ખાલી ખાલી…/ યામિની વ્યાસ

00000

 

 

 

 

 

 

000

સ્મિત કરે ને હાથ મિલાવે પણ ભીતર છે ખાલી ખાલી
મોજા જેવો ઉછળે માણસ પણ સાગર છે ખાલી ખાલી

 

 

 

છોડ્યું ગામ ને ગલીઓ છોડી સિમ સિમાડાં ખેતર છોડ્યા
વર્ષોના વર્ષોથી જાણે એક પાદર છે ખાલી ખાલી

0000

 

 

 

 

દાદાનો હોંકારો ક્યાં છે? પૂજા પાઠ ને શ્લોકો ક્યાં છે
આમ બધી સગવડ છે કિન્તુ લાગે છે ઘર ખાલી ખાલી

૦

 

 

 

 

 

 

થોડા લય ને થોડા શબ્દો જીવતરની મૂડી છે જાણે
કોઈ ગઝલ લઈ લે તો લાગે સચરાચર છે ખાલી ખાલી

Nostal ! (9)

યામિની વ્યાસ

4 Comments

Filed under કવિતા, યામિની વ્યાસ

4 responses to “ખાલી ખાલી…/ યામિની વ્યાસ

  • pragnaju

   ધન્યવાદ
   જ્યારે જીવનનો હેતુ જોવા મળતો નથી. એટલે જ તેઓને જીવન “ખાલી-ખાલી લાગે.
   અને જે લોકોનું જીવન સંકટથી ભરપૂર છે. ગમે તેમ કરીને દિવસ પસાર કરવો એ જ જીવનનો હેતુ છે.બીજી બાજુ, દુનિયામાં લાખો લોકો એવા છે જેઓ પાસે પુષ્કળ ધનદોલત છે. તેઓના જીવનમાં મુશ્કેલી અને દુઃખો આવે છે.તો સમજી નથી શકતા કે મનુષ્ય અજોડ ક્ષમતા હોવા છતાં જીવન કેમ ટૂંકું ?. તેઓને જીવન “ખાલી-ખાલી લાગે.
   સુરત-વલસાડમાં તાપીથી વાપીના વિસ્‍તારમાં થોડા જંગલ, ડુંગરીઓ …ગામના કૂતરાંનો અખાડો ને ક્યારેક તો રાની પશુઓ-જંગલી બિલાડા, કૂત્તી દીપડા, ઘોરખોદાં જેવાં જનાવરો આવતા એમાં અમારો વાસો હતો..આજુબાજુ આદિવાસીજાતિઓ જેવી કે નાયકા, ધોડિયા, ગામીત અને ચૌધરી વસ્‍તી .બધા ગુજરાતી ભાષાના સ્વરુપના સારરૂપ બોલી બોલે. તેવામા ચિ પરેશ-યામિનીના જીવનની શરુઆત. ત્યાં ખાલી માળા જોઇ આનંદ વ્યક્ત કરતા કે પંખીઓના બચ્ચા સ્વતંત્ર થયા !
   આવી જ અનોખા બંધન ની અલોકિક અનુભિતી મેહસૂસ કરતું…ખાલી ખાલી

 1. કોઈ ગઝલ લઈ લે તો લાગે સચરાચર છે ખાલી ખાલી

  કેવો સરસ ગઝલ પ્રેમ !

  પ્રજ્ઞાબેન આપનો ગઝલનો રસાસ્વાદ ગમ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s