કાઇટ-ફ્લાઇંગ: જે ચગે તે પતંગ…./પરેશ વ્યાસ+ પતંગ શીખવતો – ભાગ્યેશ જહા

 • 0
 • કાઇટ-ફ્લાઇંગ: જે ચગે તે પતંગ…..

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !                                                                                            

 –રમેશ પારેખ

આજે પતંગ ઉત્સવ છે. ઘરની અગાસી અને આભની અટારી એકાકાર થઇ જાય છે આજે. અને આપણાં ઉમળકાનો ઘૂઘવતો વૈભવ, આપણી આ દોમ દોમ સાયબી ભર દોરીએ આપણાં હિસ્સાનાં આકાશમાં ક્યારેક ઠુમકાં મારે છે તો ક્યારેક ગુલાંટ, તો ક્યારેક સ્થિર, અવિચલ….. આજે પતંગ કપાવાની ચિંતા નથી કારણ કે કિન્નાખોર પતંગોનો ખજાનો હાથવગો છે. અને બીજાને કાપવાનો દોર પણ ફીરકીમાં લપેટાયેલો પડ્યો છે. સમાચાર છે કે નરેન્દ્ર મોદીની છબી અંકિત પતંગો પોપ્યુલર છે. એક અંગ્રેજી અખબારે તાજેતરમાં કરાવેલા સર્વે અનુસાર, નમો તરફી લોક જુવાળ હજી શમ્યો નથી. લવજિહાદ, હરામજાદા અને ઘરવાપસીનાં વાદવિવાદ વચ્ચે પણ. નમો એટલે -નો એક્શન, મેસેજ ઓન્લી-નાં આરોપ છતાં. લોકો થોભો અને રાહ જુઓ-માં માને છે. દિલ્હીની ગાદી પરનાં ચઢાણ પછીની આ પહેલી ઉતરાણ છે. અને આ આપણાં નમો પણ લોકોની નાડ પારખવામાં માહેર છે. રાજકારણમાં લાંબી ઇનીંગ રમવી હોય તો આ જરૂરી છે. નહીંતર ખત્તા ખાતા લગરીક ય વાર ન લાગે. હેં ને? આપને જાણીને નવાઇ લાગશે કે કાઇટ- ફ્લાઇંગ (Kite-flying) રાજકારણનો શબ્દ પણ છે. લોકશાહી હોય એવા દેશોમાં રાજકીય કાઇટ-ફ્લાઇંગ વધારે પ્રચલિત છે. કાઇટ-ફ્લાઇંગ એટલે એવી રાજકીય પ્રયુક્તિ કે જેમાં રીઢા રાજકારણી પ્રસાર માધ્યમોનાં માધ્યમનો ઉપયોગ કરીને, કોઇક વિચારને, કોઇક સોચને જાણી જોઇને વહેતી મુકે છે. એ જાણવા કે લોકો એને આવકારો આપે છે કે જાકારો. આવકારો આપે તો એનું અમલીકરણ પણ જાકારો આપે તો? તો એવું અમે ક્યાં કહીએ જ છીએ, એ તો વિશ્વ હિંદુ પરિષદ કહે છે. સરકારનો એજન્ડા માત્ર એક જ છે; ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ. સરકારનાં કોઇ મિનિસ્ટર જાહેરમાં કાંઇ પણ કહે એ સાવ વિચાર્યા વિનાની વાત હોતી નથી. એ પતંગને ચગાવવાની વાત છે. જો પતંગ ચગે નહીં અથવા લોટ્યા કરે અથવા એને પેચ લેનારાં અનેક હોય અથવા તો એમ લાગે કે સામાવાળાનો માંજો પાકો છે અને આપણો પતંગ કપાઇ જશે તો પછી એવા પતંગને ઉતારી લેવો, એને ઊડાડવાનું ટાળવું. કોઇ નિવેદન કે કોઇ ભાષણની પ્રતિક્રિયા તીવ્ર હોય તો એ નેતાનાં અંગત વિચાર કહેવાય. સરકારને એની સાથે કાંઇ નહાવા નીચોવવાનું નથી. બાકી સાધ્વી નિરંજન જ્યોતિ તો નમો સરકારનાં ખાદ્ય પ્રસંસ્કરણ(ફૂડ પ્રોસેસિંગ) મંત્રી છે. પણ તેમ છતાં એમની રામજાદા-હરામજાદા ટિપ્પણીની ટીકા થતા નમોએ ભરી સંસદમાં એમની પાસે માફી ય મંગાવી. સરકાર પણ તેલ જુએ છે, તેલની ધાર જુએ છે. બ્રિટિશ અંગ્રેજીમાં એને કાઇટ-ફ્લાઇંગ કહે છે. પતંગ ચગી જાય તો અમે ચગાવ્યો. ન ચગે તો એ એમનો અંગત પતંગ છે. એનાં ઊડાડનાર અમો નથી. અમો તો નમો છીએ. યુ સી !

