પ્રવચન વિશેષ -૨૬

Side B – SAA VIDYAA YAA VIMUKTAYE – MUJPUR – सा विद्या विमुक्तये – મુજપુર – ઉપનિષદમાં કેટલીક વાતો સૂત્ર રૂપે વાક્યોમાં રાખેલી છે, એમાંનું આ એક વાક્ય ઘણી સ્કુલોમાં લખેલું હોય છે તે “सा विद्या विमुक्तये” એનો અર્થ થાય છે કે વિદ્યા એને કહેવાય કે જે બંધનમાંથી મુક્તિ અપાવે. શાસ્ત્રો સનાતન હોય છે અને તે રોજ રોજ રચાતા નથી, એની વ્યાખ્યા સનાતન નથી હોતી એટલે કે રોજ રોજ નવી નવી વ્યાખ્યા હોય છે. જો યુગ પ્રમાણે એની વ્યાખ્યા ન કરો તો એ શાસ્ત્રોનો પ્રભાવ ક્ષીણ થઇ જાય છે. એટલે મહાપુરુષોના બે લક્ષણો હોય છે, કે એ શાસ્ત્ર દ્રષ્ટા પણ હોય અને યુગ દ્રષ્ટા પણ હોય. યુગ દ્રષ્ટા ન હોય અને ફક્ત શાસ્ત્ર દ્રષ્ટા હોય તો એ વેદીઓ કહેવાય. જે વિદ્યા મુક્તિ આપે એનો અર્થ શું છે? મુક્તિ આપવાની છે, પ્રશ્નોમાંથી.@3.25min. પ્રશ્નો દુઃખનું મૂળ અને અશાંતિનું કારણ છે અને પ્રશ્નોનો ઉકેલ છે એ સુખ-શાંતિનું કારણ છે. ઉદાહરણ સ્વરૂપે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડની એક વાત સાંભળો. પ્રશ્નોને ઉકેલવા એનું નામજ સાધના છે. તમે તમારા પ્રશ્નો ઉકેલો છો, તો તમે મનુષ્ય છો. તમે તમારા ઉપરાંત બીજાના પ્રશ્નો પણ ઉકેલો છો તો તમે દેવ છો પણ તમે પ્રશ્નો ઊભા કરો તો તમે ખલ પુરુષ છો.@7.13min. ભગવાન બુદ્ધ મહાન છે, મહાન થવા પહેલાં બહુ ફર્યા, કેટલાયે આશ્રમોમાં ફર્યા હતા. માણસને સીધો ગાદી પર બેસાડી દો તો મહાન ન થાય. અહીંથી બુદ્ધનું ચરિત્ર સાંભળો. આ ચરિત્ર આપણાં ઘણાં પ્રવચનોમાં આવી ગયું છે એટલે સ્વામીજીના બોધ-દાયક વચનો લખીશ. કદી ગુરુ કરાવવા ન જશો, બની શકે ત્યાં સુધી કંઠી ન બાંધશો, એ તમને ઘાંચીના બળદનું રૂપ આપી દેશે. જ્યાં જ્ઞાન મળે ત્યાંથી ગુરુ કરો, એને બહુ-ગુરુવાદ કહેવાય. દત્તાત્રયે 24 ગુરુઓ કર્યા હતા. બુદ્ધને 45 દિવસ પછી ભાન થયું કે એ ખોટા રવાડે ચઢી ગયેલો છે કે આ શરીર સુકાવવાથી કશું મળવાનું નથી. તમારી સાચા માર્ગે ચઢવાની નિર્ણય-શક્તિ થાય ત્યારે લોકોનો સામનો કરવાની હિંમત આવે. @14.10min. “हाथी चाल चालत है अपनी, कुकर भुकतवाको भूंकने दे, तु राम सुमीर जग लड़ने दे” બુદ્ધને જે તત્વજ્ઞાન પ્રાપ્ત થયું, એનો સાર હતો કે દુઃખનું મૂળ ઈચ્છા છે અને સુખનું મૂળ છે ઈચ્છા હીનતા, આ એક જાતની ધારા ચાલી અને એ ધારાના કારણે ભારતમાં એક ઈચ્છા વિનાનો સમાજ ઊભો થયો. ભારતનું અહીંથી પતન શરુ થયું. કોઈ પ્રજાને મારી નાંખવી હોય તો બંદુકની જરૂર નથી, એને ઈચ્છાહીન કરી નાંખો, આપોઆપ પ્રજા મરી જશે. ઈચ્છાહીનતાનો પણ આનંદ આવે. જે ઈચ્છામાંથી તમારી શક્તિ હજારોના દુઃખ દૂર કરતી થાય, એવી શુભેચ્છા કરો. @17.15min. આ પ્રદેશ વર્ષોથી પછાત, એક તરફ રણ, એક તરફ અજ્ઞાન, ભણવાની કોઈ વ્યવસ્થા કરવી પડે, એ જમાનામાં 30KM રાધનપુર સુધી જવું પડે, એટલે કોણ ભણે? ધર્મ પ્રશ્નો ઉકેલે તો તે કલ્યાણકારી થાય. મેઘજી હીરજીની પેઢી વિષે સાંભળો. ગામમાં કેટલા પૈસાદાર છે, એ વાત મહત્વની નથી, પણ મહત્વની વાત એ છે કે ગામમાં કેટલા કાર્યકર્તાઓ છે? આ કાર્યકર્તાઓ બહારથી પૈસા લઇ આવશે. કાર્યકર્તા આઈસ્ક્રીમ જેવો ઠંડો હોવો જોઈએ. તુંડ મિજાજી માણસ કાર્યકર્તા ન થઇ શકે. @21.52min. બનારસ-કાશીમાં હિંદુ યુનીવર્સીટી થયેલી ત્યારે રામપુરના નવાબ પાસે મદન મોહન માલવિયાજીએ એક લાખ રૂપિયા કેવી રીતે કઢાવ્યા તે સાંભળો. ગાળો ખાય એજ કાર્યકર્તા થઇ શકે. કાર્યકર્તા આઈસ્ક્રીમ જેવો મીઠો પણ હોવો જોઈએ. સંત એને કહેવાય જે કડવાશમાંથી મીઠાશ કરે અને જે મીઠાશને કડવું કરે તે શઠ  કહેવાય. @27.00min. આ બાબતમાં તુલસીદાસનું ચરિત્ર સાંભળો. ત્રીજી વાત છે, તમારી પાસે લાખો રૂપિયાનો વહીવટ આવે ત્યારે તમારું મોરલ બગડવું ન જોઈએ.