Courtesy B J Mistry . RAASHTRA-VAAD, Sant Charitra , Audio & Misc. Info.

હરિ ૐ

Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. A Social and Cultural Reformist I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die.” Swami Sachchidanand
 
EDUCATED PEOPLE LISTEN THE MOST
FREE DOWNLOAD
LINKS OF THE LECTURES (AUDIO CASSETTES)
BY SWAMI SREE SACHCHIDANANDJI MAHARAJ, DANTALI
Bhakti Niketan Ashram, PETLAD 388 540, Gujarat, INDIA
(A) RAASHTRA-VAAD – રાષ્ટ્રવાદ
Side A – SARDAR PATELVADODARA સરદાર પેટેલ – વડોદરા – 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી નિમિત્તે પ્રવચન – કોઈ વ્યક્તિ સુખી કે દુઃખી થતો હોય તો તેના અનેક કારણોમાં મહત્વનું કારણ એનો સ્વભાવ છે. અને જો પ્રજા સુખી કે દુઃખી થાય તેનું કારણ છે, રાજકીય સ્થિતિ. ભારતનો રાજકીય ઈતિહાસ અત્યંત કરુણાભર્યો છે. હું માત્ર મોક્ષ માટે સાધુ થયેલો પરંતુ રખડતાં, ભટકતાં મને ભાન થવા લાગ્યું કે આ કોઈ પ્રશ્નજ નથી, જીવનના પ્રશ્નોપર ધૂળ નાખી છે. વાસ્તવિક પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, પ્રજાની આઝાદી, પ્રજાની સ્વાધીનતા, પ્રજાની રોજી-રોટી, પ્રજાનો આવાસ, પ્રજાનું આરોગ્ય, પ્રજાની સચ્ચાઈ, પ્રજાનું ગૌરવ, પ્રજાની માનવતા આ બધા સાચા પ્રશ્નો છે. @4.02min. દેશનો ક્રીમ વર્ગ જયારે ઊંધા રવાડે ચઢે તો દેશને બચાવી ન શકાય. 1947 સુધીનો ઈતિહાસ આપણને નગારું વગાડી વગાડીને કહે છે કે આ દેશ ઉપર મુઠ્ઠીભર માણસોએ રાજ કર્યું છે. આ દેશપર પહેલાં મુઠ્ઠીભર ઈરાનીઓએ સતત આક્રમણ કર્યું, એમને ગ્રીકોએ હરાવ્યા. ઈ.સ. પૂર્વે તૃતીય શતાબ્દીની આસપાસ સિકંદરનું રાજ્ય ઈરાક સુધી ફેલાઈ ગયું હતું, એણે ઈરાનને ધમરોળી નાખ્યું. અને તેથી ભારતમાં ઈરાનની સત્તાનું પતન થયું. @7.58min. પ્રજાને મારી નાંખવી હોય તો એના મગજને મારી નાંખો, મહત્વ કાંક્ષાને મારી નાખો. એક ટાઈમમાં જર્મની, જાપાન, વિએતનામ બરબાદ થઇ ગયા હતા, પરંતુ પાછા હતા એના કરતાં વધારે સમૃદ્ધ થઇ ગયા. પણ જેનું મગજ ધર્મ દ્વારા, હાઇલી ફિલોસોફી દ્વારા મરી ગયું હોય તેને સાજુ કરવું બહુંજ કઠીન કામ છે. આજે આપણામાં કેટલીયે ગ્રીક પ્રજા છે, જે આપણે ઓળખી નથી શકતા. સિકંદર પાછો ગયો અને રસ્તામાં મરી ગયો અને સેલ્યુકસના સરદારો અહિયાં 30000 સૈનિકો સાથે રહ્યા હતા, તેમને જીતેલો પ્રદેશ વહેંચી આપ્યો હતો. પંજાબથી માંડી કાઠીયાવાડ સુધીની પ્રજામાં એમના ચહેરા, આંખ ઊતરી આવી છે. @10.13min. હું એમ માનું છું કે આ દેશમાં જેટલા વાસ્તવવાદી પુરુષો થયા એમાંના એકનું નામ ચાણક્ય અને બીજા વલ્લભભાઈ પટેલ. તમે ચાણક્યનું અર્થશાસ્ત્ર જરૂર વાંચજો, આ ઋષિ છે, ધાર્મિક પુરુષ છે, પણ વેદિયો નથી. એણે માંસની દુકાનની વ્યવસ્થા કરી છે. પ્રજાની આવશ્યકતા એ મહત્વની વાત છે. ચાણક્યે ચંદ્રગુપ્તને તૈયાર કર્યો. ચંદ્રગુપ્ત ક્ષત્રિય નથી. આબુ ઉપર યજ્ઞ કરવામાં આવ્યો અને જે શક, હુણ અને શીથીયન પ્રજા ભારતમાં વસી ગયેલી હતી, એ પ્રજાનું રાજપુતમાં રાજકીય રૂપાંતર કરવામાં આવ્યું. ચૌહાણ, સોલંકી, પઢીયાર વિગેરે ભેદ કરવામાં આવ્યા. ચંદ્રગુપ્ત દાસીનો પુત્ર હતો અને એ દાસી વાળંદ હતી, જેણે આ દેશને ગૌરવ આપ્યું. એની ત્રીજી પેઢીએ અશોક થયો, દશેક પેઢીઓ ચાલી. ચંદ્રગુપ્ત પાટલી પુત્ર ઉપર રાજ કરતો હતો ત્યારે ગુજરાતની સ્થિતિ શું હતી? તે વિશે સાંભળો. આઠમી શતાબ્દીમાં મહંમદ બિન કસમ, સત્તર વર્ષનો છોકરો એનું લશ્કર લઈને આવે અને સિંધને ધમરોળી નાખે, તમે આમાંથી બોધપાઠ કેમ નથી લેતા? @18.21min. પ્રજા મહાન ક્યારે થતી હોય છે? અહી પ્રજામાં વિખવાદ છે. રાજા બ્રાહ્મણ છે, મંત્રીઓ બૌદ્ધ છે અને પ્રજા શુદ્ર છે, આ ત્રણેય નો મેળ નથી. શુદ્રો પીસાય છે, કચડાય છે અને બૌદ્ધો બ્રાહ્મણોનો વિખવાદ છે, અને સાથે સાથે અંધશ્રદ્ધા છે. સિંધના લશ્કરે માતાની ધજા તોડી નાખી અને લશ્કર ભાગ્યું, સિંધનો રાજા હારી ગયો. ઈતિહાસ તમારું દર્પણ છે. 1947માં ભારત છોડવાનું થયું ત્યારે અંગ્રેજો ફક્ત 30,000 હતા અને ભારતની 33 કરોડ વસ્તી પર રાજ કર્યું. @21.08min. અંગ્રેજોના સમયમાં કુંભમેળો ભરાયો ત્યારે એક અંગ્રેજ ઘોડા ઉપર બેઠો બેઠો જોયા કરે અને નક્કી કર્યું કે આ દેશપર, આ પ્રજાપર તો વર્ષો સુધી રાજ કરી શકાય છે, કેમ તે સાંભળો. આપણે ત્યાં ઘૂંઘટ ક્યારથી આવ્યો? આ સ્ત્રીઓ ઘરમાં પુરાય રહેતી કેમ થઇ? અલાઉદ્દીન ખીલજીનો ભાઈ ઉલુખ-ખાં ને પાટણનો વિનાશ કરવા માધવ મંત્રી લઇ આવ્યો. ઈતિહાસમાં ત્રણ નામો યાદ રાખજો, આ ત્રણ માણસોએ વિદેશીઓને આમંત્રણ આપ્યા. કાલકાચાર્ય, શક રાજાઓને લાવી માળવાનો નાશ કરાવ્યો. કાકુ વાણીયો એની દીકરીના કાંસકાના ઝગડામાં આરબોને લાવી વલ્લભીનો નાશ કરાવ્યો. વલ્લભીની અંદર 1000તો જીનાલયો હતા, બધાને ધમરોળી નાંખ્યા. એજ દશા માધવાચાર્યે પાટણની, અલાઉદ્દીન ખીલજીને લાવીને કરી તે સાંભળો. કમળાદેવીને પકડી લીધી. @26.02min. રાજા એની છોકરીને લઈને ભાગી ગયો. ત્યાંથી એણે સોમનાથનું મંદિર તોડ્યું. લાખો ગુલામો પકડ્યા અને તેની ભૂંડી દશા કરી, તમને આ ખબર છે? જૈન મુનીએ લખેલો કાનડ દે રાસો તમે જરૂર વાંચજો. @31.07min. આપણે કીડા મકોડા જેવું જીવન જીવ્યા છીએ. એવું શું કારણ હતું કે ઇંગ્લેન્ડની અઢી કરોડની પ્રજાએ દુનિયાની 100 કરોડ પ્રજા પર રાજ કર્યું? એમની શું ખાસિયત હતી? 1947, 15મી ઓગષ્ટે આપણને આઝાદી મળી. ગાંધીજીના નેતૃત્વે આ દેશને ખુબ જગાડ્યો, તે પહેલાં રાજા રામ મોહનરાયથી દયાનંદ સરસ્વતી સુધીના અનેક મહાપુરુષોએ ભૂમિકા તૈયાર કરી હતી. એમની જીવતાં જીવતાં કદર કોઈએ ન કરી. વલ્લભભાઈને દેવ થઇ ગયા પછી ભારત રત્ન બનાવ્યા અને તે પણ બીજાને બનાવવાના હતા એટલે બનાવ્યા. આખું રાજતંત્ર ચાર પાયા ઉપર ઊભેલું છે. જો આ ચાર તંત્રને તમે સાચવી શકો તો તમે રાજ કરનારી પ્રજા થઇ શકો. વહીવટી તંત્ર, અર્થ તંત્ર, રક્ષાતંત્ર અને ન્યાયતંત્ર. @35.40min. એક રાજાની રાણીનું દ્રષ્ટાંત સાંભળો. જ્યારે તમારા ઘર ઉપર પિયર ફરતું હોય ત્યારે તમારું ઘર તૂટતું હોય છે. @41.15min. ભારતનું આખું માળખું તૂટી પડેલું ત્યારે એમને ગૃહમંત્રી બનાવેલા તે પોતાની લાયકાતથી થયેલા, અને તે ગાંધીજીનું માન રાખવા થયેલા. FREEDOM OF THE MIDNIGHT પુસ્તક વાંચજો. @46.03min. એક કોળી માણસની વાત સાંભળો.
Side B – ધર્મે કદી માણસને માનવતાની આંખે જોયો છે? એના ઘરની દશા શું છે? રવિશંકર મહારાજે કહેલું કે આ બનાસકાંઠાને ઊંચે લાવવું હોય તો ઉપદેશ આપવાની જરૂર નથી, એમને ભણાવો। કાઠીયાવાડના પટેલોની જ્ઞાતિને વલ્લભભાઈએ ઉજ્જવળ, ધન્ય ધન્ય બનાવી દીધી. એમણે એ સાબિત કરી બતાવ્યું કે હજારો વર્ષોથી મુત્સદ્દીગીરી કરનારા જે મુત્સદ્દીગીરી કે મક્કમતા ન બતાવી શક્યાતે સરદાર પટેલે બતાવી. એમણે કૃષ્ણ મેનનને પોતાના સેક્રેટરી બનાવેલા, એવો વિચાર ન કરેલો કે મારા સગાને બનવું. @5.07min. રાજતંત્રનો બીજો આધાર અર્થતંત્ર છે. 1947માં કેન્દ્રીય બજેટ 64 કરોડનું હતું, આજે ભારતનું બજેટ 12000 કરોડે પહોંચ્યું છે, છતાં સીમાડાઓ સુરક્ષિત નથી.અને બધે અરાજકતાજ અરાજકતા.આઝાદી પછી અર્થતંત્રના બે ભેદ સાંભળો. વલ્લભભાઈ જમણેરી હતા, જવાહરલાલ ડાબેરી હતા. કૃષ્ણ મેનન સહીત નહેરુ દેશને રશિયા તરફ લઇ ગયા.વલ્લભભાઈને લાંબો સમય મળ્યો નહિ, બે-ત્રણ વર્ષ મળ્યા તેમાં તો ઘણું કામ કર્યું. ચક્રવર્તી રાજગોપાલાચાર્યે સમાજવાદના ભૂતને છોડવાનું કહ્યું, પણ એવું થયું નહિ. @10.54min. વલ્લભભાઈ સરકારના ડાબેરી ઝુકાવ તરફ સંમત ન હતા. તમારા અર્થતંત્ર, રક્ષાતંત્ર અને વિદેશનીતિ G -7ના હાથમાં છે. આ દુનિયાના સમૃદ્ધ રાષ્ટ્રોનું યુનિયન છે. @16.44min. રાજતંત્રનો ત્રીજો પાયો રક્ષા તંત્ર છે. ઈઝરાઈલ એટલે વડોદરા જીલ્લા જેવડો 40 લાખ વસ્તીનો દેશ અને તે રણની અંદર લડાઈ અને સમૃદ્ધિ સાથે ચલાવીને ખુમારીથી બેઠું છે. આરબો નીચું ઘાલીને બેઠા છે, એનું કારણ બાવડાનું જોર છે. કાસીમ રીઝવીએ આંધ્રમાં હાહાકાર મચાવી દીધો, હિન્દુઓનું જીવવું મુશ્કેલ થઇ ગયું, ત્યારે સરદાર પટેલે નિઝામ લેવાનો નિર્ણય કર્યો અને નિઝામ લઇ લીધું. લાખો રૂપિયા લઈને એક મારવાડીએ કાસીમ રીઝવીને સ્ત્રીના ડ્રેસમાં પાકિસ્તાન ભગાડી દીધો હતો. જુનાગઢની એવીજ વાત હતી પણ નવાબ અનુકુળ હતો અને દિવાન પ્રતિકુળ હતો। સરદારે જુનાગઢ પણ લઇ લીધું. @23.08min. કાશ્મીર કેમ બગડ્યું? તે સાંભળો. પંજાબ અને કાશ્મીરમાં આપણે આપણા લક્ષણો ત્યાં અજમાવ્યા અને આપણે આપણી અયોગ્યતાથી તેને સળગાવ્યાં। કાશ્મીરમાં આપને હારી જવાના, કારણકે આપના દેશના દશ હજાર રૂપિયા ખર્ચાય ત્યારે પાકિસ્તાનનો એક રૂપિયો ખર્ચાય છે. @26.35min. છત્રપતિ શિવાજીના વિજયનું મૂળ કારણ સાંભળો. પુનામાં શિવાજી મહારાજના રજવાડામાં શું થયું તે સાંભળો. આપણે રશિયા તરફ વધારે ઝૂક્ય તે વિશે. પશ્ચિમી રાષ્ટ્રો જોડે મિત્રતા રાખી હોત તો જે દશા અત્યારે છે એના કરતા વધારે સારી સ્થિતિ હોત. @30.54min. વલ્લભભાઈની કાબેલિયતથી દેશનું રક્ષાતંત્ર સુધર્યું, રક્ષાતંત્રને મજબૂત કર્યું. ન્યાયતંત્ર એ સૌથી મહત્વનો વિષય છે. @31.04min. સજ્જનો આપણે વલ્લભભાઈની સ્મૃતિ દર વર્ષે 31મીએ કરીએ છીએ, વલ્લભભાઈની સ્મૃતિ માટે જેટલા પ્રયત્નો જે જગ્યાએથી થવા જોઈએ એટલા થતા નથી, છતાં સ્મૃતિ રહે છે, એ બાબતનું રાજકારણ સાંભળો. વલ્લભભાઈ સ્વયંભુ જ્યોતિર્લીંગ છે. આજના દિવસે એમની સ્મૃતિમાંથી આપણે આ દેશના રાજતંત્રના ચાર પાયાને સુદઢ કરવાની પ્રેરણા લઈએ. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @36.32min. ધર્મયુદ્ધ અને પ્રજાનું ઘડતર @43.20min. ગાંધીજી અને શ્રી મદ રાજચંદ્ર. @45.10min. हिंदी फ़िल्मी गीत – कहेनी है इक बात हमे ईस देशके…श्री मन्ना डे
Side A – Side A – RAASHTRA-VAAD, SUNAAVરાષ્ટ્રવાદ, સુણાવ – કર્મચારી વર્ગની કર્મયોગી શીબિર. જયારે કોઈ રાષ્ટ્ર મજબુત થવાનું હોય ત્યારે સૌ પ્રથમ તેનું કર્મચારીઓનું વહિવટી તંત્ર આપોઆપ બળવાન અને કર્તવ્ય પરાયણ બનતું હોય છે. પણ જયારે કોઈ રાષ્ટ્ર અંદરથી તૂટવાનું થાય ત્યારે એની પહેલી નિશાની છે કે એનું વહીવટી તંત્ર તુટવા માંડે. વહીવટી તંત્ર તૂટે ત્યારે એને લાખ પ્રયત્નો કરો તો પણ રાષ્ટ્રને મજબુત બનાવી શકો નહિ. કર્મચારીઓના પાંચ વિભાગ – કર્મચારી વ્યક્તિવાદી, કોમવાદી, સમાજવાદી, સંપ્રદાયવાદી કે રાષ્ટ્રવાદી છે? આ પાંચમાંથી તમે તમારી જાતને ક્યા ગોઠવો છો? @3.07min. વ્યતિવાદી એટલેકે અહંકારી, ડંખીલા, સ્વકેંદ્રિત માણસો કોઇ જોડે ભળી શકતા નથી. આવા માણસને અપમાનની બહુ અસર થતી હોય છે અને બહુ જલ્દી બીજાનું અપમાન કરતો હોય છે. જો તમે બીજાને માન ન આપી શકો તો સ્વમાનના અધિકારી નથી થઇ શકતા. અપમાનથી અપમાન, ઘ્રણાથી ઘ્રણા, પ્રેમથી પ્રેમ, નિષ્ઠાથી નિષ્ઠા આવતી હોય છે. જીન્દગી જીવવી હોય તો ભળતા અને ભેળવતા શીખો. @7.44min. રશિયા વિશે. ઘણું જાણવાનું, જોવાનું શીખવાનું મળ્યું. મહાભારત વિશે. સારા રાજ્યોની પહેલ્લી નિશાની છે કે સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે? દિલ્હીમા જઇને કોઇને પુછી જુઓ. સ્વિડનમાં બળાત્કારનું પ્રમાણ શૂન્ય છે. સ્ત્રીની રક્ષા છે એજ રાજ્યની પહેલામાં પહેલી કસોટી છે. આઝાદી પહેલાં વહુવતી તંત્ર મજબુત હતું એટલે સ્ત્રીઓ સુરક્ષિત હતી. સ્વામીજીનો એર ઇન્ડિયાનો અનુભવ.વ્યક્તિવાદી અને લોકવાળી વચ્ચેનો ભેદ સમજો. @19.13min. કોમવાદ વિશે. પરદેશમાં કોમવાદ વિશે. આપણે ત્યાં અસ્પૃશ્યતા ઘણી દુર થઇ ગઈ છે પરંતુ સંપૂર્ણપણે દુર થઇ નથી. મુસ્લિમોમાં પણ આ દુષણ છે. રાગ, મોહ ધિક્કાર વિનાનો હોયજ નહિ. એક વર્ગ જો તમને બહુ વહાલો લાગે તો બીજો વર્ગ એટલોજ ખરાબ લાગશે. અને જો બીજો વર્ગ એટલો ખરાબ લાગશે તો તમે સાચા રાષ્ટ્રવાદી અને માનવતા વાદી નહિ થઇ શકો. તો તમે રાષ્ટ્રને કમજોર બનાવશો. @25.00min. લંડનમાં રાણીના દીકરાને ગાડી ઓવર સ્પીડમાં ચલાવવા માટે દંડ કર્યો, ગુનો કબુલી દંડ ભરી દીધો, આવું ભારતમાં થાય ખરું? રાષ્ટ્રને મહાન બનાવવું હોય તો વહીવટી તંત્ર દુર્બળ ન હોવું જોઈએ. @27.56min. સંપ્રદાયવાદ વિશે. ભારત ધર્મનો દેશ નથી. સંપ્રદાયોનો દેશ છે. હિંદુ, બૌધ અને જૈનમાં વિશેષણ વિનાના ધર્મનો ઉપયોગ થયો છે. અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય નથી. ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો તફાવત સમજો. વ્યક્તિના દ્વારા ઉત્પન્ન થાય કે કોઈ સમૂહના દ્વારા ઉત્પન્ન થાય તે સંપ્રદાય કે મજહબ કે રીલીજીયન કહેવાય. એ ઉત્પન્ન થાય અને નષ્ટ થાય. અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય નથી. અમે એને ધર્મ કહીએ છીએ જે સનાતન છે અને જે પરમેશ્વરે માણસની સાથે મુકેલો છે. દયા, કરુણા, ઉદારતા, પરમાર્થ આ બધા સદગુણો માણસની અંદર ભગવાને મુકેલા છે અને એનો સહજ રીતે માણસના ઉપર જે પ્રભાવ પડે તે ધર્મ છે. મારું પુસ્તકનું નામ છે “ધર્મ” એની વ્યાખ્યા કરી છે કે માણસની અંદર રહેલા સદગુણોને વિકસાવી આપે તે ધર્મ. @32.26min. ગાંધીજીની “સંપ્રદાયમુક્ત ધાર્મિકતા” વિશે. ઔરંગઝેબની કટ્ટર ધાર્મિકતા વિશે. સંપ્રદાય બાહ્યાચાર ઉપર ભાર મુકે છે. ધાર્મિકતા તમારા સદગુણોપર અને સદવિચારોપર ભાર મુકે છે. @37.37min. તમે સંપ્રદાય પાડો એના સાથે કોઈ વિરોધ નથી પણ તમારા રોમેરોમમાં સંપ્રદાય બેસી જશે તો તમે રાષ્ટ્રવાદ અને માનવતાવાદને ક્યાં બેસાડશો? સેન્ટ ઝેવીઅર્સ કોલેજમાં સ્વામીજીના પ્રવચન વિશે. @43.08min.આખી દુનિયાને પ્રેમ કરતાં શીખવાડે, સૌને સ્વીકાર કરતા શીખવાડે તેવો ધર્મ અમૃત છે નહિ તો ઝેર છે. જૈનોના શ્યાદવાદ વિશે. @45.39min. રાષ્ટ્રવાદ વિશે. ભલે તમે કોઈ સંપ્રદાય પાળતા હોવ, પણ જ્યાં તમે સરકારી ઓફિસમાં આવ્યા એટલે તમે રાષ્ટ્રના પ્રતિનિધિ છો એટલે તમારા સારા કે ખોટાં એક્શન રીએક્શન થશે એની અસર રાષ્ટ્ર પર પડવાની છે. વ્યક્તિની અંદર જો રાષ્ટ્રવાદ બેસાડ્યો હોય તો એનાથી બીજો કોઇ સારો સંસ્કાર નથી. @46.28min. એક મિલ્ટ્રીનો માણસ રાજીનામું આપીને આવતો રહ્યો તે વિશે.
Side B – SUNAAV – રાષ્ટ્રવાદના ત્રણ દુશ્મનો. અતિ વ્યક્તિવાદી, અતિ કોમ વાદી અને ચુસ્ત સંપ્રદાયવાદી. ત્યારે રાષ્ટ્રવાદમાં શું કરવું જોઈએ? તે સાંભળો. જેને રાષ્ટ્ર ઉપર પ્રેમ નથી તેતો જળોઈનું કામ કરે છે. એક તરફ “वन्दे मातरम” બોલીએ અને બીજી તરફ એજ માતરમનું લોહી ચુસીયે એને રાષ્ટ્રવાદ ન કહેવાય. @3.15min. માનવતાવાદ વિશે. માનવતાવાદને કોઇ સીમા નથી. માનવતા વિશ્વવ્યાપી છે. કદી પણ ઈશ્વરને શોધવા ન જશો, ઈશ્વરને એની કૃતિમાં જુઓ. ઇશ્વર સાક્ષાતકાર, કુંડલી અને શક્તિપાત વિશે. લંડનમાં નડીયાદના પટેલ, સોહમ ભગવાનની જાણવા જેવી વિગતો સાંભળો. માનવતા એ બહુ મોટામાં મોટી વસ્તુ છે, ગુણ છે. માનવતા માણસના લેવલને ઉપાડતા ઉપાડતા એવી લેવલે પહોંચી જાય કે પછી એના સંપ્રદાયો વિલીન થઇ જાય, પંથો વિલીન થઇ જાય. એકજ પરમાત્માના બધા બાળકો છે, કોઈ ભેદ ન રહી જાય ત્યારે એમ સમજવાનું કે આ માણસ સુપર કક્ષાએ પહોંચેલો છે. શરીર સંબંધી ઇશ્વરની વ્યવસ્થા વિશે. ભારતની અને સરકારી કર્મચારીઓની બિમારી વિશે. @11.40min. સજ્જનો આ એક રાષ્ટ્રીય શિબિર છે. રાષ્ટ્રને મજબુત બનાવવા માટેની શિબિર છે અને રાષ્ટ્રના રોગને છોડાવવા માટેની શિબિર છે. ભારત દુનિયાનો બહુ મોટો રોગીષ્ટ દેશ છે. ઘણા લોકો વગર જોતું બોલ બોલ કરે છે કે “हम महान है, हम महान है.” અરે બોલવાનું બંધ કરો, બોલવું હોય તો બોલો “हम बीमार है, हम बीमार है.” એ બીમારીની શરૂઆત ધર્મસ્થાનોમાં મંદિરોમાં મઠોમાં અને મસ્જિદોમાં પણ છે. સૌથી મોટી બીમારી સરકારી કર્મચારીઓમાં છે. એટલે ભારત બદનામ અને દુર્બળ થાય છે. @14.04min. હોંગકોંગના એરપોર્ટ ડીઝાઇન કરનાર એક ભારતીય ઇજનેર(NRI)નો, સરકારી કર્મચારીઓ સાથે માઠો અનુભવ સાંભળો. એકવાર તમારી મનની અંદર એક મક્કમતા આવી જાય કે મારો પગાર એજ મારી આવક છે. એ પગાર મારે વસુલ કરવો છે, મારે પુરેપુરો ટાઇમ આપવો છે અને આ જનતા એ મારી ભારત માતા છે એનું સામે ચાલીને હું કામ કરીશ. આ રાષ્ટ્રીય મહાવ્રત છે. અને આ રાષ્ટ્રીય વ્રતનું તમે પાલન કરતા હો તો અગિયારસ, શનિવાર, મંગળવાર, અઠ્ઠાઈ કરવાની કે રોજા રાખવાની એ જરૂર નથી. @19.58min. મારે આપ સૌને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે આ શિબિરનું આપણાં મુખ્ય મંત્રી શ્રીએ આયોજન કર્યું છે, એ વ્યર્થ ન જાય અને શિબિરમાંથી ગયેલો માણસ ભારતમાતાનું સચ્ચાઈથી કામ કરે અને એક આદર્શ દેશનો કાર્યકર્તા બને તો આવનારા વર્ષોમાં ભારત ખરેખર મહાન બનશે. આપણે રાષ્ટ્રવાદી થવાનું છે. તમારે નમાજ પઢવી હોય તો ઘરે જઈને પઢો, માળા ફેરવવી, પાઠ કરવો હોય તો ઘરે જઈને કરો પણ તમારી ડયુટીને મહત્વ આપો. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @21.15min. સીનીયર સીટીઝનની સભામાં પ્રવચન. @@37.28min. વાસ્કો ડી ગામાનું રાષ્ટ્રીય તપ @૪૧.૩૭મિન. देशभक्तिके फ़िल्मी गीत – अपनी आज़ादीको हम हरगिज़ – महमद रफ़ी साहब, इन्सानका इन्सानसे हो भाई चारा – श्री मन्ना डे. वन्दे मातरम
