ઉપાસના

Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science
 UPAASANAA – ઉપાસના
Side A – KARTAVYA EJ UPAASANAA – MORBI ENGG. COLLEGE – કર્તવ્ય એજ ઉપાસના – મોરબી એન્જીનીયરીંગ કોલેજ – ભારતનો એક માણસ જેટલી જમીન રોકીને બેઠો છે, તેના કરતાં ગોરો માણસ 30 ઘણી જમીન પર બેઠો છે અને 60 ઘણી સંપત્તિ ધરાવે છે, કેમ? ગોરા લોકોનું નાણાં ભંડોળ 600 ઘણું વધારે છે અને આખી દુનિયા એની મુઠ્ઠીમાં છે, શું કારણ છે? @3.26min. પંદરમી શતાબ્દીનું ઇંગ્લેન્ડ કેવું હતું? વાસ્કો-ડી-ગામા ચાર જહાજો લઈને ભારત આવ્યો, મરી-મસાલા લઇ ગયો અને પાછો 13 જહાજો લઈને આવ્યો ત્યારે કેરાલામાં ત્રણ રાજ્યો અંદરો અંદર લડ્યા કરતા હતા, તે પછીનો ઈતિહાસ સાંભળો. પોર્ટુગીઝનો પહેલો પગ ગોવામાં પડ્યો, આપણી જનતાએ એમને રોક્યો કેમ નહિ? પોર્ટુગીઝોએ ગોવા સુધીનો કાંઠો પોતાની મુઠ્ઠીમાં લઇ લીધો. સો વર્ષ પછી અંગ્રેજોએ પોર્ટુગીઝના જહાજમાંથી ભારત આવવાનો નકશો મેળવ્યો અને આમ ભારતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો અને ડચો આવ્યા. આપણે ત્યારે હિમાલય તરફ દોડતા હતા અને લોકોને મગજમાં ઠાંસી ઠાંસીને ભરતા હતા કે ધર્મ બચાવવો હોય તો દરિયાથી દૂર રહો. આ દેશમાં આઝાદીની સાથે એક બહુ મોટું એન્જિન પ્રાપ્ત થયું, એનું નામ છે સરદાર પટેલ. એન્જિન વગર ડબાઓની કોઈ કિંમત નથી. 14 થી 16મી શતાબ્દીમાં આપણું ક્રીમ હિમાલયમાં જઈને પલાંઠી વાળતું હતું અને બીજાને પલાંઠી વાળતા શીખવતું હતું. આપણે પલાંઠી પૂજક બન્યા અને આજે પણ પલાંઠી પૂજક છીએ. @12.03min. યુરોપમાં જુના કેથોલિક ધર્મનું સૂત્ર હતું ” WORK IS SIN ” અને આપણે ત્યાં પણ વેદાંત વાળાએ એજ કહ્યું. માર્ટીન લુથર દ્વારા એક બહુ મોટું પરિવર્તન આવ્યું અને એણે સૂત્ર બદલી નાખું કે “WORK IS WORSHIP” તમારું કર્તવ્ય એજ તમારી ઉપાસના છે. પ્રજા મગજથી આબાદ થતી હોય છે અને મગજથીજ બરબાદ પણ થતી હોય છે. @15.20min. સમૃદ્ધિ અને સુરક્ષાના ત્રણ માર્ગો તે ભૂમિમાર્ગ, સમુદ્રમાર્ગ અને અન્તરિક્ષ. ભારતમાં સમૃદ્ધિ હતી એટલે લોકો ખૈબર અને બોલનના રસ્તે આવ્યા. કેમ? જે ભગવાન કપડાંયે ન પહેરે તેને હીરા, માણેક, ઝવેરાતથી જડી દીધો એટલે ભગવાન અકળાયો. આપણી પાસે સંપત્તિ સાચવવાના બાવડાં ન હતા. જે કોઈ બુદ્ધ પાસે ગયા તેને બુદ્ધે સાધુ-સાધ્વીઓ બનાવ્યા. આજે પણ હજ્જારો કોલેજ ભણેલાઓને સાધુ બનાવવાની પ્રક્રિયા પણ ચાલુજ છે. @20.28min. આપણા જુના વૈદિક ધર્મમાં પરિવર્તન આવ્યું, કોણ મહાન? જે ઘરેથી પત્ની, ધંધાને છોડીને ભાગે છે, ચંપલ નથી પહેરતો, કપડા નથી પહેરતો, ઊભોજ રહે છે, દુઃખ ભોગવે