સતસંગ અને તુરીયાનો તાર…

0001

ભાઈ રે નિત્ય રહેવું સતસંગમાં ને જેને આઠે પહોર આનંદ રે

આ સતસંગ એટલે શુ? ડેલીમાં બેઠા બેઠા થોડીક વાતું કરીયે – ગપ્પા મારીએ એટલે સતસંગ થઈ જાય? ના, સતસંગનો એવો અર્થ નથી, અંદર જે સત બેઠો છે એનો સંગ તે સતસંગ છે, અંદર એક આતમ તત્વ બેઠું છે એ સત છે, એમાં નિત્ય ડૂબકી મારવી પાનબાઈ, નિત્ય રહેવું સતસંગમાં એટલે રોજ એ આત્મતત્વનો, સત તત્વનો સંગ કરવો એ સતસંગનો અર્થ છે.
ભાઈ રે આઠો પહોર મનમસ્ત રે’વે જેને જાગી ગયો તુરીયાનો તાર

આ તુરીયા શું છે? યોગસૂત્રમાં માનવ ચિત્તની ચાર અવસ્થાઓનું વર્ણન છે, જાગૃત અવસ્થા, નિંદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા આ ત્રણનો તો સૌને અનુભવ છે જ. એ ત્રણથી પાર એક ચોથી અવસ્થા છે જેને તુરીયા, ચતુર્થ અવસ્થા કહેવાય છે, ચતુર્થને જ અહીં અપભ્રંશમાં તુર્ય કહ્યું છે, તુર્યનો તાર એટલે આ ત્રણેયથી બહાર નીકળીને જે અવસ્થા છે, ચતુર્થ અવસ્થા, આત્માની અવસ્થા છે તેની સાથે જો તમારો તાર જાગી જાય, તુરીયાનો તાર જાગે, તો આઠેય પહોર મનમસ્ત થઈને રહેવાય. એ તુરીયાનો તાર – ચતુર્થ અવસ્થા થકી જેનું સંધાન થયું એવી સ્થિતિ એમ સમજવું જોઈએ.

002સંત ભાણદેવજી

3 Comments

Filed under Uncategorized

3 responses to “સતસંગ અને તુરીયાનો તાર…

 1. Sharad Shah

  બધાય શાસ્ત્રોને નિચોડી તેનો રસ કાઢીએ તો તે છે ગંગાસતીના ભજનો છે. ભજનનો એક એક શબ્દ અતિગહન છે.ગંગાસતીની કેટલીય વાત આપણા માટે કોરા શબ્દોથી અધિક કાંઈ નથી. ગંગાસતીએ આ ભજનો પાનબાઈને સંબોધીને ઉચ્ચાર્યા છે જેના પરથી સમજી શકાય કે પાનબાઈની અવસ્થા પણ કેટલી ઉંચી હશે કે જે આ અમૃત વચનોને ઝીલી શકે.

 2. kishor m.madlani

  ગંગાસતીના ભજનોની વાત આવે ત્યારે માં ગંગાસતીના સ્મરણથી નતમસ્તક થઇ જવાય…આ બાબતના મુમુક્ષુઓને સ્વામી બ્રહામ્વેદાન્ત્જીની ” વીજળી ને ચમકારે ” બુક વાંચી જવા અનુરોધ છે…અને અહી આવા અલભ્ય સાહિત્યનો રસાસ્વાદ કરાવવા કાયમ આ પોસ્ટ નો આભાર વ્યક્ત કરું તો અસ્થાને નહિ ગણાય…સૌને આગામી શુભ સમયની શુભકામના..

 3. chandravadan

  સતસંગમાં એટલે રોજ એ આત્મતત્વનો, સત તત્વનો સંગ કરવો એ સતસંગનો અર્થ છે.

  આ તુરીયા શું છે? યોગસૂત્રમાં માનવ ચિત્તની ચાર અવસ્થાઓનું વર્ણન છે, જાગૃત અવસ્થા, નિંદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા આ ત્રણનો તો સૌને અનુભવ છે જ. એ ત્રણથી પાર એક ચોથી અવસ્થા છે જેને તુરીયા, ચતુર્થ અવસ્થા કહેવાય છે
  Gangasati….Bhajans…..and the Deeper Understanding via this Post.
  Nice !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Not seen you @ Chandrapukar.
  Hope to see you soon !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s