પ્રોકેફીનેટીંગ એટલે કોફીનાં કેફ સંગ આજની કાલ કરવી તે../ પરેશ પ્ર વ્યાસ

1

પ્રોકેફીનેટીંગ એટલે કોફીનાં કેફ સંગ આજની કાલ કરવી તે..

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

નિરંજન ભગત

ગાવા વિષે, ચ્હાવા વિષેની વાત આજકાલ ઓનલાઇન થાય છે. આજકાલ લોકો ટીવી, ઇન્ટરનેટ પર ક્યાંયનાં ક્યાંય ફરતા હોય છે. ઘરમાં બેઠાં બેઠાં સમગ્ર સૃષ્ટિમાં સ્વૈરવિહાર કરવામાં આપણને કોણ રોકી શકે? બજેટ અને ક્રિકેટ સાથે આવે તો તમે કોને લાઇવ જોવાનું પસંદ કરો? તમને જેટલી જોવા ગમે કે કોહલી? તમને મોદીમાં મોજ પડે કે ધોનીમાં? આ લખાય છે ત્યારે ટીવી પર બન્ને ચાલી રહ્યા છે. મેં જો કે બજેટને લાઇવ જોવું પસંદ કર્યું. રજૂ થયેલું બજેટ આમ તો સારું જ છે. પણ મોટા ઔદ્યોગિક ગૃહો ને બીક લાગે છે. કાળા નાણાંનાં કાળોતરાને નાથવા નવા કાયદા આવશે તેમાં સૂકા ભેળું લીલું  ન બળી જાય એની શી ખાત્રી? જેલની સજાનાં પ્રસ્તાવથી બીક લાગે છે. રીફોર્મ્સ માટે હજી ઘણાં કાયદા કરવા પડે. એ બધું હજી અદ્ધરતાલ છે. સવાલ એ નથી કે ઉદ્યોગો માટે ભૂમિ અધિગ્રહણનું વળતર ઓછું દેવું છે. સવાલ એ છે કે ભૂમિ અધિગ્રહણની વિધિ ઘણી લાંબી છે. સમય વધારે જાય તો કોઇ આપણા દેશમાં શા માટે રોકાણ કરે? તેમાં બહુમતી સમુદાયનાં સંગઠનોનાં લઘુમતી વિરોધી નિવેદનો વિદેશી પુંજીનિવેશકર્તાઓનાં મનમાં દ્વિધા ઉત્પન્ન કરે છે. વિમા ક્ષેત્રમાં ઔદાર્યકરણ થઇ શક્યું નથી. ભૂમિ અધિગ્રહણ ખરડાને ગ્રહણ લાગી ગયું છે. કહે છે કે આ ખરડો વેપારી તરફી છે અને ખેડૂત વિરોધી છે. જેટલી બિચારા બચાવ કરીને થાક્યા કે આમાં સહુનું ભલું છે. મોદી પણ સંસદમાં ભૂમિ અધિગ્રહણને અગ્રીમતા આપવાનું અગમજ્ઞાન સમજાવે છે. પણ અન્ના માનતા નથી. તેઓ વર્ધાથી દિલ્હી સુધીની ત્રણ મહિનાની પદયાત્રા વત્તા જેલ ભરો આંદોલનની જાહેરાત કરી ચૂક્યા છે. એમ કહીને કે આ સરકાર તો બ્રિટિશ સરકાર કરતા ય વધારે ખરાબ છે. સૂંઠને ગાંગડે ગાંધી થવા નીકળેલા કેટલાંક વિરોધ પક્ષો એવા વિરોધમાં સૂર પુરાવે છે. એનડીએનાં કેટલાંક સાથી પક્ષોને પણ આ ખરડા સામે વાંધો છે. વિરોધ જારી છેલોકશાહીની આ તાસીર છે. કોઇ પણ નિર્ણયની, એની દૂરગામી અસરોની ચર્ચા થવી જોઇએ. પણ નિર્ણય ન લેવો લોકશાહીનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નિર્ણય લેવાનું ટાળવું લાંબે ગાળે નડે. જેટલી જેટલી સમજણ તો મને નથી પણ પ્રાથમિક દ્રષ્ટિએ વિકાસલક્ષી બજેટ આપીને એમણે સારું કામ કર્યાનું લાગે છે. કોંગ્રેસ બજેટને ‘ધનવાપસી’ પ્રોગ્રામ કહે છે. એમાં ચૂંટણીમાં જે ફંડ લીધું હતું તે હવે પાછું આપવાની વાત છે એવી ટીકા સાથે તેઓ આ બજેટને ગરીબ વિરોધી કહે છે. પણ ક્યાં સુધી વિકાસનાં નક્કર પગલાંને ટાળવા? આજનો નિર્ણય કાલ પર મુલતવી રાખવાની વાતને અંગ્રેજીમાં પ્રોક્રાસ્ટીનેટીંગ(Procrastinating) કહે છે. તે પરથી નવો શબ્દ અવતર્યો પ્રોકેફીનેટીંગ(Procaffenating).  (પ્રોક્રાસ્ટીનેટીંગ+ કેફેઇન) બે શબ્દોનું સંયોજન છે. પહેલો શબ્દ ‘પ્રોક્રાસ્ટીનેટીંગ’ એટલે કામ ટાળવું. હાથ પરનું કામ મુલતવી રાખવું. ઢીલમાં રાખવું. આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસોં, ઇતની જલદી ક્યા હૈ યારોં, જબ જીના હૈ બરસોં- લો બોલો ! લેટિન શબ્દ ‘પ્રો’ એટલે આગળનું કામ અને ‘ક્રાસ્ટિનસ’ એટલે કાલ પર લઇ જવું. પ્રોક્રાસ્ટીનેટીંગ એટલે એવું કામ જે કાલે થશે. અને ‘કેફેઇન’ તો આપણે જાણીએ છે, કોફીનાં દાણામાં રહેલું સ્ફૂર્તિવર્ધક રસાયણ. ચાયનાં પાંદડામાં ય હોય છે. અત્યાર સુધી ચાય પે ચર્ચા ચાલી હતી. હવે કોફીનો વારો છે. પ્રોકેફીનેટીંગ શબ્દ ભલે નવો છે પણ એની તાસીર પુરાણી છે. હવે સવારનું કામ સાંજ પર અને આજનું કામ કાલ પર ટાળવા માટે કોફીનાં કપ પીતા જઇએ અને કહેતા જઇએ કે યાર ! કાંઇ મૂડ બનતો નથી. પહેલાં કોફી બનાવું, પી લઉં, પછી કામ હાથ પર લેશું. આવા લાસરિયાવેડા એટલે પ્રોકેફીનેટીંગ. આમ તો ઓફિસની બોલીમાં વપરાતો શબ્દ. કોફી તો પીવા દો, યાર.  થશે, થવાનું હશે ત્યારે થશે.  હેં ને?