@29.46min. મુજપુર ગામનું અહોભાગ્ય કે એને સારા કાર્યકર્તાઓ મળ્યા. બુદ્ધે, મહાવીરે, શંકરાચાર્યે સાધુઓ બનાવ્યા, ગાંધીજીએ કાર્યકર્તાઓ બનાવ્યા. @30.32min. તમે કોઈવાર નાગલેંડ – મિઝોરામના આદિવાસી ક્ષેત્રોને જોયાં? ગૌર વર્ણના નન  કે પાદરી હોય એ બધું છોડીને મેલેરિયા ગ્રસ્ત વિસ્તાર્મારાહેતા હોય. કબીરનું ભજન – “तेरे दया धरम नह़ी मनमें, मुखड़ा क्या देखे दरपनमें” જુનાગઢમાં રક્તપીતિયાની 20 વર્ષથી સેવા કરતી એક ગોરી બહેનની વાત સાંભળો. કહે છે અમારા ભગવાનનો આ આદેશ છે, હુકમ છે. પેટલાદના એક સન્યાસીની વાત સાંભળો, આ સાંભળવા જેવી સાચી બનેલી બીજા વિશ્વયુદ્ધની ઘટના છે. @36.57min. તમારામાં ગાળો ખાવાની હિંમત ન હોય તો કદી જાહેર કામમાં પડવું નહીં. લોકો મરી ગયા પછી માન  આપશે. એટલે સજ્જનો મુજપુર જેવા ગામની અંદર બે સ્કૂલો બની, હાઇસ્કુલ તો પહેલેથી હતીજ, જૂની સ્કુલ છે એનો પણ કંઈ ઉપયોગ થશે અને એ રીતે ગામનો વિકાસ થશે. ધર્મ ઓછામાં ઓછી બે પ્રેરણા આપે, વીરતાની અને વિકાસની. જો ધર્મ વીરતાની પ્રેરણા ન આપે તો પ્રજા ગુલામ થઇ જશે. ધર્મનો પ્રાણજ વીરતા છે. પાટણની ગાદી ઉપર જયારે કુમારપાળ રાજા રાજ કરતો હતો ત્યારે એણે વસ્તુપાળ અને તેજપાળને મંત્રી બનાવેલાતેથી ક્ષત્રિયોથી સહન ન થયું. વાત ફરતી ફરતી રાજા પાસે આવી, રાજાએ ભરી સભામાં વસ્તુપાળને કહ્યું કે અમુક લોકો તારી ટીકા કરે છે કે આ તો બકાલાં, ત્રાજવામાં બટાકા, રીંગણા જોખી જાણે, એને સેનાપતિ બનાવતો હશે? ત્યારે વસ્તુપાળે આપેલો જવાબ જૈનોએ ખાસ સાંભળવા જેવો છે, કહ્યું કે મહારાજા, હું ખરેખર ત્રાજવા લઈને જોખનારો વાણીયો છું, પણ હું તો દુશ્મનોના માથાં જોખું છું. કુમારપાળના રાજ્યમાં ગુજરાતની સરહદ ઠેઠ મારવાડ સુધી અને ભીનમાળ સુધી પહોંચેલી. વીરતા પછીજ મોરલ આવતું હોય છે. @41.23min. વિકાસનો વિરોધ કરશો તો દરિદ્રતા આવશે, વીરતાનો વિરોધ કરો તો કાયરતા આવશે. વીરતા અને વિકાસ બંને સાથે હોવું જોઈએ. એને માટે સ્કૂલો જરૂરી છે. એમાં જે હાથ લાંબો કરશે તે ભવિષ્યની પેઢીનાં ઉદ્ધારક થશે.આખા દેશમાં એક વૈચારિક ક્રાંતિની જરૂર છે. આ પ્રજાને નમાલાપણામાંથી વીર નહિ બનાવો તો ગુલામ થશે. ધર્માદાનો પૈસો પેટમાં ન જવો જોઈએ, ઉદાહરણ સ્વરૂપે શ્રી ભાણાભાઈ વિષે સાંભળો. @47.12min. એક સજ્જનને સ્વામીજીએ સેવાનો રસ્તો બતાવ્યો અને તે ન્યાલ થઇ ગયો. @53.11min. સજ્જનો, આજે એક બહું મંગળ પ્રસંગ છે, હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ ગામ હંમેશા વિકાસ કરતુ રહે. મંદિર નહિ પણ સંડાસ બાંધો, ઉપર સ્વર્ગ છે કે નહીં, એ તો ખબર નથી, પણ અહીં તો સ્વર્ગ બનાવીએ. હિંદુ-મુસ્લિમ હળીમળીને રહેજો, આખી દુનિયામાં આગ લાગવાની હોય તો લાગે પણ આપણા ગામમાં નહિ લાગે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. 
 