Side A – RAJ-KAARAN ANE VIDHVANSH KAALVADODARA રાજકારણ અને વિધ્વંશ કાળવડોદરા, સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજ – બાંધકામના ત્રણ કાળ આવતા હોય છે. નિર્માણ, સ્થગિત અને વિધ્વંશ કાળ. બધું આપણી મુઠ્ઠીમાં હોત તો આખી દુનિયા આપણી ઈચ્છા પ્રમાણે ચાલતી હોત. આપણે પોતે પણ કોઈ બીજાની મુઠ્ઠીમાં છીએ. સૌને મુઠ્ઠીમાં રાખનાર જે તત્વ છે એનું નામ કાળ છે. “कालाय तस्मै नम:” કાળને વંદન કરીએ છીએ. જ્યારે નિર્માણ કાળ આવે ત્યારે એનું મૂખ્ય પ્રેરક બળ રાજકારણ છે.તમે રાજકારણ પ્રત્યે એલરજી ન કરશો. એલરજી કરવાના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. પણ સાથે સાથે રાજકારણને કાદવ બનાવીને એમાં ખૂંપી પણ ન જશો. ભારતમાં સૌથી મોટો દુકાળ સાચા રાજકારણીઓનો છે. જેમ બનાવટી સાધુઓ અહી છે તેમ બનાવટી રાજકારણીઓ પણ છે. જે લોકો રાજકારણને સમજતા નથી એવા લોકો રાજકારણમાં પડ્યા છે અને તેઓ પોતાની જાતને, રાષ્ટ્રને અને લોકોને નુકશાન કરે છે. @3.40min. જ્યારે પણ નિર્માણ કાળ આવે ત્યારે સૌથી પહેલાં રાજકારણ સુધરતું હોય છે. ત્રણ લક્ષણો, Law & Order – કાયદો અન્રે વ્યવસ્થા, વ્યવસ્થિત થઇ જાય. મૂડી રોકાણ વધે અને પ્રજાની અર્થ સાહસિકતા વધે તે વિસ્તારથી સાંભળો. @5.08min. Law & Order વ્યવસ્થિત કરવો હોય તો રાજનેતા પરાક્રમી હોવો જોઈએ. ગુજરાતમાં જયારે બહુ તોફાનો અને અશાંતિ થયેલી ત્યારે ગુજરાત સરકારે રીબેરોને માંગેલો તે વિશે. બંગાળમાં ૨૦-૨૫ વર્ષથી સામ્યવાદીઓ રાજ કરે છે, આજે એની ભૂંડી દશા છે. ગુજરાતની સમૃદ્ધિનું મૂળ કારણ મૂડી રોકાણ છે. મૂળમાં તો અહીની પ્રજા વેપારી છે. આપણી પાસે વીરતા કે શૌર્ય નથી એવું નથી, એક લશ્કરમાં જોડાયેલા પટેલના દીકરાનું ઉદાહરણ સાંભળો. @10.00min. “ભાઇ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.” ગુજરાતની પ્રજા ડાહી, શાની અને હળીમળીને રહી શકે છે એટલે સમૃદ્ધ થઇ છે. ત્રણ પ્રકારના નિર્માણ – રાજદરબાર, ધર્મદરબાર અને સમાજનું નિર્માણ. રાજદરબારના નિર્માણ જેટલા મોગલોએ કર્યા એટલા આપણે નથી કર્યા. માણસનું દેવદરબારનું નિર્માણ – આપણા અહી જે ધર્મો આવ્યા તેમાંના એક ધર્મે ઘણા મંદિરોનો અને મૂર્તિઓનો નાશ કર્યો. @16.06min .એક જૈન સજ્જન સાથે દક્ષિણ ભારતના મંદિરોની મુલાકાત. આપણા જે નિર્માણો થયા તે દેવદરબાર કે રાજદરબારમાં થયા. સમાજમાં નહિ. સમાજ હતોજ નહિ. બહુ મોડે મોડે સમાજ નિર્માણો થયા. @20.09min. એક સ્પષ્ટતા તમને કરી દઉં કે મંદિરોના નિર્માણ તરફ હું(સ્વામીજી) બહુ પક્ષપાતી નથી એનો વિરોધી પણ નથી. જ્યાં જરૂર હોય ત્યાં મંદિર જરૂર થવું જોઈએ, પણ દિલ્હીમાં જે અક્ષરધામ થયું તેનો હું સમર્થક છું, એટલા માટે કહું છું કે દિલ્હી તરફ જનારા માણસો બે ચીજોજ જોતા હોય છે, તાજ મહાલ અને કુતુબ મિનાર. આપણા હિન્દુઓનું કોઈ નિર્માણજ નહિ? કોઈ જોવા જેવી વસ્તુજ નહિ? મારે આ લોકોને ધન્યવાદ આપવા જોઈએ કે હવે તાજ મહાલ અને કુતુબ મિનારને પણ ચઢી જાય એવું નિર્માણ કર્યું. લોકો પૈસા આપીને જોવા જાય છે અને કહે છે કે આપણે પણ કઈ નિર્માણ કર્યું કે એનું પેઢીઓ સુધી, વર્ષો સુધી ગૌરવ લઇ શકીએ. બધા દુર્ગુણોનું મૂળ રાજકારણ છે અને સદગુણોનું મૂળ પણ રાજકારણ છે. ચાણક્યની રાજકારણની મુત્સદ્દીગીરી સાંભળો. જયારે રાજકારણ બગડવા લાગે ત્યારે રાજા નબળો, બુદ્ધિ વિનાનો, નમાલો આવે એટલે મૂડી રોકાણ બંધ થશે, વેપારીઓ દેશ છોડી છોડીને બીજે જશે. તમે કદી વિચાર કર્યો કે ભારતનું નાણું સ્વીડનમાં કેમ જમા થાય છે? કારણકે ત્યાં સલામતી છે. જ્યાં જ્યાં નાણું જશે ત્યાં ત્યાં ઉદ્યોગો જશે, મજુરો જશે. ગુજરાતમાં ઓરિસ્સાના, મહારાષ્ટ્રના, ઉત્તર પ્રદેશના, રાજસ્થાનના લોકો આવે છે કારણકે અહિયાં રોજી છે, મૂડી છે અને સુરક્ષા છે. બિહારમાં આજ વિપરીત કારણોસર સ્થગિતતા છે. લોકો ભણે નહિ, વેપાર-ધંધો ન કરે, ચૂપચાપ થઈને બેસી રહે અને પછી ન સુધરે તો વિધ્વંશ કાળ આવે. ચીનના સીન્ધીયાંગ પ્રદેશનું ઉદાહરણ. @26.59min. ભારતમાં એવો વિધ્વંશ કાળ આવ્યો, મંદિરો તૂટ્યા અને મૂર્તિઓ ખંડિત થઇ. આજે ઘણી જગ્યાએ ખોદીએ અને મૂર્તિઓ નીકળે તો આપણે ઘેલા ઘેલા થઇ જઈએ કે ભગવાન નીકળ્યા. પણ ભગવાન અંદર ગયાતા કેમ? જ્યારે આક્રાન્તાઓનું ટોળું આવતું ત્યારે આ વાણિયાઓ ડાહ્યા કે મૂર્તિઓને જમીનમાં દાટી દેતા. થાઈલેન્ડમાં સોનાની પાંચ ટનની બુદ્ધની મૂર્તિનો ઈતિહાસ સાંભળો. તમે ઈચ્છો કે ન ઈચ્છો આવો વિધ્વંશ કાળ પ્રજાના જીવનમાં આવતોજ હોય છે. મૂર્તિઓને જમીનમાં કેમ દટાટી અટકાવવી? તે વિસ્તારથી સાંભળો. આ નિર્માણ યુગ છે. ખાસ કરીને ગુજરાતમાં જે કરોડોના નિર્માણ થાય છે, તે પટેલોની પાસે પૈસા આવ્યા પછી થાય છે. આ જે બાંધકામ થયું તે જોઇને હું બહુ ખુશ થયો. @37.39min. સ્વામીજી તરફથી એક લાખ રૂપિયાનું દાન. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે તમારો વિકાસ થાય, તમે બળવાન બનો, સંપીલા બનો, ઝગડા ન કરો, એકબીજાના પગ ન ખેંચો. આવનારો સમય બહુ ખરાબ આવી રહ્યો છે, એને તમારી એકતાના દ્વારાજ જીતી શકશો. ભગવાન સૌનું ભલું કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @39.07min. અંગ્રેજોનો રાષ્ટ્ર પ્રેમ. @43.49min. કાશ્મીરમાં ઈઝરાએલીઓએ કેવી રીતે સામનો કર્યો? @45.47min. ઝવેરચંદ મેઘાણીનું ગીત – ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
Side A – PRAJAA MAHAAN TOJ RAASHTRA MAHAANAMARAAPARપ્રજા મહાન તોજ રાષ્ટ્ર મહાન – અમરાપર – પાટીદાર સમાજ, સ્વાતંત્ર્યસેનાનીઓનું બહુમાન પ્રસંગે. પ્રજા જો મહાન હોય તોજ રાષ્ટ્ર મહાન બને, પ્રજા જો મહાન ન હોય તો લાખ પ્રયત્ને પણ કદી રાષ્ટ્રને મહાન બનાવી શકાય નહિ. પ્રજા ચાર કારણોથી મહાન બનતી હોય છે અને પ્રજા ચાર ઊલટા કારણોથી અધમ બનતી હોય છે. આખા ઈતિહાસમાં અંગ્રેજોને અંદર અંદર લડતા જોયા? પ્લાસીનું યુદ્ધમાં સીરાદુલ્લાહની પાસે ૬૫૦૦૦નુ લશ્કર અને રોબર્ટ ક્લીવની પાસે ફક્ત ૩૦૦૦નુ લશ્કર. આ ત્રણ હજારના લશ્કરે પાંસેઠ હજારના લશ્કરને અડધો કલાકમાં હરાવ્યું. અહિ વિભાજકો પૂજાય છે અને સંયોજકો દુભાય છે. @5.16min. જે પ્રજાને સરવાળાનું, ગુણાકારનું ગણિત નથી આવડતું અને માત્ર બાદબાકી, ભાગકારનું ગણિત આવડતું હોય એ પ્રજા કદી મહાન થઇ શકેજ નહિ. વીસ હજાર સંપ્રદાયોમાં વહેંચાયેલી દેડકાની પાંચશેરી જેવી પ્રજાને ગાંધીજીએ એક કરવાનો પ્રયત્ન કર્યો અને ઘણી સફળતા પણ મળી. પ્રજાને સંગઠિત બનાવવી જોઈએ. આપણી ગુલામીનુ મૂળ કારણ, આપણે એક નથી. ધાર્મિક રીતે આપની આ બહુ મોટી કમજોરી છે. એક લાખ મુસલમાનને શાંતિથી ઈદની નમાજ પઢતા જોઇ શકાય પરંતુ એકસાથે પાંચ હજાર હિંદુઓને ધ્યાન કરતા અને પ્રાર્થના કરતા જોઇ શકાય નહિ. @8.40min. અંગ્રેજ કુંભમેળો જોઇને કેમ રાજી થયો અને કેમ ખડખડાટ હસ્યો, તે સાંભળો. બીજું કારણ પ્રજાને જો મહાન બનાવવી હોય અને ગુલામ થતી અટકાવવી હોય તો એની મહત્વકાંક્ષાને કદી મારો નહિ. અંગ્રેજો આખી દુનિયામાં કેમ ફરી વળ્યા? રોટલો શોધવા નીકળ્યા હતા? જેમ્સ કુકે ત્રણ વાર દુનિયાના ચક્કર માર્યા અને ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ શોધી કાઢ્યા. બુદ્ધને કોઈએ પૂછ્યું દુઃખનું મૂળ શું છે? જવાબ આપ્યો દુઃખનું મૂળ ઈચ્છા છે, આના કારણે તમારી ઈચ્છા શક્તિ મરી ગઈ. @13.10min. દુર્ગાસપ્ત સતીમાં લખ્યું છે “या देवी सर्वभूतेषु इच्छारुपेन संस्थिता, नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नम:” બધું મારવા દેજો પણ ઈચ્છા ન મારવા દેશો. આપણું આભડછેડ(આચાર અને વિચાર), મહત્વકાંક્ષા વિનાનું દર્શન સાંભળો. @18.31min. થોડી પ્રજાને બાદ કરીને આખી ભારતની પ્રજા નમાલી છે. @20.49min. કોઇ પણ પટેલે સરદાર પટેલને દિવસમા એક વાર તો નમસ્કાર કરવાજ જોઇએ. નિઝામ-હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મિરનો ઇતિહાસ. @25.47min. મારું એમ કહેવું છે કે અહિંસા ખરી પણ વીરતા સહિતની અહિંસા. જો વીરતા ન હોય તો અહિંસા એ નમાલાપણાને ઢાંકવાનો આદર્શ છે. બૌદ્ધોની અને જૈનોની અહિંસામાં ફરક છે. બૌદ્ધોની અહિંસા માનવીય સબંધો સુધી સીમિત છે, પશુ પક્ષીઓ માટે નથી. એ લોકો તો મુસ્લિમો કરતાંયે વધુ માંસાહારી છે. જૈનોની અહિંસા કીડી-મકોડી, મચ્છર સહીત પરાકાષ્ટાએ પહોંચી ગઈ. એક કરોડાધિપતિ જૈન સજ્જનની વાત. @28.52min. કુમારપાળના મંત્રી વસ્તુપાળનો જવાબ એકેએક જૈન વાણિયાએ યાદ રાખવા જેવો છે. વસ્તુપાળે કહ્યું હું વાણીયો છું, જોખવાનું કામ કરું છું પણ હું રિંગણા-બટાકા નથી જોખતો, હું દુશ્મનોના માથા જોખું છું. કુમારપાળના સમયમાં ગુજરાતની સીમા છેક માળવા-ભીનવાદ સુધી પહોંચાડી દીધી હતી. સરદાર પટેલે નવાબ અને શાહનવાઝ બંનેને પાકિસ્તાન ભગાડ્યા. @33.22min. ચરોતરમાં એક ગામમાં મોલેસલામ ગરાસીયાઓએ શું ધમકી આપી અને સ્વામીજીનો ધમકીનો સુચવેલો જવાબ સાંભળો. મારે તમને સસલાં કે હરણાં જેવા નહિ પણ ગુરુ ગોવિંદસિંહની જેમ સિંહ જેવા બનાવવા છે. સરદાર વલ્લભભાઈ સમય સુચકતાથી જુનાગઢ અને હૈદરાબાદ ભારતમાં ભળ્યા. @41.21min. મહાભારતની યુદ્ધનીતિ. સરદાર પટેલ મારી દ્રષ્ટીએ મહાભારતના ભીમ હતા. @46.35min. फ़िल्मी गीत – अय वतन हमको तेरी कसम – रफ़ी साहब.
Side A – VYAKTI-RAASHTRA, PRAJAA-NEE KAROD-RAJJUAMDAVADવ્યક્તિ, રાષ્ટ્ર, પ્રજાની કરોડરજ્જુ અમદાવાદ – પુસ્તક પ્રેમી પરિવાર સંસ્થા – વ્યક્તિ રાષ્ટ્ર અને પૂરી પ્રજાની કરોડરજ્જુ પૈસો છે. જો તમારી પાસે કરોડરજ્જુ રૂપી પૈસો હશે તો ટટ્ટાર બેસી શકશો, ખુમારીથી માથું ઊંચું રાખી શકશો. તમારા ચહેરાપર એક જાતની તેજસ્વીતા આપશે, પરંતુ જો પૈસો ન હોય તો લોચા થઇ જશો, ઢીલા થઇ જશો. કુદરત પૈસો આપે છે એનું ઉદાહરણ આરબ દેશો છે. @2.45min. સ્વામીજીની દુબઈની મુલાકાત. દુબઈના સમૃદ્ધ આરબો આજે પણ ગુજરાતી વેપારીઓનું બહુમાન કરે છે. શેખ લોકો એમ કહે છે કે અમે તો અહી ગધેડા ઉપર બેસીને આવેલા પણ તમે અમને મર્સિડીઝમાં બેસાડ્યા. સમૃદ્ધિનું મૂળ વેપાર-ઉદ્યોગ છે. ગુજરાતીઓ વેપારીઓ પેદા કરે છે, સેનાપતિઓ પેદા નથી કરતુ. જે પ્રજા યોદ્ધાઓ-સેનાપતિઓ પેદા નથી કરતા એનો રાજકીય ઈતિહાસ ભવ્ય હોય નહિ. રાજકીય ઈતિહાસ તલવારની ધારમાંથી નીકળતો હોય છે. અંગ્રેજો પાસે ત્રાજવા, તલવાર અને કલમ ત્રણે હતા. આપણી પાસે ફક્ત કલમ હતી. કુદરતે જેને કશુંજ આપ્યું નથી તે લોકો વધુ સમૃદ્ધ છે, એનું કારણ ત્યાં અર્થશાસ્ત્રીઓ સારા છે. અર્થશાસ્ત્રી બરાબર ન હોય તો સોનાની ખાણપર બેઠા હોય તો પણ ભિખારીજ રહેવાના. @8.54min. વિશ્વના જે અર્થશાસ્ત્રો છે એને ત્રણ ભાગમાં વહેંચી શકાય. અમેરિકા, રશિયા-ચાઈના અને આપનું ગાંધીવાદી અર્થશાસ્ત્ર. ગાંધીવાદી અને લેનીન-માર્ક્સનું અર્થશાસ્ત્ર લગભગ સરખા છે પણ ગાંધીવાદી અર્થશાસ્ત્રમાં હિંસા નથી. ગાંધીજીએ કહ્યું કે જે આ દેશનો ગરીબમાં ગરીબ વર્ગ છે એનું ભલું કરો, કેવી રીતે? રેન્ટીઓ કાંતો. આ માત્ર પેટ ભરવાની રોજી હતી. એનાથી રાષ્ટ્રને વૈભવી-સમૃદ્ધ ન બનાવી શકાય એટલે રાષ્ટ્ર આપોઆપ દુર્બળ બની જાય. આપણે ત્રીસ વર્ષ આ અર્થતંત્રની પાછળ વેડફી નાખ્યા. સામ્યવાદીઓએ નીચેના વર્ગને સાચવીને ઉપરના વર્ગને મારી નાખ્યો. સ્ટાલીને બે કરોડ માણસોને મારી નાખેલા. મેં ફરીને જોયું તો રશિયા હાવ ભંગાર દેશ છે. રશિયામાં દશ લાખ બાળકો અનાથ માં-બાપ વિનાના છે. ૭ કરોડ માણસો યુદ્ધમાં મરાયા. ૩૫% પુરુષો અને બાકીની સ્ત્રીઓ છે. @16.25min. स्त्रीषु दुष्टासु वाष्ण्रेय जायते वर्णसंकर:…(गीता १-४१). ગમે એવા બગડેલા પુરુષને સુધારી શકાય પણ સ્ત્રીને કદી સુધારી શકાય નહિ. જે દુષણ રશિયામાં થયું તે દુષણ અમેરિકા, જર્મની કે બ્રિટનમાં ન થયું, કારણકે ત્યાં ધર્મની, સમાજની અને રાષ્ટ્રની પકડ હતી. @20.30min. રશિયા ગરીબ કેમ થઇ ગયું? પાયાની ભૂલ એ થઈકે ઉપરના વર્ગને પતાવી દીધો. રોજી બધી ઉપરના વર્ગ થકી આવતી હોય છે. એક અંબાણી લાખ માણસોને રોજી આપે છે. આપણે ત્યાં કહેવત છે કે “લાખ મરજો પણ લાખનો તારણહાર ન મરજો.” ગાંધીજી પણ એજ રસ્તે ચાલ્યા, ઉપરના માણસોને મારી નાખવાની વાત ન કરી અને મજુર મહાજનનો મેળ કર્યો એ સારું થયું. @24.45min. શ્રી મદ રાજચંદ્રના એક ઘણા ઉપકારી અનુયાયી જૈન સજ્જન આશ્રમમાં આવતા તેની સાંભળવા જેવી વાત સાંભળો. રાજવ્યવસ્થા તમને પ્રમાણિક રાખે અને અપ્રમાણિક પણ બનાવે છે તેના બે દ્રષ્ટાંતો સાંભળો. @31.14min. રશિયાના ગોર્બોચોવે ક્રાંતિ કરી રશિયા બદલાયું. એનો ચાઈનાએ વધારે સારી રીતે ઉપયોગ કર્યો અને વધારે સમૃદ્ધ કેવી રીતે થયું તે સાંભળો. આપણાં અહી કેટલાયે કાયદાઓ એકપક્ષીય છે. મજુરોનું રક્ષણ થવું જોઈએ પણ સાથે સાથે માલિકોનું પણ રક્ષણ થવું જોઈએ. એક ઓળખીતા પટેલ સજ્જને એનો ભાડે આપેલો બંગલો કેવી રીતે ખાલી કરાવ્યો તે સાંભળો. @36.20min. અર્થચિંતન સમય સાપેક્ષ હોય છે, એટલે એમાં યુગદ્રષ્ટા હોવો જોઈએ. આપણે ત્યાં પણ પરિવર્તન આવ્યું અને છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં ખુબ સારું કાઠું કાઢ્યું છે. રાષ્ટ્રને સમૃદ્ધ કરવું હોય તો પૂંજીનું ભરપુર રોકાણ થવું જોઈએ પણ સાથે સાથે Law & Order પણ વ્યવસ્થિત હોવા જોઈએ. આખા દેશની મૂડી ગુજરાત તરફ વળવા માંડી છે એનું એજ કારણ છે. @41.07min. ગાંધીજીના અર્થતંત્ર સાથે એક મુદ્દો આવ્યો કે તમારી ઓછામાં ઓછી જરૂરિયાત હોવી જોઈએ, આ ગરીબીનું મૂળ કારણ છે. અમે લોકોએ પણ આવુજ કર્યું છે. પરાવલંબી સાધુ વર્ગ ઉત્પન્ન કર્યો. ચાણક્યે લખ્યું છે કે પ્રજા વૈભવી હોવી જોઈએ, આજે એનાથી ઉલટું થયું છે. અમારા આશ્રમો અને સાધુઓ વૈભવી થયા છે, તે સાંભળો. @46.31min. વર્ષો પહેલા એક વેદાન્તી સન્યાસી આશ્રમમાં આવેલા તે વિશે. “પહેલું સુખ તે જાતે નર્યા” તમે બીમાર થાવ ત્યારે આત્મા તો ક્યાં નો ક્યાં ભાગી જાય છે. ભારતમાં કેમ ક્રાંતિ ન થઇ? ૧૮૫૭ન૦ બળવો પબ્લીકનો ન હતો, એ તો સૈનિકોનો હતો. પબ્લિક ન વિફરવાનું કારણ અમે છીએ, હંમેશાં સમજાવીએ છીએ કે આ કળીયુગ છે, કળીયુગમાં આવુજ હોય અને ભગવાન અવતાર લેશે પછી શાંતિ થઇ જશે. “सत्ययुग आयेगा” એવું દીવાલ પર લખાવનાર સાધુએ ૧૦ લાખ રૂપિયાનો ગેરુ બગડ્યો. જાપાનમાં કોઈ વેપારી ગલ્લા ઉપર ભગવાનનું ચિત્ર કેમ નથી રાખતો? @52.57min. એક ઓળખીતા ભગવાનના ભક્ત દુકાનમાં ભગવાનનું ચિત્ર રાખી શું કરે છે તે સાંભળો. ધર્માંભાષ વિશે સાંભળો. મોરલથી વધારે કોઈ મિત્ર નથી. ચાણક્યે કહ્યું કે હંમેશા બે ધંધા કરવા તે વિશે સાંભળો. સજ્જનો, બહુ આનંદ થયો, મેં મારા વિચારો રાખ્યા. ગુજરાત યોદ્ધાઓ અને સેનાપતિઓ નથી પકવતો એટલે આપણાં ઉપર બહારના લોકોએ રાજ કર્યું છે. ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો પેદા કર્યા અને એમણે અદભૂત પ્રદાન કર્યું, એ જમાનો જુદો હતો. ગાંધીજી જેવો માર્ગ સજ્જનો સામેજ ચાલતો હોય છે. ગોવામાં, કાશ્મીરમાં કે નીઝામમાં ન ચાલ્યો.
