પ્રતીક્ષા યામિની વ્યાસ+

૧

Enjoyed Inter College’Kavya Pathan Spardha’ as a judge. વાપીથી તાપી સુધીની કોલેજની આજની યુવા પેઢીના મુખે આપણા કવિઓની જાણીતી રચનાઓ સાંભળવાનો આનંદ

Yamini Vyas's photo.
Yamini Vyas's photo.
Yamini Vyas's photo.
Yamini Vyas's photo.
Yamini Vyas's photo.

યાદ આવે

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.

રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતુ હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનુમ તોફાન નથી સૂઝતું હવે

અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…પ્રીતિ સેનગુપ્તા

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “પ્રતીક્ષા યામિની વ્યાસ+

 1. પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસ વર્ણનો વાંચ્યા છે પણ તેઓ કાવ્ય લખે છે તે તો આજે જ જાણ્યું.

  પંખીતો તેની મસ્તીમાં ઉડતું હોય, ભુખ લાગે ત્યારે જે કાઈ ચણ કે ચારો મળે તે ખાઈ લે અને પાછું કલબલાટ કરતું ઉડી જાય. તેને શું ખબર હોય કે કોઈ ચણ નાખીને તેની પ્રતિક્ષા કરી રહ્યું છે.

  પતંગીયાને શું ખબર હોય કે ફુલો પણ માનવીઓની જેમ નૈતિકતાનો દંભ કરતા હશે.

  યુવા પેઢીના મુખે કાવ્ય પઠન સાંભળવું તે મજાનો લ્હાવો ખરો.

 2. P.K.Davda

  ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
  મારા બોલાવ્યાથી જ
  પંખી આવી નથી જતું.
  એ આવે છે એની જ મરજીથી

  વાહ વાહ! ખુશ કીત્તા !

 3. આવું પણ થાય !!

  જેનો સ્પર્શ થવાનો નથી
  એ સુવર્ણમણિની આશામાં તપોમગન રહેવું
  તે તો છે
  અપાત્રને કરેલું પ્રેમનું દાન

 4. એક એક પંક્તિમાં આપણે તો ઉપવન ભાળ્યું…સરસ બ્લોગ પોષ્ટ…આદરણીયસુશ્રી પ્રજ્ઞાબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s