Side B – MAANAVTAA-VAADEE SANTO – DANTALI ASHRAM – માનવતાવાદી સંતો – દંતાલી આશ્રમ – સંતો કોઈ ધર્મ ગુરુઓ ન હતા. કોઈ ધર્મ ગાદી ઉપર, ધર્મ શાસન ચલાવનારા, ધર્મનો નિર્ણય આપનારા ધર્મ ગુરુઓ ન હતા. તેઓ કોઈ સંપ્રદાયમાં દિક્ષિત ન હતા તેઓ સ્વત: સિદ્ધ સંતો હતા. જ્યાં એ જન્મ્યા, ઉછર્યા, મોટા થયા ત્યાં આપોઆપ જે કંઈ સૂઝયું, જે કંઈ પ્રેરણા પ્રાપ્ત થઇ એના દ્વારા લોકોને પ્રેરિત કરવાનો પ્રયત્ન કર્યો. જે ધર્મગુરુઓ હતા એમણે એમને સાથ ન આપ્યો, પણ એમણે સૌથી મોટામાં મોટો વિરોધ કર્યો. આ સંતો જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એમનો સ્વીકાર ન કર્યો. એની પાછળના કારણને સમજવું હોય તો ચાર વાતો યાદ રાખો. ધર્મ ચાર ભાગમાં વહેંચાયેલો હોય છે @4.11min. એક – આત્મવાદી ધર્મ, એની મૂખ્ય ધારા આત્મા તરફ છે. આખા ધર્મની શક્તિ આત્મા ઉપર લાગેલી છે. બે – વર્ણવાદી ધર્મ – આખા ધર્મની શક્તિ એક નિશ્ચિત વર્ણ ઉપર લાગેલી છે, એમાંથી એક આજીવિકા ઉત્પન્ન થાય છે, સ્થાપિત હિતો ઊભા થાય છે. ત્રણ – બંધુવાદી ધર્મ – એનો સૌથી વધારે ઝોક છે, હું અને મારો ભાઈ. ચાર – છેલ્લો અને મુદ્દાનો, માનવતાવાદી ધર્મ – એમાં આત્મા ઉપર બહું ભાર નહી, નિશ્ચિત વર્ણ ઉપર કે મારા ભાઈ ઉપર ભાર નહિ, પણ સમગ્ર વિશ્વની બધી જનતા ઉપર ભાર. આ ચારે વાદોમાં દુનિયા વહેંચાયેલી છે. @5.25min. કેટલાક લોકો આખો દિવસ આત્માનીજ વાતો કરતા હોય, આત્માની કોઈ, ના નથી, પણ ચોવીસે કલાક આત્માનીજ વાતો કરો અને તમારા ઘરની, સમાજની, દેશની ચર્ચા ન કરો, ઘટાકાશ-મઠાકાશ, રજ્જુ અને સર્પનીજ વાતો કરો પણ તમારો એક દેશ છે, સમાજ છે, કોઈ જગ્યાએ દુકાળ પડ્યો છે, કોઈ પાસે અનાજ નથી, કોઈ વિદ્યાર્થીની પાસે પુસ્તકો નથી વગેરે. તમે કહો કે, એ બદ્ધાયે પોત-પોતાના પ્રારબ્ધો ભોગવે છે, એ બધો પ્રપંચ છે અને એમાં પડવાથી તમારો જન્મ નકામો ચાલ્યો જશે, આને આત્મવાદ કહેવાય. આત્મવાદ ખોટો નથી પણ કોઈ પણ વાદ જ્યારે એક પક્ષીય થઇ જાય ત્યારે તે આપોઆપ નિરર્થક થઇ જાય, અવ્યહવારિક થઇ જાય. ઉદાહરણ સાંભળો. આત્મવાદ સાચો પણ આત્માની સાથે શરીર ખરું કે નહીં? કુટુંબ, ગામ ખરું કે નહીં? 1947માં આઝાદી મળી ત્યારે આત્માનું કલ્યાણ કરવા સરદાર પટેલ હિમાલય ચાલ્યા ગયા હોત તો એ વધારે ઉપયોગી થયા હોત? કે એમણે નિઝામ, જુનાગઢ અને રજવાડાં ભેગા કરી આપ્યાં તે વધારે ઉપયોગી થયા? પેલો યોગી વધારે મહત્વનો કે આ રાજયોગી વધારે મહત્વનો? પેલા યોગીમાં એકનું મહત્વ છે અને તે પણ ચોક્કસ નથી, પણ જેણે સમાજનું, દેશનું, માનવતાનું કામ કર્યું એ મહત્વનો? કે જેની સિદ્ધિઓ પ્રત્યક્ષ છે. @11.28min. કડીમાં છગનબાપાનું ઉદાહરણ સાંભળો. આજે કડીમાં લોકો છગનબાપાને કેમ યાદ કરે છે? “अनाश्रित:  कर्मफ़लम्…….