Side B – VED-NAA MOOL-MAA RAASHTRA-NEE BHAVYATAAAMDAVADવેદ-ના મૂળમાં રાષ્ટ્રની ભવ્યતા – અમદાવાદSardar Patel Education Trust – આપણા બધાનું મૂળ વેદ છે. વેદનો ઋષિ કહે છે કે અમારું રાષ્ટ્ર કલ્યાણકારી હોય અને માત્ર કાયદાની સ્થાપના(Law And Order} થીજ એ શક્ય બને. જો કોઇ મોટામાં મોટું પૂણ્ય હોય તો તે ગુંડાના ત્રાસમાંથી પ્રજાને બચાવવી અને એજ મોટામાં મોટો યજ્ઞ છે. @5.35min. દુબઈમાં કાયદાની સ્થાપના વિશે. ત્યાંના શેખો ભારતીય વેપારીઓનું બહુ માન રાખે છે. સોનાના બજારમાં દુકાનદાર, દુકાન ખુલ્લી મુકીને ગમે ત્યાં જાય તો પણ ત્યાં ચોરી થતી નથી. દુબઈમાં જ્યારે બાબરી મસ્જિદનું રીએક્શન આવ્યું ત્યારે મુસ્લિમોનું ટોળું હિંદુ મંદિર પર ગયું અને જ્યારે શેખને ફોન કરીને જણાવ્યું ત્યારે એ બધાને પકડી પકડી પકડીને ૪૦૦-૫૦૦ જેટલા ભારતીય, પાકિસ્તાની અને બન્ગલાદેશી મુસલમનોને ૨૪ કલાકમાં દેશ નિકાલ કર્યા. @8.00min. જરુર સાંભળો સૌરાષ્ટ્રમા જસદણ પ્રાંતની અને ફ્રાન્સની જોન ઓફ આર્કની વાત. @13.00min. DSPએ કરેલી સાચી બનેલી વાત. એક કરાટે શીખેલી પટેલની દીકરીએ કેવી રીતે ગુંડાઓને ભગાડ્યા? @16.30min. સરદાર પટેલનું વ્યક્તિત્વ. @21.55min. ચાણક્યે લખ્યું છે કે પ્રજાને હંમેશા વૈભવશાળી બનાવવી કારણકે પ્રજાના વૈભવમાંથી રોજીઓ આવતી હોય છે. @30.30min. સત્તા અને વેક્યુમ વિશે. અમેરિકા અને ઇઝરાયેલની ધરતી પર એકે યુદ્ધ નથી થયું. રક્ષણનો પહેલો ઉપાય આક્રમણ છે.ચાણક્યે કહ્યું છે કે જેને પીઠબળ ન હોય તે આક્રમણ ન કરી શકે. તટસ્થ એટલેકે મિત્ર વિહોણી નીતિનો ગેરલાભ આપણને મળી ચુક્યો છે. @35.25min. અકબરે કહ્યું છે કે સેનાને કોઇ દિવસ નવરી ન રાખવી. આ વાતનું અમેરિકા પુરેપુરી રીતે પાલન કરે છે, પરંતુ આપણે હજુ સમજી શક્યા નથી. @37.35min. મોરીસીયસમાં ૧૦૮ ફુટની મહાદેવજીની પ્રતિમા જોઇને હું ખુશ ખુશ થઇ ગયો અને મારા મનમાં એક સંકલ્પ ઊઠ્યો કે જો ભગવાન મને શક્તિ આપે તો ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા બનાવડાવું. એટલે મેં મારા આર્કિટેકને વાત કરી તેમણે ત્રણ માળની પોલી અંદર મ્યુઝીયમ બનાવી શકાય તેવી પ્રતિમાનું સૂચન કર્યું, એટલે મેં આપણા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ફોન કર્યો તો તેઓ સામેથી મને મળવા આવ્યા અને નકશા વિગેરે બતાવ્યા અને ત્યાંથી સરદારની ભવ્ય પ્રતિમાના નિર્માણનું કામ શરૂ થયું. આજકાલ સરદારના કાર્યને દિલ્હીવાળા ભૂંસી નાંખવાનો પ્રયત્ન કરે છે એટલે એમને ખબરપડે કે તમારો બાપ અહિ ઊભો છે અને આ પ્રજાના હ્રદયમાં મારું સ્થાન છે.
(B) SANT CHARITRA 3/3 – DANTALI ASHRAMસંત ચિત્ર 3/3 – દંતાલી આશ્રમ
Side A – GOSWAMI SHREE TULSIDASJI MAHARAJ CHARITRAગોસ્વામી શ્રી તુલસીદાસ મહારાજ ચરિત્ર – આખો દેશ ધાર્મિક રીતે, જાતિના રીતે, જ્ઞાતિના રીતે અને ગોળના રીતે અંદર અંદર લડ્યા કરતો હતો, ત્યારે એક એવા મહાપુરુષની જરૂર હતી કે તે લોકોને એમ સમજાવે કે ઈશ્વરના નામમાં કોઈ ભેદ નથી. @2.15min. કાશીની પાસે પ્રયાગ્રજની પાસે રાજાપુર નામના ગામડામાં પુરુષ અત્માંરમની સ્ત્રી હુલસીને બહુ લાંબી ઉંમરે સંતાન થયું. શિષ્ય બનાવવાના શોખીન એવા એક ઓળખીતા સાધુ સજ્જનની વાત. @6.47min. પૂજ્ય મોટા – ગામડે ગામડે સ્કુલના કેટલાયે ઓરડા કરાવડાવ્યા પરંતુ મરતી વખતે કહ્યું કે મારા નામે એક ઈંટ પણ ન મૂકશો. સુખનું મૂળ લાગણી છે. લાગણી હોય અને સામગ્રી હોય તો સામગ્રી વધારે સુખ આપે. મોટી ઉંમરે બાળકો જન્મે ત્યારે માં-બાપને બહુ સુખ થાય. બાળકમાં ખાસ ગુણો આવે. બુદ્ધિનો પ્રભાવ હોય અને સાત્વિકતા આવે. તુલસીદાસનો ૧૪ મહીને જન્મ થયો. બાળક રાક્ષસ જેવું દેખાય. જ્યોતિષીએ કહ્યું કે આ બાળક એવા નક્ષત્રમાં જન્મ્યું છે કે એના માં-બાપને સુખ મળવાનું નથી. @10.56min. પાંચજ દિવસમાં મા મરી ગઈ. એમાં જ્યોતિષને કઈ લેવાદેવા નહિ, કારણકે ત્યારે અત્યારના જેવી સગવડતા હતી નહિ. બાપને ફળક પેઠી. બાળકને ઘરની કામવાળી ચુનીયા એના સાસરે લઇ ગઈ. ચુનિયાને લોકોનો સામનો કરવાની બહુ મુશ્કેલી પડી. @13.53min. બાળક માંડ પાંચ વર્ષનું થયું અને ચુનિયા મરી ગઈ, એટલે એને રાખવા કોઈ તૈયાર નહિ. બાળક નિરાધાર થઇ ગયું. ઉપર આકાશ અને નીચે ધરતી. મઠો ખરાં, આશ્રમો ખરાં, છપ્પન ભોગો ખરાં, યજ્ઞો ખરાં પણ નિરાધાર બાળકને પગ મૂકવાની કોઈ જગ્યા ખરી? એ ક્રિશ્ચિઅનો પાસે શીખવાનું. બાળક પાછું મૂળ ગામમાં આવ્યું, પણ કોઈ આધાર આપે નહિ. ગમે ત્યાં પડ્યું રહે. લુખો રોટલો ખવડાવવા કોઈ તૈયાર નહિ. પણ ગામમાં અન્નપુર્ણા જેવી એક સ્ત્રી રહે, તે એને ખવડાવતી રહી. કેટલો મોટો યજ્ઞ થયો? શું કામ યજ્ઞોમાં ભટકો છો? શું કામ અગ્નિમાં બાળો છો? જે કરવાનું છે તે કરોને. @18.25min. આ છોકરો ૧૧-૧૨ વર્ષનો થયો, અંદરથી પ્રેરણા થઇ અને ગામ છોડવાની હિંમત થઇ. ભટકતો ભટકતો રાત્રે ૧૦ વાગ્યે અયોધ્યા નરસિંહ આનંદ સ્વામીને ત્યાં પહોંચ્યો. સાંકળ ખખડાવી, સ્વામી બેઠા બેઠા જપ કર્યા કરે – “या निशा सर्वभूतानां….पश्यतो मुने:” તુલસીદાસે એનો અનુવાદ કર્યો “मोहनिशा सब सोवनिहारा, देखही प्रपंच अनेक प्रकारा, तेहि जगजामिनी जागहि जोगी, स्वारथ रहित प्रपंच बियोगी.નરહરિ સ્વામીએ એનું લલાટ જોયું કે કોઈ મહાપુરુષ લાગે છે. રડી પડ્યો. એને માથા ઉપર હાથ ફેરવી છાતી સાથે લગાવી દીધો. દુઃખની વાત કરી. એને ખવડાવ્યું, સૂઈ ગયો. બીજે દિવસે ચાલવાની તૈયારી કરી ત્યારે સ્વામીજીએ એને રોક્યો કહ્યું કે હુંજ તારો બાપ, હુંજ તારી માં અને હુંજ તારો ગુરુ એમ કહી રાખી લીધો. त्वमेव माता … ममदेव देव. ઈશ્વરનું આવી રીતે સાકાર રૂપ આપણે માનીએ છીએ. થોડાજ દિવસમાં શરીર સુંદર થઇ ગયું. પંદર વર્ષ રહ્યો, બે-ત્રણ વર્ષમાં તો એના ડંકા વાગવા લાગ્યા. એનું નામ રામબોલા રાખ્યું. ગુરુએ પાછો ગૃહસ્થાશ્રમ કરવા ઘરે મોકલ્યો. એટલી કીર્તિ ફેલાયેલી કે એના ગામવાળાને પણ ખબર પડી. એક પંડિતે એની છોકરી રત્નાવલી માટે રૂપિયો હાથમાં મૂકી દીધો. લોકોએ સંમતિ આપી. રત્નાવલી સાથે લગ્ન થયા. @28.50min. તુલસીદાસ રત્નાવલીમાં અને રત્નાવલી તુલસીદાસમાં ઓતપ્રોત થઇ ગયા. એવી ઘટના બની કે એક દિવસ રત્નાવલી એના ભાઈના લગ્નમાં પિયર ગયેલી અને તુલસીદાસથી ન રહેવાયું એટલે રાત્રે બે વાગ્યે રત્નાવલીના ઘરે પહોંચી ગયા. રત્નાવલીએ એવો ફટકાર માર્યો કે આ હાડકા, માંસ, લોહી, ચામડું એમાં તમે આટલું ખેંચાઈ આવ્યા. તમને શરમ નથી આવતી? આટલો પ્રેમ જો ભગવાનમાં કર્યો હોય તો ભગવાન તમારી પાછળ પાછળ ફરત અને એને લાગી આવ્યું. રત્નાવલીના પગમાં પડયાને કહ્યું જે પંદર વર્ષમાં મને જ્ઞાન ન મળ્યું તે ચપટી વગાડતા આપી દીધું. આ છેલ્લું મિલન છે ફરી તું મને જોઇશ નહિ. પાછો અયોધ્યાનો માર્ગ પકડી લીધો અને ગુરુની પાસે પહોંચી ગયા. જીવન બદલાઈ ગયું. સાધુ થઇ ગયા, વૈરાગ્ય જામ્યો. ભારતની યાત્રા કરી, ભ્રમણ કર્યું, વિચરણ કર્યું, અસંખ્ય અનુભવો થયા. @35.04min. જે ભ્રમણ ન કરે તેને અનુભવ ન થાય. પછી એમણે અદભૂત ગ્રંથો રચવા માંડ્યા. કાશીમાં રહી સૌથી પ્રભાવશાળી બે ગ્રંથો, ભક્તિમાર્ગ માટે વિનય પત્રિકા અને સમાજ માટે તુલસીકૃત રામાયણની રચના કરી. આ ગ્રંથ એટલો અદભૂત થયો કે કાશીના પંડિતો એમની વિરુદ્ધ થઇ ગયા. તુલસીદાસે વિચાર્યું કે આ લોકો આંધળા અને સ્વાર્થી છે, એટલે મારી રામાયણનો નાશ કરી દેશે, એટલે અકબરના દરબારમાં તોડરમલની પાસે સાચવવા મોકલી દીધો. ઘણા વિરોધ પછી કેટલાક ડાહ્યા લોકોએ કહ્યું કે એમનો ગ્રંથ શાસ્ત્ર સિદ્ધ છે કે કેમ એનો નિર્ણય તો કરવો પડશે કે નહિ? વિશ્વનાથ જો એ ગ્રંથ વધાવી લે તો એને શાસ્ત્ર સંમત માનવો, નહિ તો એને બાળી નાંખવો. પછી શું થયું તે સાંભળો. @39.46min. તુલસીદાસ મહારાજે કાશી વિશ્વનાથને ગુરુ માન્યા છે. શિવ અને વિષ્ણુ, રામ અને કૃષ્ણનો અભેદ કર્યો છે. દ્વૈત-અદ્વૈત, બ્રાહ્મણ-ચાંડાલનો સમન્વય કર્યો. કાશી વિશ્વનાથનો દરવાજો ખુલ્યો ત્યારે જોયું કે શાસ્ત્ર પર મોહર લાગેલી છે, એને વધાવેલું છે અને પ્રમાણ આપેલું છે કે આ ગ્રંથ શાસ્ત્ર સંમત છે, ત્યારે તુલસીદાસની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. જે થોડા અનુકુળ વિદ્વાનો હતા તે વધારે અનુકુળ થયા, તેમણે કહ્યું કે આ સંતને સતાવવાનું બંધ કરો, એમ કહી બધાને કાઢી મૂક્યા. આમ ચારસો વર્ષ પહેલાંથી સમજાયું કે ભગવાનના નામમાં ભેદ કરવાનો ન હોય. લોકોએ પોતાના વડાઓ, નામો, ટીલાંઓ ઊભા કર્યા પણ અભેદ, સમન્વય કરનાર, સહિષ્ણુતા આપનાર જુજ વિરલાઓ હતા એમાંના એક વિરલા તે તુલસીદાસજી મહારાજ. @43.24min. भजन – विनय पत्रिकासे, मन पछतई है, अवसर बीते. – श्री पुरुषोत्तमदास जलोटा.
Side ASHREEMAD YAMUNACHARYA ANE RAMANUJACHARYAશ્રીમદ યમુનાચાર્ય અને રામાનુજાચાર્યનિર્ગુણ ધારા અને સગુણ ધારા – ધર્મને, ધાર્મિક માન્યતાને અને ઈતિહાસને મેળવજો તો ઘણી બાબતો આપોઆપ સ્પષ્ટ થઇ જશે. ઘણીવાર એવું બને કે ધાર્મિક માન્યતાઓ સાથે ઇતિહાસનો કોઈ મેળજ નથી ખાતો. દા.ત. જેટલા ઋષિઓના નામ છે, એ બધાજ પુરાણોમાં આવે છે. રામાયણમાં વશિષ્ઠનું નામ આવે, વિશ્વામિત્રનું, દુર્વાસાનું નામ આવે અને મહાભારતમાં પણ આવે. તરતજ ઇતિહાસનો પ્રશ્ન થાય કે આ બે વચ્ચે અંતર કેટલું થયું? રામાયણ અને મહાભારત આ બંને વચ્ચે ધાર્મિક રીતે આખા યુગનું એટલેકે લાખો વર્ષોનું અંતર છે, તો પછી આ ઋષીઓ લાખો વર્ષો સુધી જીવ્યા હતા? અને જયારે તમે એવું બધું માની લો ત્યારે તમે ઇતિહાસથી છૂટા પડી જાઓ છો. એટલે ધર્મની સાથે જયારે ઇતિહાસનો પણ અધ્યયન વ્યક્તિ કરે તો એની ઘણી ગૂંચો આપોઆપ નીકળી જાય, પણ એને માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરવી પડે. @5.02min. બહુ પ્રાચીન વેદમાં તમે જોશો તો વૈદિક કાળમાં ભક્તિમાર્ગ ખાસ દેખાતો નથી, પણ જે ભક્તિ ૧૦મી શતાબ્દી પછી પ્રગટી તે ૨૦૦૦-૩૦૦૦ વર્ષો પહેલા દેખાતી નથી. આપણે સ્વીકાર કરવો જોઈએ કે જે રીતનો ભક્તિમાર્ગ આજે અને આજથી ૫૦૦-૭૦૦-૧૦૦૦ વર્ષથી પ્રચલિત થયો એના વાસ્તવિક મૂળ પુરાણોમાં છે.ઐતિહાસિક રીતે શ્રીમદ ભાગવત પાંચમી કે છઠ્ઠી શતાબ્દીનો છે. ભાગવત ધર્મમાં કોઈ ન્યાત નહિ, જાત નહિ, કોઈ વર્ણ નહિ પણ છતાં ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે.બીજા કોઈ સાધનથી નહિ પણ માત્ર પ્રેમથી અને એ માટે પ્રમાણો આપવામાં આવ્યા છે. આ પરંપરા શરુ થઇ ત્યારે બૌદ્ધોની જાહોજલાલી હતી, પણ એમના વળતા પાણી થઇ ચૂકેલા. બૌદ્ધ ફિલોસોફીમાં લાગણીને મહત્વ અપાયું નથી પણ બુદ્ધિને અપાયું છે, એને જ્ઞાન માર્ગ કહેવાય. બુદ્ધ ધર્મની ફિલોસોફી અને ક્રિયાકાંડો પાછળથી તાંત્રિક થઇ ગયા, દક્ષિણ તંત્ર અને વામ તંત્ર. આ તાંત્રિકોને કારણે બૌદ્ધ ધર્મનું પતન થયું. @9.38min. એનેજ સમાનાંતર એક ભક્તિમાર્ગનું રૂપ ઘડાઈ રહ્યું હતું, તે વિશે સાંભળો. બૌદ્ધોના જ્ઞાનમાર્ગનું રૂપાંતર ગૌડપદાચાર્ય, ગોવિંદપદાચાર્ય, પછી શંકરાચાર્યના અદ્વૈત વેદાંતમાં થયું, આખી ટ્રેક બદલાઈ ગઈ અને એના કારણે “प्रछन्न बुद्ध मुच्यते” પણ જે બીજી ટ્રેક હતી તેને આ વાત ન ગમી કે હુંજ બ્રહ્મ છું, હુંજ ભગવાન છું. એટલે બીજો માર્ગ દક્ષિણના આળવાલ સંતોએ શરુ કરી ભક્તિમાર્ગની મહિમા વધારી. એમાં બે ભાગ, શૈવ અને વૈષ્ણવ. આ ભેદ ઉપાસ્ય દેવના કારણે છે, પણ માર્ગ તો સરખોજ છે. ૮મી શતાબ્દી પછી દક્ષિણનું મોજું ઉત્તરમાં આવ્યું. @13.49min. જયારે તમારે ત્યાં પુરાણોની રચના થઇ, ભાષ્યોની રચના થઇ ત્યારે બરાબર એજ ટાઈમમાં આળવાલ સંતો તમિલ, માંલીયાલમ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ગુજરાતી ભાષામાં ગ્રંથો રચી રહ્યા હતા. એ જે ગ્રંથો રચતા હતા તેનું નામ છે ” સંત વાંગમય” લોકભાષામાં લખાયું ગવાયું તે વધારે પ્રચલિત થયું. અ વાંગમય છેવટના લોક સુધી પહોંચ્યું પણ વેદોને છેવટના માણસ સુધી પહોંચાડી શકાય નહિ. કેમ? તે સાંભળી લેવું. સમાજ ઉપર સજ્જડ અસર લોક-કવિઓની હતી. ૨૦૦ વર્ષો સુધી જે આળવાલ સંતો થયા, એ સંતોએ વિષ્ણુનું આખું ચરિત્ર તમિલ ભાષામાં કર્યું અને એની અસર વૈષ્ણવાચાર્યો ઉપર પડી. @17.57min. ૮મી શતાબ્દીમાં શંકરાચાર્ય થયા અને ૧૧મી શતાબ્દીમાં રામાનુજ થયા. એમના ગુરુનું નામ છે યમુનાચાર્ય. ૧૦મી શતાબ્દીમાં બૌદ્ધ ધર્મ એના છેલ્લાં ડચકા ખાઈ રહ્યો હતો ત્યારે યામુનાચાર્ય કરીને એક બાળક થયો. ૧૨ વર્ષે ગુરુને ત્યાં અધ્યયન કરે, તે સમયમાં ત્યાંના રાજાને ત્યાં કોલાહલ પંડિતને કેવી રીતે હરાવ્યો તે @24.14min. આખો શાસ્ત્રાર્થ પ્રસંગ જરૂર સાંભળો. કોલાહલ પંડિતે હાર સ્વીકારી. યમુનાચાર્ય રાજ પંડિત થયા પછી પોતાની પાઠશાળામાં ઘણા પંડિતોને રાખ્યા, ઘણા છોકરાઓને ભણાવવા માંડ્યા. એમાં એક વિદ્યાર્થીનું નામ લક્ષ્મણ અને એના ઉપર એમનું મન ઠર્યું. @30.00min. યમુનાચાર્ય જયારે મરવા પડ્યા ત્યારે વારંવાર લક્ષ્મણના નામની બુમો પડી પણ લક્ષ્મણ આવી શક્યો નહિ પણ મર્યા ત્યારે ત્રણ આંગળીનું ઈંગિત પ્રમાણ કર્યું. લક્ષ્મણ જયારે આવ્યો ત્યારે બહુ દુખ થયું, પ્રદક્ષિણા કરી ત્યારે આંગળીઓ જોઈ અને સંદેશો મળી ગયો. હાથમાં જળ લીધું અને પ્રતિજ્ઞા કરી કે હું તમારી ત્રણે ત્રણ ઈચ્છાઓ પૂર્ણ કરીશ. કઈ ઈચ્છાઓ તે સાંભળો. પ્રતિજ્ઞા કરીને જળ નીચું મુક્યું એટલે ત્રણે આંગળીઓ બંધ થઇ ગઈ. @34.00min. લક્ષ્મણનો એક શુદ્ર મિત્રને લીધે સન્યાસ લીધો તે સાંભળો. સન્યાસ લીધા પછી નામ પડ્યું રામાનુજાચાર્ય. ૧૨૦ વર્ષ સુધી જીવ્યા. નહાવા જાય ત્યારે બે બ્રાહ્મણોના ખભા ઉપર હાથ મૂકીને જાય અને પાછા ફરે ત્યારે શુદ્રોના ખભા ઉપર હાથ મૂકે, કહે છે કે નાહ્યા પછી શુદ્રના ખભા ઉપર હાથ મૂકવાથી હું અભડાતો નથી. અહીંથી વૈષ્ણવ પરંપરાની વ્યવસ્થા શરુ થઇ. આ વૈષ્ણવ સંપ્રદાયમાંથી સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામીનો ઉદ્ધવ સંપ્રદાય નીકળ્યો અને ઘણા આચાર્યો થયા તે વિશે સાંભળો. @38.42min. સંતની વિશેષતા. @40.20min. हे गोविन्द हे गोपाल अबतो जीवन हारे – श्री अनूप जलोटा.
Side B – TADAP YOG ANE SHREEMAD VALLABHACHARYA CHARITRAતડપ યોગ અને શ્રીમદ વલ્લભાચાર્યઈશ્વરને બુદ્ધિના દ્વારા શોધી શકાય અને હૃદયના દ્વારા પામી શકાય. શોધવું, અને પામવું આ બંને એક વસ્તુ નથી. ભગવદ ગીતાએ પણ આ બંને વસ્તુનો સ્વીકાર કર્યો છે. જયારે કોઈ વ્યક્તિ નિરાકાર નિર્ગુણનો ઉપાસક થાય ત્યારે એને થોડી યોગની પ્રક્રિયા કરવી પડે. @3.20min. પણ જ્યાં પામવાનો પ્રશ્ન છે, ત્યાં બુદ્ધિના દ્વારા નહિ પણ હૃદયના દ્વારા. એમાં યોગ બહુ મહત્વની વસ્તુ રહેતી નથી. માં અને બાળકનું દ્રષ્ટાંત સાંભળો. માં બાળક પાસે આવી તો બાળકે ક્રંદન યોગ કર્યો, એને ઉર્દુમાં તડપ યોગ કહે. જેને મેળવવા માંગો છો એની પાછળ રડવું, માથા કૂટવા, એટલું દુઃખી થવું કે સામેનો માણસ આપોઆપ આવ્યા વિના રહે નહિ. ભાગવત પરંપરામાં સૌથી મોટો યોગ વિરહ છે. ભક્તિ એટલે પ્રેમ, પ્રેમની પરકાષ્ટા વિયોગ છે અને વિયોગ અગ્નિ છે. આ વિરહ રૂપી અગ્નિમાં સાધકના પાપ, તાપ, સંતાપ, મેલ, ગાંઠો બધું બળીને ખાક થઇ જાય. જે ભાગવત ધર્મની ભૂમિકા છે એને નહિ સમજવામાં આવે તો એક માર્ગ બીજાની અને બીજો માર્ગ પહેલાની ઠેકડી ઉડાડશે. @8.34min. સગુણ સાકાર ભક્તિમાર્ગ અને ભક્તની મનોદશા અહીંથી જરૂર સાંભળો. સગુણ સાકાર માર્ગમાં પરમેશ્વરને શોધવાનો નથી. જવાદો, એ પંડિતોનો, જ્ઞાનીઓનો વિષય છે. તું જેવો છે તેવો પણ મારે તને પામવાનો છે એટલે શ્રીમદ વલ્લભાચાર્યે કહ્યું કે ઈશ્વરની પ્રાપ્તિ સાધનોથી નહિ પણ કૃપાથી થતી હોય છે. બુદ્ધે કહ્યું કે કશુજ પ્રાપ્ત કરવાનું નથી. નિર્ગુણ માર્ગી સંતોએ કહ્યું કે જે પ્રાપ્ત કરવાનું છે, એ તો તમારી અંદરજ છે. નિરાકારવાદ સગુણવાદના ઉત્થાપનમાં ઊભેલો છે. એનું આખું જોર મૂર્તિ ખંડનમાં છે. આ એનું કાર્યક્ષેત્ર છે. નકાર હકારના આધારે ઊભેલો છે. ભાગવતે શું કહ્યું કે જે બ્રહ્મસુત્રમાં નિર્ગુણ નિરાકારની ચર્ચા કરી છે, એનેજ હું બાળબ્રહ્મ કનૈયો બનાવીશ. @16.35min. જીવાત્મા એ બાળક છે અને પરમાત્મા એ માતૃરૂપ છે.એ માં છે, જગદંબા છે. જો એ પરમેશ્વરને પામવું હોય તો એકજ યોગ છે, “તડપ યોગ” રડો રડો અને બસ રડો. “निशदिन बरसात नैन हमारे” હૃદયનો આ તડપ યોગ સૌથી પ્રબળમાં પ્રબળ છે. પ્રભુ પ્રભુ કરીને આ જે ઝંખના જગાડવી એ રાતોરાત જાગી શકે નહિ. એકતો તમારા અંદર જુના સંસ્કારો, તમે એ ભાવ લઈને જન્મ્યા હોય અને પછી જે સહાયક વર્ગ મળ્યો, એનું નામ પાડવામાં આવ્યું ભક્તિ માર્ગ. ભક્તિમાર્ગને વ્યવસ્થિત કરનારા અનેક આચાર્યો થયા તેમાંના એક શ્રીમદ વલ્લભાચાર્ય. રામાનુજે જે ભક્તિમાર્ગ પ્રગટાવ્યો એમાં ઉપાસ્ય દેવ લક્ષ્મીનારાયણ છે લક્ષ્મીનારાયણની ઉપાસનામાં ભક્તિ તો ખરી પણ એક સીમા વાળી ભક્તિ. ભક્તિ જયારે પ્રેમનું જુપ ધારણ કરે ત્યારે બધી લીટીઓ ભૂંસાય જાય. એટલે ભગવાને કેળાંના છોતરા ખાધાં. પ્રેમને નેમ(નિયમ) હોય નહિ. સુદામાના તાંદળા ખાવામાં, કર્માબાઈની ખીચડી ખાવામાં, વિદુરાણીની ભાજી ખાવામાં અને શબરીના બોર ખાવામાં એને જે રસ પડ્યો તે ૫૬ ભોગમાં પણ ન પડ્યો. @21.42min. મુસલમાનોની અંદર સૂફીઓ અમુક કક્ષાએ પહોંચી જાય એટલેકે ઈશ્ક હકીકીમાં પહોંચી જાય ત્યારે એને માટે નમાજ માફ, રોજા માફ, બધી વિધિ નિષેધો માફ. આપણે એને જ્ઞાનમાર્ગમાં અવધૂત દશા કહીએ છીએ અને ભક્તિમાર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ટા કહેવાય. એ કક્ષાએ જો સાધકને પહોંચાડવો હોય તો એને માટે ઉપાસ્ય દેવ છે એને બદલવાની જરૂર અને એને માટે એક નવા આચાર્યની જરૂર હતી. ૧૫મી અને ૧૬મી શતાબ્દીમાં બહુ સંતો થયા. શ્રીમદ વલ્લભાચાર્ય યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં ચમ્પકારણ્યમાં કેવી રીતે પ્રગટ્યા તે વિસ્તારથી સાંભળો. એમના પિતા લક્ષ્મણ અને માતા ઈલમ્મા ગારુ સગર્ભા અવસ્થામાં ભાગવું પડેલું. @27.13min. લોકો ભૂતકાળને જાણતા નથી અને જો સાચા અર્થમાં ભૂતકાળને જાણે તો કોઈ દિવસ ભૂતકાળ સારો હતો, પહેલા બહુ સારું હતું એવું બોલે નહિ. ઈલમ્મા ગારુની અધૂરે માસે ચમ્પકારણ્યમાં ચંપકેશ્વર મહાદેવની નજીક સમી વૃક્ષની નીચે પ્રસુતિ થઇ. ભાગવાની પ્રક્રિયામાં બાળકને મૃત સમજી ત્યજી દેવામાં આવ્યું, પછી શું થયું તે સાંભળો. @34.34min. શ્રીમદ વલ્લભાચાર્યે લક્ષ્મણ શાસ્ત્રીની સાથે ભારતનું ભ્રમણ કર્યું. માતા-પિતાની દેહ વિલય થયો. કાશીમાં આવ્યા, પરણ્યા, બે બાળકો થયા. કેવા સંજોગોમાં સન્યાસ લીધો તે સાંભળી લેવું. છેવટની સ્થિતિમાં એમણે ગંગાજીમાં જળ સમાધી લીધી. એમણે એમના જીવનમાં બ્રહ્મસુત્ર, ઉપનિષદો અને ગીતાની પ્રતિષ્ઠા કરાવડાવી. આને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. ઓરિસ્સામાં શાસ્ત્રાર્થમાં લોકોને પરાજિત કર્યા ત્યારે ચોથો ગ્રંથ ભાગવતનો મુક્યો, એટલે પ્રસ્થાનચતુર્થય કહેવાયું. ચોરાસી જગ્યાએ બેઠા એટલે ૮૪ બેઠકો થઇ. ચોરાસી ભક્તો થયા. પરમેશ્વરે સ્વપ્નમાં પ્રેમલક્ષણા ભક્તિનો પ્રચાર કરવાનું કહ્યું અને બ્રહ્મ સંબંધ કરાવવાનું કહ્યું. પછી એમને શ્રી નાથજીનો પ્રચાર કર્યો, એનું પરિણામ એ આવ્યું કે વ્રજથી ગુજરાત સુધી એમના સંપ્રદાયને બહુ મોટો ટેકો મળ્યો. @38.10min . એ પહેલા નરસિંહ મહેતાએ પ્રેમલક્ષણા ભક્તિ શરુ કરી દીધી હતી. નરસિંહ મહેતાના પદો વિશે.આ પ્રેમલક્ષણા ભક્તિનો પ્રચાર એક તરફ શ્રીમદ વલ્લભાચાર્ય, બીજી તરફ નરસિંહ મહેતા અને ચૈતન્ય મહાપ્રભુ આ બધા ભેગા થઇ અને દક્ષિણના આળવાળ સંતોએ પ્રગટાવેલી મશાલ ઉત્તરમાં ફેલાવા લાગી. @31.30min. मधुराष्टकम – श्री जनार्दन और हर्शिदा रावल.
