સેપિઓસેક્સ્યુઅલ : બુદ્ધિથી સંભોગ તરફ../ પરેશ વ્યાસ

સેપિઓસેક્સ્યુઅલ : બુદ્ધિથી સંભોગ તરફ..

પ્રેમ  કાજે,   પ્રેમ  દ્વારા,   પ્રેમ  કેરા  ટાંકણે
સર્જકે  મુજ  શિલ્પ  કંડાર્યું  જીવનના આંગણે
દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની
કામ   લાગી   જ્ઞાનના   ભંડાર   કેરા બારણે .                                                                                                                                                                                    

શૂન્ય પાલનપુરી

00s1

પ્રેમમાં પુસ્તકિયા જ્ઞાન કાંઇ કામ ન આવે. પ્રેમ કાંઇ બૌદ્ધિક નથી. પથારીમાં પડ્યા હોય, એકાંત હોય અને પછી સ્પર્શ, ચુંબન અને ઐક્ય.. પછી ઘૂઘવતા સાગરમાં હિલ્લોળા લેતી પ્રેમીઓની ચરમ સીમા. પણ અહીં કહાનીમાં ટ્વિસ્ટ છે. જોડા કાઢીને યુવાન જોડાંઓ પથારીમાં જોડાજોડ પડ્યા હોય અને પછી પુસ્તકો વાંચે, બુદ્ધિગમ્ય ચર્ચાઓ કરે તો શરીર સુખની માત્રા વધે છે. લો બોલો ! તાજા સમાચાર છે કે  સંબંધોનાં નિષ્ણાંત અને મનોચિકિત્સક કેન પેજ અનુસાર એ વૈજ્ઞાનિક રીતે પૂરવાર થયું છે કે જે યુગલ પથારીમાં પડ્યા પડ્યા પોતાનાં વિચાર, પોતાનાં ખ્યાલ, પોતાની કલ્પનાઓની વાતો એકમેકને કરે, પુસ્તકો વાંચે અને એની ચર્ચા કરે તેઓ એકબીજાની વધારે નજીક આવે, પ્રેમ વધે. અને શરીર સુખ પણ વધે. હવે તો આવી વ્યક્તિઓ માટેની એક અલગ કેટેગરી પણ છે. આવા પ્રેમીઓ જે બુદ્ધિથી ઉત્તેજિત થાય એને કહેવાય સેપિઓસેક્સ્યુઅલ (Sapiosexual)જોડાજોડ પડ્યા હોય અને પછી પુસ્તકો વાંચે, બુદ્ધિગમ્ય ચર્ચાઓ કરે તો શરીર સુખની માત્રા વધે છે. લો બોલો ! તાજા સમાચાર છે કે  સંબંધોનાં નિષ્ણાંત અને મનોચિકિત્સક કેન પેજ અનુસાર એ વૈજ્ઞાનિક રીતે પૂરવાર થયું છે કે જે યુગલ પથારીમાં પડ્યા પડ્યા પોતાનાં વિચાર, પોતાનાં ખ્યાલ, પોતાની કલ્પનાઓની વાતો એકમેકને કરે, પુસ્તકો વાંચે અને એની ચર્ચા કરે તેઓ એકબીજાની વધારે નજીક આવે, પ્રેમ વધે. અને શરીર સુખ પણ વધે. હવે તો આવી વ્યક્તિઓ માટેની એક અલગ કેટેગરી પણ છે. આવા પ્રેમીઓ જે બુદ્ધિથી ઉત્તેજિત થાય એને કહેવાય સેપિઓસેક્સ્યુઅલ (Sapiosexual). ના, અમને ખબર નથી કે આજકાલ ચર્ચામાં છે એવા સેલેબ્રિટી પ્રેમીઓ જેવા કે રણબીર અને કેટરીના, વિરાટ અને અનુષ્કા, રણવીર અને દીપિકા વચ્ચેનો પ્રેમ પ્રાથમિક