શ્રી. રમણ પાઠક હવે આપણી વચ્ચે નથી+લેસે ફેઅર લીડરશિપ:/ પરેશ પ્ર વ્યાસ+સમયની રામાયણ…હ.જા

૧૧૧

 શ્રી હરીશ રઘુવંશીએ આજે સમાચાર આપ્યા કે, ગુજરાતના સમર્થ વીચારક અને કર્મઠ વીદ્વાન શ્રી. રમણ પાઠક હવે આપણી વચ્ચે નથી. તેમેને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પતા…આજે તેમના મોટાભાઇ  નું શ્રધ્ધાંજલી સોનેટ અવસ્થાન્તર – જયન્ત પાઠક

(શિખરિણી)

અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા !

અહો એ વેગીલા શત શત સર્યા પ્હાડથી ઝરા !
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યા !

હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;

બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.

– જયન્ત પાઠક

યુવાનીનો તેજીલા તોખાર સમો તરવરાટ અને ઘડપણનો હોલવાતો દીવો – જીવનની બે સાવ વિપરિત છેડાની પણ અનિવાર્ય અવસ્થાઓ કવિએ શબ્દો દ્વારા અદભુતરીતે ચાક્ષુષ કરી છે… પંક્તિની મધ્યમાં એક સાથે પાંચ લઘુ આવે એવો એવો શિખરિણી છંદ જાણે કે ઘોડાની ચાલનો લય દોરી આપે છે. 4-4-4-2 બંધારણના સૉનેટના પ્રથમ બે બંધ યુવાવસ્થાનું દૃશ્ય તાદૃશ કરે છે અને abba પ્રમાણે પ્રાસ જાળવે છે જયારે ત્રીજા બંધમાં અવસ્થાન્તરની સાથે પ્રાસ રચના પણ aabb પ્રમાણે બદલાય છે. સૉનેટના બંધારણ પર નજર રાખ્યા વિના કાવ્ય વાંચતો વાચક પણ કદાચ આ પ્રાસપલટા અને ભાવપલટાને અનુભવી શકે છે‘ જિબ્રાન કહે છે તેમ ચિત્તનાં આ રણક્ષેત્રમાં સુલેહ કરાવવાનું કામ કોઈ બહારનાથી નહીં બને ! પોતે જ પોતાની પ્રકૃતિને ચાહનાર ન બને ત્યાં સુધી એ કામ નહીં બને અંતરમાં ઉતારવાનું કામ જાતે જ કરવાનું છે. જો કે જગતનાં સઘળા વિદ્વાનોએ આમ જ કર્યું છે, પોતાને જે સત્ય લાગ્યું તે સામે ધરી દીધું છે અને પછી કહ્યું છે; “विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु” આવા વિચારના મા. રમણભાઇના અમે ભાવક ચાહક.તેમા અમારી દિકરી યામિની તેઓના ન કેવળ ભાવક ચાહક પણ અભ્યાસુ ખાસ કરીને સરોજબેનના સાહીત્યના.છેલ્લે બે વર્ષ પહેલા અમે નટરાજ એપાર્ટમેન્ટમાં તેમને મળવા ગયા ત્યારે ચિ યામિનીએ આપેલ લાકડી ભેટ આપી તો તે અંગે તેમણે ખાસ ઉલ્લેખ કરી રમુજી લેખ લખ્યો!તેઓના વિચાર સાથે કોકવાર મતભેદ હતા પણ મનભેદ કદી નહીં અને મુલાકાતો મધુરી યાદ સાથે એમના ‘અન્તીમ ભ્રમણ…’ ના કુદરતી કરુણ સત્ય આગળ લાચાર દિલ ધડાકે છે..દયા ભાવમાંથી કરુણરસમા પરીવર્તન થયેલો .આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થઈને વીગલીત થઈ જાય છે,

 

લેસે ફેઅર લીડરશિપ:

સમર્થકોને સ્વૈરવિહાર કરવાની છૂટ આપતી નેતાગીરી

વાયુમાં વિશ્વાસનું કારણ હતું;

વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

આમ આદમી પાર્ટીનો અંદરનો ડખો સરેઆમ બહાર આવ્યો. એમની કારોબારી મળી. યાદવાસ્થળી જેવું કાંઇક થયું. યોગેન્દ્ર

યાદવને તગેડાયા.

