સામાન્ય વ્યક્તીઓ માટે… ૐ પૂર્ણમદ: પૂર્ણમિદમ…મંત્ર પ્રમાણે પૂણિમાનો પૂર્ણ ચંદ્ર તો જાણે પૂર્ણ પરમાત્માનું સૌમ્ય-શીતળ ચાંદની રેલાવતું પ્રત્યક્ષ પ્રતીક છે. પૂનમના પૂર્ણ ચંદ્રના દર્શનમાત્રથી ચિત્ત પ્રસન્ન થઇ જાય, પૂર્ણતાને પામવાની, પૂર્ણ પરમાત્માને ઓળખવાની એક નવી ચેતના હૃદયમાં સ્પંદિત થાય. આથી જ આપણા ધર્મશાસ્ત્રકારો અને પુરાણકારોએ પ્રત્યેક માસની પૂર્ણિમાની તિથિ પવિત્ર માનીને, એ દિવસે કોઇ વ્રત-ઉપવાસનું આયોજન કરીને એનો મહિમા ગાયો છે.

 ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમા ધ્યાન કરી આ મંત્ર અંગે ચિંતન કરશો તો પરમાત્માનો અણસાર અનુભવશો.
ઉપનિષદના  શાંતિપાઠમાં  કહ્યું છે કે

‘આ પરબ્રહ્મ પૂર્ણ છે,

જગત પૂર્ણ છે

પૂર્ણમાંથી પૂર્ણ પ્રાદુભાવ પામે છે,

પૂર્ણમાંથી પૂર્ણ લેવામાં આવે છે તો

પણ પૂર્ણ જ શેષ રહે છે.’ જે કોઈક પદાર્થનું નિમિત્ત કારણ હોય છે તે તેનું સ્વતંત્ર ઉપાદાનકારણ પણ હોઈ શકે છે. એ વિશે ઉપનિષદમાં થોડીક વિચારણા કરવામાં આવી છે. કરોળિયો બહારના કોઈપણ પદાર્થની મદદ વિના પોતાની લાળની મદદથી જાળ રચે છે અને પછી એને ઈચ્છાનુસાર ગળી જાય છે પણ ખરો. એવી રીતે જગતને પોતાની અંદરથી પ્રકટ કરીને પરમાત્મા પોતાની અંદર વિલીન કરી શકે છે.પરબ્રહ્મ પરમાત્મા જગતના એકમાત્ર નિમિત્ત કારણ છે એ વાત તો સારી પેઠે સમજી શકાય તેવી છે, પરંતુ એમને જગતના ઉપાદાન કારણ કેવી રીતે માની શકાય ? ઘડાનું ઉપાદાન કારણ મૃતિકા અને નિમિત્ત કારણ કુંભાર છે તેવી રીતે જગતના નિમિત્ત કારણ હોઈ શકે. પરંતુ ઉપાદાન કારણ પણ છે ? એવી જિજ્ઞાસા થાય તો તેના જવાબમાં આ સૂત્રમાં જણાવવામાં આવે છે કે પરમાત્મા સમસ્ત જગતના ઉપાદાન કારણ છે. એ હકીકતની પુષ્ટિ અનુમાન તથા શાસ્ત્રપ્રમાણ દ્વારા સહેલાઈથી થઈ શકે છે. મૃત્તિકા જેવી રીતે ઘડામાં વ્યાપક હોય છે તેવી રીતે પરમાત્મા સમસ્ત જગતમાં વ્યાપક છે એટલું જ નહિ. એમના વિના બીજું કશું છે જ નહિ. જગતના રૂપમાં, એના અણુ પરમાણુમાં પરમાત્મા જ રહેલા છે. આરંભમાં એવું દર્શન નથી થતું પરંતુ જેમ જેમ જ્ઞાનની અનુભૂતિના પ્રદેશમાં આગળ વધતું જાય છે તેમ તેમ એવું અલૌકિક અનુભવ દર્શન સહજ બને છે. પછી તો ‘જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુઃ, વિષ્ણુઃ પર્વત મસ્તકે’ એટલે કે જળમાં વિષ્ણુ, સ્થળમાં વિષ્ણુ પર્વતના શિખર પર વિષ્ણુ’ અને ‘સર્વ વિષ્ણુમય જગત્’ આ સકળ વિશ્વ વિષ્ણુમય છે એવું અનુભવાય છે. અજ્ઞાનની અવસાદપૂર્ણ અવસ્થામાંથી પ્રજ્ઞાના પવિત્રતમ પાવન પ્રદેશમાં જાગ્યા પછી વૃત્તિ તથા દૃષ્ટિ બંને બદલાઈ જાય છે. પછી જગત પરમાત્માના પ્રતીક જેવું લાગે છે.

નરસિંહ ભકતે આ અનુભૂતિ આ રીતે વર્ણવી છે…

જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઉંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં, અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’ એને સમર્યાંથી કૈં સંત સીધ્યા.

ઉપનિષદ કહે છે : यथोर्णनामिः सृजते गृह्यते च ।આના ચિંતનમા આ ભજન રોજ ભાવપૂર્વક ગાવાથી તમારું જ સ્વરુપ આનંદનો અણસાર થતા જગતના કહેવાતા આનંદ ગૌણ લાગશે

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “

  1. અજ્ઞાનની અવસાદપૂર્ણ અવસ્થામાંથી પ્રજ્ઞાના પવિત્રતમ પાવન પ્રદેશમાં જાગ્યા પછી વૃત્તિ તથા દૃષ્ટિ બંને બદલાઈ જાય છે. પછી જગત પરમાત્માના પ્રતીક જેવું લાગે છે.

    મનનીય વિધાન

  2. ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે.
    —–
    All is well. All is OK.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s