વિશ્વ ચકલી દિને / મુબારક ચકલીદિન

૦૦૦૦૦

000000

૦૦૦૦………………………………………..

ચકલા ચકલીની વાર્તા


એક હતો ચકો અને એક હતી ચકી.

ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ :

‘જરા ખીચડીનું ધ્યાન રાખજો. દાઝી ન જાય.’

ચકલો કહે : ‘ઠીક.’

ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચીપાકી હતી તો ય ચકાભાઈ ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા.

ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જૂએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું : ‘કેમ ઠીક નથી?’

ચકો કહે : ‘મારી તો આંખો દુઃખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું.’

ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે!

ચકી કહે : ‘ચકારાણા, ચકારાણા! આ ખીચડી કોણ ખાઈ ગયું?’

ચકો કહે : ‘મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે.’

ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ. જઈને કહે :

‘રાજાજી, રાજાજી! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો.’

રાજા કહે : ‘બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો?’

કૂતરો કહે : મેં ચકલીની ખીચડી ખાધી નથી. એ તો ચકાએ ખાધી હશે ને તે ખોટું બોલતો હશે.’

ચકો આવ્યો ને કહે : ‘મેં ખીચડી નથી ખાધી. કૂતરાએ ખાધી હશે.’

રાજા કહે : ‘એલા સિપાઈ ક્યાં છે? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે.’

કૂતરો કહે : ‘ભલે, ચીરો મારું પેટ; ખાધી હશે તો નીકળશે ને?’

પણ ચકલો બી ગયો. ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો : ‘ભાઈસા’બ! મારો ગુનો માફ કરો. ખીચડી તો મેં ખાધી છે પણ હું ખોટું બોલ્યો હતો.’

રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો.

ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી. ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :

		ભાઈ ગાયોના ગોવાળ
		ભાઈ ગાયોના ગોવાળ
		મારા ચકારાણાને કાઢો તો
		તમને ખીર ને પોળી ખવડાવું

ગાયોનો ગોવાળ કહે : ‘બાપુ હું કાંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું. મારે ઘણું કામ છે. હું તો મારે આ ચાલ્યો..’

એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો. ચકલી ત્યાં રાહ જોઈને બેઠી. થોડી વારે ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :

		ભાઈ ભેંશોના ગોવાળ
		ભાઈ ભેંશોના ગોવાળ
		મારા ચકારાણાને કાઢો તો
		તમને ખીર ને પોળી ખવડાવું

ભેંશોના ગોવાળે તો ચકીને કોઈ દાદ આપી નહિ. થોડી વાર પછી ત્યાંથી એક સાંઢીયાની ગોવાળણ નીકળી. એને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો.

કૂવામાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો. ચકા ચકી બન્નેએ સાથે મળી સરસ મજાની ખીર ને પોળી બનાવી સાંઢીયાની ગોવાળણને પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પણ ખાધું, પીધું ને મજા કરી.Courtesy Mavjibhai…+blogs

 

3 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, ઘટના, સમાચાર

3 responses to “વિશ્વ ચકલી દિને / મુબારક ચકલીદિન

 1. વાહ ચકલી માટે પણ દિવસ ઉજવાય છે એ આજે જ જાણ્યું .
  સૌથી પહેલાં જે પક્ષીની ઓળખાણ થઇ એ હતી ચકલી … એ મને પણ ખુબ ગમતી …
  દાદીમા અને મા ના મુખેથી ચકી ચકા ની વાત સાંભળી એ પહેલો સાહિત્યનો આસ્વાદ ..