પ્રશાંત ભૂષણને પાણીચું પકડાવ્યું. શાંતિ ભૂષણે શાંતિ રાખવા અપીલ કરી હતી પણ અપીલ ઇઝ ડિસમિસ્ડ, માય લોર્ડ ! વણહલેસે

વહાણ તો ચાલે જ છે. પણ પવન ન હોય તો સઢવાળી નૌકા ચાલશે ખરી? આજકાલ નેતાગીરીની ચર્ચા ચાલી રહી છે. નેતાગીરી

ત્રણ પ્રકારની હોય છે. એક એવા નેતા હોય છે જે પોતાને સર્વસ્વ માને. મારો પડેલો બોલ ઝીલાવો જોઇએ. સમરથ કો નહીં

દોષ, ગોંસાઇ. એ કહેવાય ઓટોક્રિટિક. બીજી નેતાગીરી હોય ડેમોક્રેટિક. સૌ સાથે મળીને મત આપે. ચર્ચા થાય. સાચો કે ખોટો

પણ જે નિર્ણય લેવાય એ બહુમતીએ લેવાય. ત્રીજી નેતાગીરી લેસે ફેઅર(Laissez Faire). આ પ્રકાર એવો છે કે જેમાં નેતા

ખાસ નેતાગીરી ન કરે. પોતાનાં અનુયાયીઓને, સમર્થકોને યોગ્ય નિર્ણય લેવાની છૂટ આપે. તમે નક્કી કરો. શું કરવું? શું ન કરવું?

સમર્થકોકો નહીં દોષ ગોંસાઇ ! એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલનું ગોત્ર એક જ છે. બન્ને મૂળત:

ઓટોક્રિટિક નેતા છે. અહમ્ બ્રહ્માસ્મિ. અમે કહીએ તે સાચુ વાલમ ! અને આપણાં દેશમાં એવી નેતાગીરી જ ચાલે. મનને મૌન

રાખીએ, કાંઇ કહીએ નહીં, કાંઇ કરીએ નહીં તો કાંઇ વળે પણ નહીં. શક્તિશાળી નેતા હોય તો સાચુ કે ખોટું પણ… કાંઇ થાય તો

ખરું. અરવિંદ કેજરીવાલ જો કે આ મીટીંગમાં હતા જ નહીં. આમ આદમી પાર્ટીમાં અનુયાયીઓનાં ભરોસે નિર્ણય લેવાયા.

ઓટોક્રિટિકની આડમાં આ તો લેસે ફેઅર લીડરશિપ. લેસે ફેઅર શું છે? લેસે ફેઅર લીડરશિપ શું છે?

લેસે ફેઅર જો કે અર્થશાસ્ત્રનો શબ્દ છે. મૂળ ફ્રેંચ શબ્દનો અંગ્રેજી અર્થ ‘લેટ ડૂ’ એટલે ‘કરવા દો’. વિસ્તૃત અર્થ થાય: ઇચ્છા

પડે તેમ છૂટથી કરવા દો. બન્યું એવું કે સને 1681માં ફ્રેંચ નાણાં મંત્રી જીન-બાપટિસ્ટ કોલબર્ટ અને એમ. લી જેન્દ્રેની

આગેવાનીમાં બિઝનેસમેન મંડળ સાથે મીટીંગ થઇ. નાણાં મંત્રીએ બિઝનેસમેનને પૂછ્યું કે ‘સરકાર તમારી શી રીતે મદદ કરી શકે?’

બિઝનેસમેને સાવ સિમ્પલ જવાબ દીધો: ‘લેસે ફેઅર.’ અમને અમારી રીતે ધંધો કરવા દો. તમારી ડખલગીરી બંધ કરો. આમ ‘ફ્રી

ટ્રેડ’ અથવા તો ‘નોન-ઇન્ટરફીઅરન્સ’નાં અર્થમાં લેસે ફેઅર શબ્દ દુનિયાભરમાં ફેલાયો. લેસે ફેઅર લીડરશિપ એક નેતાગીરીનાં

અર્થમાં મનોવૈજ્ઞાનિકો લિવિન, લિપ્પિટ અને વ્હાઇટે સને 1940માં પુન: રજૂ કર્યો. લેસે ફેઅર એટલે એવી નેતાગીરી જે

