અલખની જ્યોત ઝગાવો જી ,ભજન /અજ્ઞાત

0011

 

આમે ય જ્યારે પ્રિયજનની વાટ જોતાં હોઈએ ત્યારે પ્રિયનાં આવવા પહેલા એના આવવાનાં ભણકારા જ વધુ વાગતા હોય છે…!  સાજનનાં આવવાનાં ભણકારા ભાસતી અને અણસારા તાગતી નાયિકાની વધતી જતી અધિરાઈ અને એની ઈચ્છાની વધતી જતી લંબાઈને કવિએ અહીં ખૂબ જ સુંદર વાચા આપી છે.

ભણકારા વાગે ;  હો જી રે મને ભણકારા વાગે !

આતમનો મારો દીવડો ફરુકે ,

અંતરે ઓજસ રાજે રે ! … જી રે મને …

કાયા તણી મારી કાંતિ વિરામી ,

ઊમટી અંતરીએ શી આંધી જી ;

મનમંદિરિયું સાવ રે સૂનું ,

હૈયું તો યે હામ ન હારે રે ! … જી રે મને …

ડગુમગુ પગે પેલો પંથ ખૂટે ના ,

આંખ્યું અંધારે રે ઘેરાણી જી ,

ગાત્ર ગળે , હૈડે હાંફ ન માયે ,

વાધું છાને કોક અણસારે રે ! … જી રે મને …

તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !

અલખની જ્યોત ઝગાવો જી ,

હાર-જીતે કૂળી સમતા હું ધારું ,

તપું તુજ સૌમ્ય સહારે રે ! … જી રે મને …

ભજન સાથે યાદ આવે
સગડ મળે જો તારા
હું ઓવારી દઉં તારા પર પાંપણના પલકારા.

મને કોઈ સમજાવો મારી સમજણ કાચીપાકી
તને શોધવા મારે કેટલા જન્મો લેવા બાકી
પતંગિયાના કઈ રીતે હું ગણી શકું ધબકારા

તળમાં હો કે નભમાં તારા અગણિત રૂપ અપાર
મારી એક જ ઈચ્છા તારો બનું હું વારસદાર
તને વિનંતી કરું કે થોડા મોકલને અણસારા.
…..હિતેન આનંદપરા

………………………………

સખી ! મારા ફળિયામાં ભણકારા ઊતરે
વાયરો અડે ને ફૂટે પગરવની કેડીઓ, ફાળ થૈ હૈયામાં વિસ્તરે

ખુલ્લા રવેશમાં હું એકલતા ઓઢીને જોતી રહું સાજનની વાટ
અધરાતે-મધરાતે ઝબકીને જાગી જતી કુંવારા સપનાની જાત
કાચી આવરદાનો પીંડ મારી સૈયર, જોયાનું સુખ રોજ ચીતરે.

ઈચ્છાઓ ફાટફાટ વાસંતી ક્ષણ પહેરી ઊભી છે ધારણાની ઓથે
નજરું લંબાવીને અણસારા સૂંઘતી પ્રીતમનો પડછાયો ગોતે
ફાટેલા દિવસોને સ્મરણથી સાંધતી, વરસાદી મોસમ લઈ ભીતરે.

-પાર્ષદ પઢિયાર

૨૨

1 ટીકા

Filed under Uncategorized

One response to “અલખની જ્યોત ઝગાવો જી ,ભજન /અજ્ઞાત

  1. Sharad Shah

    ‘અલખની જ્યોત ઝગાવ’,ખુબ સુંદર ભજન.જાણે મારી જ ભિતરના ભાવોને શબ્દોએ શણ્ગાર્યા હોય તેમ લાગ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s