Side A – SWAMI SHREE RAMKRISHNA PARAMHANS CHARITRAસ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ ચરિત્ર – અત્યાર સુધી જે સંતો થયા તે માનવતાવાદી કે સમાજવાદી થયા પણ આ બંને દિશામાં જુનવાણી વિચારોને લીધે અને રૂઢીચૂસ્તોને લીધે જોઈએ એવી સફળતા ન મળી. દયાનંદ સરસ્વતીને પણ જોઈએ એવી સફળતા ન મળી તે વિશે પૃથ્વીની પ્રકૃતિના ઉદાહરણથી સમજણ. @6.09min. તમારી પાસે કેટલું સાચું છે, કેટલું સત્ય છે એની મહત્તા નથી પણ કેટલું શક્ય છે છે તેની મહત્તા છે. દયાનંદ સરસ્વતી, કબીર, નાનક, દાદુ આ બધા મહાન પુરુષો થયા, એમની પાસે સત્ય હતું પણ શક્યતા ઓછી હતી. અહિયાં જે સફળ થયા તેમાંના એક સંત થયા તે રામકૃષ્ણ પરમહંસ. દયાનંદ સરસ્વતીની મસ્તિષ્કની પ્રધાનતા અને રામકૃષ્ણ પરમહંસ પાસે હૃદયની પ્રધાનતા. ૧૯મી સદીમાં બંગાળમાં અંગ્રેજોનો પ્રભાવ, ક્રિશ્ચિઅનોનો પ્રભાવ, મુસ્લિમોનો પ્રભાવ, બ્રહ્મોસમાજનો પ્રભાવ, પ્રાર્થના સમાજનો પ્રભાવ એક તરફ અને બીજી તરફ તાંત્રિકો, શાક્તો, વામ-માર્ગીઓનો પ્રભાવ અને આવી સ્થિતિમાં એક બ્રાહ્મણ ખુદીરામના ઘરે રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો. ખુદીરામે જાગીરદારના ત્રાસથી ગામ છોડવું પડ્યું. @12.50min. મીરાબાઈનું જીવન ચરિત્ર વાંચજો. કુટુંબના ત્રાસથી તુલસીદાસને પ્રશ્ન પૂછ્યો કે મારે શું કરવું? તુલસીદાસે વ્રજ ભાષામાં એક ભજન લખીને મોકલ્યું ” जाको प्रिय न राम बैदेही, तजिए ताहि कोटि बैरी सैम.” જે ભગવાનની ભક્તિમાં વિરોધ કરે અને તમારું જીવન ગુંગળાવે, તમે એનું સમાધાન ન કરી શકો એવી સ્થિતિમાં પહોંચી જાવ તો એમને છોડી દેવું સારું. @16.26min. ખુદીરામે ઘર, ગામ, જાગીર છોડી દીધું અને કલકત્તાથી દૂર કામારપુકુર ગામમાં જઈને રહ્યા. એમની પત્નીને સંતાન થયું નામ રાખ્યું રામકુમાર. થોડા વર્ષ પછી તીર્થો કરી આવ્યા પછી બીજું સંતાન થયું. તમારા શરીરની તીવ્ર લાગણીઓ, ભાવના કેવી રીતે સાકાર થાય તે જરૂર સાંભળો. બીજા સંતાનનું નામ પડ્યું શંભુકાંત પણ સ્વપ્નો આવ્યા તેને લીધે નામ રાખ્યું ગદાધર. બંગાળીમાં ટૂંકું નામ કરી દીધું તે ગદાઈ. @28.19min. ગદાઈ મોટો થવા લાગ્યો પણ કુળને ઉજ્જવળ કરે એવા કોઈ લક્ષણજ નહિ. નિશાળે ન જાય. ખુદીરામ ત્રાસી ગયા. છેલ્લે એને પૂજામાં લગાડી દીધો, એ કામ એને ગમ્યું. અને કાલી સાથે એવા ઓતપ્રોત થઇ ગયા કે કાલી સાથે વાત કરે. ૨૩ વર્ષની ઉંમર થઇ અને ગાંડપણ એટલું વધી ગયું કે કુતરા ભેગું જઈને ખાઈ આવે, કપડાં ગમે તેમ હોય, જનોઈ ફેંકી દે, શીખા કાઢી નાંખે. પાગલની હોસ્પીટલમાં લઇ ગયા અને છેવટે ૬ વર્ષની શારદામણીદેવી જોડે પરણાવી દીધા. @35.32min. ધીરે ધીરે લોકો એમને ઓળખવા લાગ્યા. શારદામણીદેવીએ લખ્યું છે કે જયારે હું મોટી થઇ, ત્યારે રામકૃષ્ણે કાલીની સોળસોપચાર પૂજા કરી અને મને એજ આસન પર બેસાડી અને જેવી રીતે કાલીની પૂજા કરી તેવી રીતે મારી પૂજા કરીંને સાષ્ટાંગ દંડવ્રત પ્રણામ કર્યા. શારદામણીદેવી, રામકૃષ્ણ પરમહંસ આ બંને પૂર્વે જન્મના કોઈ અદભૂત આત્માઓ પતિપત્નીના રૂપમાં થઈને આવ્યા પણ બંને એકબીજામાં ઓતપ્રોત થઈને રહ્યા, જેમ શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ, રામ-સીતા, રાધા-કૃષ્ણ આખી જીન્દગી એક થઈને રહ્યા. @37.12min. રામકૃષ્ણ અનેક પ્રકારની સાધનાઓ કર્યા કરે, એમનો યોગસાધના પર બહુ મોટો ભાર. એક સાધ્વી યોગીની એમને ત્યાં ઘણા વર્ષો સુધી રહે અને આખો તંત્ર માર્ગ એમને સિદ્ધ કરી આપ્યો. એમના જીવનના બે પિરીયડો છે, એક પાગલ પણાનો અને બીજો સાધના-સિદ્ધ અવસ્થાનો. એક તોતાપુરી મહારાજ પાસે યોગ શીખ્યા. એમણે નીરવિકલ્પ સમાધિ કરાવી, જાગ્યા ત્યારે ન્યાલ થઇ ગયા. અહીંથી સાધના પૂરી થઇ. એમની અંદરથી કુંડલીની જાગી એમાંથી ઉપનિષદો, યોગસુત્ર, મહાભારત, રામાયણ, ભાગવત કંઈ પણ પૂછોને, ભણવાની જરૂર નથી. અંદરથી એક ફુવારો ઉડે, ગમે તેવા પ્રશ્નો પૂછો, નિરદ્વન્દ્વ ભાવથી જવાબ આપે. એક પૈસાનો લોભ-લાલચ નહિ, કોઈની પડી નહિ. સાચું નિર્ભય બોલવું અને જોતજોતામાં કલ્કાત્તમાં એમની પ્રસિદ્ધિ ફેલાવા લાગી અને કેશવચંદ્ર સેન જેવા બેરિસ્ટર અને બ્રહ્મોસમાજના માણસો ભળી ગયા. ભારતની ભૂમિને બ્રહ્મોસમાજ અને આર્ય સમાજ અનુકુળ ન આવ્યો. આ ભૂમિ મૂર્તિપૂજા છોડી શકે એવી ભૂમિ નથી. એને એવી જરૂર હતી કે મૂર્તિ પૂજા તો આપે પણ એના દુષણ ન આપે. @41.01min. એક ખારવા કોમની રાણી રાસમતિએ કાલીનું મંદિર દક્ષિણેશ્વરમાં બંધાવ્યું, પણ ખરા ટાઇમે બ્રાહ્મણો વિરોધી થઇ ગયા તે વિશે સાંભળો. રાણી રાસમતિ દ્વારા વિધિ કરાવી. લોકોએ બહુ વિરોધ કર્યો. સૂઈગામની આવીજ એક વાત સાંભળો. @46.18min. થોડા સમય પછી રાધાકાંતના મંદિરની મૂર્તિ પડી ગઈ અને મૂર્તિનો પગ તૂટી ગયો. પંડિતોએ મૂર્તિને જળમાં પધરાવવાનું કહ્યું. રાણીને આ મૂર્તિ પ્રત્યે અનન્ય ભાવ. આ પ્રશ્ન બહુ ગૂંચવાયો. રામકૃષ્ણે કહ્યું કે હું સાંધી આપીશ. આ સાંધેલી મૂર્તિ હજુ તે મંદિરમાં છે.
Side B – રામકૃષ્ણ પરમહંસની ઈચ્છા હતી કે આખી દુનિયાને એક સંપ્રદાયમાં લાવી શકાય નહિ, તો શું કરીશું? ત્યારે જે છે એ બધામાં એક ભાવ ઊભો કરવો, અને તે માટે એમણે પોતાના જીવન પર પ્રયત્નો કર્યા. એમણે કેટલાયે સમય સુધી રામની ભક્તિ, હનુમાન થઈને, પૂછડું બાંધીને ઝાડપર ચઢી જઈને કરી. રામ સિવાય કોઈ બીજો શબ્દ ન બોલે. કૃષ્ણની ભક્તિ કરી ત્યારે ગોપી થઇ ગયા. એમણે ક્રીશ્ચિયાનીટીની ઉપાસના કરી અને થોડા સમય સુધી મુસલમાન થઇ ગયા, નમાજ પઢે અને કાલીના દર્શન કરવા જાય નહિ, મૂર્તિને માનેય નહિ. ઉર્દુ બોલે ફારસી બોલે એમ બધા પ્રયોગો સિદ્ધ કરવા માટે કર્યા. ઉપનિષદમાં હજારો વર્ષો પહેલા સુત્ર મુકેલું કે “एकम् सद्विप्रा बहुधा वदन्ति” એ સુત્રને સાક્ષાત્કાર કરી બતાવ્યું. તમે નમાજ પઢો તો અલ્લાહ એનો એજ, ચર્ચમાં ગોડ એનો એજ. મંદિરમાં રામ રામ બોલો અને કાલી કાલી કરીને માં માં કરો તો પણ સુપર પાવર એનો એજ છે. આવનારો એજ્યુકેટેડ વર્ગ પ્રભાવિત થઇ ગયો. બ્રહ્મોસમાજને ખાળી નાખ્યો. ગાંધીજીએ આર્ય સમાજને ખાળી નાખ્યો. જો બ્રહ્મોસમાજના પૂરને ખાળવામાં ન આવ્યો હોત તો એક પ્રકારની ઇન્ડિયન ક્રિશ્ચિઅનિટીની નવી આવૃત્તિ બંગાળ ઉપર ફેલાઈ ગઈ હોત. રામકૃષ્ણની કીર્તિથી શત્રુઓને પીડા થવા લાગી. બહુ પ્રયત્નો કર્યા પછી વેશ્યાને સાધીને કલંક લગાડવાનો પ્રયત્ન કર્યો. રામકૃષ્ણને વેશ્યાના ઘરે જતાંજ ખબર પડી, સમજી ગયા અને વેશ્યાના ચરણોમાં પડી ગયા, ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા, કહેવા લાગ્યા, “तुम्ही काली, आमार काली, तुम्ही जगदम्बा, तुम्ही मात्रु शक्ति.” વેશ્યાનો વિકાર ખતમ થઇ ગયો. બહાર ઊભેલા માણસોને ગાળો દેવા લાગી કે તમારું સત્યાનાશ જશે. આ કોણ છે? તમે ઓળખી શક્યા છો? બધાના ચહેરા ફીકા પડી ગયા. @4.54min. એમની કીર્તિ બહુ વધી પણ જ્યારે છેલ્લી સ્થિતિ આવી ત્યારે કંઠમાળ – કેન્સર થયું. હું(સ્વામીજી) તમને ભલામણ કરું છું કે તમે બીજું કઈ નહિ વાંચો તો કઈ નહિ પણ તમે “રામકૃષ્ણ કથામૃત” જરૂર વાંચજો, રામકૃષ્ણનું જીવન ચરિત્ર વાંચજો.દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર વાંચજો. એમણે માં કાલીનું નામ દેતાં દેતાં પ્રાણ ત્યાગ્યા. ફ્રાન્સનો એક બહુ મોટો સાહિત્યકાર રોમારોલાએ રામકૃષ્ણ પરમહંસનું ચરિત્ર લખ્યુ અને એમની બહુ મોટી પ્રસિદ્ધિ કરી. એમણે કહ્યું તમારે પ્રકાશ જોઈએ છે? બંગાળ જાઓ ત્યાં પોતડી પહેરેલો સાધુ મળશે, જોવાયે ન ગમે, પણ તમે એની વાતો સાંભળશો ત્યારે તમને થઇ જશે કે આતો હજાર બાઈબલ ભણેલો છે, હજાર કુરાન ભણેલો છે, હજાર વેદો ભણેલો છે. આમ રોમારોલાએ પશ્ચિમ જગતમાં પ્રસિદ્ધિ કરી. પણ ખરી પ્રસિદ્ધિ તો વિવેકાનંદે કરી. આ મહાન વિભૂતિએ સમજાવ્યું કે નિરાકારની ઉપાસના આ ધરતી ઉપર સફળ નથી થતી. હિંદુ પ્રજાને કોઈ ને કોઈ અવલંબન નહિ આપવામાં આવે ત્યાં સુધી એને શાંતિ થતી નથી વળતી, આ પ્રકૃતિ છે. આ પ્રજાની મથાવટી છે. એમણે બધા ભગવાનના માધ્યમે અભેદ ભાવની સ્થાપના કરી. @11.11min. ૧૯મી સદીમાં થયેલા સંતોએ સુધારાનો શંખ ફૂંક્યો. પ્રજાના પ્રશ્નો, રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિકનું સમાધાન વિશે વિસ્તારથી સાંભળો. @17.48min. આનંદિત રહેવું હોય તો આ ચારે પ્રશ્નોનું સચોટ સમાધાન કરો. નહિ કરો, તરંગી થશો તો આજ પ્રશ્નો તમને દુઃખી દુઃખી કરી નાંખશે. પહેલો પ્રશ્ન, રાજકીય. જે પ્રજા ગુલામ હોય, જેને જજિયાવેરો ભરવો પડતો હોય, જે કંગાલ થઈને જીવતી હોય, તેને મોક્ષ મળતો હશે? એ પ્રજાને તે વળી સ્વમાન હોતું હશે? ઉદાહરણથી સમજો. સામાજિક પ્રશ્ન, સમાજ કેટલો સંગઠિત છે? કેટલો બળવાન છે? ખોજા લોકોનું ઉદાહરણ. ત્રીજો પ્રશ્ન આર્થિક. ભારત ક્યારથી ગરીબ છે? જ્યારથી ઈતિહાસ છે ત્યારથી. @21.31min. ભારતની હિંદુ પ્રજાના સામે મોટામાં મોટો અંધશ્રદ્ધાનો અને પલાયનવાદનો ધાર્મિક પ્રશ્ન છે. તમે કોઈ વ્યક્તિની મહત્તા આંકવા બેસો તો એની ચમત્કારની વાતોને કચરામાં ફેંકી દો. એક કબુતર કે ગાય જીવતી કરી દીધાં, એ વાતો જવા દ્યો, એથી પ્રજાનું કલ્યાણ થવાનું નથી. ઈઝરાઈલ, જાપાનમાં જઈને જુઓ કેટલા કબુતર જીવતા કર્યા? કેટલી ગાયો જીવતી કરી? આ તો બધી રચેલી કથાઓ છે, એમાં પડશો નહિ. કોઈપણ મહાપુરુષનું મહાપુરુષ તરીકે મૂલ્ય કરવું હોય તો તેના ચમત્કારમાં ના પડશો. @24.13min. ૧૯મી શતાબ્દીમાં હિંદુ પ્રજાની બધી રીતે પાયમાલી થયેલી હતી. જાપાનનો એક માણસ અમેરિકા ગયેલો તેને હોટલમાંથી બહાર કાઢેલો અને થોડાજ કલાકોમાં પાછો લેવો પડ્યો તે સાંભળો. @29.21min. આપને ત્યાં કયા એવા આચાર્યો થયા, સંતો થયા, જેમણે તમને રાજકીય હેતુસર લડાવ્યા હોય? ધર્મમાંથી સંઘર્ષ મળ્યો નહિ પણ પલાયનવાદ મળ્યો. એક મુસલમાનને જે પ્રેરણા મળે છે, એ હિંદુ અનુયાયીને મળતી નથી, એનું આ પરિણામ છે. ગરીબીની સામે ઝઝૂમવાની જગ્યાએ આપણે પૂર્વના કર્મ જોડે સંબંધ જોડી દીધો. એટલે સંઘર્ષનો કોઈ પ્રશ્નજ રહ્યો નહિ. આ ચાર પ્રશ્ન ઉપર ધૂળ નાંખવાનો પ્રશ્ન ભયંકર છે. @35.39min. આવા સમયમાં એક એવા મહાપુરુષ સંતની જરૂર હતી જે આ ચારે પ્રશ્નોની સામે લોકોને ઝઝુમતા કરે, તે સ્વામી વિવેકાનંદ. @36.37min. પ્રવચનમાં ઉલ્લેખાયેલું भजन – जाके प्रिय न राम बैदेही – જો આનંદ સંત ફકીર કરે – શ્રી નારાયણ સ્વામી.
Side A – SWAMI SHREE VIVEKANAND CHARITRAસ્વામી વિવેકાનંદ ચરિત્રકલકત્તામાં એક વકીલને ત્યાં સ્વામી વિવેકાનંદ(નરેન્દ્ર)નો જન્મ થયો. ૫-૭ વર્ષનો થયો અને પિતા મરી ગયા. પિતા સારા વકીલ હતા,પરંતુ પૈસો બચાવેલો નહિ.@3.36min. ફળો સાથે માણસના સ્વભાવની સરખામણી. નરેન્દ્રની માં વિધવા થઇ. ઊંચી ન્યાતમાં, ઊંચા ઘરમાં વિધવા થાય તો ક્યા જઈને પેટીયું રળે? જયારે નરેન્દ્ર સમર્થ થયા ત્યારે બોલવા લાગ્યા કે જે ધર્મ વિધવાના આંસુ લુછી ન શકે એવા ધર્મને દીવાસળી ચાંપો. એવા ધર્મની મારે કોઈ જરૂર નથી. @9.17min. ક્રાંતિ એમને એમ નથી આવતી. એમને ભણાવનાર જે અંગ્રેજ પ્રોફેસરો એમણે નોંધ મુકેલી કે આવો મેઘાવી છોકરો અમે યુરોપમાં નથી જોયો એટલી એની બુદ્ધિ છે. પ્રોફેસરો કહે છે કે નરેન્દ્રના પ્રશ્નોનો અમારી પાસે જવાબ નથી. નરેન્દ્રના પ્રશ્નોને પ્રોફેસરો સમાધાન માટે વિલાયત મોકલાવતા. એક નિયમ છે કે ફિલોસોફી(દર્શન શાસ્ત્ર)ના વિદ્યાર્થીને નાસ્તિક થતા વાર નહિ લાગે.ડોકટરી લાઈનમાં નાસ્તિકતા નહિ આવે. કારણકે અહી ગહન પ્રશ્નોને માત્ર તર્કના દ્વારા વિચારાય છે અને તર્કને આગળ લઈને ચાલો એટલે નાસ્તિકતા આવ્યા વિના રહે નહિ. આસ્તીક્તાનું મૂળ તર્ક નહિ પણ શ્રદ્ધા છે. નરેન્દ્રને સાધુ-બાવાઓ ઉપર ઘૃણા થઇ ગયેલી. પોતાની જાતને ધિક્કારે છે કે પોતાની માંનું પેટ નથી ભરી શકતો. નરેન્દ્રના કાકા એક દિવસ નરેન્દ્રને લઈને રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચી ગયા. એમનું દોઢ કલાકનું પ્રવચન મંત્ર-મુગ્ધ થઈને સાંભળ્યું. વિચારો બદલાઈ ગયા. નાસ્તીક્તાની ગાંઠ ઢીલી થઇ ગઈ. રામકૃષ્ણ દોડીને મળવા ગયા અને માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યો. વિવેકાનંદ(નરેન્દ્ર) લખે છે કે હું સમજી ન શક્યો પણ પછી સમજાયું કે ખરેખર મને એ શોધતા હતા. આ નાર અને નારાયણની અનાડી જોડી છે, જેવી રીતે અર્જુન અને શ્રી કૃષ્ણ, બુદ્ધ અને આનંદ, મહાવીર અને ગૌતમ, સહજાનંદજી અને ગુનાતિતાનંદજી. નરેન્દ્ર નિર્ભય થઈને પ્રશ્ન પૂછે છે, શું તમે ઈશ્વરને જોયો છે? @16.47min. રામકૃષ્ણે કહ્યું હા, મેં ઈશ્વરને જોયો છે અને તારે જોવું હોય તો તને બતાવું. વિવેકાનંદ એક પરિવર્તન લઈને ઘરે ગયા. એક દિવસ પરિસ્થિતિવશ રામકૃષ્ણની સામે રડી જવાયું અને ૨૫ રૂપિયાની નોકરી અપાવવાનું કહ્યું. રામકૃષ્ણે જાતે જઈને કાલીને પૂછવા કહ્યું. પછી શું થયું તે સાંભળી લેવું. @23.16min. તમારે ભગવાન પાસે શું માંગવું, એ તમે ના માંગશો, પરંતુ કહેશો કે મને તો માંગતા નથી આવડતું, તું જ બતાવ કે મારે તારી પાસે શું માંગવું? એક વખત ગાયકવાડ ડભોઇ ગયેલા, એણે એક બ્રાહ્મણને વ્યગ્રતાથી ઊભેલો જોયો અને માંગવાનું કહ્યું તો શું માંગ્યું તે સાંભળો. નરેન્દ્રને પાછો માં કાળી પાસે મોકલાવ્યો પણ પાછો નોકરી માંગવાનું ભૂલી ગયો. નરેન્દ્રએ કહ્યું ગુરુજી હવે મને નોકરી નથી જોઈતી. રામકૃષ્ણ કહે છે હું તને નવું વેદાંત શીખવાડું છું કે ભૂખ્યાને અન્ન આપો, અજ્ઞાનીને જ્ઞાન આપો અને રોગીને દવા આપો, બસ એટલું કરો તો એનું નામ થયું ક્રિયાત્મક વેદાંત. આ પહેલા કોઈએ ક્રિયાત્મક વેદાંત માર્ગ બતાવ્યો હોય એવું લાગતું નથી. જીવનના પ્રશ્નો છે, વાસ્તવિકતા છે એની સામે લડો. રામકૃષ્ણ દેવ થયા પછી વિવેકાનંદે ભગવા પહેર્યા. અમેરિકા જતા પહેલાં એમનું નામ સચ્ચિદાનંદ હતું. @30.42min. કોઈ પ્રજા હોય અને એનું માપ કાઢવાનું હોય તો એણે માટેના બે મૂખ્ય કારણો છે કે એ યોગ્ય માણસની કેટલી કદર કરી શકે છે? અને અપરાધીઓને કેટલો દંડ આપી શકે છે? આપણે એટલા માટે દુર્બળ છીએ કે અપરાધીઓને દંડ આપી શકતા નથી અને ગુણવાનોની કદર કરી શકતા નથી. આ વાતને જ્યાં સુધી સુધારવામાં નહિ આવે ત્યાં સુધી પ્રજા મહાન થશે નહિ. @34.56min. તમે જોયું? શીખના મંત્રીને દશ દિવસ સુધી જોડા સાફ કરવાનો ઓર્ડેર કર્યો. કારણ કે દંડ જાગ્રત છે એટલે મુઠ્ઠીભર પ્રજા પણ શક્તિશાળી છે. આપણાં અહી ઊલટું છે, એવી પ્રજા કોઈ દિવસ ગૌરવ લઇ શકે નહિ. ગૌરવ લેવાના ચાર કારણો, પૈસો, શૌર્ય, વિજ્ઞાન(મસ્તિષ્ક) અને પ્રમાણિકતા. ઉદાહરણ સહીત વિસ્તારથી સાંભળો. @45.38min. એક તીર્થધામની ૬૪ વસાણાના લાડુની વાત. ચારે તરફ છેતરાવાનુંજ છેતરાવાનું. @48.10min. ન્યુ યોર્કના ફોરેસ્ટ હિલમાં બોક્ષમાંથી પેપર લઇ શકાય. આપણા એન્જીનીઅર શું કરે છે તે સાંભળો.