રીતે રૂમાની છે કે જિસ્માની. કદાચ બેનું કોમ્બીનેશન પણ હોઇ શકે. પણ પ્રેમીઓએ મળતા રહેવું જોઇએ; ભર બજારે કે ભર બગીચે, નદી કાંઠે કે દરિયા કિનારે, બર્થડે પાર્ટીમાં કે હાઉસ વોર્મિંગ પાર્ટીમાં…મળવાનું મહાત્મ્ય મૂઠી ઊંચેરું છે. હવે ડેટિંગ માટે ઓન લાઇન સુવિધા ઉપલબ્ધ છે. તમારે કહેવાનું કે અમે એવા રે, અમે એવા રે, તમે કહો તો વળી તેવા રે…. એટલે કે હું પુરુષ છું કે સ્ત્રી છું એટલું તો કહેવું જ પડે. ઓબવિયસલી યાર ! પણ આજકાલ પ્રેમ પામવાનાં પ્રેફરન્સ ભંડાકિયામાંથી બહાર આવી ગયા છે. જો સીધુસાદુ વિજાતીય આકર્ષણ ન હોય તો તેવું ઠેકીને કહી દેવામાં હવે કોઇ છોછ નથી. તમે સ્ટ્રેટ(સીધા), ગે(સમલિંગી) કે પછી બાય-સેક્સુઅલ(ઉભયલિંગી) છો એવું ચોખ્ખેચોખ્ખું  કહી શકો. લોકપ્રિય ઓનલાઇન ડેટિંગ વેબ સાઇટ ઓકેક્યુપિડ હવે સ્વયમ્ સેક્સ અગ્રીમતા વર્ણવવાનાં એથીય વધારે નવતર વિકલ્પ આપે છે. એસેક્યુઅલ (અલિંગી), ડેમિસેક્સ્યુઅલ (અર્ધલિંગી), હિટિરિયોફ્લેક્સિબલ (બહુલવચીક), હોમોફ્લેક્સિબલ (સમલિંગીલવચીક), લેસ્બિયન (સ્ત્રૈણસમલિંગી), પાનસેક્સ્યુઅલ (સર્વલિંગી), ક્વેસ્ચનિંગ(પ્રશ્નાર્થલિંગી). પણ આ વિકલ્પોની યાદીનો આખરી અને રસપ્રદ વિકલ્પ છે સેપિઓસેક્સ્યુઅલ; જેનો અર્થ થાય છે પ્રબુદ્ધલિંગી. સામાન્ય રીતે સ્ત્રીનું શારીરિક સૌદંર્ય પુરુષને આકર્ષે છે. એની ત્વચા, ભંગિમા, ઉરોજ, કેશ, નૈના વગેરે. શૃંગાર અને વસ્ત્રાભૂષણ સૌદંર્યને પ્રેઝન્ટેબલ બનાવે છે. એથી વિપરીત પુરુષનું પૌરુષ એની હાઇટ, બોડી ‘ને સિક્સ પેકની છાતીથી મપાય છે. બહાદૂરી, વીરતા વગેરે તો હોય જ. મારફાડ માચોઇઝમ. ચોકલેટી હીરો પણ હોઇ શકે પણ સામાન્ય રીતે પુરુષનું શરીર સૌષ્ઠવ સ્ત્રી માટે આકર્ષણનું કેન્દ્ર છે. સેપિઓસેક્સ્યુઅલ જો કે સાવ અલગ કેટેગરી સૂચવે છે. સેપિયોસેક્સ્યુઅલ એટલે એવા પુરુષ અથવા તો  સ્ત્રી, જે સામી વ્યક્તિની બુદ્ધિપ્રતિભાથી આકર્ષાય. અક્ક્લમઠાં એમને અકળાવે. અહીં શરીરનાં ગુણો ગૌણ છે. આપણે જાણીએ છીએ કે જાતીય સંબંધ બાંધવા ટાણે શારીરિક સ્પર્શ, ચુંબન વગેરે હિતાવહ છે. 00sa

સેક્સોલોજિસ્ટ એને ફોરપ્લે કહે છે. પણ સેપિઓસેક્સ્યુઅલ સંબંધોમાં બુદ્ધિગમ્ય ફોરપ્લે જરૂરી બને છે. લિટલ માઇન્ડ ગેમ્સ ! યુ નો. અહીં કામેચ્છા ત્યારે જ પ્રજ્વલિત થાય જ્યારે પથારીમાં પડ્યા પડ્યા સૌ પ્રથમ શુદ્ધ શબ્દોમાં બૌધિક સ્તરની વાતો થાય.