આપખુદ નથી. ખુદને ખુદા સમજતી નથી. એકહથ્થુ સત્તાવાદમાં માનતી નથી. પોતાનાં સમર્થકોને, પોતાનાં અનુયાયીઓને ‘આમ

જ કરો’ એમ કહેતી નથી. પોતે પગ પર પગ ચઢાવીને બેસે,

બેંગલોર જાય !) અને અનુયાયીઓને છૂટો દોર આપે છે. તમને ગમે તે કરો. હા, આ લક્ષ્ય છે અને ત્યાં પહોંચવાનો માર્ગ આ હોઇ

શકે એવી પૂર્વભૂમિકા જરૂર બાંધી આપે. તેઓ માને કે છૂટો દોર આપો તો અનુયાયીઓ, સાથીદારો કે કર્મચારીઓ વધારે ઉત્સાહથી

કામ કરે. પરિણામ ચમત્કારિક આવે. જો કે આ ત્યાં જ ચાલે જ્યાં અનુયાયીઓ અનુભવી હોય, અનુયાયીઓ અક્કલવાળા હોય.

અનુયાયીઓ અનાડી હોય તો નાવડી ડૂબાડી ય દેય.

ભારતનાં રાજકીય ફલક પર આમ આદમી પાર્ટી એક જબરજસ્ત ઘટના છે. તમે ટોમ એન્ડ જેરીનાં કાર્ટૂન જોયા હશે. જેરી આમ

તો સાવ નાનકડો બચૂકડો ઉંદરડો. પણ ટોમ જેવા રાની બિલાડાનાં નાકમાં દમ કરે. એને છેડે, એને છંછેડે, એને સળી કરે અને ભાગી

જાય. હાથમાં ન આવે. ‘આપ’ પાર્ટી જેરી છે. ટોમ બદલાતો રહે છે. પહેલાં યુપીએ હતો, હવે એનડીએ છે. આમ તો સાવ નાનો

પક્ષ પણ એને નગણ્ય ગણી ન શકાય. એટલે એની આંતરિક ઘટના પણ સમાચારની દ્રષ્ટિએ અગત્યની થઇ પડે.

દર અસલ ગયા બુધવારે આમ આદમી પાર્ટીએ પોતાની જ પાર્ટીનાં બૌદ્ધિક અને માર્ગદર્શક નેતાઓને કાઢી મુક્યા એ ઘટના

ત્રણેય પ્રકારની નેતાગીરીનો પરિચય કરાવતી ઘટના છે. અરવિંદ ઓટોક્રિટિક તો છે જ. એક અંગ્રેજી અખબારને મતે આખી

ઘટનાનો દોરી સંચાર અરવિંદે પોતે ગેરહાજર રહીને કર્યો હતો.

પોતાનાં પર દિલ્હીનાં મુખ્યપ્રધાનની જવાબદારીનો ભાર છે એટલે પોતે પક્ષનાં પ્રમુખ રહેવા માંગતા નથી એવા કારણોસર

રાજીનામું દીધું પણ એ મંજુર કરવા માટે નહોતું એ નક્કી હતું. પછી જે થયું એ ડેમોક્રેટિક નેતાગીરી જેમાં બધાએ પોતાનાં મત

આપ્યા. ત્રણ સભ્યોએ મગનું નામ મરી ન પાડ્યું. 11 વિરુદ્ધ 3 મતથી કારોબારીએ બે વરિષ્ઠ નેતાઓને પક્ષનાં સર્વોચ્ચ

કારોબારમાંથી મુક્ત કર્યા અથવા એવું કહી શકાય કે યોગેન્દ્રને યોગમુદ્રામાં બેસાડી દેવાયા અને પ્રશાંતને શાંત કરી દેવાયા. અને

આ આખું ઓપરેશન લેસે ફેઅરનાં ઓથા હેઠળ થયું. અનુયાયીઓને છૂટ આપી કે તમે નક્કી કરો અને અનુયાયીઓએ હિઝ માસ્ટર્સ

વોઇસની અસર તળે બન્ને બૌધિકોને બહાર કર્યા. મનોવૈજ્ઞાનિક લિવિન, લિપ્પિટ અને વ્હાઇટે લીડરશિપની કરેલી વ્યાખ્યા

આમ એક જ ઘટનામાં થ્રી-ઇન-વન રીતે ઉજાગર થઇ.

