ભક્તિપ્રેર્યાં વિગલિત દૃગે

100હે સ્વામી ! હું તુજ ચરણમાં આવીને સ્તબ્ધ ભાવે

છેવાડો શો , દ્રવિત હૃદયે યાચતો દીન ઊભો ,

ભક્તિપ્રેર્યાં વિગલિત દૃગે , ગર્વ મિથ્યા ત્યજીને ,

શ્રદ્ધાઘેલો  વિવશ  બનીને આર્જવે બાવરો શો.

ઝંખું દેવા ! મુજ હૃદયના ભાવની પુષ્પમાળા

ગૂંથી કંઠે તવ અરપતાં થઈ રહું કંઠષ્લેષ .

જાણું છું હું , સુરભિ નવ ત્યાં , માર્દવી ના કુમાશ ,

ના સૌન્દર્યે તુજ હૃદયને કામવા મોહની ત્યાં .

હૈયાની કો લઘુ કુહરમાં  કિન્તુ કૈં સ્થાન લાધે ,

લાધે તારી પદરજ બની સોહવા યોગ્યતા જો ,

જો ભાવોની નવ વિષમતા , ઊર્મિના છદ્મ જો ના ,

હૈયાહીણું કવન નવ જો ત્યાં જડે તો કૃપાત્મા !

દેજે પ્રેમે તુજ ચરણનો અર્ચનાલ્હાવ , યાચું ,

તારે પાયે લળી વિસરવા આત્મને ઝં ખના ત્યાં.

101

સુષુમણા નીકળે છે, જ્યારે કુંડલીની શક્તિનું જાગરણ થાય ત્યારે મેરુદંડ હચમચી જાય, મેરુ રે ડગે – મેરુ ડગશે ત્યારે મેરુદંડ હચમચી જશે તો પણ મન ન ડગવું જોઈએ – મરને ભાંગી રે પડે ભરમાંડ – ભરમાંડ એટલે શું? આ શરીર જ બ્રહ્માંડ છે = પિંડે સો બ્રહ્માંડે – એટલે મેરુ તો ડગે પણ, મેરુ દંડ હચમચી જાય તો પણ મન ન ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ – શરીરના ભલે ટુકડા થાય પણ પાનબાઈ પાછા વળવું નહીં

 

પદમણિ પ્રેમદા એટલે શું? સંસ્કૃત સહિત્યમાં નાયિકા ભેદનું કથન આવે છે, સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રીઓના ચાર પ્રકાર ગણાવ્યા છે, શંખિણી, ચિત્રણી, હસ્તિની અને પદ્મિની. સર્વશ્રેષ્ઠ સ્ત્રિ હોય, શીલવાન, રૂપવાન, ગુણવાન, જાજરમાન એવી સ્ત્રિને પદ્મિની કહેવાય છે, અહિં પદ્મિનિ ઉપરથી પદમણી શબ્દ બન્યો છે અને પ્રેમદા એટલે પ્રિયતમા, ભક્તિ હરીની પદમણી પ્રેમદા એટલે ભક્તિ પ્રભુની પદમણી પ્રેમદા છે, રહે છે જે હરીની પાસ – ભગવાનની એ પ્રિયતમા છે, ભક્તિ મહારાણી પ્રભુની પ્રિય છે, ભક્તિ પ્રિયતમા છે પણ કેવી – પદ્મિની પ્રિયતમા, ભક્તિ હરીની પદમણી પ્રેમદા રહે છે હરીને જોને પાસ રે – આવો આ પાંચમા શબ્દનો અર્થ છે.

અભયભાવનો અર્થ સમજવા જેવો એ, એક છે અભય, આપણે બધા જાણીએ છીએ, બીજો ભાવ છે નિર્ભયતા, એ પણ જાણીએ છીએ, અભય ભાવ જુદી વસ્તુ છે, નિર્ભયતા નહીં, અભય અને નિર્ભયતા તો સામ સામે છે, દ્વંદ્વ છે. ભય નિર્ભય બન્નેથી અભય પર છે. સિંહ વાઘથી નિર્ભય રહેવું સહેલું છે, પણ નિંદાસ્તુતિથી પર રહેવું એ ઘણું કઠિન છે, કારણકે કીર્તિ માનવીની અંતિમ કમજોરી છે. કીર્તિ માનવીની અંતિમ કમજોરી એટલે અહીં કહે છે ગંગાસતી, નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય. નિર્ભયતાની વાત નથી, નિર્ભય રહેવુ સહેલું છે, ભયભીત સહેવુ સૌથી સહેલું પણ બન્નેથી પાર એક અભયભાવ છે. ઉપનિષદમાં કહ્યું છે દ્વિતિયા તે ભયં ભવતી, જ્યાં સુધી દ્વિતિયા છે, ત્યાં સુધી ભય છે, કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ છે ત્યાં સુધી ભય છે, અહીં એક જ દ્વંદ્વની વાત કરી છે પણ દ્વંદ્વ તો ઘણાં છે અને ઉપલક્ષણ કહેવાય, અનેક વસ્તુઓનું નિરુપણ કરવું હોય ત્યારે, એને બદલે એક કહેવામાં આવે અને બાકીના સમજી લેવાય એને ઉપલક્ષણ કહેવાય, તો રાગ-દ્વેષ, દુઃખ-સુખ, મારું-તારુ, ઉષ્ણતા-ઠંડી આ બધા દ્વંદ્વ છે. એમાંથી એક દ્વંદ્વનું કથન અહીં કર્યુ છે.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s