न निरग्निर्न चाक्रिय:” (गीता 6-1) જે લોકો માટે જીવે છે, જે કોઈનો દ્વેષ નથી કરતો, કોઈની પાસે કંઈ આકાન્ક્ષા નથી રાખતો એનું નામ છે સન્યાસી. છગન બાપાએ કડીમાં ઘણી સંસ્થાઓ બનાવી. ઉઘરાણા કરવા, સંસ્થા ચલાવવી, પૈસા ભેગા કરવા એ રમત વાત નથી. આપણે ત્યાં આત્મવાદને એકાંગી બનાવી દેવામાં આવ્યો, એમાં દેહ, સમાજ, રાષ્ટ્ર, માનવતા બકાત થઇ, મારે કંઈ લેવા-દેવા નહીં, હું મારું કલ્યાણ કરી લઈશ. @17.11min. બીજો વર્ણવાદમાં, મારી જાતના માણસોને સતત લાભ થયા કરે એવી વ્યવસ્થા કાર્ય કરો. આ વર્ણવાદે એક સ્થાપિત હિત ઊભું કર્યું. ધર્મ બધે છે પણ ધર્મને આજીવિકાનું સાધન બનાવી દેવામાં આવે અને આજીવિકા જયારે તૂટવાના કારણો ઉભાં થાય ત્યારે આજીવિકા તોડનારો દુશ્મન થાય કે નહીં? સંતોએ જે માર્ગ બતાવ્યો, એમાં પરંપરાની આજીવિકા આપોઆપ તૂટતી હતી અને એ સહન કરવા કોઈ તૈયાર થાય નહીં. સંતોએ બે વાતો કરી કે ભગવાનનું ભજન કરો અને પરમાર્થ કરો, એમાં ત્રીજા માણસની જરૂર નથી. નીતિથી રહો અને પ્રભુનું ભજન કરો, સહજ અને સરળ ધર્મ. ભગવાન તમારા અંતરની ભાષા જાણે છે. સ્થાપિત હિતોને થયું કે જો આ વાતને ચાલવામાં આવે તો અમારું તો આખું દેવાળુંજ નીકળશે, એટલે ભારતમાં બાદબાકીઓ થઇ, સરવાળા થઇ શક્યા નહિ. @18.58min. ત્રીજી વાત – બંધુ વાદ – Brotherhood – આ મુસ્લિમોનો વાદ છે. હું અને મારો ભાઈ, એને માટે જે બની શકે તે કરી છૂટીશ. આપણે એ વાતજ ન રહેવા દીધી. તરતજ પૂછવાનું કે કઈ ન્યાતના છો? ન્યાતના આધારે વ્યહવાર નક્કી થાય. કયા ધર્મના છો? એવું નહિ પૂછવાનું, હિંદુ ધર્મ તો છેજ પણ એની અગત્યતા નથી. @19.44min. માનવતા વાદ – માનવતા ઉપર પ્રત્યક્ષ ધર્મોએ પ્રત્યક્ષ ભાર ન મૂક્યો પણ સંતોએ માનવતા ઉપર ભાર મુક્યો. માણસ કોઈ ઊંચ કે નીચ નથી, ભગવાનના દરબારમાં બધા સરખા છે. માનવતાવાદે આ દેશ ઉપર બહું ઉપકાર કર્યો, આ દેશને બચાવ્યો હોય તો આ સંતોએ. એમણે ટોળાં ભેગાં ન કાર્ય પણ ટોળાં આપોઆપ ભેગા થઇ ગયા. ઉદાહરણો સાંભળો. વેદ-મંત્રોનો પ્રચાર ઘર-ઘરમાં કેમ નથી થઇ શકતો? કબીરની સાખી અને તુલસીની ચોપાઈનો પ્રચાર કેમ થઇ શકે? કારણકે એ તમારી ભાષા છે અને તમારા હૃદય ઉપર અસર કરે છે. લોકોની ભાષા, લોકોથી પાળી શકાય એવો ધર્મ, લોકો આચરી શકે એવો ભક્તિ માર્ગ અને લોકો સહજ પચાવી શકે એવો પરમાર્થ, આટલું જેનામાં ભેગું થયું એનું નામ થયું સંત માર્ગ. @24.30min. ઉપનિષદમાંથી પ્રગટ અને અપ્રગટ બ્રહ્મ વિષે એક દાવલપુરા ગામના,  સ્વામીનારાયણ સંપ્રદાયના સજ્જન સાથેની વાતચીત સાંભળો. બે ભગવાનજ ન હોય તો કોઈ નાના-મોટા હોવાનો પ્રશ્નજ નથી. બ્રહ્મ એકજ છે, એકજ પરમેશ્વર છે અને આ પરમેશ્વર અમૂર્ત છે, એની આપણે મૂર્તિ કેવી રીતે બનાવીએ છીએ? તે સાંભળો. જે મૂર્ત (વિદ્યમાન) છે, એની મૂર્તિ કરીને શું કરવાના હતા? ત્યારે ધર્મનો જે ફીલોસોફીનો પાર્ટ છે, એમાં કલાનો પ્રવેશ થાય ત્યારે એ ફિલોસોફી કલામાં આવે, તે સ્ટેચ્યુ ઓફ લીબર્ટી (STATUE OF LIBERTY)ના ઉદાહરણથી સમજો, તમારા હિન્દુઇઝમને સમજો.  @37.31min. ધર્મયુદ્ધ અને પ્રજાનું ઘડતર @44.12min. लगनबिन लागे ना निर्मोही – श्री जगजीत सिंग.
 

