જેરિસ્કેપિંગ રીતથી બાગબાની

       વનસ્પતિ જગતમાં કેકટસનું સૌથી અનોખું આકર્ષણ છે.  કેકટસમાં આવતાં ફૂલોનું અનેરું આકર્ષણ છે

    ઓછા પાણીની જરૂરિયાતવાળા છોડવાઓ પસંદ કરવા, કેકટસમાં પણ ઘણી જાતના રંગો હોય છે અને વિવિધ આકારો પણ હોય છે. તે ઉપરાંત લેન્ડસ્કેપને ઈન્દ્રધનુષી ઓપ આપી શકાય. બગીચામાં કે ઘરની આસપાસની જગ્યામાં ચાલવા માટે ઈંટ-પથ્થરના ટુકડા, સ્ટોન સ્લેબ, પેબલ્સ, કોંક્રીટનો ઉપયોગ કરી શકાય. ઓછા સમયમાં અને ઓછા ખર્ચે તૈયાર થતો જેરિસ્કેપિંગ ગાર્ડન ઘરઆંગણે હોય કે જાહેર બગીચો હોય, રંગની સૂઝ સાથે બનાવવામાં આવે તો આહ્લાદક અને આંખ ઠારે એવો હોય છે.

    ૦૨ ૦૪ ૦૫ ૦૩ ૦૮ ૦૬ ૦૯ ૦૧૦ ૦૧૧ ૦૨૨ ૦૧૩ ૦૧૪ ૦૧૫ ૦૧૬ ૦૧૭ ૦૧૮ ૦૧૯ ૦૨૦ ૦૨૧ ૦૨૪ ૦૨૬ ૦૨૭ ૦૨૮જેરિસ્કેપિંગ શબ્દ બન્યો છે, ‘જેરોસ’ અને ‘સ્કેપ’, ‘જેરોસ’ એટલે સૂકું અને ‘સ્કેપ’ એટલે દેખાવ. આ ટેક્નિકનો વિકાસ અમેરિકામાં કોલોરાડો રાજયના ડેનવરમાં ૧૯૭૦ના અંતમાં અને ૧૯૮૦ના દાયકામાં થયો હતો. આ ટેક્નિકની ખાસિયત એ છે કે પાણીની બચતની સાથે સાથે પૈસાની પણ બચત થાય છે, કારણ કે તેમાં ખાતર અને દેખભાળનો મામૂલી ખર્ચો થાય છે. જોકે ભારતમાં આ ટેક્નિકની જાણ ઘણા ઓછા લોકોને છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં બગીચા માટે યોગ્ય છોડવાઓની પસંદગી કરવાની પ્રથા નથી. મોટે ભાગે એવા છોડવા બાગમાં ઉગાડવામાં આવે છે કે જેને વધુ પાણીની જરૂર પડે છે. પરિણામ એ આવે છે કે પાણીને અભાવે છોડ કરમાઈ જાય છે. ખરેખર તો જમીનની જાત, ખાતરની ઉપલબ્ધતા અને પાણીની સગવડ પ્રમાણે છોડવાઓની પસંદગી કરવી જોઈએ.

જાતે ઉગાડીને, સારસંભાળ લો, કેકટસ પણ ઓછી મહેનતે ઉછેરી શકાય છે. ફૂલો અને અને પાદડાંના રંગોની વૈવિધ્યતા અનોખું આકર્ષણ ઊભું કરે છે. વનસ્પતિ ઉછેરો સાથે સાથે પોતે પણ તાજામાજા થાઓ

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ

2 responses to “જેરિસ્કેપિંગ રીતથી બાગબાની

  1. એક સમયે બાગબાનીનો હોબી હતો; ત્યારે આ ખબર પડી હોત તો જરૂર પ્રયોગ કરત.
    હવે રસના વિષયો બદલાયા છે; પણ હોબી લોબી પર બાળકો માટે જરૂર આ ફોટા મુકીશ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s