નૂતન વર્ષાભિનંદન ૨૦૧૫ યામિની,પરેશની રચનાઓ+આ જુ’ભાઇની ભેટ

 

0

નૂતન વર્ષાભિનંદન સાથે આગામી વર્ષ ૨૦૧૫  સુખ-શાંતિ

અને

સર્વ પ્રકારે સમૃિદ્ધ આપનારું બની રહે

અને

નવી આશાઓ અને નવા સંકલ્પ ફળિભૂત નીવડે તેવી  હાર્દિક   શુભકામનાઓ

…………………………………………………..

ફૂલ પર ઝાકળના પત્રો

…………………………………………………..

લેખિકા – યામિની વ્યાસ

પત્ર – યામિની વ્યાસ
પેન પકડું થાય બસ બચપણ લખું,
શોધું સંબોધન પછી સગપણ લખું.
નામ લેતા સામટી આવે શરમ,
હાથ ધ્રુજી જાય એ ઘડપણ લખું.
હું વિલાઈને ભલે ખારી બનું,
એક નદીનું સાગરે વળગણ લખું
.
કેટલી યાદોના સિક્કા સંઘરું?
જાણ તમને થાય જો ખણખણ લખું.
આખરે લિખિતંગ તો બાકી રહ્યું,
ત્યાં તમારી આંખનું દર્પણ લખું.
અને
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આ જુ’ભાઇની ભેટ
અને
પરેશભાઇનો લેખ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

બીબીસી અનુસાર હમણાં  એક આંતરરાષ્ટ્રીય ફોટો સ્પર્ધામાં

‘કિસિંગ ધ થિસલ’ ફોટાને પહેલું ઇનામ

કિસપુરાણ સરળ શબ્દોમાં…

મોસમે પૂછ્યું, આંખ મિચકારી

‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’

બોલ્યા પંડિત પતંગિયું જોઇ

‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’ –

ઉદયન ઠક્કર

113

આજકાલ ચુંબનની ચર્ચા ચાલી રહી છે. કોઇ પેમલા પેમલીઓ જાહેરમાં ચુંબન કરે એની સામે ધર્મનાં ઠેકેદારોને વાંધો છે. આવા

ચારિત્ર્ય તકેદારી મંડળનાં નુમાયંદા ઠેર ઠેર પોલિસગીરી કરતા ફરે છે. એની સામે ‘કિસ ઓફ લવ’ કાર્યક્રમનાં આયોજકો વધારે

ભૂરાયાં થયા છે. કેરળમાં કિસની તરફેણમાં અને કિસની વિરુદ્ધમાં, એમ બન્ને પ્રકારનાં દેખાવો થઇ રહ્યા છે. કિસિંગ બંદોબસ્ત

માટે પોલિસની ડ્યૂટી અઘરી છે. હેં ને? દક્ષિણની જાણીતી અભિનેત્રી શોભના કહે છે કે કિસ તો ખાનગી લાગણી છે. જાહેરમાં

પ્રદર્શન શા માટે? પણ ટીવી અને ફિલ્મ્સમાં તો રોજ એવા દ્રશ્યો આવે જ છે. ટેલિગ્રાફ-યુકે અનુસાર યૂ-ટ્યુબ પર આખા વર્ષ

દરમ્યાન ત્રીજો સૌથી વધારે જોવાયેલો વિડિયો ‘ધ ફર્સ્ટ કિસ’ છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ વિડિયોનાં નિર્દેશક તાતિયા

પ્લ્લિએવાએ વીસ અજાણ્યા લોકો પહેલી વાર ચુંબન કરવા કહ્યું અને એમનાં કુદરતી હાવભાવને કેમેરામાં કેદ કરી લીધાં.

દુનિયાભરનાં સાડા નવ કરોડ લોકોએ આ વિડિયોનાં દર્શન કર્યા છે અને આ આંકડો રોજ વધતો જાય છે. બીબીસી અનુસાર હમણાં

એક આંતરરાષ્ટ્રીય ફોટો સ્પર્ધામાં ‘કિસિંગ ધ થિસલ’ ફોટાને પહેલું ઇનામ મળ્યું છે. ના, આ ચુંબન કાંઇક અલગ છે. એક સ્વિડિશ

સ્ટુડન્ટે લીધેલાં આ ફોટામાં હોવરફ્લાઇ નામની માખી થિસલનાં ફૂલ પર બેસીને એને ચૂમી રહી છે. કેમ? માખી ચુંબન ન કરી શકે?