Side B – શું કરશો? ક્યા જશો? તમારી પાસે આ ચાર ગૌરવના કેન્દ્રો છે એ જો નહિ હોય તો તમે દુનિયાને સામે કઈ રીતે ઊભા રહેશો? પછી આત્મસ્લાઘા કરો એનો કોઈ અર્થ રહે નહિ. પ્રજાનો આ પ્રશ્ન છે કે પ્રજાને આ ચારે ક્ષેત્રમા કેવી રીતે ઉપાડવી? ચમત્કારોથી કોઈ પ્રજા ઊંચે ઉપડી શકે નહિ. ચમત્કારો તો પુરુષાર્થ છોડાવવા માટેનું, સાધના છોડાવવા માટેનું અફીણ છે. પ્રજાને આ ચારે ક્ષેત્રમાં ઉપાડવાનું કામ શરુ થઇ ચૂક્યું. એની પ્રેરણા અંગ્રેજો પાસેથી મળી. એની અસર આપણા ઉપર થવા લાગી. એ વખતે જે મહાપુરુષો થયા એમનું ધ્યાન માત્ર ઈશ્વર તરફ નહિ, માત્ર પરલોક તરફ નહિ પણ આપણાં રોજના જીવન ઉપર પડ્યું, એમાંના એક મહાપુરુષ તે સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ પરમહંસ દેવ થઇ ગયા પણ શારદામણી દેવીએ એ વખતે બંગાળી સમાજમાં એક બહુ મોટું બંડ પોકારેલું તે સાંભળો. વિવેકાનંદ છ વર્ષ સુધી આ દેશમાં ખુબ ફર્યા પછી દેશની દરિદ્રતા જોઇને ખુબ રડ્યા. @4.48min. એક હાઇસ્કુલના આચાર્યે વિધર્મી વિદ્યાર્થી ગુંડાઓની મૈત્રી રાખી અને એનું પરિણામ એ આવ્યું કે ત્રણ-ચાર મહિનામાં એના નાના દીકરાની વહુનેજ ઉપાડી ગયા. વાણીયા પાસેથી ડહાપણ શીખજો, એ ન બતાવવા જેવા માણસોને પોતાના ઘરનો ઉંબરો પણ ન બતાવે. વિવેકાનંદ ઋષિકેશમાં કૈલાસ આશ્રમમાં ધનગીરી સ્વામી પાસેથી વેદાંત ભણ્યા અને ભ્રમણ કર્યું. @6.39min. એક વાર રાજસ્થાનમાં ટ્રેનમાં થયેલો ચમત્કારિક અનુભવ જરૂર સાંભળો. અજાણ્યા માણસને સ્વપ્ન આવ્યું અને ભૂખ્યા તરસ્યા સ્વામીને એમણે જમાડ્યા. ઘણી જગ્યાએ ફર્યા, બહુ મુશ્કેલી પડી. ફરતાં ફરતાં ખેતડીના મહારાજા એમના મિત્ર, એમને સમાચાર આપ્યા કે અમેરિકામાં વિશ્વ કોન્ફરન્સ ભરાય છે, પણ તેમાં હિંદુ ધર્મનો કોઈ પ્રતિનિધિ નથી, એટલે વિવેકાનંદ તૈયાર થયા. ટીકીટની વ્યવસ્થા કરી અને ૪-૫ મહિનાની યાત્રા પછી અમેરિકા પહોંચ્યા, પણ હોટલવાળો કાળા માણસને ઊતરવા નહિ દે. એક ગોડાઉનમાં ખોખામાં ઠંડી વેઠીને આખી રાત કાઢી. ગુરુદેવનું સ્મરણ કર્યું. સવારે એક બહેન આવીને ઊભી રહી અને આ અજાણી બાઈ એમને પોતાના ઘરે લઇ ગઈ. @13.43min. વિવેકાનંદે કહ્યું કે હું અહી વિશ્વ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યો છું. ત્યાં બ્રહ્મો સમાજના નેતા મજમુદાર ગયેલા તેણે વિવેકાનંદનો વિરોધ કરેલો. ચિકાગો મેયરની દીકરીએ ત્રણ મિનીટની વ્યવસ્થા કરી. જ્યારે એમનું નામ બોલાયું ત્યારે માઈક આગળ અંધારા આવી ગયા. ગુરુદેવનું સ્મરણ કર્યું, પછીની વાત સાંભળો. બીજા દિવસે સવારે ન્યુઝપેપરમાં પત્રકારોએ વિવેકાનંદના પ્રવચનને પ્રમુખતા આપી. @17.09min. સ્વામીજીનો એમરિલો, ટેક્ષાસમાં TV Interview વિશે. વિવેકાનંદ લખે છે કે ચીકાગોના પ્રવચન પછી એકદમ ચમક્યા. ચારે તરફ કાર્યક્રમજ કાર્યક્રમ. ઈંગ્લેન્ડમાં મિસ માર્ગરેટ નોબલ પ્રવચન સાંભળ્યા કરે. આકર્ષણના પ્રકારો, રૂપાકર્ષણ, ધનાકર્ષણ, ગુનાકર્ષણ વિગેરે. વિવેકાનંદ અંગ્રેજો બોલે એના કરતાં વધુ સારું અંગ્રેજી બોલે. માર્ગરેટ નોબલ સ્વામી વિવેકાનંદ તરફ આકર્ષાઈ અને એક દિવસ પરણવાનો પ્રસ્તાવ રાખી દીધો કે તમે જો મારી સાથે લગ્ન કરો તો મારી પાસે ચાર લાખ પૌંડની સંપત્તિ છે એ તમારા ચરણે ધરી દેવા તૈયાર છું. વિવેકાનંદે કહ્યું કે તારી સાથે સંબંધ બાંધવાની મારી ના નથી પરંતુ પતિ-પત્ની સિવાય ભાઈ-બહેન, ગુરુ-શિષ્ય, માં-દીકરાના સંબંધમાંથી કયો સંબંધ બાંધુ. માર્ગરેટ બદલાઈ ગઈ. ભારત આવી અને વિવેકાનંદના કામે લાગી ગઈ. વિવેકાનંદે એનું નામ રાખ્યું ભગીની નિવેદિતા. વિવેકાનંદ પછી એણે ઘણું કામ કર્યું. આજે એની સમાધિ દાર્જીલિંગમાં છે. @29.04min. વુંવેકાનંદ અમેરિકાથી પાછા ભારત આવ્યા, આખા દેશમાં પ્રચાર થઇ ગયેલો. મદ્રાસના બંદરે ઊતરેલા, સન્માન કરવા આખું મદ્રાસ ઉમટેલું. એમને લખ્યું છે કે જો હું અમેરિકા ન ગયો હોત અને ૨૦૦ વર્ષ આ દેશમાં ફર્યો હોત તો પણ મારી કદર થવાની હતી નહિ. આપને આપના માણસોની કદર કરી શકતા નથી. સ્વામી વિવેકાનંદે શું કામ કર્યું તે સાંભળો. R K Missionની સ્થાપના કરી. સાધુઓની ભરતી કરી. આજે તો R K Missionની વિશ્વભરમાં શાખાઓ ફેલાઈ ગઈ. કલકત્તામાં મંદિર બાંધ્યા અને લખ્યું કે આ મંદિરમાં બધાને આવવાની છૂટ છે. પરિણામ એ આવ્યું કે ઊંચા ;લોકો જતા બંધ થઇ ગયા. જયારે જયારે કોઈ તિથી આવે ત્યારે આદિવાસી પ્રજા જે મુસ્લિમ થઇ ગયેલી તેને હજજારોની સંખ્યામાં જમાડે અને સુત્ર આપ્યું “दरिद्र नारायण देवो भव” જેને Humanity માનવતા કહેવાય. આવા સન્યાસી સમાજની પરંપરામાં પહેલીવાર વ્યવસ્થિત રીતે એક મિશનની સ્થાપના થઇ. @35.35min. કહેવાય છે કે અમેરિકામાં એક આખલો મારવા દોડ્યો એને બે શીંગડા પકડી પાછો ધકેલ્યો. જીવનમાં જેટલા ક્ષેત્રો, શિક્ષણનું, ઔષધિનું, ઉપકારનું, સેવાનું વિગેરે પર ભાર મુક્યો. ૩૯ વર્ષ પૂરાં થયા, છેલ્લો દિવસ આવ્યો, ત્યારે ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા પછી જપ કરતાં કરતાં સુઈ ગયા.એમને જલોદય થયેલો. આટલી મહાન વિભૂતિ કે જેમણે દેશ અને પ્રજાને ઉપાડવાના ભગીરથ પ્રયત્નો કર્યા. @37.51min. ભજન – જનમ જે સંતને આપે – શ્રી નારાયણ સ્વામી.

