વ્હાલના વારસદાર યામિની વ્યાસ…પ્રેમ એટલે…/પરેશ વ્યાસ

૦૧
11043150_741669439281500_6003515170233901266_nમારે ખોળે મીઠો કલરવ વ્હાલના વારસદાર તમે
ખુશીઓનો મેળો લઈ આવ્યા કંઇ પળ પળના તહેવાર તમે
વ્હાલના વારસદાર તમે
કાલી ઘેલી વાણી માથી મધુરા સ્પંદન નીતરતા’ તા
‘માં’ શબ્દની આરપાર સો મેઘધનુષ રચાતા’તા
જાણે જીવનના સહુ ભાવી સુખોનો અણસાર તમે
વ્હાલના વારસદાર તમે
પહેલી પગલી માંડી ત્યારે આંખે સપના છલકાતા’તા
હરખના માંર્યા મારા આંસુ ગુલાબજળ થ ઇ જાતા’તા
મારી બે આંખોના તારા શૈશવ અનરાધાર તમે
વ્હાલના વારસદાર તમે …

સુરતના આ નાટ્ય ઘટાટોપમાં એક નાનકડી હરિયાળી,વૈયક્તિક વિચારધારા ધરાવતી મંજરી એટલે યામિની વ્યાસ.મૂળભૂત કવયિત્રી,પણ આ હરિફાઇને કારણે નાટ્યલેખન તરફ વધુ ઝોક આપી પાંચેક મૌલિક નાટકોનું સર્જન કરી ત્રણ નાટકોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો,જ્યારે ચાર નાટકો રૂડી રીતે ભજવાયા.હરિ ભરી વસુંધરા,જિંદગીના તારે ઝૂલે જિંદગી,રણમા ખિલ્યું પારિજાત, તથા મિલિના ઘર તરફ ભજવાયા અને પ્રશંસા પામ્યા. ઉપરાંત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા પણ થયા.દેવના દીધેલ પણ વિજેતા કૃતિ બની…વિષયવસ્તુ પસંદ કરવાની યામિની વ્યાસની એક આગવી કુનેહ છે જે એમના અપ્રકાશિત પરંતુ ભજવાઇ ચૂકેલા નાટકોમા દ્રુશ્યમાન થાય છે. લેખિકાએ એકાંકી પર પણ કસબ દાખવ્યો છે.’દીપમાળ’ જે ૨૫ પ્રયોગો પુર્ણ કરવા તરફ જઇ રહ્યું છે અને એક વિરલ ઘટના ,એથીય વિશેષ,નિર્વિવાદપણે માત્ર સ્ત્રી ભૃણહત્યા નિષેધના સંદેશને ખુણે ખૂણે પહોંચાડતી નાટિકા ‘જરા થોભો’ છેલ્લા ત્રણેક વર્ષમા ૨૫૦થી એ વધુ પ્રયોગો પૂર્ણ કરે એ અદ્વિતીય ઘટના કદાચ પ્રથમ વાર છે.
યામિની વ્યાસ લિખિત ભજવાયેલ કે ન ભજવાયેલ નાટકો પુસ્તક સ્વરુપે પ્રકાશિત થાય એ યોગ્ય ગણાશે અને આશા રાખીએ કે હજુ એ વધુ સારા વિષય,વૈવિધ્ય સભર,પૂર્ણ અભિનયક્ષમતા તથા વાંચનક્ષમતા ધરાવતા નાટકો લેખિકા દ્વારા મળતા રહેશે તો ઉચિત રંગભક્તિ ગણાશે.

અને છેલ્લે વ્હાલના વારસદાર . ફરી ફરી માણવું ગમે તે…જામનગરમાં તા ૧લી માર્ચ ૨૦૧૫

અને ફોટા પરેશ વ્યાસના પુસ્તક પ્રેમ એટલે કે…ના પ્રેમાર્પણ પ્રસંગે

1615 1417
PFATitle_Final
Yogesh Cholera
Wonderland Publications
401/B, Sarvottam Complex,
Panchnath Main Road,
Rajkot – 360 002 (Gujarat-India)
Phone: +91-281-2228114
Cell: +91 9824219074

1 ટીકા

Filed under Uncategorized

One response to “વ્હાલના વારસદાર યામિની વ્યાસ…પ્રેમ એટલે…/પરેશ વ્યાસ

  1. સુશ્રી યામિની બહેનની સાહિત્યિક પ્રતિભા સાથે નાટ્ય ક્ષેત્રે સમાજોપયોગી સંદેશ દેતા, તેમના પ્રયાસો સુવર્ણ પૃષ્ઠ સમાન છે..ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s