‘માઇક્રોબાયોમી’ મેડિકલ જરનલમાં છપાયેલા રીસર્ચ પેપર અનુસાર દસ સેકન્ડનાં ચુંબનમાં આઠ કરોડ બેક્ટેરિયાની આપ-લે થાય

છે. ‘કિસ ઓફ લાઇફ’ એટલે હોઠ પર હોઠ લગાવીને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી જીવ બચાવવો. પંદર દિવસ પહેલાં ઇંગ્લેંડનાં

એક ઘરમાં આગ લાગી. ઘરનાં માલિક નોકરી પર ગયા હતા. પિંજરમાં ગૂંગળાય રહેલા કૂતરાને કિસ ઓફ લાઇફ આપીને એક

બંબાવાળાએ બચાવી લીધા. ‘કિસ ઓફ લાઇફ’ શબ્દ છે તો ‘કિસ ઓફ ડેથ’ પણ છે. ઇસુ ખ્રિસ્તને વધ સ્થંભ પર ચઢાવવા હતા

પણ ઓળખવા કઇ રીતે? એમનાં જ એક શિષ્ય જ્યુડાસે વિશ્વાસઘાત કર્યો. ઇસા મસીહને પ્રેમ દર્શાવવા કિસ કરી. પણ એ

ઇશારો હતો કે આ જ ઇસુ ખ્રિસ્ત છે. રોમન સૈનિકોને ખબર પડી ગઇ અને એમને પકડી લીધાં ક્રોસ પર ચઢાવી દીધા. જ્યુડાસની

આ વિશ્વાસઘાતી કિસને એટલે કિસ ઓફ ડેથ કહે છે. એ પરથી પોતાનાં જ હોય પણ અંદરથી વિરોધી હોય એવા છદ્મવેશીનો પ્રેમ

કિસ ઓફ ડેથ કહેવાય છે. આટલાં લાંબા કિસ-પુરાણ પછી જે કિસની વાત ટૂંકાણમાં કરવી છે એનો અર્થ જ થાય છે: કીપ ઇટ

સિમ્પલ સ્ટુપિડ. (K.I.S.S.). વાતને સરળ રાખો.

કિસ એ અમેરિકન નૌકાદળનો 1960માં પ્રસ્થાપિત થયેલો ડીઝાઇન સિદ્ધાંત છે.ડીઝાઇન સાદી સરળ હોવી જોઇએ. બિનજરૂરી

ગુંચવાડો ટાળવો જોઇએ. લોકહીડ સ્પાય પ્લેન બનાવતી કંપનીનાં અધિક્ષક ઇજનેર કેલી જોહ્નસને આ શબ્દ સર્જ્યો હતો.

આમ તો આ મહાવરામાં અલ્પવિરામનો ઉપયોગ લોકપ્રિય છે: એટલે કે કીપ ઇટ સિમ્પલ, સ્ટુપિડ એમ બોલાય છે. પણ કેલીએ

આ મહાવરો અલ્પવિરામ વિનાનો સર્જ્યો હતો. વિમાનનાં ડીઝાઇનર સ્ટુપિડ છે એમ કહેવાનો એમનો ઇરાદો નથી.બલકે એનો

અર્થ તો સાવ વિપરીત છે. એની ડીઝાઇન એટલી સરળ હોવી જોઇએ કે યુદ્ધભૂમિમાં વિમાનમાં કોઇ ખરાબી થાય તો કોઇ પણ

સાદા મિકેનિક સાદા પક્કડપાનાથી એ રીપેર કરી શકે. એ તો આવી સાદી ટૂલકિટ આપીને એમનાં સહયોગીઓને કહેતા કે લ્યો, હવે

રીપેર કરો. કીપ ઇટ સિમ્પલ, યુ સી ! પરફેક્શન ક્યારે કહેવાય? જ્યારે એમાં કાંઇ ઉમેરવાનું બાકી ન હોય ત્યારે. એટલે કે બધું જ

આવી જાય ત્યારે. ખરું ને? પણ ફ્રેંચ ઉમરાવ, કવિ એન્ટોની ડી એક્ઝુપરી કહે છે આ ખોટી વાત છે. સાચું પરફેક્શન ત્યારે જ આવે

