Wishing you Merry Christmas /કલ્ચર:૨૦૧૪નો વિશ્વમાં સૌથી વધુ વપરાયેલો શબ્દ…

3 Hour Medley of Christmas Songs

 • by Halerman444કલ્ચર: 2014નો વિશ્વમાં સૌથી વધુ વપરાયેલો શબ્દ…

  શ્વાસની ખભે કાવડ,                                                                                                                                                                                                 શબ્દ રામરોટી છે!                                                                                                                                                                                                   – રાજેન્દ્ર શુક્લ

  શબ્દ અમારે મન રામરોટી છે. અમારે કવિ શ્રી હરીન્દ્ર દવેની માફક શબ્દોની સંગત છોડીને અનહદનો સૂર પામવાની પ્રાર્થના કરવી નથી. બસ શબદ કીર્તન કર્યે જવું છે. વિસ્મયનું વૃતાંત કહ્યે જવું છે. એ અમારું કલ્ચર છે. ઓક્સફોર્ડ ડિક્સનરીએ ‘વેપ’ને વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો એનાથી નાસીપાસ થયેલા અમે રાજી થયા જ્યારે પ્રતિસ્પર્ધી મેરિયમ-વેબ્સટર ડિક્સનરીએ ‘કલ્ચર’ને વર્ષ-2014નો વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો. વેપનો વેપલો ઇ-સિગારેટને લગત હતો. અમે રહ્યા વ્યસનમુક્તિ તરફી. એ અમારું કલ્ચર છે. એટલે કલ્ચર શબ્દને સૌથી વધુ બોલાયેલો, ચર્ચાયેલો, લખાયેલો, ટ્વિટાયેલો શબ્દ ઘોષિત કરાયો એટલે અમને સખ વળી. ગુજરાતી લેક્સિકોન અનુસાર કલ્ચરનો અર્થ થાય છે: જમીનનું ખેડાણ, ઉત્પન્ન, પેદાશ, સંસ્કૃતિનો પ્રકાર, માનવ-શક્તિઓનો અગ્રિમ વિકાસ, ઉછેર, સંવર્ધન, માછલી, મધમાખી, બૅક્ટીરિયા, ઇ.નો કૃત્રિમ રીતે ઉછેર, એવી રીતે ઉછેરેલા બૅક્ટીરિયા ઇ.;  વિશેષ ગુણ કે વિદ્યાની કેળવણી, સંસ્કૃતિ, સંસ્કારિતા, ખેડવું, કેળવવું, ઉછેરવું.

  કલ્ચર શબ્દ છે જૂનો પણ આજકાલ ઝાઝો વપરાય છે. ફોક્સ ન્યૂઝ લખે છે કે કલ્ચર શબ્દ કાચીંડા જેવો છે. કોઇ એક શબ્દની આગળ લગાડી દો અને અર્થ બદલાય જાય. વાણિજ્યમાં જાય તો કંઝ્યુમર કલ્ચર, રમતગમતમાં કલ્ચર ઓફ વિનિંગ, રાજકારણમાં કલ્ચર ઓફ ટ્રાન્સપરન્સી(પારદર્શિતા), ફિલ્મ્સમાં સેલેબ્રિટી કલ્ચર અને સમાજમાં રેપ કલ્ચર. બળાત્કારી માનસિકતા માટે પણ કલ્ચર શબ્દ વપરાય છે ! પશ્ચિમી સંસ્કૃતિની અસરની વાત કરતા આપને વેસ્ટર્ન કલ્ચરની વાત કરીએ છીએ. કોઇકે તો હમણાં વોર ઓફ કલ્ચર( સંસ્કૃતિનો ઝઘડો)ની વાત કરી તો કોઇકે કલ્ચર ઓફ વોર(યુદ્ધખોર સંસ્કૃતિ)ની વાત કરી. ટૂંકમાં નોન-કલ્ચર અર્થમાં પણ કલ્ચર શબ્દ આ વર્ષે ભાષામાં છવાયેલો રહ્યો.

