્વર આપ્યો છે અને આ આલ્બમ પર આધારિત એક કોન્સર્ટ પણ મુંબઈમાં તે યોજવાનો છે. આ આલ્બમ દ્વારા તે આતંકવાદ વિરોધી સંદેશ આપી રહ્યો છ.ે ભગવાને પોતાને બીમારીમાંથી ઉગારી લીધો છે એ બદલે આદેશ તેમનો ખૂબ આભાર માને છે.

સૌજન્ય બ્લોક જગત

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s