સાચા આમ આદમી તો આપણે છીએ. પણ આપણે ઘણાં બધા છીએ. એટલે આપણાં નેતાની જવાબદારી કાંઇ ઓછી નથી. ‘સૌનો

સાથ, સૌનો વિકાસ’ને અમલ કરવાનું કામ સહેલું નથી. આપણી નેતાગીરી લેસે ફેઅરમાં વિશ્વાસ રાખે એટલે આપણને આપણી રીતે

કરવાની છૂટ આપે તો આપણે કાંઇ કરીએ જ નહીં. ચલે ગયે થાનેદાર, અબ ડર કાહેકા. યુ સી ! નેતાગીરી જો ડેમોક્રેટિક હોય તો બધું

દળી દળીને કુલડીમાં આવે. અને ઓટોક્રિટિક તો હિટલર ય હતો. પણ ટક્યો નહીં. સાપનાં લિસોટા હજી ય ચર્ચાતા રહે છે. એટલે

આપણે કાંઇ ન કરવું. વોટ્સ એપ્પ પર બળાપો કાઢતા રહેવું. સડી ગયેલાં જોકનું રી-સાઇકલ કરતા રહેવું. જુઓ, નેતાગીરી ત્રણ

પ્રકારની હોય છે..લાહૌલ વિલા કુવ્વત..

2 3 4

 

 

 

 

 

શબદ આરતી: “નેતાગીરી

વિષેની મારી કલ્પના કાંઇ અલગ છે. નેતાગીરી કાંઇક એવી વસ્તુ છે, જે લોકોને એકબીજાની વધારે નજીક લાવે.”

–અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ. બુશ (2001-2009)

……………………………………………………………………………..

GM-DP-Harnish Jani-2015-03-11 (1)

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “શ્રી. રમણ પાઠક હવે આપણી વચ્ચે નથી+લેસે ફેઅર લીડરશિપ:/ પરેશ પ્ર વ્યાસ+સમયની રામાયણ…હ.જા

 1. AAP … means .. Arvind Alone Party

  બે પ્રકારની નેતાગીરી દેશે જોઈ

  મનમોહનસિંહ …મગનું નામ મરી ના પાડે ….મહેતો મારે નહિ અને ભણાવે નહી
  બીજાના રિમોટથી ચાલે … પરિણામ …. કોલસાના ધંધામાં એમના હાથ કાળા કર્યા
  અર્થશાસ્ત્રી ..પ્રોફેસર ..રાજકારણ નાં આટા પાટા જાણી ના શક્યા.

  નરેન્દ્ર મોદી …અરવિંદ કેજરીવાલ .. એક પાકો ગુજરાતી બીજો પાકો મારવાડી
  તડ ને ફડ .. એક ઘા ને બે કટકા ..મનમોહનસિંહ થી બિલકુલ વિરુદ્ધ ..
  રાજકારણ ની બધી યુક્તિઓના ઉસ્તાદ .સામ,દામ દંડ અને ભેદ …ખંધી નેતાગીરી .. મારો કક્કો જ સાચો …

 2. સ્વ. જયંત પાઠકનું સોનેટ આપણા જેવા રિટાયર થયેલા ઘોડ્ડાઓ માટે મસ્ત છે; પણ થોડુંક કાન અને મગજની ઉપરથી હાલી જાય એવું છે. એનું સરલીકરણ કરવા પ્રયત્ન કરવો પડશે – નેક્સ્ટ પ્રોજેક્ટ.
  બાકી રાજકારણથી નવ ગજ દૂર જ સારા.

 3. ગોવીન્દ મારુ

  રૅશનાલીઝમનો મહીમા ઉજાગર કરનાર અને જીન્દગીભર રૅશનાલીઝમ (‘વીવેકબુદ્ધીવાદ’)ની રાહે એક સાચુકલા ‘માનવ’ જેવું જીવન જીવનાર રૅશનાલીઝમના ‘ભીષ્મપીતા’ પ્રા. રમણભાઈ પાઠક (વાચસ્પતી)ને સાદર ભાવાંજલી..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s