  કાકાસાહેબ કાલેલકર કહે છે કે ‘જૂના જમાનામાં જીવનનો કબજો ધર્મે લીધો હતો. આજે એની જગ્યા સંસ્કૃતિને આપવામાં આવી છે. ધર્મનો હેતુ સૌથી પહેલાં જીવનશુદ્ધિનો હતો. સંસ્કૃતિનો હેતુ જીવનસમૃદ્ધિનો છે. સંસ્કૃતિનું વાયુમંડળ, એની આબોહવા તદૃન ખુલ્લી હોય છે. સંસ્કૃતિમાં સંકુચિતતાને સ્થાન નથી હોતું. પણ જે લોકો માને છે કે સંસ્કૃતિ એટલે ગાનતાન, નાચતમાશા અને કવિઓના મુશાયરા, તેઓ એશઆરામના આશક બને છે અને પુરુષાર્થ ખોઈ બેસે છે.’ -એટલે જ તો જમીન સાથે મૂળથી જોડાયેલા આપણાં મહાન નેતા સરદાર વલ્લભભાઇ પટેલ કહેતા કે હું તો બસ એક જ કલ્ચરને જાણું અને એ છે એગ્રિકલ્ચર. અને એમણે આપણને જોડવાનું કામ કર્યું. આપણું કલ્ચર જ એકતા છે. અને પરિશ્રમ.. યુ સી ! જો કે સરદાર પટેલ કલ્ચર શબ્દનાં અર્થઘટનમાં પણ તદ્દન સાચા છે. મૂળ લેટિન શબ્દ ‘કલ્ચુરા’નો શાબ્દિક અર્થ જ થાય છે ખેતી કરવી(Cultivation). પણ પછી કલ્ચર શબ્દને ઇસા પૂર્વ પહેલી શતાબ્દિમાં રોમન ફિલોસોફર અને પ્રખર વક્તા સિસેરોએ ‘કલ્ચુરા અનિમી’ એટલે કે આત્માનાં ખેડાણનાં અર્થમાં પ્રયોજ્યો. આ અર્થમાં આ શબ્દ ફરી ચલણમાં આવ્યો છેક સત્તરમી સદીમાં અને એનો અર્થ હતો શિક્ષણ થકી માનવની સંસ્કારિતા. પછી અઢારમી અને ઓગણીસમી સદીમાં કલ્ચર શબ્દ લોકોનાં સમૂહ માટે કે દેશવાસીઓની તાસીર, એનો સ્વભાવ, એની સંસ્કૃતિ માટે બોલાતો લખાતો રહ્યો. અત્યારનાં અર્થમાં- આપણે જે અનુભવીએ છીએ એને આપણે કોઇ પ્રતીક સ્વરૂપે પ્રસ્થાપિત કરી શકીએ એ કલ્ચર. દાખલા તરીકે આધુનિક વાંજિત્રોથી મોટા અવાજે રાગડા તાણતા હોય તો કહેવાય કે આ પોપ કલ્ચર છે. બીજો અર્થ એ પણ ખરો કે માણસોની રહેણીકરણી, સ્વભાવ, ભાષા, વેશભૂષા, બોલચાલ, રીતરિવાજ વગેરે પણ કલ્ચર કહેવાય. દાખલા તરીકે સ્થૂળ ચીજવસ્તુઓ જેવી કે ટીવી, ફ્રિજ, મોટરકારમાં વધારે અભિરૂચિ હોય તો એને મટીરિયલ કલ્ચર કહેવાય.

  ક્રિકેટરનું કલ્ચર મેચ ફિક્સિંગ છે. રાજકારણીનું કલ્ચર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે. ફિલ્મી નટનટીનું કલ્ચર અંગોનાં ઉઘાડાં પ્રદર્શનનું છે. સરકારી નોકરનું કલ્ચર કામને ઠેકાડવાનું અને ઠેકેદારને કમાઇ આપવાનું છે.  ધર્મનાં કહેવાતા રક્ષકોનું કલ્ચર ધર્માધંતા અને ધર્મ પરિવર્તનનાં કારનામાઓ છે. ડોક્ટરનું કલ્ચર ઓવર-પ્રિસ્ક્રિપ્શન છે. વકીલનું કલ્ચર એવું છે કે એ કાંઇ પણ બોલે ‘ને તો ય એમને કૌઆ ન કાટે. લો બોલો ! પોલિસનું કલ્ચર આંખ આડા કાન કરવાનું છે. ચોરનું પણ કલ્ચર હોય છે. ચોરી કરીને ન પકડાવું તે. આજકાલ ભારત દેશમાં ફિલ્મી અભિનેતાઓ ક્રિકેટની ટીમનાં માલિક બની બેઠાં છે. અને ક્રિકેટરો રાજકારણી. રાજકારણી વિધાનસભામાં બેસીને પોર્ન ક્લિપિંગ્સ જુએ છે અને પોર્ન સ્ટાર હતા તે હવે ફિલ્મમાં અભિનય કરે છે. આ આપણું કલ્ચરલ મલ્ટિ-ટાસ્કિંગ છે. આ બધામાં અપવાદ તો હોય જ છે એટલે ઉપરોક્ત બધા ધંધાદારીઓએ કાંઇ પણ મન પર ન લેવું, આ તો મનકી બાત હતી, એટલે કહી નાંખી. લો થયું.