જ્યારે એમાંથી કાઢવા જેવું બધું જ કાઢી નાંખો. મોડર્ન આર્કિટેક્ટચરનાં મુખ્ય સ્થાપકો પૈકીનાં એક લુડવિક મિઆસ કહેતા કે ‘લેસ

ઇઝ મોર’ થોડું લખ્યું છે ઝાઝું કરીને વાંચજો. આ ‘કિસ’ અથવા તો ‘લેસ ઇઝ મોર’ એ પરમ દિવસે રીલીઝ થનારી ફિલ્મ પીકેની

માર્કેટીંગ સ્ટ્રેટેજી છે. ફિલ્મનાં કો-પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રાજકુમાર હીરાણી કહે છે કે અમે દર્શકો પર પહેલેથી જ ઘણી બધી

માહિતીઓનું બોમ્બાર્ડમેન્ટ કરવા માંગતા નથી. તમે જોયુંને કે પહેલાં માત્ર પોસ્ટર આવ્યું(પીકે-આમીર ખાન), પછી બીજું

પોસ્ટર(ભૈરવસિંઘ- સંજય દત્ત), પછી ત્રીજું (જગત જનની-અનુષ્કા શર્મા). લોકોને રસ પડતો ગયો. પછી દિવાળી પર ટ્રેલર;

પછી યુ- ટ્યુબ પર ગીત ‘લવ ઇઝ વેઇસ્ટ ઓફ ટાઇમ’, પણ ટીવી પર કાંઇ નથી. સોશિયલ નેટવર્કીંગ સાઇટ્સ પર થોડું થોડું, ધીમે

ધીમે, ઇંતેજારી વધે. રસ જળવાય રહે. કીપ ઇટ સિમ્પલ સ્ટુપિડ. આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેતા કે જો તમે સરળતાથી સમજાવી

ન શકો તો એ ચોક્ક્સ છે કે તમે પોતે સમજ્યા નથી. જોયું ને? કિસ એટલે જ સાદી, સીધી સમજાય તેવી વાત. લોકો શા માટે

આટલું કોમ્પ્લિકેટ કરતા હશે?1122

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “નૂતન વર્ષાભિનંદન ૨૦૧૫ યામિની,પરેશની રચનાઓ+આ જુ’ભાઇની ભેટ

 1. સુ.શ્રી પ્રજ્ઞાબેન,

  નવા વર્ષના આરંભે આપનાં બે સાહિત્ય રસિક સંતાનો યામિનીબેન અને પરેશભાઈ તથા સન્મિત્ર જુ’ભાઈ નું સાહિત્ય નજરાણું માણવાનો આનંદ લીધો.

  નવા વર્ષ ૨૦૧૫માં પણ આવો સાહિત્ય રસનો આનંદ મળતો રહેશે એવી અભિલાષા સાથે આપ સૌને નવા વર્ષની અનેક શુભેચ્છાઓ.

  નવા

 2. ગોવીન્દ મારુ

  નવા વર્ષ 2015 ની અઢળક શુભેચ્છાઓ અને અભીનન્દન..

 3. pragnaju

  zulm ki raat ab jaldi dhalegi abto
  aag chulho me har ek roz jalegi abto
  bhukh ke maare koi bachha nahi royega
  chain ki neend har ik shaksh yahan soyega
  aandhi nafrat ki chalegi na kahin ab ke baras
  pyaar ki fasl ugaayegi zamin ab ke baras
  hai yakin ab na koi shor-sharaaba hoga
  zulm hoga na kahin khun-kharaba hoga
  os or dhup ke sadme na sahega koi
  ab mere desh me be-ghar na rahega koi
  naye waadon ka jo daala hai wo jaal achha hai
  rehnumao ne kaha hai ke ye saal achha hai

  dil ke khush rakhne me ghalib ye khayal achha hai

 4. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

  સને ૨૦૧૫ના નુતન વર્ષાભિનંદન

  સને ૨૦૧૫ના વર્ષમાં આપ જેવા સાહિત્યના પ્રખર અભ્યાસી તેમજ ઘેઘુર

  વડલા સમાન બહેન શ્રી દ્વારા અનુભવો જાણવા માણવા મલે એવી અભ્યર્થના ..નમસ્કાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s