http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss953.htm:SATLECT16

Side A – BHAKTI ANE UPNISHAD-NO KARMAVAADભક્તિ અને ઉપનિષદનો કર્મમાર્ગસંત ચરિત્રમાંથી ભક્તિનો વિષય – બે શબ્દો યાદ રાખો, ભૂક્તી અને ભક્તિ. ભૂક્તી એ સહજ છે.નાનું મોટું સર્વે જીવ માત્રને ભૂખ લાગે, એટલે એ સહજ માર્ગ છે. જેને ન મળતું હોય તેને લૂખું-સુંખું મળતું હોય તો એ બસ છે, તે વિસ્તારથી સાંભળો. જમવામાં નવીનતા ન આપો તો સુખની અનુભૂતિ થાય નહિ. માણસની બુદ્ધિનો વિકાસ છે એટલે એક એક ક્ષેત્રમાં ફરિયાદ છે. એ સારું છે તોજ વિકાસ થાય. ભુક્તિના ક્ષેત્રમાં જે અસંતોષ છે, એ વિકાસનું બીજ છે. એટલે એક માપમાં, એક હદમાં એની જરૂર છે. એ પણ ખોટું નથી પણ ખોટું કોના માટે છે કે જે ભૂક્તી માટે નહિ પણ ભક્તિ માટે જન્મ્યો હોય. બધાજ લોકો કંઈ ભક્તિ માટે જન્મ્યા હોતા નથી. ભૂક્તી માટેતો જન્મ્યા હોયજ છે કારણકે એ સહજ માર્ગ છે. @634min. એટલે કોઈના પ્રત્યે ઘ્રણા ન કરશો, તિરસ્કાર ન કરશો. તમારો વૈરાગ્ય હોય તો એ રાગનો દ્રોહી ન થવો જોઈએ. રાગના ઉપર દયા કરનારો થવો જોઈએ, નહીતો માત્ર ટીકા ખોર નિંદક થઇ જશે. ભક્તિમાર્ગનો પહેલામાં પહેલો આધાર છે “જીવાત્માનું અસામર્થ્ય” આ અસામર્થ્ય બહુ દુઃખદાયક છે. જેમ જેમ સામર્થ્યની સીમા વધતી જાય તેમ તેમ અસામર્થ્યની સીમા પણ વધતી જાય, તેનું ઉદાહરણ સાંભળો. જયારે તમારું સામર્થ્ય ટૂંકું પડે, નાનું પડે ત્યારે તમને કોઈ એવી પ્રચંડ શક્તિ મદદ કરે અને તમારી આ સારી ઈચ્છાને પૂરી કરી આપે એટલે પછી તમે ભક્તિ કરતા થાવ, એટલે ભક્તિનો આ પહેલો હેતુ છે અને તેથી ઓચિંતાના એના કાર્યો સિદ્ધ થવા લાગે એટલે એની શ્રદ્ધા નિષ્ઠા દ્રઢ થાય. આ ભક્તિના ત્રણ પ્રકાર છે અને એના ત્રણ પરિણામ છે. કીર્તન, જપ અને ધ્યાન. ત્રણ પરિણામ, આશ્વાસનની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ અને આલ્હાદ(આનંદ)ની પ્રાપ્તિ. @13.48min. ભક્તિના ત્રણ માર્ગો – “त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधं, त्रिजन्म पाप संहारं एक बिल्वं शिवार्पणम्.” બિલ્વપત્રના ત્રણ પાંખડા હોય તેમ ભક્તિના પણ ત્રણ પાંખડા છે. ધ્યાન ઉપર ભાર મુકનાર જે ભક્તિમાર્ગ થયો એને નિર્ગુણ, નિરાકારી કે જ્ઞાનમાર્ગી એવું નામ આપવામાં આવ્યું. આવા લોકો એકાંત ખોળતા હોય છે. થોડા આસન કરે અને બેસે એટલે મન આપોઆપ તન્મય થાય. “ध्यानावस्थित तद्गतेन मनसा…..तस्मैय नम:” ધ્યાનમાંથી એક શક્તિ પેદા થાય એને આપણે સિદ્ધિઓ કહી શકીએ. @17.55min. આ જીવ રસભોગી છે, સુખભોગી છે અને ભક્તિ જેવું સુખ નથી એના જેવો કોઈ રસ નથી. ભક્તિ સુખ છે, એ ત્રાસ કે ઉપાધી કે અત્યાચાર નથી. આ ત્રણમાંથી તમે કોઈપણ ભૂમિકામાં હોય અને તમારામાં વિવેક હોય તો એક બીજાના વિરોધી ન થશો. સાધનામાં સમય રહેતા જો સફળતા ન મળે તો માણસ નિરાશ થઇ જાય છે. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે કળીયુગમાં ચારે તરફ અશાંતિ, વ્યગ્રતા, વ્યાકુળતા છે અને એ બધાની વચ્ચે જીવવું હોય તો ધ્યાન કરી શકો નહિ, તો જપ કરો. જપ કરવાયે વધારે સારા છે પણ એથીયે વધારે એક ઢોલક લો, મંજીરા લો, નાચો, કુદો અને ભગવાનનું નામ લો. “कलौ केशव कीर्तनम्” આવી રીતે લોકો ભગવાનનું નામ લેવા લાગ્યા અને તન્મય તદ્રુપ થઇ ગયા. @23.00min. ઉપનિષદો કર્મ ઉપર, જ્ઞાન ઉપર અને ઉપાસના ઉપર ભાર મુકે છે, એક બેલેન્સ બનાવે છે. એક વ્યવસ્થા બનાવે છે. પણ કર્મના ઉપર કેમ વધારે ભાર મુકે છે? કહે છે, કર્મ કરતાં કરતાં તમે સો વર્ષ જીવવાની ઈચ્છા રાખો. બે નાવનું ઉદાહરણ સાંભળો. તમે મુદ્દો સમજી શક્યા હોય તો પશ્ચિમ અને પૂર્વનો આ ફરક છે. પશ્ચિમમાં બધા કર્મઠ છે, આપણે કર્મને બહુ મહત્વ ન આપ્યું. પેલા લોકોએ કર્મને મહત્વ આપ્યું અને પછી કર્મની સાથે યંત્રને જોડ્યું. ઉદાહરણ સાંભળો. ઋષીઓ કર્મવાદ ઉપર ભાર મૂકે છે. પણ આપણે ભગવાનના નામે કર્મને છોડાવ્યું, કે એતો પ્રારબ્ધમાં જે થવાનું હશે તેજ થશે, વિસ્તારથી સાંભળો. @29.00min. સ્વામીજી અમેરિકામાં એક ભાઈને ત્યાં મોટેલમાં ઊતરેલા ત્યાંનો અનુભવ સાંભળો. કડિયો ફક્ત ચાર કલાકમાં આપણા દેશના ચાર હજાર રૂપિયા લઇ ગયો. ઉપનિષદ મોક્ષના નામે કે પરલોકના નામે તમારું જીવન બગાડવા માગતું નથી. એક યુનિવર્સીટી જોવા ગયા ત્યાનું ઉદાહરણ. એક કર્મઠ પ્રજા છે, એક આળસુ પ્રજા છે. આપણે આપણી આળસને ફિલસુફીથી ઢાંકી દીધી છે. ઉપનિષદ આપણું અધ્યાત્મ ગ્રંથ છે પણ કર્મ વિરોધી નથી, કહે છે કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવવાની આશા રાખો, માણસને કામ વહાલું લાગે છે અને એ કામ જ્યારે નિષ્કામ ભાવથી થાય તો ભલે એ માણસ કાળો હોય, ખોડીલો હોય તો પણ તમને ગમશે. @35.33min. અમૃતસરમાં શાસ્ત્રાર્થ. @૪૩.૧૨મિન. भजन – जपले हरिका नाम – श्री राजेंद्र और नीना महेता.
(C)PRAVACHAN VISHESH – 9, પ્રવચન વિશેષ – 9
Side A – TATVAGNAAN ANE GRUHASTHA JEEVAN AMDAVADતત્વજ્ઞાન અને ગૃહસ્થ જીવનઅમદાવાદજીવન જ્યોત ટ્રસ્ટના ઉપક્રમે – આ વિષય બે ભાગમાં વહેંચાયેલો છે. તત્વજ્ઞાનની ત્રણ કક્ષાઓ તે જીજ્ઞાસા, ચિંતન અને સાક્ષાતકાર. જીજ્ઞાસા એ પ્રાથમિક પગથીયું છે. માણસને જાણવાની તીવ્ર ઈચ્છા થાય એટલે સાધના શરુ થાય. જીજ્ઞાસાને આપણાં શાસ્ત્રમાં બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અહિયાં વ્યક્તિ પોતે પોતાના દ્વારા જ્ઞાનનો માર્ગ તય કરે છે. બીજી જગ્યાએ નિશ્ચિત કરેલાં લક્ષ્યો, પરિણામો સીધા વ્યક્તિના મગજમાં બેસાડી દેવામાં આવે છે. એટલે અહિયાં પ્રત્યેક વ્યક્તીને બ્રહ્મને શોધવો પડે છે. એટલે બ્રહ્મસુત્રનું પહેલું સુત્ર લખવામાં આવ્યું છે કે “अथातो ब्रह्म जिज्ञासा. @4.17min. આમ આધ્યાત્મિક જ્ઞાનના બે ક્ષેત્રો થયાં. આપણે ત્યાં જ્ઞાનમાર્ગ એ લાંબી સાધના છે. કોઈ સાધના અનુભવ વિનાની હોતી નથી અને કોઈ અનુભવ જો સાચો હોય તો ગુરુ થયા વિના રહેતો નથી. અનુભવ એ મોટામાં મોટો ગુરુ છે. કેટલાક લોકો ખુરસી માટે કે કેટલાક લોકો વાસના માટેજ જન્મ્યા હોય છે. એમ કેટલાક લોકો જ્ઞાન માટેજ જન્મ્યા હોય છે. એટલે કોઈ હેમચંદ્રાચાર્ય થાય છે, કોઈ શંકરાચાર્ય થાય છે, કોઈ ક્રિશ્નમૂર્તિ થાય છે. પંડિતોનું અને દાર્શનિકોનું જ્ઞાનમાં બહું ફરક છે. પંડિતો કળછી જેવા છે. કળછીને ખબર નથી કે દાળ મોળી, ખારી કે તીખી છે, કારણકે કળછી ચિંતક નથી, એ તો આપનાર છે. @8.38min. જીવન બે ભાગમાં છે, એક છીછરું અને બીજું ઊંડાણ ભર્યું તે વિશે સાંભળો. “માંહી પડ્યા તે મહાસુખ માણે, હરિનો મારગ છે શૂરાનો” પંડિતો માટેની મોકળાશ જેવી ભારતમાં મળી તેવી બીજા દેશોમાં ધર્મગુરુઓના નિયંત્રણનાં કારણે ન મળી એટલે ભારતમાં પંડિતો ઘણા પેદા કરી શકાયા. એક બહું મોટો લાભ થયો કે ઘણા તત્વવેત્તાઓ (દર્શકો) પેદા કરી શકાયા પણ હાની એ થઇ કે તમે પૂરેપૂરા અવ્યવસ્થિત થઇ ગયા. જીજ્ઞાસા કુદરતે મુકેલી છે. ભારતનું ચિંતન પ્રતિભામુખી ચાલ્યું અને પશ્ચિમનું ચિંતન પ્રયોગશાળામુખી ચાલ્યું. પ્રયોગશાળા સાર્વજનિક છે. આપણે ત્યાં ભૌતિકતા ઉપર સૂગ રહેવાથી પ્રતિભાનુંજ જોર રહ્યું અને એ સૂગને કારણે આપણે પ્રયોગશાળામાં જોઈએ એટલો પ્રયોગ ન કરી શક્યા. @13.05min. આપણે ત્યાં ગૃહસ્થોનું ચિંતન અને સાધુઓનું ચિંતનમાં બહું ફરક છે. ગૃહસ્થો વ્યહવારિક છે અને સાધુઓ અવ્યહવારિક છે. આપણે ત્યાં બે ચિંતનો છે, એક ઋષિઓનું અને બીજું સાધુઓનું, તે વિશે સાંભળો. ઋષિઓના ચિંતનમાં પુરુષાર્થ છે, પ્રેરણા છે. સાધુઓના ચિંતનમાં પ્રારબ્ધવાદ છે. ઝીણું ઝીણું કાંતવામાં આવ્યું એનો અર્થ એટલોજ કે કંઈ કરવાની જરૂર નથી, તમારું પ્રારબ્ધ તમે ભોગવી લો, એટલે ગૃહસ્થ જીવન અને તત્વજ્ઞાન એ બે મેળવવા હોય તો આ બંનેનો ફરક સમજવો પડશે. @17.01min. વિવાદસ્પદ પુરાણની યાજ્ઞવલ્ક્ય અને જનકની ઘટના સાંભળો. આ ઘટના ઉપનિષદમાં નથી આવી. કર્તવ્ય અને વૈરાગ, કર્તવ્ય અને ત્યાગ આ બધાનો એકબીજા સાથે મેળ છે. જયારે કર્તવ્ય અને વૈરાગ અને ત્યાગ અને વૈરાગ જુદી જુદી દિશામાં જાય ત્યારે ઉત્તમ આદર્શો દ્વારા પ્રજાનો વિનાશ થશે. એટલે કે દુષ્ટોના દ્વારા નહિ પણ સજ્જનો દ્વારા પ્રજાનો નાશ થાય. તમારું ચિંતન, તમારું જ્ઞાન, તમારું દર્શન જો વ્યહવારથી વિમુખ થશે તો તે શેખચલ્લીના તરંગ માત્ર થશે. @20.05min. ઉપનિષદનો પહેલો મંત્ર “ते न त्यक्तेन भुञ्जीथा” વિશે. ભગવદ ગીતા અને ઉપનિષદ સકારાત્મક ગ્રંથ છે. કૃષ્ણ એ તત્વદર્શા યોગેશ્વર છે, સાધુ નથી. અર્જુનને યુદ્ધ કરવાનું કહે છે. યુદ્ધ પણ અધ્યાત્મનું એક અંગ છે. પછી અવ્યહવારિક સાધુ ચિંતન આવ્યુ, તે વિશે સાંભળો. તમે ગીતા અને ઉપનિષદ છોડ્યા એટલે અસ્પષ્ટ થઇ ગયા, તત્વજ્ઞાનની દ્રષ્ટીએ ગૂંચવાઈ ગયા. તત્વજ્ઞાનનો અર્થ સમજો. બ્રહ્મ એક છે, પરમેશ્વર એકજ છે, તત્વ અસંખ્ય છે, અને અસંખ્ય તત્વ છે એટલે એની અનુભૂતિ ક્રમે ક્રમે થાય છે. સત્ય કદી સમગ્રતામાં પ્રગટ નથી થતું હોતું. સત્ય ખંડગ્રમાં દર્શિત થાય છે. જ્ઞાન પણ કદી સંપૂર્ણ નથી હોતું. મોટામાં મોટો જ્ઞાની પુરુષ પણ એક વિષયનો જ્ઞાની હોય છે, બધા વિષયોનો નથી હોતો. સત્યનો સાક્ષાત્કાર એ એક ભ્રમણા છે. જો તમને ફુરસદ હોય અને છબછબીયાંના બદલે ઊંડાણમાં ઊતરવું હોય તો ઉપનિષદોનું અધ્યયન કરો. જ્ઞાનીને એના અજ્ઞાનનો વધારે અનુભવ હોય પણ અજ્ઞાનીને એના અજ્ઞાનનો અનુભવ હોયજ નહિ. @27.54min. ઉપનિષદમાં જ્ઞાનમાર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ છે, પુરુષાર્થ છે પણ ઉપનિષદ વ્યક્તિને બહું સાવધાની પૂર્વક આડંબરી થતો બચાવે છે.અહીંથી ભક્તિ માર્ગ શરુ થાય છે. જ્ઞાનમાર્ગની અલ્પતામાંથી ભક્તિમાર્ગ શરુ થાય છે. લતા મંગેશકરના ઈન્ટરવ્યુ વિશે. કાશીમાં એક પ્રચંડ વિદ્વાન વિશે. આ જ્ઞાની પુરુષની લોકો આરતી ઊતરે પણ બીજા ક્ષેત્રમાં હાંસીને પાત્ર છે. @33.36min. એક સજ્જનના છોકરાની વાત. પુનીત મહારાજના ભજન વિશે. ગૃહસ્થ જીવનનો અર્થ થાય છે, એક જવાબદારી ભરેલું જીવન. ઈશ્વરને પ્રાર્થના કરજો કે તમારા જીવન પર થોડું ટેન્શન રહે, કારણ કે ટેન્શનજ તમારી શક્તિનો વિકાસ કરશે. ખંભાતના નવાબનું ઉદાહરણ. બિરલા અને અંબાણીના ઉદાહરણો. @37.48min. ટેન્શનના કારણે તમારી ધીરજ ખૂટે છે? તમારું મગજ ગરમ થઇ જાય છે? અને જો એવું હોય તો તમે ગૃહસ્થ જીવનને ન્યાય ન આપી શકો. આપણે બહું મોટી ભૂલ કરી કે સંસાર અને પરમાર્થ બેયને અલગ કરી નાખ્યા. તમારા પરમાર્થને માપવાનું મીટર સંસાર છે, એટલે ગૃહસ્થ જીવન અને તત્વજ્ઞાનને એકબીજા સાથે મેળવી શકાય છે. મેં કદી ઈશ્વરને જોયો નથી, એની કૃપાના દર્શન કર્યા છે અને એજ મારા માટે સાક્ષાતકાર છે. સાક્ષાતકારની વ્યાખ્યા છે, સંશય રહિત દ્રઢ અનુભૂતિ. મેં પવન જોયો નથી પણ મેં પવનનો અનુભવ કર્યો છે. આ અનુભૂતિ એજ સાક્ષાતકાર છે. જીવનને લાત મારીને ભગવાનનાં દર્શન નહિ થાય. ગાંધીજીએ કદી જીવનને લાત નથી મારી. @42.39min. ઋષિયુગમાં અને સાધુકાળમાં આ પાયાનું અંતર છે કે ઋષીઓ કદી ચમત્કાર નથી કરતા. કોઈ ચપટીમાં ભષ્મનો ઢગલો કરી દે તો એનાથી તમારો કયો પ્રશ્ન ઉકલ્યો? પ્રશ્ન ઉકલે છે ઋષિ માર્ગથી, ક્યારે કે તમે તત્વજ્ઞાનને સંસારના જીવન સાથે વ્યહવારિક બનાવો તે વિશે સાંભળો. @45.44min. હિંદુ ધર્મની પુન: જાગૃતિ કરવી હોય તો ઉપનિષદોમાં પાછા જાવ. @49.03min. જેના ઘરમાં સારા માણસોની અવર જવર હશે એના છોકરાં ભાગ્યેજ બગડશે. ઉપનિષદનો ઋષિ એક વ્યહવારિક વ્યક્તિ છે, એમ કહે છે, તમે ગૃહસ્થ રહો અને ગૃહસ્થ જીવનનો ભાર ઊંચકો અને એ ભારજ તમને શાંતિ આપશે, માણસ બનાવશે.
Side B – AMDAVADગૃહસ્થ જીવનને અને તત્વજ્ઞાનને મારી દ્રષ્ટીએ કોઈ અંતર નથી, એટલુજ નહિ પણ બંને એકબીજાને ઉપકારી છે. તમારા વ્યહવારમાંથી ચિંતન પ્રગટે છે. જે લોકોએ વેદના, પીડા જોઈ છે એવા કવિઓ, સાહિત્યકારો અમર થતા હોય છે. @2.28min. સત્ય મેવ જયતે લખીને, અસત્ય મેવ જયતે, આ આપણી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાએ સાચા ગૃહસ્થ જીવનને બહું ગૂંગળાવી માર્યું છે. તમને એક ખુમારી હોવી જોઈએ કે ભલે મેં બંગલો નથી બાંધ્યો, સુદામા રહ્યો પણ કૃષ્ણ આગળ હાથ લાંબો નથી કર્યો, એનું મને ગૌરવ છે. ગૃહસ્થ એટલે ગૃહમાં જેની સ્થિતિ, સ્થિરતા થઇ છે એવો માણસ. ગૃહને આપને આશ્રમ માન્યો છે એટલે ગૃહસ્થાશ્રમ. @7.00min. તત્વજ્ઞાન સ્વયમમાંજ એક અઘરો વિષય છે. તત્વજ્ઞાનને તમે બટન ન માની લેતાં કે દબાવો અને બધું જ્ઞાન થઇ જાય. “वादे वादे जायते तत्व बोध:” તત્વજ્ઞાનમાં પ્રવેશેલો કોઈ માણસ હોય તો એ ઋષિ છે. પંડિત ઓમકારનાથ પૂર્વ યુરોપના દેશોમાં ગયા અને ત્યાં ગાયું તો તે લોકો સમજ્યા નહિ પણ ભાવ વિભોર થઇ ગયા. કારણકે એ તત્વજ્ઞાન છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે એનું ઊંડાણ ન હોય કે એનું છીછરાપણું ન હોય. તત્વજ્ઞાન તમને એક નિષ્ઠા આપે છે, ગંભીરતા આપે છે, ઊંડાણ આપે છે. @11.35min. નરસિંહ મહેતાની પત્ની વિશે. સજ્જનો, તત્વજ્ઞાન અને ગૃહસ્થ જીવન બંનેનો મેળ કરવાનો, પરમાર્થ અને સંસાર બેય સાથે ચાલે છે. “જીવન જ્યોત” દ્વારા આયોજિત આ સભા વિશે। મારી મુદ્દાની વાત કરું છું કે સાધુ ન થશો, આદર્શ ગૃહસ્થ થશો, પત્નીને છોડશો નહિ, ઘરને છોડશો નહિ કારણ કે જે સુખ-શાંતિ તમને તમારા ઘરમાં મળે છે, એ કોઈ જગ્યાએ મળશે નહિ. તમારા ઘરને ઋષિકેશ બનાવો અને તમારા જીવનને ઋષિ જીવન બનાવો, પત્ની અને પતિ એકબીજાના પૂરક બને પણ બાધક ન બને. સંસારને, સમાજને અને રાષ્ટ્રને આપણે બધી રીતે ઉપયોગી થઈએ એવું આપણું જીવન હોય અને એ જીવનનું માધ્યમ બને તત્વજ્ઞાન અને ગૃહસ્થ જીવન, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @16.06min. પ્રશ્નોત્તરી @28.05min. સ્વામીજીની સંસ્થા તરફથી 5001 રૂપિયા અન્નક્ષેત્ર માટે ભેટ. @29.23min. સંત ચરિત્રમાંથી ઋષિઓ અને ભક્તિ માર્ગ. @39.26min. भजन – जिसको नहीं है बोध तो – श्री नारायण स्वामी.
Side A – JAIN SAMAAROHAMDAVADઅમદાવાદજૈન કલ્ચરલ ગ્રુપ સમારોહ – સારામાં સારો ઘોડો હોય અને અસવાર સારો ન હોય તો એ સારો ઘોડો સારા પરિણામ ન લાવી શકે. ખરેખર તો ઘોડો નથી દોડતો પરંતુ ઘોડેશ્વાર દોડે છે. ઘોડાનું મહત્વ છે પણ બીજા નંબરે. તેજ પ્રમાણે તમારી પાસે સારામાં સારું લશ્કર હોય પણ સેનાપતિ સારો ન હોય તો એકલા લશ્કરથી તમે સારા પરિણામ ન લાવી શકો. એવીજ રીતે તમારી પાસે સારામાં સારો ધર્મ હોય, સારામાં સારું ધર્મશાસ્ત્ર હોય પણ જો એનો વ્યાખ્યાતા સારો ન હોય તો એ ધર્મના જોઈએ એવા પરિણામ ન લાવી શકો. શાસ્ત્ર અને ધર્મ રોજ રોજ ઉત્પન્ન થનારી વસ્તુ નથી, એ સનાતન છે, સાશ્વત છે પણ એની વ્યાખ્યા રોજના સંદર્ભમાં થતી હોય છે. સંદર્ભ વિનાની વ્યાખ્યા બિન ઉપયોગી થશે. ધર્મ એક મીણનું નાક છે તેને ગમે તે દિશામાં ફેરવી શકાય છે. ઉપદેશ હંમેશાં સંદર્ભ સાથે હોય છે. સંદર્ભ વગરનો ઉપદેશ હોતોજ નથી. સંદર્ભ ન સમજવામાં આવે અને માત્ર લખેલુંજ વાંચવામાં આવે તો બહુ ઉપયોગી ન થઇ શકે. ધર્મગુરુ શાસ્ત્રજ્ઞ, દેશજ્ઞ અને કાળજ્ઞ હોવો જોઈએ. જો દેશ અને કાળનું જ્ઞાન એને ન હોય તો માત્ર ધર્મશાસ્ત્રનું જ્ઞાન એને વેદિયાપણું લાવી આપશે. ધર્મની વ્યાખ્યા આપણે ત્યાં જુદી જુદી રીતે કરવામાં આવી છે. @4.35min. અમારે ત્યાં કણાદ ઋષિ થયા, એમણે કહ્યું આ લોક પણ સુધારી આપે અને પરલોક પણ સુધારી આપે એનું નામ ધર્મ. મારી દ્રષ્ટીએ હું ધર્મની એવી વ્યાખ્યા કરું છું કે જે સમગ્ર જીવનની વ્યવસ્થા કરી આપે એનું નામ ધર્મ. વ્યવાસ્થાજ સુખનું મૂળ છે. કુદરતે એક વ્યવસ્થા કરી છે અને માનવીએ એક વ્યવસ્થા કરી છે તે વિશે સાંભળો. ધર્મનું કામ વ્યવસ્થાની સ્થાપના છે, ધર્મની સ્થાપના અને વ્યવસ્થાની સ્તાપના બે એકજ વસ્તુ છે. ધર્મની સ્થાપના કોઈવાર ઉપદેશથી, કોઈવાર શૌર્યથી, કોઈવાર પરાક્રમથી કે કોઈવાર સમજાવવાથી થાય. જે સંદર્ભમાં જેની જરૂર હોય એના દ્વારા વ્યવસ્થા કરી શકો. જો તમારું વ્યક્તિગત, કૌટુંબિક, સામાજીક, રાષ્ટ્રિય જીવન વ્યવસ્થિત છે તો સુખી થઇ જવાના. @8.12min. જૈન ધર્મની વાત કરું તો વૃષભદેવથી માંડીને ભગવાન મહાવીર સુધીની આખી ચોવીસી તમે જોશો તો તમને આ એક પરિવર્તન સ્પષ્ટ દેખાશે. વૃષભદેવજી અમારે ભાગવતમાં પણ છે. પહેલા તીર્થંકરે ખેતીનો ઉપદેશ આપ્યો, અમારા ઋષિઓએ પણ એવોજ ઉપદેશ આપ્યો. તમે કોઈપણ ધર્મ પાળો પણ બીજા ધર્મનું પણ અધ્યયન કરો, તમને ફાયદોજ ફાયદો થશે. એંઠવાડ બાબતે ઊંઝા આશ્રમનો અનુભવ. ઋષિ કહે છે, “अन्नम् न परिचक्षित् ” કદી પણ અન્નનો એંઠવાડ ન મૂકીશ, પછી કહે છે “अन्नम् बहुकुर्यात तदव्रतम” તું અનાજના ઢગલા પેદા કરજે, તો તું તારા પગ ઉપર ઊભો રહીશ. ઋષભદેવથી મહાવીર સ્વામી સુધી પહોંચતા એક મોટું પરિવર્તન આવ્યું છે, આ પરિવર્તન આવ્યું કેમ? નૈમીનાથ લગ્ન કરવા જાય છે, તે પછીની વાત સાંભળો. આ દેશ પશુબલિના રવાડે ચઢ્યો. આ પધ્ધતિ આખી દુનિયામાં હતી. @12.37min. એકવાર સ્વામીજી ફરતાં ફરતાં આસામ-ગૌહાટી, કામાક્ષ મંદિરમાં પહોંચ્યા ત્યાં પશુબલી વિશે સાંભળો. 2300 વર્ષ પહેલાં ચાણક્યે લખ્યું કે વૃક્ષો કાપીને, પશુઓને મારીને, લોહીથી કાદવ બનાવીને, જો સ્વર્ગે જવાનું હોય તો નરકે કોણ જશે? @15.01min. ભગવાન મહાવીરને હું એ અર્થમાં સમજું છું કે જે સમયમાં બિહાર અને નેપાળની તળેટી હિંસાથી, અનાર્થોથી ખદબદી ઉઠી હતી ત્યારે કોઈ પંડિત કે બ્રાહ્મણના ઘરમાં નહિ પણ રાજાના ઘરમાં રાજકુમાર તરીકે એક એવું વ્યક્તિત્વ ઉત્પન્ન થયું કે આખી દુનિયાને નવો બોધપાઠ, નવી દ્રષ્ટિ આપી. દુર્ભાગ્ય એ છે કે ત્યારથી માંડીને આજ સુધી બિહાર ઉપર એની કોઈ અસરજ નહિ. સ્વામીજીનો હિમાલયનો અનુભવ – ત્યાંની હિંદુ પ્રજા ઓછી માંસાહારી છે, જ્યારે બૌદ્ધ પ્રજા તો બિલકુલ માંસાહારી છે. પોરબંદરમાં ગાંધીજીની કોઈ અસરજ નહિ, દયાનંદ ગુજરાતમાં થયા પણ એની જન્મભૂમી ટંકારા કે ગુજરાતમાં કોઈ અસરાજ નહિ. દયાનંદ સરસ્વતીની અસર પંજાબમાં અને હરિયાણામાં થઇ. મહાવીરની અસર ગુજરાત ઉપર થઇ, થોડી રાજસ્થાનમાં અને થોડી કર્ણાટક સુધી થઇ. આજના સંદર્ભમાં જયારે કોઈપણ ધર્મનો વિચાર કરો તો ચાર દ્રષ્ટિએ વિચારજો, કે ધર્મ વ્યક્તિની આવશ્યકતાઓ અને રાષ્ટ્રિય આવશ્યકતાઓ પૂર્ણ કરી શકે છે? વિજ્ઞાની સામે ટકી શકે છે? પ્રગતિની સાથે પગ મેળવી શકે છે? આ ચારેચાર બાબતમાં જે ધર્મ સફળ થાય, તેજ વ્યવસ્થા ઊભી કરી શકશે, કલ્યાણ કરશે. વ્યક્તિની આવશ્યકતા વિશે સાંભળો. @19.20min. આપને ત્યાના પ્રતીકો વિશે. હિંદુ ધર્મે શું કર્યું? @21.37min. યયાતિ રાજાનું ઉદાહરણ. એક વૃદ્ધ કુતરાનું ઉદાહરણ. @27.28min. કેનેડાની સિગારેટ પીતી બે સ્ત્રીઓની વાત. 80 વર્ષની સ્ત્રીને વૃદ્ધાવસ્થા સ્વીકાર્ય નથી. @29.15min. આફ્રિકાનો અનુભવ સાંભળો. લગ્ન વ્યવસ્થા એ ધર્મના દ્વારા થયેલી માનવીય વ્યવસ્થા છે અને એ જરૂરી છે. ધર્મે વ્યવસ્થા કરી કે તું તારી પત્નીમાં / પતિમાં અને ધનમાં સંતોષ કર. જૈન ધર્મે પણ આજ વાત કરી. જૈન ધર્મે થોડા નિયમો બનાવ્યા. અમારે ત્યાં આશ્રમ છે, ત્યાંનો શેઠ આત્મહત્યા કરવા નીકળેલો તેને એક મહાત્માએ બચાવ્યો અને પછી બીજેજ દિવસે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને શેઠ માલામાલ થઇ ગયો. @36.48min. રાણા પ્રતાપ પાસે લશ્કરને ચૂકવવા પૈસા નહિ, ભામાષાએ મદદ કરી, બંને ઈતિહાસમાં અમર થઇ ગયા. ધર્મનું કામ, વ્યવસ્થાની સ્થાપના કરવાનું છે. અહિ પ્રવચન પૂરું થાય છે. @38.37min. બંગાળના હિન્દુઓની ભૂલને કારણે બ્રાહ્મણમાંથી મુસ્લિમ કાલાપહાડ વિશે. @43.03min. રામાનુજન વિશે. @46.03min. जैन मन्त्र – ॐ नमो हरि हंताणम. – श्री मति लता मंगेशकर.