  હા, એક વાત કહી દઉં. આજકાલ ગન કલ્ચરની વાત ચાલે છે. અમેરિકામાં ભારતીય મૂળનાં સૌથી યુવા ડોક્ટર વિવેક મૂર્તિને અમેરિકાનાં મેડિકલ ક્ષેત્રનાં સર્વોચ્ચ પદ સર્જન જનરલ પર નિમણુંક આપવા માટે પ્રેસિડન્ટ ઓબામાએ ગયા વર્ષે તરફેણ કરી તો ગન લોબીએ આ વિચારને ભડાકે દીધો હતો. કારણ કે ડો. વિવેક ખુલ્લેઆમ બંદૂકની છૂટ આપવાનાં વિરોધી છે. અમેરિકી સ્કૂલોમાં ગોળીબારનાં બનાવોનો ડો. વિવેકે વિરોધ કર્યો હતો. પણ આ વખતે ડો. વિવેક અમેરિકાનાં સર્જન જનરલ ચોક્ક્સ બનશે. ગન કલ્ચર તદ્દન વાહિયાત છે. હવે પાકિસ્તાનનાં પેશાવરમાં તો હદ થઇ ગઇ. બિચારા બાળકોનો શું વાંક? આંતકવાદનાં કલ્ચરને મૂળમાંથી ડામો નહીં તો થાય પણ શું? અમુક કલ્ચરને કલ્ચર શબ્દનાં અર્થમાં શામેલ કરવા યોગ્ય નથી. એનો તો ખાત્મો જ કરવો રહ્યો.

  શબદ આરતી:
  કલ્ચર થકી લોકો એકમેકને સારી રીતે સમજી શકે. અને એ રીતે જો તેઓ એકમેકને અંતરાત્માથી બરાબર સમજી શકે તો તેમનાં આર્થિક અને રાજકારણનાં અંતરાયોને ઓળંગી જવામાં સરળતા રહે છે. પણ તે પહેલાં લોકોએ સમજી લેવું જોઇએ કે આપણાં પાડોશી  અંતે તો આપણા જેવા જ છે, એમનાં પ્રોબ્લેમ્સ પણ આપણા જેવા છે, એમનાં પ્રશ્નો પણ આપણાં જેવા છે.

  – વિખ્યાત લેખક ફિલસૂફ પૌલો કોએલ્હો

 • culture noun.
  the arts and other manifestations of human intellectual achievement regarded collectively.
  “20th century popular culture”
  synonyms: the arts, the humanities, intellectual achievement; More

  BIOLOGY
  the cultivation of bacteria, tissue cells, etc., in an artificial medium containing nutrients.
  “the cells proliferate readily in culture પરેશ પ્ર વ્યાસ………                                                                                                                                                 a

 • aaaaa
 •   .&DB-Madhu Rye-2014-12-24
11

1 ટીકા

Filed under Uncategorized

One response to “Wishing you Merry Christmas /કલ્ચર:૨૦૧૪નો વિશ્વમાં સૌથી વધુ વપરાયેલો શબ્દ…

 1. Wish you Merry Christmas and Happy New Year 2015

  સરદાર વલ્લભભાઇ પટેલ કહેતા કે હું તો બસ એક જ કલ્ચરને જાણું અને એ છે એગ્રિકલ્ચર. અને એમણે આપણને જોડવાનું કામ કર્યું. આપણું કલ્ચર જ એકતા છે. અને પરિશ્રમ..

  ખુબ ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s