  • pragnaju

   ૨૦ માર્ચને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ (વર્લ્ડ સ્પેરો ડે) તરીકે ઊજવવામાં આવે છે. મુંબઈમાં પણ ઘર ચકલીની પ્રજાતિના આ પક્ષીઓના ઉછેર અને કાળજી લેવા વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે. આજે વીસમી માર્ચના દિવસને દુનિયાભરમાં ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, પ્રદુષણ, મોબાઈલ ટાવરના રેડિએશન અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગના કારણે આપણા ઘર આંગણાને હંમેશા તરોતાજા રાખતી ચકલીની સંખ્યા દિવસેને દિવસે ઘટતી જાય છે. ત્યારે અમદાવાદના ન્યુ રાણિપ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી વેસ્ટ મટિરિયલ્સમાંથી ચકલીઓ માટે માળા બનાવે છે. જેને નજીકના ઝાડો પર લટકાવી ચકલીઓનું જીવન આબાદ કરવાનોઉમદા પ્રયાસ કરે છે.
   અમદાવાદના ન્યુ રાણિપ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ. કે છેલ્લા પાંચ વર્ષથી સતત ચકલીઓની ઘટતી સંખ્યાને સ્થિર કરવા વેસ્ટ ચીજોમાંથી ચકલીઓ માટે માળાઓ બનાવે છે. અને તેને વૃક્ષો પર લટકાવે છે. મૂળ કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા મુકેશભાઈ બાંધકામ બાદ જૂના થઈ ગયેલા હેલ્મેટમાંથી ચકલીઓ માટે માળાં બનાવેછે. તેમના આંગણામાં આવેલા વૃક્ષો પર પણ આવા અનેક માળાઓ લટકતા જોવા મળે છે. જ્યાં અનેક ચકલીઓએ પોતાનો પરિવાર વસાવ્યો છે. અત્યાર સુધીમાં મુકેશભાઈ આવા 4 હજારથી વધુ માળાઓ બનાવીને વૃક્ષો પર લટકાવી ચૂક્યા છે. અને તેમના આ કામમાંતેમના બે બાળકો પણ હોંશેહોંશે ભાગ લે છે. તો મુકેશભાઈને આવો આઈડિયા કેવી રીતે આવ્યો તેની પાછળની કહાની પણ રસપ્રદ છે.
   અમદાવાદ શહેરમાં હાલ ચકલીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. તો મોબાઈલના રેડિએશનથી પણ ચકલીઓને ખતરો ઉભો થયો છે. બે દાયકા અગાઉ અમદાવાદમાં મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી હતી જે આજે સાવ પાંખી થઈ ગઈ છે. ત્યારે ચકલીનેબચાવવા માટે દર વર્ષે 20મી માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને તેના થકી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે.
   ચકલી દર વર્ષે માર્ચ માસમાં માળો બાંધવાની શરૂઆત કરે છે. અને એપ્રિલ-મે માસમાં માળામાં ઈંડા મૂકે છે. બચ્ચા મોટા થતા જ તેને લઈને ઉડી જાય છે. માર્ચ માસ ચકલીની માળો બાંધવાની સિઝન હોવાથી તેના સંરક્ષણ માટે ૨૦મી માર્ચને ચકલી દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. જેને મુકેશભાઈ જેવા એકલવીર જ કોઈની પણ કર્યા વિના જાત મહેનતથી સાર્થક કરવા પ્રયત્નો કરતા હોય છે.
   ચકલીએ ચક ચક કર્યું અને ચકલો કહે ચૂપ ગીતના બોલ ખબર હોય તો જણાવવા વિનંતિ

 2. અમદાવાદના રવીવારી બજારમાં એમાં પક્ષીઓ પણ વેચાતા મળે છે . ખાસતો પોપટ વેચતા હોય છે . કેમકે તેને લોકો પાળવા માટે લઇ જાય છે . એક વેપારીને ચકલાં , કાબરો , અને બીજા અનેક કબુતર અને કાગડા અને બીજા અનેક જાતના નાના મોટા અનેક પક્ષીઓને વેચતા જોયો મેં એને પૂછ્યું કે એલા પોપટતો સમજાણું કે લોકો પાળવા લઈજાય પણ આ ચકલાં કાબર કાગડા એને કોણ લઈજાય ? ઈ કહે સાહેબ કબુતર લોકો ખાવા માટે લઇ જાય અને આ બીજાં ચકલા વગેરે પક્ષીઓ છે એ ને જીવ દયા વાળા લોકો અમુક જીવને છોડાવ્યા . એમ લોકો આગળ વાતો કરવા થાય . અને પક્ષીઓને છોડાવ્યાનું એમને પુણ્ય મળે . અને અમને પૈસા મળે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.