રાજકીય કાઇટ-ફ્લાઇંગની શબ્દ કથા કંઇક આવી છે. વર્ષ 1885માં લિબરલ પાર્ટીનાં નેતા અને પ્રાઇમ મિનિસ્ટર વિલિયમ ગ્લેડસ્ટોનનાં પાંચ વર્ષ પૂર્ણ થયા. ચૂંટણી આવી હતી. ત્યાં જ એમનાં દીકરા હર્બર્ટે પ્રતિષ્ઠિત બ્રિટિશ અખબાર ‘ધ ટાઇમ્સ’ને પત્ર લખીને ગ્રેટ બ્રિટન સાથે જોડાયેલા રહીને, પોતાનાં આઇરીશ હોમ રુલ (સ્વતંત્ર શાસન)ની ચળવળને ટેકો જાહેર કર્યો એ જોવા કે લોકોની શી પ્રતિક્રિયા છે? ચૂંટણીનો સમય હતો. જાણવું તો પડે કે લોકો શું માને છે? આવા રાજકીય પતંગને સારી પ્રતિક્રિયા સાંપડી એટલે લિબરલ પાર્ટીએ આઇરીશ હોમ રુલને ટેકો જાહેર કર્યો અને ચૂંટાઇ ગયા. ગ્લેડસ્ટોન ફેમિલીનાં કૌટુંબિક નિવાસ સ્થાન હવાર્ડેન કેસલનાં નામ પરથી આખી પ્રક્રિયા ‘હવાર્ડેન કાઇટ’ તરીકે જાણીતી થઇ.

અમેરિકન અંગ્રેજીમાં થોડા અલગ મહાવરા છે: ‘રેઇઝીંગ ધ ફ્લેગ એન્ડ સી હૂ સેલ્યુટ્સ’. ધ્વજ ફરકાવવો અને જોવું કે કોણ એને સલામ કરે છે? ઘણાં સલામ કરે તો અમે ફરકાવ્યો, નહીંતર એ ધજાના ચઢાવનાર અમે નથી, કોઇ બીજા છે. બીજો આવો શબ્દ છે: ‘ટ્રાયલ બલૂન’. વર્ષ 1782માં આકાશમાં ઊડી શકાય એવા હોટ એર બલૂનની શોધ થઇ ત્યારે એમનાં સંશોધક મોન્ટગોલ્ફ્યાર ભાઇઓએ શરૂઆતમાં એવા બલૂનમાં પાળેલાં પશુ બેસાડીને આકાશમાં મોકલ્યા, એ જોવા કે આટલી ઊંચાઇએ શ્વાસ તો લઇ શકાય છે ને? રાજકારણ ઉપરાંત કોમર્શિયલ કંપનીઓ પણ ટ્રાયલ બલૂનનો ઉપયોગ કરે છે. કોઇ સોફ્ટવેર કમ્પ્યુટર કંપની જાહેર કરે કે આ વર્ષે નવો કમ્પ્યુટર પ્રોગ્રામ લાવશે ત્યારે એ સંભવિત ગ્રાહકોની પ્રતિક્રિયા જાણવા માંગતી હોય છે. જો કે વધારે પડતા ટ્રાયલ બલૂન ઊડવા માંડે તો કંપનીની પોતાની વિશ્વસનીયતા જોખમાય. અબી બોલા, અબી ફોક- એવું વારંવાર થાય તો લોકો કંટાળે એટલે વારંવાર ટ્રાયલ બલૂન કે પછી કટાણે કાઇટ-ફ્લાઇંગ ટાળવું. આમ પણ મકરસંક્રાંતિમાં જ પતંગ ચગાવીએ તો સારું લાગે. હોળી દિવાળીમાં પતંગ ઊડાડીએ તો લોકો ગાંડા ગણે. ચૈતર-વૈશાખનાં વાયરા વાતા હોય તો છેડલો માથે રખાય, પતંગ તો ન જ ઊડાડાય. હેં ને?

