અંતર-ઝરૂખો મારો સૂના રે શ્વસે

  0011

ઝાંખો રે બળે , દીવડો ઝાંખો રે બળે ,

મારી અંતર-દીવડીનો દીવો ઝાંખો રે બળે.

મનની મઢૂલી મારી ઝૂરે રે એકલડી ;

સરતી સન્ધ્યાની ઓથે લાલી શેં ઝરે ?

મારી અંતર-દીવડીનો દીવો …

કૂજતી કાયાના કામણ વિલાવાની વેળ , તો યે

તેજના અંબાર ક્યાંથી ઊમટ્યા ઉરે?

મારી અંતર-દીવડીનો દીવો …

અંતરને આરે ઊની ઝંખના ઝબૂકે જોને ,

ઊણા કો અણસારે હૈયું ઝીણું કૈં ડસે  !

મારી અંતર-દીવડીનો દીવો …

આવો રે આવો , વ્હાલા ! ઉરને  આંગણિયે  રુખે ;

અંતર-ઝરૂખો મારો સૂના રે શ્વસે .

મારી અંતર દીવડીનો દીવો …

                   અજ્ઞાત

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “અંતર-ઝરૂખો મારો સૂના રે શ્વસે

 1. દીવડો ઝાંખો બળે
  દીવડો ઝાંખો બળે
  ઝવેરચંદ મેઘાણી
  રાગ : બિહાગ, ૧૯૧૮ની સાલમાં સર્જકે લખેલું પહેલુંવહેલું ગીત.

  દીવડો ઝાંખો બળે –
  રે મારો દીવડો ઝાંખો બળે.

  આજે ઘેર અતિથિ આવે;
  પલ પલ પડઘા પડે;
  સકળ નગર સૂતું છે, સ્વામી!
  તારાં સ્વાગત કોણ કરે. – દીવડો૦

  તારો રથ ગાજે છે ગગને;
  ધરતી ધબક્યા કરે;
  હે પરદેશી! પોઢણ ક્યાં દેશું!
  નયને નીર ઝરે. – દીવડો૦

  ‘સાંજ પડ્યે આવું છું, સજની!’
  એવું કહીને ગયો;
  આજ યુગાંતર વીત્યે, વ્હાલા !
  તારાં પગલાં પાછાં વળે. – દીવડો૦

  સાંજ ગઈ, રજની ગઈ ગુજરી;
  હાય, પ્રભાત હવે;
  ક્યાં રથ! ક્યાં અતિથિ! ક્યાં પૂજન!
  નીંદમાં સ્વપ્ન સરે.

  દીવડો ઝાંખો બળે –
  રે મારો દીવડો ઝાંખો બળે.

  http://gu.wikisource.org/wiki/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B_%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AB%8B_%E0%AA%AC%E0%AA%B3%E0%AB%87

 2. કેટલા કવિઓની અનુભૂતિ માં કેવું સામ્ય હોય છે !
  મા મેઘાણીની આત્માની અદભૂત જાગૃતિ નો તો આપણા વખતમા ખ્યાલ આવી ગયેલો એ મહાન વ્યક્તીને શત શત પ્રણામ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s