એ તો છે સૌ પ્રતિબિંબ જ તારાં !/અરદેશર ખબરદાર

૦૦૧

બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં,
એ તો છે સૌ પ્રતિબિંબ જ તારાં !

દુનિયા બધી દોડી દોડી જો તું,
દર્પણ ભવનું છે એ જ મહોતું;
કર્મ દિસે મહીં નરસાં ને સારાં:
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં!

જેવો ઘડાયો તું કર્મ તારે,
તેવો મને ત્યાં અચૂક ઉતારે;
તેજનાં તેજ, અંધારે અંધારાં:
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં!

વાંકું કદી ન દેખાય સીધું,
સારું ન ખેંચી લેવાય લીધું;
ઘા અને શબ્દનાં એક સહિયારાં:
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં!

સૌખદુંખ શોક ને મોદ જે જે,
જેનાં તેનાં મળે આવી તે તે;
કર્મશું થઈ ન શકે કો ઠગારાં !
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં!

વસ્તુ છાયા ન થાય છૂટી,
કર્મફળો ન શકાય ઝૂંટી;
સુખ ન મળે દીધે લાખ હજારાં !
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં!

રૂપ બને નિજ, જ્યોતિ જેવું,
પડશે પછી પ્રતિબિંબ તેવું:
એક છે મર્મને શાસ્ત્ર અપારાં !
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં!

રીવ Loch Alsh - Reflection રીવ૩ રીવ૪ રીવ૫

૦૦૨

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s