શબદ આરતી:

‘વિરોધથી ડરવું નહીં. પતંગ પવનની સાથે નહીં, પણ પવનની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે જ સૌથી ઊંચે ચગતો હોય છે.’

– બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર, યુદ્ધ સમયનાં મહાનતમ નેતા પૈકીનાં એક,  સાહિત્યનાં નોબેલ પારિતોષિક વિજેતા વિન્સ્ટન ચર્ચિલ (1887-1965),

 

……………………

 પતંગ શીખવતો જીવવાનું
પતંગ શીખવતો જીવવાનું, આભ અજાણ્યું ભમવાનું…
જીવનને રસભર જીવવાનું…
પતંગ શીખવતો જીવવાનું…
અરે જુઓ આપડા ભાઈ બનાવે પતંગની આ કાયા
અનાડી થઈ ઊડે પતંગો, રચે આભમાં માયા
આ રંગારો દોરી રંગે, ભાઈબંધની સંગે
ઉત્સવ એની આંખમાં ચમકે, દોરી અંગે અંગે
અમે રંગતા દોરી, જાગે આખી શેરી
રંગ ઓરમાં ભરીને અમે રંગતા દોરી
પતંગ શીખવતો જીવવાનું…
પહેલા કાગળ જાત જુઓ ને કિન્યા બાંધો
ખભે-હાથમાં કાણું હોય એને પહેલાં સાંધો
દોરીથી દોરો જીવનને, ઊડવાથી જોડો જીવનને
પતંગ શીખવતો જીવવાનું, બંધનથી મુક્તિ પામવાનું
પવન તણી દિશાને પકડો, વિકાસ વેગને માનથી જકડો
ઓ પાર, ઓ પાર, ઓ પાર એથી ઓ પાર ઊડવાનું
પતંગ શીખવતો જીવવાનું…
પેચ લડાવો હસતા, હારો જીતો હસતા હસતા…
જીવન જીવો રમતા રમતા, રહો સુહુને સદાયે ગમતા…
પતંગ શીખવતો જીવવાનું…
– ભાગ્યેશ જહા

આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.

આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં ‘ટુક્કલ’ તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) ‘વાસી ઉત્તરાયણ’ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

14a

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “કાઇટ-ફ્લાઇંગ: જે ચગે તે પતંગ…./પરેશ વ્યાસ+ પતંગ શીખવતો – ભાગ્યેશ જહા


 1. ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
  ફસક્યો તો તે પણ ફસકે છે,
  છે કમાન તો પહોળી છાતી,
  ને છટકી તો નહીં કોઇનો,

  https://gadyasoor.wordpress.com/2007/01/27/patang/

 2. chandravadan

  નિહાળો પતંગમાં માનવ જીવન,

  હવામાં ઉડી જાય એ દુર સફર કરતો,

  છતાં, દોરીથી અટકાવી શકાય છે એને,

  તેમ સતકર્મો કે ગુણોભરી હવાથી જીવન ભરો,

  અને, દોરીથી અવગુણો બધા કાબુ કરી જીવન ધન્ય કરો !

  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  HAPPY DAY to ALL

 3. pragnaju

  પ્રિય પ્રજ્ઞાબેન
  મકર સંક્રાંતિનો ઈતિહાસ વાંચ્યો .અને ભાગ્યેજ જહા નું વાક્ય “પેચ લડાવો હસતાં હસતાં હારો જીતો હસતાં હસતાં
  જીવન જીવો હસતાં રમતાં રહો સહુને સદાય ગમતાં”

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s