‘અસ્મિતા પર્વ-૧૮ ‘ ની કાવ્યાયન+તુકા, રામની પાસ /કિશોરલાલ મશરૂવાળા મુજ

મિત્રો,

આપની શુભેચ્છાના ફળ સ્વરુપે મહુવા મુકામે પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં પ્રતિવર્ષ ઉજવાતા ‘અસ્મિતા પર્વ-૧૮ ‘ ની કાવ્યાયન બેઠકમાં કાવ્યપઠન માટે મારી પસંદગી કરવામાં આવી છે. તો આ શુક્રવારે તારીખ ૩જી એપ્રીલ ૨૦૧૫ સાંજે ૪ થી ૬.૩૦ વાગ્યે આપ અમને ‘આસ્થા’ ચેનલ પર લાઇવ નિહાળી  શકશો. આપના પ્રતિભાવ આવકાર્ય છે.યામિની વ્યાસ.

૦૦મો

asmita

ભાવભરી ભક્તિ, હરિને તે જ વ્હાલી અતિ.
ભોગ ભાવનો જ ખોળે, ન રીઝે બાહ્ય ડોળે.
અંતરની જાણે, તેના ચરિત્ર પ્રમાણે.
તુકા, રામની પાસ, જૂઠ ચાલે ક્યાંથી લેશ ?

અંતરપ્યાસ બુઝાવો , રામ !

વણ છીપી ઉરતૃષા મિટાવો ;

હાથ ગ્રહો , અભિરામ ! … અંતરપ્યાસ …

    જલ અગાધ ;  તલ અતલ , અદીઠાં ,

ટૂંકી જીવનસેર ;

શું રે કરું ? મુજ પાત્ર પરિમિત ;

જીવવું તે શી પેર ?

આશ ગઈ , મુજ પ્યાસ છીપી ના ,

કંઠે પ્રાણ રુંધાય ;

જીવનઝરણ ઝરે ન બુંદ , મુજ

હૈડે હાંફ ન માય !

આજ રહ્યો ના સાથ સદા જે –

ઊંડો એ અણસાર !

નોંધારો ! કરનાડ , નાથ ! લો ;

હામ ના ઉરે લગાર .

તડપું , તલસું , કંઠ રુંધાતો ;

જીવને એક જ ખેવ :

ઉર ધારો , પ્રભુ ! ના ઠુકરાવો ;

શરણ ગ્રહો , ગુરુદેવ !

આવો ; ના તલસાવો અવ રે !

ક્યાં સરતું મુજ ધામ ?

વિનવું , દેવ ! દવો શેં દિલને ?

હાથ ગ્રહો  ;   અભિરામ !

અને

મીત્રો,

‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી દર્પણમાં પ્રકાશીત થતી

અમેરીકાના હાસ્ય–લેખક હરનીશ જાનીની કૉલમ 

ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાનીના આજના લેખની પીડીએફ..

2015-04-01

ઋત આ ગઈ રે

‘ઋત છા ગઈ રે : અમેરીકા

GM-DP-Harnish Jani-2015-04-01

harnishjani5@gmail.com

Phone 609-585-0861 * Cell 609-577-7102

Uttam Gajjar 

GUJARAT April 2, 2015     ભાવનગરઃ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતાં મહુવા શહેર ખાતે માલણનદી તટે આવેલા રમણિય કૈલાસ ગુરૂકુલ બાગમાં આજેના પ્રભાતે દીપ પ્રાગટ્યથી આ વર્ષના અસ્મિતાપર્વ-૧૮નો પ્રારંભ ગુજરાત ભરમાંથી વરિષ્ઠ વિધ્વાનો, તજજ્ઞો ઉપસ્થિત રહ્યા છે. નાળિયેરી સહિતના વૃક્ષોની લીલીછમ્મ છાપડી નીચે નયનરમ્ય પરિસરમાં સાહિત્ય રસિકો-સહ ભાવકો શ્રવણ લાભ લઇ રહ્યા છે. આજની બેઠકમા પ્રારંભે કલા સાહિત્ય અને સમાજ સેવા ક્ષેત્રના દિવંગતોનું સ્મરણ કરીને મૌન પાળી સૌએ શ્રદ્ધાંજલી અર્પી હતી.