છે, એની પાછળ ટોળેટોળાં થવા લાગ્યા, પરિણામ એ આવ્યું કે મહત્વકાન્ક્ષા વિનાની પ્રજા થઇ. અમારે ત્યાં તો લખ્યું છે કે “य देवी सर्व भूतेषु इच्छा रुपेन संस्थिता, नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नाम:” જ્યારે બુદ્ધે કહ્યું કે દુઃખનું મૂળ ઈચ્છા છે. પ્રજાને કોઈ દુશ્મનો આવીને મારી નથી શકતા અને એવું હોત તો જાપાન, જર્મની, વિયેતનામ મરી ગયાં હોત. અંગ્રેજો પોર્ટુગીઝના 100 વર્ષ પછી આવ્યા પણ એ લોકો સફળ કેમ રહ્યા તે સાંભળો.  @26.45min.ઈજીપ્તના પિરામિડ અને સતી થવાની પ્રથા. યુરોપમાં પ્રજાનું આખું વ્યક્તિત્વ જે ચર્ચમાંથી નીકળતું હતું તે પ્રયોગશાળામાંથી નીકળવા લાગ્યું અને આ વસ્તુએ યુરોપની કાયા પલટ કરી નાંખી. @30.49min. આયુર્વેદ સંમેલનનો અનુભવ – જ્ઞાન જયારે ફાંસીએ ચઢવાનું હોય ત્યારે ઝનુન ચઢે અને જયારે વિજ્ઞાનમાં પરિવર્તિત થવાનું હોય ત્યારે એની ક્ષિતિજ વધે. “आदमको खुदा मत कहो, आदम खुदा नहीं. लेकिन खुदाके नूरसे आदम जुदा नहीं” કબીરે દોહો બનાવ્યો. “साहब सबका बाप है, बेटा किसीका नाही, बेटा होके अवतरे वो तो साहब नाही. આપણે ભગવાનો ઊભા કર્યા અને પશ્ચિમવાળાઓએ વૈજ્ઞાનિકો ઊભા કર્યા. અત્યારે ભારતમાં 950 ભગવાનો વિદ્યમાન છે. એક હોક્લીવાળા ભગવાનની વાત સાંભળો, આ ભગવાનનું આજે પાંચ કરોડનું મંદિર બંધાશે. કોઈ પ્રયોગશાળા કે કોલેજ નહિ બાંધશે પણ મંદિર જરૂર બંધાશે. @36.17min. એક જૈન મુનિ કહે છે, પૃથ્વી ફરતીજ નથી, રકાબી જેવી છે , વચ્ચે મેરુ પર્વત છે. પાલીતાણામાં આખો મોડલ બનાવેલો છે. ધર્મની માન્યતાઓ છે, જયારે વિજ્ઞાન પાસે પ્રૂફ છે. ધર્મ, માન્યતાઓને અને વિજ્ઞાનને લડાવે નહીં. @38.53min. ઉત્તર ગુજરાતના ખેરાલુ બાપુની ફૂંક લગાડવા માટે એક એક માઇલની લોકોની લાઈનમાં ડોકટરો પણ ઊભા હોય. પુરાણોની ચમત્કારોની કથાને એક જાણીતા કથાકાર વિશે સાંભળો. @41.29min. આશ્રમમાં વૈભવ લક્ષ્મીના વ્રત માટે MSc ભણતો એક છોકરો ફૂલ વીણવા આવ્યો તે વિશે સાંભળો. જાપાન, અમેરિકામાં વૈભવ લક્ષ્મીનું કોઈ વ્રત કરતુ નથી. અહીં આ દેશમાં દોઢ કરોડ લોકો ધર્મની રોજીમાં લાગેલા છે. તેઓ ઈચ્છે છે કે આ બધું રહેવું જોઈએ તોજ એમનો ધંધો ચાલે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર વિશે સાંભળો@45.23min. વેપારીઓ સૌથી વધુ અંધશ્રદ્ધાળુ કેમ હોય છે? ફીરોઝ્પુરમાં એક કરોડાધિપતિ સજ્જન છગામીલાલ વિશે સાંભળો. યુરોપ-ઇંગ્લેન્ડ રાજકીય અને આર્થિક રીતે પ્રયોગશાળા અને વર્કશોપના માધ્યમથી સમૃદ્ધ થયા.
 

Leave a comment

Filed under અધ્યાત્મ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s