સરસ્વતીચંદ્ર ચર્ચાય, પાટણની પ્રભુતાનાં પગરણ થાય, સાગર અને શશીનું સાયુજ્ય રચાય, ટેકરીઓની સાખે સોનલને ફૂલ દીધાની ફોરમ ફેલાય, આશ્કા માંડલની વાર્તાયુ મંડાય, અકુપારનું આદાનપ્રદાન થાય. સેક્સ પહેલાં શેક્સપિયર.. યુ સી ! પછી શારીરિક સૌદંર્ય કે શારીરિક સૌષ્ઠવ સાઇડ પર રહી જાય. બુદ્ધિથી બુદ્ધિનો સમભોગ એટલે સેપિયોસેક્સ્યુઅલ સંબંધ. સેપિઓસેક્સ્યુઅલ એ લેટિન શબ્દ સેપિઅન(Sapien) અને સેક્સ્યુલીઝ(Sexualis)નો સંગમ છે. સેપિઅન એટલે ડહાપણભરેલું, અક્કલવાળું, દક્ષ, જ્ઞાની. સેક્સ્યુલીઝ એટલે શારીરિક સંબંધને સંબંધિત ક્રિયાઓ. માર્મિક, જિજ્ઞાસુ, સૂક્ષ્મદ્રષ્ટિ અને ઊંડુ જ્ઞાન બે વ્યક્તિઓનાં સફળ સેક્સ સંબંધોનું દ્યોતક બની શકે. અને આવા સંબંધો કાંઇ સાંઇઠ વટાવી ગયેલા નરબંકા અને નરબંકીણીઓ પૂરતાં મર્યાદિત હોતા નથી. યુવાનીમાં પણ અંતરનો આંતર્દિમાગીય  પ્રેમ થઇ શકે; જે બે વ્યક્તિઓ વચ્ચે આંતર્વાસના પ્રગટાવી શકે.  

જો કે ઘણાં એવું માને છે કે સેપિઓસેક્સ્યુઅલ તમારી પસંદગીનો અવકાશ સીમિત કરી નાંખે છે. બુદ્ધિશાળી લોકો લાગણીનાં ક્ષેત્રે વામણાં નીવડે છે. આઇ.ક્યુ. જેટલું જ મહત્વ ઇ. ક્યુ. (ઇમોશનલ ક્વોશન્ટ)નું છે. માત્ર બુદ્ધિને પ્રાધાન્ય આપો તો નાની નાની ટીખળને ત્યજવી પડે. તમને નથી લાગતું બહુ બુદ્ધિશાળી લોકો બોરિંગ હોય છે? વ્યક્તિ ઘણી બધા ગુણોનું કોમ્બીનેશન હોવું જોઇએ. માત્ર અક્કલવાળો કે વાળીને પસંદ કરવું એ અક્કલને છાપરે મૂકવા જેવી વાત છે.