Side A – SARVA-DHARMA VICHAAR JAIN SAMAAJ AMDAVAD – સર્વ ધર્મ વિચાર – જૈન સમાજ – અમદાવાદ – પંડિત સુખલાલજીની પુણ્ય સ્મૃતિમાં – વ્યક્તિ અને સમષ્ટિના પ્રશ્નો ઉકેલી આપે તેનું નામ ધર્મ. વિશ્વના ધર્મોએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે, એમાંથી ઊગરવાનો રસ્તો છે બધા ધર્મો પ્રર્યેનો સમભાવ. ધર્મના ત્રણ પગથિયાં, કુદરતનો, શાસ્ત્રોનો અને રૂઢિઓ દ્વારા આવેલો. @3.38min.
પદાર્થોની ધર્મની વ્યાખ્યા. માણસ સિવાયની આખી સૃષ્ટિ કુદરતી નિયમ પ્રમાણે જીવન જીવી રહી છે.કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી અને તેના મૂળમાં બે તત્વો આવેગો અને લાગણીઓ અને તે સૃષ્ટિ ચલાવવા માટે વ્યવસ્થા કરેલી છે. @8.૩૭મિન. મહાભારતના યુદ્ધનું આવેગો બાબતે ગાંધારીનું ઉદાહરણ. @11.55min. શાસ્ત્રિય ધર્મ – શાસ્ત્રો આવ્યા એટલે ધર્મ સંપ્રદાય બન્યો. દુનિયાનું કોઈપણ શાસ્ત્ર સીધેસીધું ઈશ્વરના દ્વારા કે મૂળ પુરુષના દ્વારા લખાયેલું નથી. હિંદુ ધર્મના શાસ્ત્રો ક્રમે ક્રમે વર્ષો સુધી રચાયેલા અને તે ગ્રંથો બન્યા. જૈનોના “આગમો” ની રચના મહાવીર સ્વામીના ૫૦૦ વર્ષ પછી કુન્દ્કુંદાચાર્યેજીએ પોતાની સમજણ પ્રમાણે લખ્યા. ભગવાન બુદ્ધ અને આનંદ વચ્ચેનો સંવાદ વર્ષો પછી ત્રિપિટક(ત્રણ પેટારા)માં સંગ્રહ થયેલો અને પછી બધી ગાથાઓ લખાઇ. કુરાન શરીફની બાબતે જયારે મહંમદ સાહેબને આવેશ આવે અને આયાત ઉતરે ત્યાર પછી કોઈ પાસે લખાવી લે. એમના અવસાન પછી અરબસ્તાનમાં મોટી ખટપટ થઇ, એમના સમયમાં ઘણા નબીઓ હતા અને તેમાંથી મહંમદ સાહેબના જમાઇએ લાકડાપર, હાડકાંપર લખેલી બધી આયાતો ભેગી કરી અને તેમાંથી સાચી કઈ અને ખોટી કઈ એ નક્કી કર્યા પછી ખોટી લાગી તે બધી બાળી નાખી. જીસસને ફાંસીએ ચઢાવ્યાના ૧૫૦ વર્ષ પછી બાઈબલ લખાવવાનું શરુ થયું. આજનું બાઈબલ જીસસે જાતે તો લખ્યું નથી. હિંદુ ધર્મનો ભગવદ ગીતા બહુ માન્ય અને ખરેખર સારો ગ્રંથ છે. ગાંધીજીપાર એની ઘણી અસર હતી. ગીતા પણ સંપાદિત ગ્રંથ છે. યુદ્ધના મેદાનમાં કોઈ લખવા બેઠું ન હતું. કાળે કરીને વ્યાસજીએ એ વાતોને પોતાના શ્લોકોમાં બદ્ધ કરી અને એનું સંપાદન કર્યું. મારે આ મુદ્દો એટલા માટે કહેવો છે કે માણસના મનમાં એક ખાસ વાત બેસાડવામાં આવે કે આપણું શાસ્ત્ર છે એ ઈશ્વરનું રચેલું છે અને એમાં એક કાના-માત્રાની પણ ભૂલ ન હોય. જો એકવાર આ ધારણા મગજમાં બેસી જાય તો એની સાથે એક બીજી ધારણા આવે કે આપણા સિવાયનું બદ્ધું ખોટુ છે અને આપણેજ સારા છે. અને આ ધારણાને મજબુત બનાવવામાં આવે તો ધર્મ અસહિષ્ણું બને, ધર્મ પ્રશ્ન ઊભો કરતો થઇ જાય. એ મગજની ધારણાને દુર કરવી હોય તો પહેલા જુઓ કે શાસ્ત્રો રચ્યા છે કોણે? @18.25min. મહંમદ બખ્તિયારે એશિયાની સૌથી મોટી લાયબ્રેરી કેમ બાળી તે સાંભળી લેવું. એક ધર્મવાળા બીજા ધર્મવાળા માટે હલકા શબ્દનો ઉપયોગ કરે છે તે સાંભળો. આલીશાન મંદિરોમાં ધર્મ જોવા નહિ મળે. કારણકે ત્યાં ધર્મગુરુઓના પગ પડ્યા છે. ધર્મગુરુઓ અસહિષ્ણું ભક્તોનું સર્જન કરે છે. @23.19min.શાસ્ત્રો લોકોમાં આવ્યા તેની ત્રણ કક્ષાઓ, મૂળ પુરુષ, આચાર્યો અને પંડિતો. સ્વામીજીનું જૈન ધર્મનું “તત્વર્થાભિગમ” પુસ્તકનું અધ્યયન કરવા વિશે. @28.09min. શાસ્ત્રોના ત્રણ ભાગ, આચાર માન્યતા અને એ બંનેને પૃષ્ટ કરવા માયથોલોજીકલ સ્ટોરી. બુદ્ધ અને મહાવીર સમકાલીન છે તેમાં બુદ્ધ ધર્મ બહું ઝડપથી ફેલાયો પરંતુ જૈન ધર્મ ભારતમાં પણ ફેલાઈ નથી શક્યો તેનું શું કારણ છે? @31.58min. લંડનમાં સોહમ ભગવાનની વાત સાંભળો. @36.05min. દેહ-દમન માર્ગ વિશે. @42.03min. સ્વામીજીનો વૃંદાવનનો અનુભવ. સારનાથમાં બુદ્ધ ભગવાને ધર્મનો સૌથી પહેલો ઉપદેશ આપ્યો.@42.12min. બુદ્ધ ધર્મ કેમ અટક્યો? ઇસ્લામ આવ્યા પહેલાં ચીનના સિંધીયાંગ પ્રાંતમાં બૌદ્ધ ધર્મ હતો. ઇસ્લામ આવ્યો, કદી પણ બ્રહ્મચર્યપર ભાર નહિ મુક્યો અને કહ્યું કે જો તું મર્યા પછી ખુદાના દરબારમાં જઈશ અને લગ્ન કર્યા વિનાનો હોઈશ તો ખુદા મોઢું ફેરવી લેશે, તારા સમું જોશે નહિ. ઈસ્લામે લગ્ન ઉપર ભાર મુક્યો અને એ કારણે બૌધ ધર્મની જગ્યાએ ઇસ્લામ આવી ગયો કારણકે ઇસ્લામ કુદરતની વધારે નજીક હતો. @47.40min. મુસ્લીમોના આચારો . સૌથી વધુ કઠોરમાં કઠોર આચારો જૈનોના છે.
Side B – AMDAVADઆચારો ચાલુ…માન્યતા વિશે. માન્યતાની વાતોને ઠસાવવા દર્શનો રચાયા.હિંદુ, બુધ અને જૈનો પાસે પોતપોતાના દર્શનો છે. મુસ્લિમ અને ઈસાઈ પાસે દર્શન નથી. દર્શન ન હોવાનો લાભ એ થયો કે પ્રશ્નોજ ઊભા ન થયા, પુછાયાજ નહિ, જે કહે તે માની લેવાનું અને એનાથી આંધળું ઝનૂન ઊભું થયું. યુરોપમાં ધર્મના નામે ૩૦૦૦ યુદ્ધો થયા, તેવુંજ મુસ્લિમોમાં થયું. અફઘાનિસ્તાને બુદ્ધની મૂર્તિ તોડીને સોનાના ઈંડા આપતી મરઘીને મારી નાંખી. @3.06min. પશ્ચિમમાં ૧૫-૧૬મિ શતાબ્દી પછી પાદરીઓએ વિદ્રોહ કર્યો અને પ્રયોગશાળામાં ગયા. મુસ્લિમો એ ન કરી શક્યા, કારણકે એકજ પુસ્તક પર્યાપ્ત હોવાના કારણે પ્રજા પછાતની પછાત રહી ગઈ. એનામાં એકતા ઘણી, શૌર્ય ઘણું પરંતુ દુનિયાની આગળ નીકળનારી પ્રજા ન થઇ. હિંદુ પ્રજા ફોરવર્ડ પ્રજા છે. કાશીમાં પંડિતોની, સાધુઓની મોનોપોલી ખતમ થઇ ગઈ. હવે હિંદુ જે ઠીક લાગે તે કરી શકે છે. @8.16min. ધર્મનો નાશ તો ન કરી શકાય. ઔરંગઝેબ ગુજરાતનો સુબો હતો, એણે જૈનોનું ચિંતામણી મંદિર તોડી ત્યાં ઘોડા રાખવાનો તબેલો બનાવેલો ત્યારે અહીના પ્રભાવશાળી શેઠ શાહજહાન પાસે ગયેલા અને મંદિર પાછું બનાવેલું. થિયોસોફીકલ સોસાયટી વિશે. @13.29min. ગાંધીજીએ બધા ધર્મોમાંથી સારું સારું ગ્રહણ કરીએને પ્રાર્થનાનું મૂર્ત સ્વરૂપ આપ્યું, બધાનો મેળ કર્યો, પરંતુ એ ચાલ્યું નહિ તેમાં હિન્દુઓનો દોષ નથી. @16.31min. કાશીમાં મૌલવી સાથે ધર્મ વિશે ચર્ચા સાંભળો. દેશના ટુકડા કેમ થયા તે સાંભળો. @21.19min. નિવર્તક ધર્મનો અર્થ સાંભળો. નિવર્તક ધર્મમાં જે માનવતાનો ઉદભવ થવો જોઈએ તે ન થયો કારણકે આપણે બધા માની બેઠા કે આ બધા પોતપોતાના કર્મોના ફળ ભોગવે છે. કચ્છમાં ૪૦૦ બાળકો દટાઈને મરી ગયા તે પણ કર્મના ફળનું પરિણામ કહેવાય? અને તેના માબાપે તથા સગા-વહાલાએ શું કર્યું કે તેઓ પર આ દુઃખ આવી પડ્યું અને તે પણ? આ પ્રમાણે કર્મની વ્યવસ્થા ન થઇ શકે. બાઈબલની માનવતાની વાત સાંભળો. @26.45min. ચન્દ્નાજી સાધ્વી ૬૦૦૦ બાળકોને દત્તક લેવા માંગે છે તો તેમને દત્તક લેવા દેવા કે પૂર્વના કર્મનું ફળ ભોગવવા છોડી દેવા? જ્યાં ઘણા સાધુઓ રહેતા હોય ત્યાં સાધુઓનું માન હોયજ નહિ. સાધુઓના નિયમો અકુદરતી છે. એટલે તેઓ એકબીજાની નિંદા કરે છે, ખરેખર સાધુઓ નથી બગડ્યા નિયમો બગડેલા છે. સાધુને કુદરતની નજીક લઇ આવો, એને સારા માણસ તરીકે જીવન જીવવાદો નહિ તો ખરાબમાં ખરાબ માણસ તરીકે જીવન જીવતો થઇ જશે.કારણ કે કુદરત કોઈને છોડવાની નથી. @35.27min. આ બધી વિચિત્રતાઓમાંથી જો પ્રજાને બહાર કાઢવી હોય તો ગાંધીજીએ ચીંધેલો “સર્વ ધર્મ સમભાવ” નો રસ્તો અપનાવો. @36.20min. બ્રહ્મ્કુમાંરીની આભડછેટ અને ભગવાનનું ધામ વિશે. @42.37min. ગાંધીજી અને શ્રી મદ રાજચંદ્ર. @44.42Min. ભજન – હરિ બિન કૌન સહાઈ મનકા – શ્રી જગજીત સિંઘ.
Side A – SAACHUN DAANGANPAT VIDYANAGARસાચું દાનગણપત વિદ્યાનગર – પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ – @1.32min.માણસોને પાંચ ભાગમાં વિભાજીત કરી શકાય. એક કમાવા માંગતો નથી, બીજો કમાવા માંગે છે પણ કમાઈ શકતો નથી, ત્રીજો પેટ ભરાય એટલુજ કમાય છે, ચોથો અઢળક કમાય છે પણ વાપરતા નથી આવડતું. પાંચમને કમાતાં પણ આવડે છે અને વાપરતા પણ આવડે છે. એક ભિખારી દશ રૂપિયા નથી લેતો, વધારાનું ખાવાનું પણ લેતો નથી. આ ભિખારી નથી પણ બાદશાહ છે. @5.30min. જાત્રા કરવા ગયેલા ત્યાંનો અનુભવ.એક ગરીબ વૃદ્ધ માણસનો અનુભવ, સુદામા હજી જીવે છે.ખરા ભિખારીઓ તો અમે સાધુઓ છીએ. ગામે ગામ બસ ઉઘરાણાજ ઉઘરાણા. એક પટેલ સજ્જનની વાત. @10.56min. જો તમને “ભારત મહાન” એવું કહેવાની ટેવ પડી ગઈ હોય તો તમે ટકાવારી કરજો કે આખી દુનિયામાં ભીખ માંગનારી વસ્તી ક્યા વધારે છે? @14.44min. બીજો માણસ છે તેને ભીખ નથી માંગવી. કમાવું છે પણ કમાઈ શકતો નથી. એક બ્રહ્મભટ્ટ સજ્જન સતચંડી યજ્ઞ, વિશ્વ-શાંતિ માટે આમંત્રણ આપવા આવ્યો, ચાર-પાંચ લાખનો ખર્ચ થાય. સ્વામીજીએ એને રોજી યજ્ઞ કરવાનું કહ્યું કે જેથી ૫-૨૫ છોકરાઓને રોજી મળે. બે વર્ષ પછી બ્રહ્મભટ્ટ ૨૦૦ માણસોને રોજી આપવાની વ્યવસ્થા કરી પાછા આવ્યા. @19.53min. એક ગામમાં હોલના ઉદઘાટન પ્રસંગે એક પટેલ સજ્જન ઊભા થયા અને ડૂમો ભરાઇ આવ્યો, ત્યાર પછીની વાત સાંભળો. રોજીથી મોટો કોઈ યજ્ઞ નથી.આપણા સમાજમાં શ્રમની પ્રતિષ્ઠા નથી પણ આડંબરની પ્રતિષ્ઠા છે.@25.50min. એક માણસ એવો છે જેને કમાતાં તો આવડે છે પણ માંડ પોતાનું પેટ ભરાય તેટલુંજ. એક માણસ એવો છે કે જેને ઢગલાબંધ કમાતાં આવડે છે. એક સિંધી યુવાનનું ઉદાહરણ. સાંજ પડતાંજ માત્ર ટેલીફોનથી લાખ-બે લાખ કમાઈ શકે છે. આવા ઘણા માણસોને પૈસા વાપરતાં નથી આવડતા. વાપરે છે તો પૈસામાંથી પાપ ઊભું કરે છે. @30.30min.વૃંદાવનમાં ભણવાની તકલીફ વીશે. માધુકરી (ભિક્ષા) લેવા જવા વિશે. “पैसे वालेने कुछ न दिया.” બીજે દિવસે મધ્યમ વર્ગમાં ઝૂંપડા જેવા ઘરમાં ભરપૂર ભિક્ષા મળી. એક માણસ એવો છે કે જેને પૈસા કમાતા અને વાપરતા પણ આવડે છે. આ બહું દુર્લભ માણસ છે.જે દ્રષ્ટિ ન આપે તેને સંત કહેવાયાજ નહિ. તમે દિક્ષા લો અને દ્રષ્ટિ ન મળે તે ઘેટાં દિક્ષા છે. જેમાંથી જીવનને સાચી દિક્ષા મળે તે સાચી દિક્ષા છે. @35.04min. મફતભાઈ ગગલના અરવિંદભાઈ અને તેના ગુરુ રણછોડદાસ મહારાજે કેવી દિક્ષા આપી તે સાંભળો. તમે લાખો કરોડોનું દાન કરો પણ એવી જગ્યાએ આપો કે તે ઊગી નીકળે. અત્યારે એવું ગાંડપણ ચાલ્યું છે કે ધર્મને રાખવા બસ મંદિરો બાંધો, મંદિરો બાંધો. @40.38min. કાશીમાં સંકટ મોચન હનુમાન અને ત્યાંના વિદ્યાર્થીઓ. @47.53min. ઊમિયા પરિવાર તથા ગણપતભાઈ, અનિલભાઈને ધન્યવાદ કે તેઓ અમેરિકા ગયા અને દ્રષ્ટિ મળી. @48.50min. સ્વામીજીની સંસ્થા તરફથી ૧,૦૧૦૦૦ રૂપિયાનું દાન.
Side B – MEHSAANAAમહેસાણા જેસીસજ્યારે કોઈ રાષ્ટ્રનું ભલું થવાનું હોય ત્યારે એને એક કુશળ નેતા મળતો હોય છે. ઇંગ્લેન્ડ, ચેમ્બરલેનના ટાઈમમાં પ્રજામાં હતાશા, નિરાશા, વ્યગ્રતા, ભય, ચિંતા, વ્યાકુળતા હતા. ત્યાંના નેતા બદલાય છે અને તેજ પ્રજાનું ઘડતર કરે છે. જેનામાં તત્કાળ સાચો નિર્ણય કરવાની શક્તિ હોય તેજ ખરો નેતા થઇ શકે. @4.11min. મહાપુરુષ એ છે જે વાતાવરણથી પ્રભાવિત નથી થતો, પરંતુ તે વાતાવરણ ઊભું કરે છે. જે બધાને રાજી કરવાનો પ્રયત્ન કરે છે તે કોઇને રાજી નથી કરી શકતો. અળખા થવાની શક્તિ હોય તે સાચો નેતા થઇ શકે. કોઈ ઘરનું ભલું થવાનું હોય તો તે ઘરમાં સારી કન્યા વહુ કે પુત્રવહુ તરીકે આવે.ગમે એટલો સમર્થ પુરુષ હોય, તે પેઢી, દુકાન કે ફેક્ટરીને સુધારી શકે પણ ઘરને ન સુધારી શકે. @8.49min. જો મારી વાત તમને સાચી લગતી હોય તો તમે કન્યા લાવતાં પહેલાં સો વાર વિચાર કરજો. સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના લક્ષણો બતાવ્યા છે. કન્યા અને મિત્ર ખોળવાથી નથી મળતા. ૪૦૦ કન્યા જોયા પછી એક પટેલને માથે છાણા થાપે એવી કન્યા મળી. @16.50min. લાલ બહાદુર શાસ્ત્રીને ગરીબીના સમયમાં TB થયેલો ત્યારની વાત જરૂર સાંભળો. ગરીબીમાંથી પ્રેમ ઉત્પન્ન થતો હોય છે. પૈસાદાર હોય ત્યાં ગણિત ઉત્પન્ન થતું હોય છે. @19.46min. જ્યારે કોઇ ધર્મ સુધારવાનો હોય તો એનો મૂખ્ય ગુરુ માનવતાવાદી થાય. બહુ પ્રાચીન કાળમાં આખો ધર્મ યજ્ઞ તરફ વળેલો હતો. હિંદુ પ્રજાએ અગ્નિમાં જેટલું હોમ્યું એટલું દુનિયાની કોઇ પ્રજાએ હોમ્યું નથી. પછી બૌદ્ધો આવ્યા, બધે સધુઓજ સાધુઓ. તેમણે સ્તુપો કર્યા. સારું થયું કે આપણે તેનું ગર્વ લઇ શકીએ છીએ.@22.55min. જે લોકોએ ૧૦૦-૧૦૦ વાર રક્ત આપ્યું તે સાધુનાયે સાધુ છે. એમના રક્તદાનથી કેટલાંયે જીવ બચ્યા છે. એ સાચું દાન છે. આજે દેશમાં દોઢ કરોડ માણસો માત્ર ધાર્મિક આજીવિકાથી જીવે છે. તમારા ખભા ઉપર બેસવાનું અને તમનેજ ગાળો દેવાની કે તમે પાપી છો, તમે માયામાં, સંસારમાં પડેલા છો. ફરી પાછો વણાંક આવ્યો અને તમારું દાન બ્રહ્મ-ભોજન તરફ વળી ગયું. આખી દુનિયામાં લાડવા ખાનારો સ્પેસીઅલ વર્ગ કોઈએ ઊભો કર્યો છે? @26.12min. બ્રાહ્મણ દુનિયાની એક બુદ્ધિશાળી પ્રજા છે એવું BBC રેડીઓ પર સાંભળેલું તે વિશે. શિહોરના યજ્ઞમાં દુલા ભાયા કાગ ગયેલા, એણે આ બધું જોયું ત્યારે એનો આત્મા કકળી ઊઠ્યો, ત્યાંની ત્યાંજ કવિતા લખી. “ઈ ભાંડું હજારો ગામડિયા, જે રોગના ભોગ બન્યા. એના આંગણે કોઈના વૈધ ગયા, દુખ દર્દ તો કોઈએ પૂછ્યાજ નહી, અકાળે મૃત્યુને શરણે થયા. લાખો યજ્ઞ તણા ભડકે ભડકે, પેલા દીન જનોની ચિતા સળગે.” આ કવિનો આક્રોશ છે, કે કેમ આપણે માનવતાવાદી નથી થતા? કોઇએ પ્રેરણાજ ન આપી.@29.49min. મંદિરો બાંધવાનો બીજો વણાંક સાંભળો. દક્ષિણ ભારતના મંદિરો કેમ ઉજ્જડ પડ્યા છે? તે સાંભળો. ત્યાંના લોકો કહે છે કે મંદિરોએ અમારા જીવનમાં કોઇએ રસ લીધોજ નથી. જેણે અમને રોટલો આપ્યો, સ્કુલ બતાવી, માણસ બનાવ્યા તેમાં અમે રસ લઈએ છીએ.મંદિરના આજુબાજુના લોકો બધા ક્રિશ્ચિઅનો થઇ ગયા. એટલે આમ, ભ્રાંતિ છે કે મંદિરોથી ધર્મ વધે. તો ધર્મ રહેશે કેવી રીતે? ધર્મ માનવતાથી રહેશે. મંદિરમાંથી માનવતા નીકળશે તો મંદિરો રહેશે, આશ્રમમાંથી નીકળશે તો આશ્રમ રહેશે. @33.49min. સુરેન્દ્રભાઈ પરીખ અને એમના સાથીદારોએ આટલી સરસ બ્લડ બેંક બનાવી એ જોઇને આનંદ થયો, દાતાઓએ દાન કર્યું એ બધાને વંદન કરવા હું આવ્યો છું. @34.07min. માનવતા તરફ દિશા બદલવાની જરૂર છે અને એ દિશા ન બદલીએ તો તમે ગમે એટલું બોલો કે “हम महान है, हम महान है.” તો મહાન બોલતા જશો અને માર ખાતા જશો. એટલે જ્યારે કોઇ ધર્મ સુધરવાનો થાય તો એને એવો ધર્મગુરુ મળે કે લોકોને માનવતા તરફ વાળે. @36.28min. ઓડીઓ બુકમાંથી Side A માં ઉલ્લેખાયેલું સામુદ્રિક શાસ્ત્રના પ્રકરણનું વાંચન. @43.26min. ભજન – સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા. – શ્રી નારાયણ સ્વામી.
Side B – VIKAAS-NU MOTUN GHATAK MAARGOVALLABH VIDYANAGARવિકાસનું મોટું ઘટક, માર્ગોવલ્લભ વિદ્યાનગરસરદાર પટેલ યુનિવર્સીટી – @3.18min. જીવનનો અર્થ છે વિકાસ. વિકાસ એ સાતત્ય પ્રક્રિયા છે અને જીવનનો એક અનિર્વાર્ય ભાગ છે. વિકાસ માટેના જેટલા ઘટકો છે, તેમાં સૌથી મોટું ઘટક છે માર્ગો, વાહન વ્યહવાર. તમારા માર્ગો કેવા છે? તેના ઉપર વાહનો કેવા ચાલે છે? એ માર્ગોની ગતિ કેટલી છે? રશિયાનો અનુભવ સાંભળો. મોસ્કોથી આખું સાઈબેરિયા પાર કર્યું, કયાંય રસ્તા નહિ. રેલ્વેની સાથે ને સાથે રસ્તા ચાલે છે, પરંતુ કયાંય પાકા રસ્તાઓ કેમ નહિ? તે સાંભળો. @6.15min. સ્વામીજીની પાછળથી ઉમેરાયેલી કોમેન્ટ સાંભળો. @8.17min. પ્રવચન ચાલુ. આવશ્યકતા ન રહી એનો સીધો ફટકો વિકાસ પર પડ્યો. બીજી બાજુ અમેરિકાએ નક્કી કર્યું કે આ દેશને જો સમૃદ્ધ બનાવો હોય તો આખા દેશના માર્ગોની જાળમાં ગૂંથી નાંખો. રસ્તાની સ્પીડની સાથે તમારી વિકાસની સ્પીડ જોડાયેલી છે. તમે જો વિકાસ ન કરી શકો તો કોઈપણ પ્રયત્ને શોષણથી ન બચી શકો, કારણકે વિકાસ હંમેશા આગળ ચાલે છે. અમેરિકા અને લંડનના રોડ વિશે વધુ સાંભળો. ટ્રાન્સપોર્ટ વાહનને અટકાવો નહિ અને અટકશે તો વિકાસ અટકી જશે. એની સાથે મસ્તિષ્ક અટકશે@13.19min. આ વિકાસનું પોષક તત્વ યુનિવર્સીટી-જ્ઞાન છે અને એ ભણવા-ભણાવવા કરતાં રિસર્ચની પણ જગ્યા છે. યુનિવર્સીટી ક્રીમ વર્ગ માટે છે. જે છોકરાઓ ક્રીમ નથી હોતા એને ૧૦-૧૧મા ધોરણથી બીજી લાઈનમાં વાળી દો અને એને માન આપો. ઓસ્ટ્રેલીયા-ન્યુઝીલેન્ડની વાત સાંભળો. @20.11min. ભારતમાં સમાજ વ્યવસ્થા એવી છે કે કામની સાથે પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા ગોઠવાયેલા હોય છે. એક મહાત્માની વાત. આ જે માર્ગ વ્યહવાર છે એની સાથે પ્રગતિ જોડાયેલી છે. ક્રીમ વર્ગનું કામ છે નવું નવું સશોધન કરવું. ક્રીમનો અર્થ કોઈ નાત-જાત સાથે નથી. @24 .01min. ઈશ્વરે બહુ દયા કરી માણસમાં મોહ મુક્યો છે. અમે બધા સાધુઓ રાત-દિવસ કહીએ છીએ કે મોહમાંથી છૂટો. આ વાત સાચી નથી. માં ને જો બાળક ઉપર મોહ ન હોય તો બાળકનું શું થાય? એક વેદાન્તી સજ્જનનું ઉદાહરણ. @28.03min. રોડ-વાહન વ્યહવાર છે એ વિકાસનું એક મોટું ઘટક છે. ઈઝરાઈલનું, કેન્યાનું ઉદાહરણ સાંભળો. શાસ્ત્રીજી અને એમણે આપેલું સૂત્ર “जय जवान जय किसान” વિશે. સરદાર પટેલ યુનિવર્સીટી વિશે. @33.41min. બને તો પોતાના નામે ઓળખાજો, બાપના નામે જે ઓળખાવવા માટે જીવતો હોય છે તેનું કંઈ વ્યક્તિત્વ નથી હોતું. યુનિવર્સીટીને પોતાની ઓળખ મળે છે તેનો મને આનંદ છે. આ યુનિવર્સીટી વધુને વધુ સંપન્ન, જાહોજલાલી વાળી બને એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત્. @35.52min. ભારતના લોકોનું ચરિત્ર.
(D) AUDIO BOOK – (ધ્વનિ મુદ્રિત પુસ્તક)
ALL BOOKS, PL. CLICK HERE Then Search. બધી બુકો સાંભળવા માટે અહી ક્લિક કરો.
 
