સબૅટિકલ: કામચલાઉ વનવાસ/પરેશ વ્યાસ

1

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,

તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?

મારા વદનના ભારથી

વ્યાકુળ બનો નહીં,

હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.

– હરીન્દ્ર દવે

થાક્યા હતા એટલે કામચલાઉ ધોરણે કામકાજથી દૂર ચાલ્યા ગયા હતા. અને હવે ચુમ્માલીસ વર્ષનાં રાહુલ ગાંધી છપ્પન દિવસ

પછી બેંગકોકથી થાઇ એરવેઝનાં વિમાનમાં પાંચ દિવસ પહેલાં જ પાછા ફર્યા. રાગા ક્યાં હતા? શું કરતા હતા? કયો રાગ આલાપતા

હતા એ આ લખાય છે ત્યાં સુધી કોઇએ ફોડ પાડીને કીધું નથી. કોઇ કાચો કુંવારો બાંકો જુવાન બેંગકોકમાં શું કરતો હોય? એવા કોઇ

પણ તોફાની વિચારોને તુરંત અટકાવો કારણ કે એવું કાંઇ નથી. તેઓ આજ કુછ તૂફાની કરતે હૈ- કરવા નહોતા ગયા. તેઓ

મય્નમારમાં વિપશ્યના કરી રહ્યા હતા. જો નમો મનકી બાત કરતા હોય, તો રાગા પોતાનાં અંતરમન સાથે વાત કરે એમાં બધાને

વાંધો શું છે?

જો કે રાજકારણીને ક્યારેય થાક લાગતો નથી. સત્તાનાં નશાખોરોને વિશ્રામનું કોઇ કારણ નથી. સિવાય કે એમને કોઇ ફરજિયાત

લાલકૃષ્ણ અડવાણી કે વજુભાઇ વાળા બનાવી દેય. રાજકારણમાં ગેરહાજરી ઘાતક નીવડી શકે. એહમદ ફરાઝની ગઝલનો મત્લાનો

શે’ર છે ને કે આંખસે દૂર ન હો, દિલ સે ઉતર જાયેગા, વક્તકા ક્યા હૈ, ગુઝરતા હૈ ગુઝર જાયેગા.. રાજકારણમાં રાજકારણી જો

લાંબી રજા પર જાય તો પાછળથી એની રાજકીય કારકીર્દીનું ફીંડલું વળી જાય. પણ અહીં તો એમનાં માતા કોંગ્રેસનાં ગઢને

સાચવીને બેઠા હતા. સંસદનાં અગત્યનાં સમયગાળામાં રાહુલનું આમ સાવ અચાનક ચાલ્યા જવું એક રહસ્ય હતું તો તેમનું પાછા

ફરવું પણ કંઇ કેટલાં સવાલો કરે છે. એક અફવા એવી પણ છે કે નરેન્દ્ર મોદીએ જ રાહુલ ગાંધીને વિપશ્યનાનો રસ્તો સુઝાડ્યો

હતો. નમો સમજી ગયા છે કે કોંગ્રેસમુકત ભારત એ ભાજપની ખૂબ મોટી ભૂલ હતી. કોંગ્રેસ હશે તો મતનાં વિભાજન થશે અને

તો… ભાજપ જીતશે. નહીંતર દિલ્હીની માફક અન્ય રાજ્યોમાં પણ નાના નાના રાજકીય પક્ષો જીતશે અને અન્ય રાજ્યોમાં તો

યુનાઇટેડ જનતા દલની છત્રછાયા નીચે ખીચડી સરકારનો દૌર પાછો ફરે તો નવાઇ નહીં. ચાલો એ જવા દો. રાજકીય વિશ્લેષણ

બહુ થયું. અમે તો શબ્દનાં ચાહક . રાહુલ ગાંધીની ઘરવાપસીનાં સમાચારમાંથી અમને એક શબ્દ મળ્યો સબૅટિકલ(Sabbatical)

રજા. હવે રજા એ તો સૌનો અધિકાર છે. સરકારી નોકરો માટે અનેક રજાનું પ્રાવધાન હોય છે. અઠવાડિક રજા, તહેવારની રજા,

માંદગીની રજા, માતૃત્વની કે પિતૃત્વ પ્રાપ્તિની રજા, પરચૂરણ રજા, હક્ક રજા. પણ આ સબૅટિકલ રજા? એટલે વળી શું?

લેટિન શબ્દ સબ્બૅટિકસ, હિબ્રુ શબ્દ શબ્બત, હિંદી શબ્દ સીતનિદ્રા. શાંતિથી દીર્ઘકાળ સુધી સૂઇ જવું. લાંબો વિશ્રાંતિકાળ.

બાઇબલ અનુસાર પ્રભુએ સૃષ્ટિ રચી પછી પોરો ખાધો હતો. વિરામ કર્યો હતો. ટેન કમાન્ડમેન્ટ્સમાં તો પૃથ્વીને પણ સાતમાં

વર્ષે વિરામ આપવાનો આદેશ છે. સાતમા વર્ષે ખેતરને ખેડવું ન જોઇએ. ખેડવામાં મદદ કરનારા પાળેલા પશુઓને પણ આરામ

મળી રહે અને આઠમા વર્ષે બધામાં નવીન ઊર્જાનો સંચાર થાય અને મબલખ પાક થાય. રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષનાં જનરલ

સેક્રેટરી બન્યાને સાત વર્ષ થયા. સબૅટિકલ રજાનો એમનો અધિકાર છે.