જો બુદ્ધિથી સેક્સ ઇચ્છા જાગૃત થતી હોય તો તમને નથી લાગતું કે સંપત્તિ તો એનાથી ય મહાન કામોદ્દીપક છે. પૈસાવાળા નર કે નારી સેક્સ સંબંધ માટે ઇચ્છનીય હોઇ શકે. લોકો પૈસાવાળાને પસંદ કરતા હોય છે, ભલે એમાં અક્ક્લનો છાંટો ન હોય. એનું શરીર સૌષ્ઠવ પણ મનોવાંછિત ન હોય. પણ પૈસા છે તો શરીર સુખ ય જાગ્રત થઇ જાય. જો કે ડેટિંગ વેબસાઇટ ઓકેક્યુપિડ પર એવો કોઇ વિકલ્પ અપાયો નથી. મારી દ્રષ્ટિએ એવો વિકલ્પ આપવો જોઇએ. જો એવો વિકલ્પ હોય તો એનું નામ ઓપ્યુલન્ટોસેક્સ્યુઅલ (Opulentosexual) રાખી શકાય. લેટિન શબ્દ ઓપ્યુલેન્ટો એટલે સમૃદ્ધ, તવંગર, એશોઆરામવાળું અને સેક્સ્યુઅલ તો આપણે જાણીએ છીએ. પછી તો શરીર સુખ મેળવતા પહેલાં ફોરપ્લે દરમ્યાન રીલાયન્સનાં શેરની ચર્ચા થાય, લ્યૂટન્સ બંગલો ઝોનની ચોપાટું મંડાય, ગ્રાન્ડ યુરોપિયન વેકેશનની વાતોનાં વડા થાય, અમેરિકન લાસવેગસ ફેન્ટાસીનાં ફટાકડાં ફૂટે .. પૈસો જ અલ્ટિમેટ એફ્રોડિઝિઆક(કામોદ્દીપક) છે. જસ્ટ જોકિંગ યાર ! (એમ આઇ?!!!)

00s2શબદ આરતી:

 બુદ્ધિ મૂળભૂત કામોદ્દીપક છે. –અમેરિકન મનોવૈજ્ઞાનિક અને લેખક ટિમોથી લિયરી(1920-1996)

 

 

9 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ

9 responses to “સેપિઓસેક્સ્યુઅલ : બુદ્ધિથી સંભોગ તરફ../ પરેશ વ્યાસ

 1. આ સર્વે મહ્દઅંશે સાચો હોઈ શકે સંપુર્ણ નહી. એવું મારું માનવું છે. બ્યુટી વિથ બ્રેઈન ની વાત હોય તો સોનામાં સુગંધ. પણ, અહી મારા ખ્યાલથી ખાલી બ્રેઈન વિશે જ વાત થઈ છે.

 2. ઓશોનુ પુસ્તક “સંભોગથી સમાધી તરફ” બહુ ચર્ચિત રહ્યું. પુસ્તકના નામનો અર્થ સમજ્યા વગર અને વાંચ્યા વગર તેમની પર સેક્સગુરુનુ લેબલ લોકોએ ચોંડી દીધું. આખા પુસ્તકમાં ક્યાંય અજુગતું ન હતું.
  અન્ય પશુઓની માફક સેક્સ એનર્જીને આપણે કેવળ અધોગામી કરી બાળકો પેદા કરવાનુ કામ કરીએ છીએ, તે જ સેક્સ એનર્જીનુ ઉધ્વગમન કરી જીવનમાં ક્રાંતિ લાવી શકીએ છીએ તેની વાત પુસ્તકમાં કરેલી છે.
  પરંતુ એ સમયે ‘સંભોગ’ શબ્દ સાંભળતા માત્ર લોકોને ભિતર ગલગલીયાં થવા માંડ્યા અને બહાર બહાર તેની ભ્રત્સના કરવા લાગ્યા. માણસજાતનો આડંબર ગજબનો છે. આજે સમય બદલાયો છે અને એ જ સંભોગ શબ્દનો પ્રયોગ પરેશભાઈ સહજતા પૂર્વક કરી શકે છે.
  આ લેખમાં આપેલ વિગતો વેસ્ટર્ન માઈન્ડનુ પ્રતિબિંબ છે. દરેક વસ્તુનુ વિશ્લેષણ કરી તેનુ નામકરણ કરવું તે મનોવિજ્ઞાનનો અભિગમ હોઈ શકે. પરંતુ ભારતિય મનિષીઓ સેક્સ એનર્જીનો સદઊપયોગ કેમ કરી શકાય તેનું અધ્યયન કરે છે.વેસ્ટર્ન અને ઈસ્ટર્ન સંસ્કૃતિમાં આટલો ભેદ છે.