દર અસલ, છેવટની ઘડી સુધી કામ ટાળવાની એક અનોખી મઝા છે. નિર્ણય ન લેવો એ પણ તો એક નિર્ણય છે. કોર્પોરેટને ય ગમે અને કૃષિને ય ગમે એવું બજેટ ક્યાંથી લાવવું? એટલે અઘરાં નિર્ણય લેવાનું ટાળવું. આજે લોકોને ગલગલિયાં કરાવે એવા નિર્ણયો લેવા. કેજરીવાલે એવા નિર્ણયો જ લીધા. પાણી મફત. વિજળી અર્ધા ભાવે. અઘરાં નિર્ણયો લેવાનું અત્યારે ટાળવું. બસ ત્યાં જ પ્રોકેફીનેટીંગ શરૂ થાય છે. આ શબ્દ ટ્વિટરની દેન છે. વર્ષ 2012થી શરૂ થયેલો આ શબ્દ સોશિયલ નેટવર્કીંગ પરથી અર્બન ડિક્સનરી અને વર્ડસ્પાય સુધી પહોંચી ગયો છે. એક એવો જ શબ્દ આજકાલ પ્રચલિત છે અને એ છે ‘સોશિયલ નોટવર્કીંગ’. ટ્વિટર, ફેસબૂક કે વોટ્સએપ્પ જેવી સોશિયલ નેટવર્કીંગ સાઇટ્સ પર મચ્યા રહેવું, ખરેખરું કામ કરવાનું ટાળતા રહેવું, કામને મુલતવી રાખતા રહેવું એટલે સોશિયલ નોટવર્કીંગ !