ગાયન વાદન નર્તનના રાત્રી કાર્યક્રમો તલગાજરડા ખાતે પ્રસિતુત થાય છે
પૂ. મોરારજીબાપૂના આશિષ અને પ્રેરણા થકી છેલ્લા ૧૮ વર્ષથી હનુમાન જ્યંતિ નિમિત્તે અહિં અદ્ભૂત અને સાહિત્યપ્રિતિ ર્દઢ કરનારા સુંદર કાર્યક્રમો યોજાય છે. સાહિત્યના કાર્યક્રમોની સાહિત્ય સંગોષ્ઠિઓ મહુવા ખાતે દિવસના તેમજ ગાયન વાદન નર્તનના રાત્રી કાર્યક્રમો તલગાજરડા ખાતે પ્રસિતુત થાય છે. તેમાં કલા અને સાહિત્ય પ્રિતિ ધરાવતા શ્રોતાજનો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે.

આજે સત્રના પ્રારંભે પ્રથમ અંગોષ્ઠિ વેળાએ કવિકર્મ પ્રતિષ્ઠા અંતર્ગત ઉદ્યન ઠક્કરની કવિતા વિશે સમીર સમીર ભટે સચોટ રજૂઆત કરી હતી. મુંબઇગરા કવિ ઉદ્યન ઠક્કરના ભાવ વિશ્વ અને સંવેદન વિશે વાત કરી કવિની સુગંધથી વકતવ્યનો પ્રારંભ કર્યો હતો. કવિના ૩ રૂપ એક મશ્કરો મુંબઇગરો-રોમેન્ટીક અને પરોઠનો કલાસિક્લ કવિ કરીને ઉધ્યન ઠક્કરની ઓળખ કરી આપી હતી. તેમના મેધ ધનુષ્ય કાવ્યનું ભાવવાહી રસ દર્શન સમીરભાઇએ કરી આપ્યુ હતું. જ્યારે કવિ રાજેશ વ્યાસ મિસ્કીનની કવિતા વિશે વાત કરતા પૂર્વીબહેન ઓઝાએ કહ્યુ કે અનુ આધુનિક યુગના તેઓ ઉત્તમ કવિ છે. બેસ્ટ ઓફ મ્સિકીન નામના હર્ષ બ્રહમ્ભટ્ટના સંપાદિત પુસ્તક શ્રેષ્ઠ ગઢલોનો સંગ્રહ છે ગઝલનું ભાષા કર્મ, છંદ વૈવિદ્ય ભાવ વૈવિદ્ય એમની ગઝલમાં દેખાય છે.

તારુ કશું ન હોય તો છોડીને આવ તું
તારુ બધુ જ હોય તો છોડી બતાવ તું.

આ તેમની પ્રસિધ્ધ ગઝલનો મત્લો છે. આ કવિની ગઝલોમાં અધ્યાત્મિક બાવ ધુંટાયેલો રહ્યો છે. એમની ગઢલનું મંથન આયાતી કે ઉપર છલ્લુ નહી પણ અને અનુભવેલું અને આત્માસાત થયેલું લાગે છે. આદ્યાત્મ અને પ્રેમ એમની કવિતામાં તાણાવાણાની જેમ વણાઇ ગયા છે.

બપોર પછી ૩.૩૦ કલાકની બીજી સાહિત્ય સંગોષ્ઠી લોકમા શ્ર્લોક રહ્યા છે. તેમાં સાહિત્યના ત્રણ પ્રકારો હાલરડાં મરશિયા અને ઉખાણાં વિશે બિપિન આશર, અંબાદાન રોહડિયા અને છેલભાઇ વ્યાસે અનુંક્રમે રસ દર્શન કરાવ્યુ હતું. બેઠકના સંચાલક પિનાકીની બહેન પંડ્યાએ વિષય માંડણી કરી આપી હતી. (હિ.સ.)

Tags: courtesy Vishva Gujrat 

                                          ,

1 ટીકા

Filed under કાવ્ય, ગીત, પ્રકીર્ણ

One response to “‘અસ્મિતા પર્વ-૧૮ ‘ ની કાવ્યાયન+તુકા, રામની પાસ /કિશોરલાલ મશરૂવાળા મુજ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s