http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../AUDIO_BOOKS/mp3ss193.htm:AUDIO_BOOKS
SANSAAR RAMAYAN Prakaran 16A – હિંદુ સંસ્કૃતિ જળપ્રધાન સંસ્કૃતિ છે. વિશ્વની કોઈ પ્રજા ભાગ્યેજ જળની પૂજા કરતી હશે. અમુક જળમાં સ્નાન કરવાથી પાપ બળે તથા પુણ્ય મળે, અરે, મોક્ષ સુદ્ધાં સ્નાન કરવા માત્રથી મળે તેવું માનનારી હિંદુ પ્રજા સિવાય કોણ હોય? અહીં નદીઓ, સરોવરો, કુંડો તથા સમુદ્રોમાં સવારના પહોરમાં સ્નાનાર્થીઓની ભરચક ભીડ જોઈ શકાય છે. સ્નાન પછી દાન તો હોયજ એટલે દાન લેનારાઓની પણ એટલીજ ભીડ જોઈ શકાય છે…..પંડ્યાઓ પછી શું કરે છે તે સાંભળો.
 
(E) SWAMIJI’S BLOG – (સ્વામીજીનો બ્લોગ)
  • HOME HOME PAGE WITH ARCHIVES
  • AUDIO LECTURES ON WEBSITE
  • VIDEO MANAS GANGA & SWADDHYAY LECTURES – SURAT
  • BOOKS LIST OF PUBLICATIONS
  • ABOUT SWAMIJI’S INTRODUCTION
  • CONTACT YOUR FEEDBACK
(F) SWAMIJI’S VIDEO, BOOKS ETC.
 
MANAS GANGA LECTURES AT SURAT
Swami Sachchidanand MOST Books For You
Swami Sachchidanand (Open Library)
 
સામાજિકતાનું કેન્દ્રબિંદુ: સ્ત્રી – સમાજનું સામાજિક રૂપ, પુરુષોના જીવનસ્તરથી નહિ પણ સ્ત્રીઓના જીવનસ્તરથી મપાતું હોય છે, કારણ કે સામાજિકતાનું કેન્દ્રબિંદુ સ્ત્રી છે. ‘તમારી જ્ઞાતિમાં વિધવા વિવાહ થાય છે કે નહિ? ‘ ‘ સ્ત્રીઓ કેવો ઘુમટો તાણે છે? ‘ ‘ સ્ત્રીઓ ઘરબહાર નીકળે છે કે નહિ? ‘ વગેરે દ્વારા જ્ઞાતિઓની ઉચ્ચતા કે નિમ્નતા નક્કી થતી હોય છે. કોઈ એવો પ્રશ્ન નથી પૂછતું કે ‘ તમારી જ્ઞાતિમાં વિધુરવિવાહ થાય છે કે નહિ? ‘ ‘પુરુષો ઘર બહાર નીકળે છે કે નહિ? ‘ વગેરે. સંસ્કૃતિનો 80% ભાર સ્ત્રીઓ ઉપર લાદવામાં આવ્યો છે. વિધવા જીવનભર માથું મૂંડાવે, નિશ્ચિત રંગના વસ્ત્રો પહેરે વગેરે. પણ વિધુરને આવું કશું હોતું નથી. આવા અસંખ્ય વ્યવહારભેદોથી સ્ત્રીનું સ્વરૂપ વધુ જકડાયેલું અને એટલું ઓછું સ્વતંત્ર થયું છે. (નવી આશા – પાનું 50)
(G) MISC. INFORMATION
(1) Literature:

સચ્ચિદાનંદ સ્વામી, Sachchidanad Swami
નવા નદીસર પ્રાથમિક શાળાનું ઈ-મુખપત્ર
પ્રવીણ શાસ્ત્રીની નવી વાર્તાઓ 30 થી 32
હું માનવી માણસ થાઉં તો ઘણું
‘ગુરુ’
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મન માનસ અને માનવી
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૯)
कहां गई वो भोली सूरत?!

http://birenkothari.blogspot.in/2012/10/blog-post_13.html

મેઘાણીની ‘પ્રતિમાઓ’: પડદેથી પુસ્તકમાં અને હવે પુસ્તકમાંથી પડદે
Life story of Jhaverchand Meghani
ગુજરાતી ભજન, ગીત, ગરબા વિગેરે
ગુજરાતી ભક્તિ, લોક ગીત, બાળ ગીત વિગેરે
પુસ્તકાલયનું વિવિધ સાહિત્ય
ગુજરાતી ન્યુઝ પેપર
Global Gujarati News in Gujarati
आयु–Digest
National Health Excellence Award
તમે ભેળસેળ વાળું ખાઓ છો કે નહીં, તે ઘરે બેઠાં જ ચકાસવાની રીત જાણો
Clogged Arteries for Dummies
शैंपू, रिफाइंड और चीनी मिलाओ, दूध तैयार
Sprouts….the wonder food
(3) Music / Entertainment:
 
GHAZALS ALPHABETICAL LISTING

http://www.chandrakantha.com/raga_raag/song_title.html

FILM SONGS IN RAGS (RAGAS)

http://www.youtube.com/user/classicalhindustani/videos?flow=grid&view=1

Classical Hindustani Channel

http://musicworldofindia.com/catagories_files/video_cat/video_index_a1.htm

AMAZING !!! Alphabetical, Old & New U-Tube Film Songs

http://www.screenindia.com/celebrities/

Bollywood Star Profiles

http://www.youtube.com/watch?v=6iLEWa9WgNo&feature=em-share_video_user

Plot: A documentary on the 1953 expedition of Everest.
Where the Hell is Matt? 2012
96-Year-Old Indian Villager Could be World’s Oldest Dad
23 Brushes with Death
The Electricity Man
Will and Kathryn – Bollywood song dance performance
(4) Religion:
In Pakistan your daughter is raped if you dont convert!!
Ten Muslims return to Hinduism
A floating Dutchman in DC
Indian Magic Ramana on Dutch tv
ISLAM IS NOT A RELIGION BUT A POLITICAL IDEOLOGY – VIJAY KUMAR
Evolution Fast-forward / An Auroville-produced video about the vision and work of Sri Aurobindo and the Mother
Stunning night-time shots of Muslim pilgrims at the top of Noor Mountain
(5) Raashtra / Gujarat /Terror / Abroad:
Suicide Bomber Auction for Syria in Saudi Arabia
Tulsi Gabbard thanks her Hindu and Indian American supporters
Tulsi Gabbard Wishes Happy Diwali
President Obama’s Diwali Message
BABA RAMDEV V/s CORRUPT GOVT_Sudarshan TV.flv
Longevity Village
This is what is actually happening in SPAIN
Narendra Modi speaking on e-Governance,
Impressive Speech by Narendra Modi
Gujarat emerges at Top in Economic Freedom of India States Report 2012
(6) Misc. & Useful Information:
Click on Any City You Want to Visit
Find Sex Offenders in Your Neighborhood W/Pictures
Do You Know Your Neighbours?
Criminal History Check For Any Preson.
between Any Two Cities in Any Country in the World !
Why India loves a good electrician
Why would you leave the West for India?
Sweden imports waste from European neighbors!!!
BMW F30 3-Series Factory Production Tour
Beam me up autonomous car – TAXI Without Driver.
Petrol – Produced from air and water
THANK YOU FOR LISTENING SWAMIJI
Courtesy
B J Mistry
Houston, Texas, USA
Phone: 281 879 0545

Join me @ forangelsonly

2 Comments

Filed under અધ્યાત્મ

2 responses to “Courtesy B J Mistry . RAASHTRA-VAAD, Sant Charitra , Audio & Misc. Info.

  1. Sharad Shah

    સ્વસુધારણામાં આપણને જવલ્લે જ રસ છે પણ પરસુધારણામાં જીવ તરત ઉત્સુક થઈ જાય છે. દુનિયામા સમાજ સુધારકો કરોડોની સંખ્યામાં છે. પછી તે રાજનેતાઓ હોય કે ધાર્મિક નેતાઓ, શિક્ષકો હોય કે સલાહકારો, જાતિ-જાતિના સંગઠનો હોય કે એન્જીઓ. જુદા જુદા નામે જુદા જુદા દાયરાં લોકો અન્યને સુધારવાના કામોમાં રચ્યા પચ્યા છે. અને આ સમાજ સુધારણાનુ કાર્ય બે,પાંચ કે પચ્ચીસ વર્ષથી નહી પણ લાખો વર્ષોથી ચાલે છે. પરંતુ પરિણામ શું છે? સમાજ ખરેખર સુધરી ગયો કે બગડી રહ્યો છે તે એક પ્રશ્ન છે. દિવસે દિવસે ખુનામરકી, છીનાઝપટી, કપટ કે કામ લીલા અને બળાત્કારો એક બાજુ વધતા જતા આપણે જોઈએ છીએ. માનવ મુલ્યોનુ રોજબરો અધઃપતન થતું જતુ હોય તેમ લાગે છે. તો આપણી બુનિયાદી ભુલ ક્યાં થઈ રહી છે તેવો કદી વિચાર આવે છે ખરો? સુજ્ઞ વાચકો આ વિષે જરા વિચારજો. થોડું ચિંતન મંથન કરજો.

  2. Dinesh R Patel

    download link not working upload direst file not link please

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s