હું કોફી પી રહ્યો છું. લેખ લખી રહ્યો છું. અખબારની એક ડેડલાઇન હોય છે થશે, થવાનું હશે ત્યારે થશે.  હેં ને?

દર અસલ, છેવટની ઘડી સુધી કામ ટાળવાની એક અનોખી મઝા છે. નિર્ણય ન લેવો એ પણ તો એક નિર્ણય છે. કોર્પોરેટને ય ગમે અને કૃષિને ય ગમે એવું બજેટ ક્યાંથી લાવવું? એટલે અઘરાં નિર્ણય લેવાનું ટાળવું. આજે લોકોને ગલગલિયાં કરાવે એવા નિર્ણયો લેવા. કેજરીવાલે એવા નિર્ણયો જ લીધા. પાણી મફત. વિજળી અર્ધા ભાવે. અઘરાં નિર્ણયો લેવાનું અત્યારે ટાળવું. બસ ત્યાં જ પ્રોકેફીનેટીંગ શરૂ થાય છે. આ શબ્દ ટ્વિટરની દેન છે. વર્ષ 2012થી શરૂ થયેલો આ શબ્દ સોશિયલ નેટવર્કીંગ પરથી અર્બન ડિક્સનરી અને વર્ડસ્પાય સુધી પહોંચી ગયો છે. એક એવો જ શબ્દ આજકાલ પ્રચલિત છે અને એ છે ‘સોશિયલ નોટવર્કીંગ’. ટ્વિટર, ફેસબૂક કે વોટ્સએપ્પ જેવી સોશિયલ નેટવર્કીંગ સાઇટ્સ પર મચ્યા રહેવું, ખરેખરું કામ કરવાનું ટાળતા રહેવું, કામને મુલતવી રાખતા રહેવું એટલે સોશિયલ નોટવર્કીંગ !

2

હું કોફી પી રહ્યો છું. લેખ લખી રહ્યો છું. અખબારની એક ડેડલાઇન હોય છે. મારે ડેડલાઇનને લાઇફ લાઇન બનાવવી પડે છે. પ્રોકેફીનેટીંગ મારી સર્જનભૂમિનું અધિગ્રહણ કરે તે પહેલાં રીફોર્મ્સનો પટારો હું ખોલી દઉં છું. હું…..

શબદ આરતી:                                                                                                                                                                                                                 “ હું ક્યારેય એવું કામ કાલ પર ટાળતો નથી, જે કામ પરમ દિવસે કરવું શક્ય હોય.”                    

 –મહાન આઇરીશ લેખક, કવિ ઓસ્કાર વાઇલ્ડ(1854-1900) 

1 ટીકા

Filed under Uncategorized

One response to “પ્રોકેફીનેટીંગ એટલે કોફીનાં કેફ સંગ આજની કાલ કરવી તે../ પરેશ પ્ર વ્યાસ

  1. પ્રોકેફીનેટીંગ એટલે કોફીનાં કેફ સંગ આજની કાલ કરવી તે..
    નવો શબ્દ જાણવા મળ્યો.શબ્દ કોશમાં નાં હોય તો એમાં ઉમેરવા જેવો.
    રાજકારણીનીયો મોટા ભાગે નિર્ણય નાં લેવાનો નિર્ણય લેવામાં પારંગત હોય છે.
    મોદી રાજ્યમાં આમાં કૈક ફેરફાર થતો હોય એમ હાલ તો લાગે છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s