 

 

 

Side B – SHRAADDH-NAVRAATRI-VIJAYAA DASHAMEE – AMDAVAD – શ્રાદ્ધ, નવરાત્રી અને વિજયાદશમી પર્વ – સદવિચાર પરિવાર – અમદાવાદ – કોઈપણ પ્રજાનું ઘડતર કરવાનું હોય તો ઓછામાં ઓછી ચાર વસ્તુઓ એના જીવનમાં પૂરવી જોઈએ. જો આ વસ્તુની પૂરવણી ન કરી શકાય તો આખી પ્રજા લાખો, કરોડો કે અબજોમાં હોય તો પણ એ પ્રજાનો સરવાળો શૂન્ય થઇ જાય. એક – પ્રજાને પ્રામાણિકતા શીખવાડવામાં આવી છે? પ્રામાણિકતાથી બીજો કોઈ મોટો ધર્મ નથી. પ્રામાણિકતા વિના કોઈ ધર્મનું અસ્તિત્વ નથી. પ્રામાણિકતા વિના તમે કેટલી પૂજાઓ કરો છો, કેટલાં અભિષેકો કરો છો, કેટલાં ટીલાં-ટપકાં કરો છો કે કેટલી કંઠીઓ પહેરો છો એ બધાંનું કશું મૂલ્ય નથી. એ બધાનું મૂલ્ય ક્યારે છે કે તમારા જીવનમાં કંઈક પ્રામાણિકતા હોય. નર્મદા બંધનું ઉદાહરણ સાંભળો, ટ્રકબંધી સિમેન્ટ ચોરાય છે. આપણે પ્રામાણિકતાથી જીવન જીવી શકીએ છીએ? અને જો જીવી શકીએ તો આપણે ઓછા ધાર્મિક હોઈએ તો પણ પૂરા ધાર્મિક છીએ. @5.06min. બે – જીવનના ઘડતર માટે બીજી વસ્તુ છે, એનું નામ છે વિદ્યા, જ્ઞાન-વિજ્ઞાન. એમાં પ્રજા પાછળ ન પડી જાય. એવું ન થાય કે બીજા દેશો આગળ નીકળી જાય અને વર્ષો સુધી તમે પાછળ ધકેલાય જાવ. જે દેશોએ જ્ઞાનમાં જાગૃતિ ન બતાવી એ દેશો પાછળ રહી ગયા. આફ્રિકામાં આજે જાગૃતિ આવી છે, કારણકે એમણે ધાર્મિક અને સાંસ્કૃતિક પૂર્વ ગ્રહો નથી. અમુક પ્રજાને વીસમી શતાબ્દીમાં જીવવું નથી, પરંતુ ભૂતકાળમાં જીવવું છે, એ એમ સમજે છે કે ભૂતકાળ ભવ્ય હતો અને વર્તમાન અધમ છે અને આવનારો યુગ તો પતિતથી પણ પતિત છે. આનાથી નિરાશાવાદી કોઈ દ્રષ્ટિ નથી. ભૂતકાળ ની ભવ્યતા હતી પણ એની અધમતા પણ હતી. મહાભારતનું ઉદાહરણ સાંભળો. જેને ફક્ત ભૂતકાળજ દેખાય છે, એ વર્તમાનને ન્યાય નથી આપી શકતો. આ દેશમાં છેલ્લા ત્રીસ વર્ષમાં ઘણું નિર્માણ થયું છે. “या देवी सर्व भूतेषु विद्या रुपेन संस्थिता…..नम:”  જે ઋષીએ વિદ્યાની, વિજ્ઞાનની ઉપાસના કરી અને  દુનિયાની અંદર જગદગુરુનું સ્થાન પ્રાપ્ત કર્યું એનોજ વારસદાર વિદ્યા અને વિજ્ઞાનના પ્રત્યે અણગમો ઉભો કરે આ એક બહું કપરી વસ્તુ છે. હવે તમારા બાળકો વિજ્ઞાન-જ્ઞાન નાં ક્ષેત્ર માં એટલા આગળ વધે કે તમારા વૈજ્ઞાનિકોની નિકાસ થાય, તમારી યુનીવર્સીટીઓમાં વિદ્યા પ્રવેશ મેળવવા એકેએક દેશનો વિદ્યાર્થી આવતો હોય, એવું કેમ ન થઇ શકે? જરૂર થઇ શકે. @10.25min. ત્રણ – ત્રીજું પાસું છે, શૌર્ય. પ્રજામાં જો પાયાનો ગુણ શૌર્ય ન હોય તો એ ગુણને વિકસાવવાનું આ વિજયાદશમીનું પર્વ છે. જો વ્યક્તિમાં શૌર્ય ન હોય, પ્રજા અન્યાયની સામે ઝઝૂમી શકતી ન હોય, પોતાનું રક્ષણ ન કરી શકતી હોય અને કાયરતાથી દબાયેલી હોય તો એ પ્રજાના તમામ ઘડતર ઉપર કલંક લાગી જશે. કાયરતા જેવો મોટો કોઈ દુર્ગુણ નથી, એટલે આપણાં પૂર્વજોએ, આ જે વિજયદશમીનું