પરમેશ્વરની ન્યાય વૃત્તિ

Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science

પચાસ વર્ષ પહેલાંની લાજ અને મર્યાદાની વાત. હિન્દુપણાને એટલું તકલાદી ન સમજો કે તમારા મોઢામાં કોઈ ફૂંક મારી જાય અને તમે હિંદુ મટી જાવ કે ચોટી મટી જાય અને તમે હિંદુ મટી જાવ. બહેનોના વર્ષો જુના કપડાં અને પંજાબી ડ્રેસ વિશે સાંભળો@4.39min. પશ્ચિમની રાજકીય અને આર્થિક સમૃદ્ધિ પ્રયોગશાળા અને વર્કશોપમાંથી આવી. ત્રીસ-ચાલીસ વર્ષમાં દેશમાં થયેલા વિકાસનું આપણને ગૌરવ છે, લોકો વૈજ્ઞાનિકો, ફોરમેનોના દર્શન કરવા નહિ જાય પણ મારા દર્શન કરવા આવશે કારણકે હું લોકોને બનાવું છું. હિટલરે એક બહુ સરસ વાત કરેલી કે જો બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો હારશે તો આખી દુનિયામાંથી રાજકારણનો કાદવ નીકળી જશે, જો ફ્રાંસ હારશે તો આખી દુનિયા પરથી ફેશન અને વિલાસીતતા મટી જશે, જો અમેરિકા હારશે તો દુનિયા ઉપરથી પૈસાની પ્રધાનતા સમાપ્ત થઇ જશે, પણ જો જર્મની હારશે તો દુનિયામાંથી વિજ્ઞાન મરી જશે. દુનિયાને જો વિજ્ઞાન જોઈતું હોય તો જર્મનીને જીવાડવું જોઈએ, કારણકે વિજ્ઞાનના દ્વારા પૃથ્વીનો ઉદય થવાનો છે. આ બધું તો ખરું પણ ભારત જો આ દુનિયામાંથી લુપ્ત થઇ ગયું તો અંધશ્રદ્ધા મટી જશે માટે એમને જીવવા દો. પલાંઠી વાળતા કોણ શીખવશે? આજે ભારતમાં એન્જિનીયરીંગ કોલેજો થઇ એણે આ દેશને ઘણું પ્રદાન કર્યું છે. આ લખદીરજી કોલેજ અને બીજી કોલેજોમાંથી નીકળેલા એન્જીનીયરોએ કેટલાં મોટાં મોટાં કામો કર્યા છે કે હવે કોઈ ગોરાઓને બોલાવવા નથી પડતા. @10.20min. અમેરિકામાં ગોલ્ડન બ્રીજ વિશે સાંભળો. ત્યાં પ્લેટ ઉપર લખેલું છે કે એના સ્ટીલના વાયરો બધા ભારતની ટાટા કંપનીએ બનાવેલા છે. હું એ મતનો છું કે એન્જીનીયરીંગ કોલેજ હોય કે મેડીકલ કોલેજ હોય, માત્ર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનેજ પ્રવેશ મળવો જોઈએ.@14.51min. આ એક એવી જગ્યા છે કે જ્યાં ભણતી વખતે અને ભણી રહ્યા પછી તમારી પુરેપુરી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે અને એવું થશે તો નોબલ પ્રાઈઝ તમારી મુઠ્ઠીમાં છે, આવનારા વર્ષો તમારી મુઠ્ઠીમાં છે અને એવું થશે તો ભારત તમને સલામ કરશે, વંદન કરશે. આજનું ભારત પચ્ચીસ વર્ષ પછી બદલાઈ જવાનું છે, મૂલ્યો બદલવાના છે, દ્રષ્ટિ બદલવાની છે, એટલે ભાઈઓ હું અહી અતિશય આગ્રહથી આવ્યો છું અને હું ઈચ્છું કે તમે લખદીરજી કોલેજનું નામ ભારતમાં એક ડંકાની સાથે વાગે અને કોલેજના વિદ્યાર્થીને લોકો પહેલેથીજ પ્રણામ કરે કે આતો એક સારામાં સારી કોલેજના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને બીજા લાગતાવળગતાઓ એક બીજાના પૂરક બની આ કોલેજને વધારે સફળ અને ધન્ય બનાવે એવી હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @17.24min. સ્વામીજીના અનુભવો. @32.05min. સ્વામીજીનો પાટડીનો અનુભવ @38.22min. પરમેશ્વરની ન્યાય વૃત્તિ. @41.30minભજન – ભૂતળ ભક્તિ પદારથ મોટું – શ્રી મતિ મીનું પુરુષોત્તમ.

 

1 Comment

Filed under Uncategorized

One response to “પરમેશ્વરની ન્યાય વૃત્તિ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s