સાંપ્રત સમયમાં સબૅટિકલ શબ્દનો અર્થ થાય છે નોકરી કે કારકીર્દીમાંથી લાંબા સમયનો વિરામ લેવો. અને એ પણ કોઇ ઉચ્ચ

લક્ષ્યની પ્રાપ્તિ માટે. કોઇ ધ્યેયની સાથે. માત્ર મોજમસ્તી માટે લેવાયેલી લાંબી રજા સબૅટિકલ કહેવાતી નથી. સામાન્ય રીતે

આવી સબૅટિકલ રજાઓ શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો કે તબીબો લેતા હોય છે. તેઓ આ રજાઓનો ઉપયોગ પુસ્તક લખવામાં અથવા

તો એ માટે રીસર્ચ કરવામાં ઉપયોગ કરે છે. કેટલીક યુનિવર્સીટી પોતાનાં અધ્યાપકોને ચાલુ પગારે રીસર્ચ માટે રજા આપે છે.

કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને બિનપગારી રજા પણ આપે છે.

સબૅટિકલ રજાઓ સાવ અમસ્તી અમસ્તી મસ્તી માટે નથી જ નથી. એટલે આવી રજાઓ લેતા પહેલાં એ માટે થોડું ચિંતન કરવું

જરૂરી છે. પહેલા તો નક્કી કરવું કે જીવનમાં આપણે કાંઇક કરવું છે અને એ માટે આ રગશિયા ગાડા જેવી જિંદગીમાંથી થોડો સમય

વનવાસ લેવો છે. શું કરવું છે?- એ પણ નક્કી કરવું અગત્યનું છે. પછી એનો સમય પણ નક્કી કરી લેવો જોઇએ નહીંતર કટાણાનો

વનવાસ કાયમી સંન્યાસ બની જાય. અને હા, થોડા પૈસા તો જોઇએ જ. કારણ કમાણી થાય નહીં, અને બહાર જઇએ તો ખર્ચ તો

થાય. પણ યાદ રાખો આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. પછી એક નોંધપોથી લઇ લો. કે પછી લેપટોપ અને એમાં રોજનીશી લખતા

જાઓ. તમારી યાદદાસ્ત તેજ હોય તો પણ લખેલું હશે તો વંચાશે. ફોટોગ્રાફી પણ કરતા રહો. અને છેલ્લે પરત ફરીને લોકોને કહો

કે તમે ક્યાં હતા? શું કર્યું? અને હવે રજા પરથી પાછા ફર્યા છો, ચેતનાનો નવો સંચાર રગેરગમાં કે હાડોહાડમાં વ્યાપ્યો છે ત્યારે

હવે પછીથી તમે શું કરશો? જાત વિષે નિખાલસતાથી વાત કરવાની અગત્યતા એટલી જ છે. રાગા પણ કહેશે કે તેઓ ક્યા હતા?

અથવા આ છપાય ત્યાં સુધીમાં કદાચ કહી પણ દીધું હશે. મજબૂત વિપક્ષ જરૂરી છે. રાગાને એમની સબૅટિકલ રજા ફળે એ પણ

જરૂરી છે. જિંદગીનો મેળો છે. મેળોનો થાક લાગે. અને એટલે તેઓ સબૅટિકલ રજાઓ લે અને… ફિર વોહી દિલ(ઇમ્પ્રુવ્ડ વર્ઝન)

લાયા હૂં. હશે, એમનાં વદનનાં ભારથી વ્યાકુળ થવાની જરૂર નથી, એ હમણાં જ ઊતરી જશે, આ રસ્તાનો થાક છે. આપને પ્રશ્ન

થશે કે… એમ? ખરેખર? મારી પાસે અત્યારે એનો ઉત્તર નથી. પણ આવનારો સમય જ બતાવશે કે રાગાનું સબૅટિકલ શું રંગ

લાવશે? દરમ્યાન આપણે આપણી સબૅટિકલ રજાનો પ્લાન બનાવીએ. હેં ને?

શબદ આરતી:

“પૃથ્વી અને આકાશ, ખેતર અને જંગલ, સરોવર અને નદી, પર્વત અને દરિયો- આ તમામ કુદરતે આપેલા શ્રેષ્ઠ શિક્ષકો છે; અને

તેઓ જે શીખવાડે છે એ આપણે પુસ્તકોમાંથી ક્યારેય શીખી ન શકીએ.” –અંગ્રેજ રાજકારણી જહોન લુબોક(1834-1913)

2 3

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

2 responses to “સબૅટિકલ: કામચલાઉ વનવાસ/પરેશ વ્યાસ

 1. સબૅટિકલ રજા ભોગવ્યા પછી લોકસભામાં જે રીતે રાહુલ ગાંધી ગરજી રહ્યા છે એ ઉપરથી જણાય છે કે સબૅટિકલ રજા રંગ લાવી છે. જોઈએ કેટલા દિવસ એ ટકે છે.

  લાવશે?

 2. pragnaju

  himatlal joshi
  11:49 PM (18 hours ago)

  to me
  રાજકીય કવા દાવા એ રહસ્ય ને સમજવાનું મારું ગજું નહિ .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s