પર્વ રાખેલું છે એની પાછળ એક ધ્યેય છે. એનો આધ્યાત્મિક હેતુ છે, સામાજિક હેતુ પણ છે અને રાષ્ટ્રીય હેતુ પણ છે. આ પર્વની શરૂઆત થતાં પહેલાં આપણે નવરાત્રીના નવ દિવસ ઉજવીએ છીએ. @11.50min. નવરાત્રીનો પ્રારંભ કરતાં પહેલાં આપણે સોળ દિવસ શ્રાદ્ધના ઉજવ્યા. ઘણા લોકો એવું કહેતા હોય છે કે બ્રાહ્મણોએ પેટ ભરવા માટે આ શ્રાદ્ધ ઉભા કર્યાં છે. હું પોતે કોઈ અંધશ્રદ્ધાનો પક્ષપાતી નથી પણ એની સાથે સાથે એ પણ છે કે નિર્માણ કરનારી વસ્તુ છે એની ઉપેક્ષા પણ ન થવી જોઈએ. જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા રહેશે અને ત્યાં સુધી ધાર્મિક શોષણ રહેવાનું અને રહેવાનુંજ છે. આવું શોષણ બધેજ થઇ રહ્યું છે. આપણે એક ઈશ્વરના ઉપાસક હોવા છતાં પિતૃઓના પણ ઉપાસક છીએ. જે માં-બાપે આપણને જન્મ આપ્યો, જે પૂર્વજોએ આપણને વારસો આપ્યો, જેની પરંપરામાં આપણે જીવિત છીએ, એમના પ્રત્યે પણ આપણું કંઈ કર્તવ્ય છે. મારી સલાહ છે કે તમે તમારા પિતૃઓને, પૂર્વજોને ભૂલશો નહીં. આપણે જેમ ગાંધીજીની જયંતી ઉજવીએ, બીજા બધા દેશ નેતાઓની જયંતી ઉજવીએ તો વર્ષમાં એકવાર તમારા વ્યક્તિગત પિતૃઓ, પૂર્વજોની જયંતી ઉજવી શકીએ કે નહીં? શ્રદ્ધાથી પિતૃઓને યાદ કરીએ એનું નામ છે શ્રાદ્ધ@15.30min. જીવનને હરાવી દેનારી બે વસ્તુઓ છે. શ્રદ્ધા હીન વ્યક્તિ અને પ્રેમ વિનાનો વ્યક્તિ જીવન હારી જતો હોય છે. ગાંધીજીના જીવનમાંથી કઈ શીખવાનું હોય તો એમની શક્તિનો આધાર શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાના જોરે મહાત્મા થઇ શક્યા. આ સોળ દિવસ શ્રદ્ધાના થયા પછી નવ દિવસ નવરાત્રી, શક્તિની ઉપાસનાના છે.@17.26min. એક સજ્જને મને કહ્યું કે તમારા તે ભગવાન છે, બધા પરણેલા? જવાબ સાંભળો. ભગવાન એટલે સ્ત્રીનો જન્મજાત દુશ્મન હોય, સ્ત્રીનું મોઢું ન જોતા હોય, સ્ત્રીને નરકની ખાણ માનતા હોય, મહાપાપ સમજતા હોય તો ભગવાન સ્ત્રીનું નિર્માણજ શા માટે કરે? તમે હિંદુ ફિલોસોફીને સમજી નથી શકતા, અહીંથી હિન્દુઇઝમની ફિલોસોફી સાંભળો. બ્રહ્મ એક છે પણ શક્તિ અનેક છે. તમારા અંદરની શક્તિઓને જગાડો, અને એ જગાડવાની જે ક્રિયા હોય એનું નામ સાધના છે અને એ સાધના માટેના આ નવ દિવસ રાખવામાં આવ્યા છે.  “या देवी सर्व भूतेषु शक्ति रुपेन संस्थिता…..नम:” તું આખી દુનિયાની અંદર સચરાચર, શક્તિરૂપથી વિદ્યમાન છે. આ શક્તિ અનેક છે, એ લક્ષ્મીરૂપ છે, દુર્ગારૂપ છે, અન્નપુર્ણા રૂપ છે વગેરે. જયારે જયારે પરમેશ્વર સગુણ અને સાકાર રૂપમાં આપણા માટે ઉપાસનાનું કારણ બને છે ત્યારે એ સજોડે બને છે. પરમેશ્વર એકજ છે પણ શક્તિઓ અનેક છે. એક એક શક્તિના માધ્યમથી પરમેશ્વરનો આકાર થયેલો હોય છે એટલે રાત્રીના બે પર્વો ઉજવીએ છીએ. શિવરાત્રી અને નવરાત્રી. શિવને પ્રાપ્ત કરવો હોય તો એકજ સ્ત્રી પૂરતી છે પણ શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો નવરાત્રી જોઈએ. “નવ નવ રંગની અંબેમાંની ચૂંદડી” @25.04min. અનાચારના ઇતિહાસના પહેલા પાન ઉપર સ્ત્રી હોય છે. અનિયંત્રિત વાસનાથી જેટલો અનાચાર થાય છે એટલો બીજી કોઈ રીતે નથી થતો. અને જો આખા સમાજની વાસનાને નિયંત્રિત કરવામાં આવે તો એ સમાજ સુખી અને શક્તિશાળી બને. આખા સંસારની ઉત્પત્તિ, હિંદુ ફિલોસોફી આ શક્તિમાંથી માને છે. આખી દુનિયાની અંદર ભગવાનને લોકોએ પુરુષ માન્યો છે પણ એક આપણેજ એવા છીએ કે જગદંબા, માતૃરૂપથી માતા માનીએ છીએ. જેણે માંનું હૃદય નથી ઠાર્યું એ દુનિયાને શું ઠારી શકવાનો હતો? 51 શક્તિપીઠો મોટે ભાગે પર્વતોના શિખર પર આવેલી છે. માંને રમવાની ઈચ્છા થઇ અને માં જયારે નીચે ઉતરી ત્યારે રાજા મોહિત થઇ ગયો. માં કહે છે તું મારો બાળક છે, આખી દુનિયા મારા પુત્ર બરાબર છે, ત્યારે પતય રાજા કહે છે કે મારા મહેલમાં આવી રાણી બનીને રહો. રાજા પતય માન્યો નહિ, એટલે એનો નાશ થયો. લોકગીત – “તોયે હું બાળ કુંવારી” વધુ આગળ સાંભળો. @31.32min.નવ દિવસ શક્તિની ઉપાસના છે અને એના બે રૂપ છે તે વિષે સાંભળો. @36.04min. નવરાત્રીમાં ઘડામાં કાણાં પાડેલાં હોય અને એમાં એક દીવો સળગતો હોય છે એનો અર્થ સમજો. @37.15min. સદવિચાર સંસ્થાને 25 વર્ષ પૂરા થયાં, છેલ્લા દશેક વર્ષમાં ખૂબ વિકાસ કર્યો છે. આ સંસ્થા એવી વ્યાપક સંસ્થા બની ગઈ છે કે માનવ જીવનને સ્પર્શતું કોઈ પણ કાર્ય હોય તો આ સંસ્થાના કાર્યકર્તાઓ તે કાર્ય કરવા તૈયાર. આ સંસ્થા અંબાજીના ગરબામાંથી થઇ તે સાંભળો. નવ દિવસની ઉપાસના આધ્યાત્મિક ઉપાસના છે, એને ભૌતિકતા સાથે વિરોધ નથી. શક્તિની ઉપાસના કરી હોય તેજ રાવણને મારી શકે. એટલે આ શક્તિની ઉપાસના છે. @41.06min. એક માણસે કહ્યું કે આ રામ તે રામ કહેવાતા હશે? રાવણ હરી ગયો તો આપણે બીજી પરણીએ, આટલું મોટું યુદ્ધ કર્યું. સ્વામીજીએ કહ્યું, એક સીતાની પાછળ કરોડો સીતાઓ હોય છે. જો એક ઘટનાની પાછળ તમે સિદ્ધાંત અને માનવીય મુલ્યોને ઢીલાં કરી નાંખો તો તમારે હજારો ઘટનાઓ ભોગવવીજ પડશે. ભારતમાં અંગ્રેજો હતા ત્યારે ફ્રન્ટીઅર પ્રદેશ (પાકિસ્તાન) માંથી એક અંગ્રેજ બાઈનું અપહરણ કરેલું પછી અંગ્રેજોએ ઢંઢેરો પીટાવ્યો કે ચોવીસ કલાકમાં આ સ્ત્રી નહિ મળે તો આ દેશને બાળી દઈશું. સાંજ પડતાં પડતાં આ સ્ત્રીને હાજર કરી દીધી, ત્યાર પછી એકેએક સ્ત્રી નિર્ભય થઇ ગઈ. આ નિર્ભયતાના મૂળમાં શક્તિ છે. શક્તિની ઉપાસના માટે આ નવરાત્રીના દિવસો છે. શાંતિ એમને એમ નથી મળતી. શક્તિ હશે તો શાંતિથી રહી શકશો. @44.30min. આ દશેરાનું પર્વ આપણને બે સંદેશાઓ આપે છે, તમારું આંતરિક જીવન આસુરી શક્તિથી મુક્ત હોય અને દૈવી શક્તિથી ભરેલું હોય. બાહ્ય સમાજ પણ અસુરોથી મુક્ત થાય અને દેવોની વૃદ્ધિ થાય. આદર્શના અતિરેક વિષે સાંભળો. 