  • pragnaju

   ધન્યવાદ ૧૬ ફેબ્રુઆરીના રોજ ‘પ્રેમ એટલે કે…’ પરેશ વ્‍યાસની ટૂંકી વાર્તાના સંગ્રહનું લોકાર્પણ વિશ્‍વની શ્રેષ્‍ઠ ટૂંકી વાર્તામાં ૮ વાર્તાકારોની ૧૪ વાર્તાઓ પુસ્‍તકમાં પ્રકાશિત * પ્રેમના રસાયણથી મઢાયેલા મસ્‍ત પુસ્‍તકનું વિજયભાઇ રૂપાણીના હસ્‍તે વિમોચન થયું.લેખક પરેશ વ્‍યાસે પ્રેમ વિષેની શ્રેષ્‍ઠ ટૂંકી વિશ્‍વવાર્તાઓનો એક અનોખો સંગ્રહ પહેલી વાર ગુજરાતી વાચકો માટે રજૂ કર્યો છે. વિશ્‍વસાહિત્‍યનાં દિગ્‍ગજ સર્જકો ચેખોવ, ઓ. હેન્રી, દ મોપાસાથી લઇને આધુનિક નોબેલ પારિતોષિક વિજેતા એલિસ મનરો સુધીનાં ૮ વાર્તાકારોની ૧૪ વાર્તાઓ આ પુસ્‍તકમાં રજુ કરાઇ છે. વાર્તાઓમાં અપાર વૈવિધ્‍ય પણ છે. પુસ્‍તકમાં ૧૭ વર્ષથી લઇને ૭૦ વર્ષની વયના પાત્રોની પ્રેમકથાઓ છે. કોઇક વાર્તાઓનાં અંતે ખાધું, પીધું ને રાજ કીધું, જેવી અનુભુતિ, પ્રેમવાર્તાઓ સુખાંત ય હોય, તો કયારેક અંતે અનંત વિરહ, કયારેક અંત ધાર્યા મુજબનો હોય તો કોઇ વાર્તાનો અંત સાવ અણધાર્યો આવે. એવી વાર્તાઓ પણ ખરી જેનો કોઇ સ્‍પષ્‍ટ અંત હોય જ નહીં. બસ, એક ધૂંધળું ચિત્ર, મુઠ્ઠીભર વિકલ્‍પો અને અંતે અંત આપણે નકકી કરવાનો, હા, દરેક વાર્તાની શરત માત્ર એક જ અને એ પ્રેમ, પ્રેમ જ આ વાર્તાઓનો લઘુતમ સાધારણ અવયવી, બસ પ્રેમ, પ્રેમ અને પ્રેમ..

   .ત્યારે કુદરત પરીક્ષા કરતી હોય પત્નીના મલ્ટી-માયલોમાની સારવાર માટે હાલ તેની સાથે છે…………………………………………..

 3. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  શ્રી પરેશ વ્યાસનો સરસ મનોવૈજ્ઞાનિક લેખ જેમાં કામોત્તેજક ઘટકોની સરસ ચર્ચા થઈ છે. બુદ્ધિ, શરીર, મન, ઘન, કે માત્ર વિજાતિય ઉન્માદ.

 4. પરેશભાઈનો આ લેખ ખૂબ જ અભ્યાસ પૂર્ણ છે. આભાર સહિત રિબ્લોગ કરું છું.

 5. Pravin Patel

  વિજ્ઞાનિક વાત છે તો કશું તથ્ય હશે જ !
  બ્લુ ફિલ્મ,પોર્ન જોકસ વિગેરે બુદ્ધિ વિનાની વાત કામ વાસના ઉતેજીત કરતી હોય તો બુદ્ધિગમ્ય વાત પણ કરતી હોવાની સંભાવના છે !
  જેના દિવસો વહી ગયા હોય તે ફક્ત થીયેરોટી પર વિચાર કરે,
  જેના દિવસો ચાલુ હોય તે આ થીયરી પર પ્રાયોગિક પ્રયોગો કરે તો વધુ તારણ પ્રાપ્ત થાય !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s