 

 

 

 

 

 

Side B – AMDAVAD – આજનું પર્વ આપણને અનેક સંદેશાઓ આપી રહ્યું છે ક્ષત્રિયો માટેનું શસ્ત્ર પૂજાનું પણ આ પર્વ છે. હવે એક એક માણસે બ્રાહ્મણ થવાનું, એક એકને ક્ષત્રિય થવાનું, એક એકને વૈશ્ય થવાનું અને એકે એક શુદ્ર તો છીએજ એમાં કોણ ના પડવાના હતા? આ આખી વર્ણ વ્યવસ્થાની વહેંચણીથી કોઈને ફાયદો નથી થયો. આપણે વ્યક્તિની અંદરની તમામ શક્તિને વિકસાવવાની છે. આજે શસ્ત્ર પૂંજાનો પણ દિવસ છે. જે દેશની પાસે આધુનિકતમ શાસ્ત્રો નથી હોતા, જેની પાસે મોટી સારી એવી સેના નથી હોતી અને જેની પાસે દિમાગવાળા સારા જનરલો નથી હોતા, એ લાંબો સમય સુધી પોતાની આઝાદી નથી ટકાવી શક્તા હોતા. એટલે ભૂતકાળના પરિપેક્ષમાં જે આપણો દ્રષ્ટિકોણ હતો તેમાં પરિવર્તન લાવવું જોઈએ. આ દેશને મહાન રાષ્ટ્રનું સ્થાન પ્રાપ્ત કરવું હોય તો એને એ પણ યાદ રાખવું જોઈએ કે યુદ્ધના સમયમાં પરવશ, પરાધીન ન થવું જોઈએ. તમે જો તમારું રક્ષણ ન કરી શકતા હોય તો તમે અત્યાચારીઓને આમંત્રણ આપશો. તમારી પાસે એટલી શક્તિ હોય કે તમારી સામે કોઈ આંખ ઉપાડીને ન જોઈ શકે. @3.35min. આપણી પાસે જોઈએ એટલી સંસ્થાઓ નથી પણ ગુજરાતમાં ગાંધીજીનો વારસો મળ્યો, એમાંથી માનવતા પ્રગટી, અહિયાં ગરીબમાં ગરીબ માણસ પણ કંઈ આપી છૂટવા તૈયાર હોય છે. સદવિચાર સંસ્થા જેવી સંસ્થાનો કદાચ ભારતના લેવલે પણ ઉદય નથી થઇ શક્યો. આ ફક્ત સદવિચાર સંસ્થાનું જમા પાસું નથી પણ આખા ગુજરાતનું જમા પાસું છે, ગુજરાતની દાનવીર પ્રજાનું જમા પાસું છે અને ગુજરાતના કાર્યકર્તા વર્ગનું જમા પાસું છે. આજે આ સંસ્થા જેનો  પુનીત મહારાજના આશીર્વાદથી પાદુર્ભાવ થયો, તે એના પચીસ વર્ષ ઉજવી રહી છે ત્યારે હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ સંસ્થાનો વિકાસ થતો રહે, ફૂલે, ફળે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @6.56min. સ્ત્રીની પરાધીનતા અને મુલ્યો. “તણાવ વિનાનું જીવન”માંથી @13.49min. ભ્રામકતા અને વિજ્ઞાન, “કથળતું વહીવટી તંત્રમાંથી” –  @36.58min. આ પ્રવચનમાં ઉલ્લેખાયેલાં ભજનો – મન મને તો તારે સંગ ચલુંગી,  અંબામાંની ચુંદડી.

 

ઓડીઓ બુક
ALL BOOKS, PL. CLICK HERE Then Search. બધી બુકો સાંભળવા માટે અહી ક્લિક કરો.
  સ્વામીજીના બ્લોગ
HOME HOME PAGE WITH ARCHIVES
  • AUDIO LECTURES ON WEBSITE
  • VIDEO MANAS GANGA & SWADDHYAY LECTURES – SURAT
  • BOOKS LIST OF PUBLICATIONS
  • ABOUT SWAMIJI’S INTRODUCTION
  • CONTACT YOUR FEEDBACK
સ્વામી સચ્ચિદાનંદ નાં પુસ્તકો – eBooks – FREE – NEW ITEM
(F) MISCELLANEOUS:
 
ગ્લોબલાઈઝેશન સમજીએ
સહીષ્ણુતા શીખવે એ જ સાચો ધર્મ
પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી
Arvind Adalja
ભવ્ય મંદિરો-દહેરાસરો બન્યા પણ ‘મધર ટેરેસા’ ક્યાં છે ? (ચીની કમ)
A COMPLETE NATURAL CURE SOLUTION
New restaurant staffed with deaf waiters
7D Show at Mall Amazing, http://www.indianservers.com software development company from india
This Guy Turns A Cow Into A Holy Cow
Kuhu Kuhu Bole Koyaliya – Sairam Iyer
Brahma O Brahma – Paintal – Shaadi Ke Baad
Happy Birthday to કિશોર દા… સ્વર સમ્રાટની આજે 85મી જન્મજ્યંતિ
ગેટકીપરે ઋષિકેશ મુખર્જીને બંગાળી સમજી દરવાજેથી કાઢી મૂકયા અને….
Narendra Modi’s greatest answer to a silliest question. Is there place for Muslims in India?
Transforming the Future (Ab)
PJTV: Survivor Of Sharia, Wafa Sultan Now Fights Against It
Gayatri Pariwar plants 5551 trees, will set up Health Park in Gujarat
उर्दू में गीता का ज्ञान
India TV News: 5 minute 25 khabrein | September 2, 2014 | 7 AM
FOOD FOR LIFE VRINDAVAN Documentary
US allies cultivated Islamic State. Now IS plans to ‘raise flag of Allah in White House’
The Middle East Problem
A particularly chilling video clip
ISIS beheading children and women (after stripping naked) -parallels Hindu Story
Crack Chinese Troops
સૌજન્ય
B J MIstry
Houston, Texas, USA
281 879 0545

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s