હેપી મધર્સ ડે, મા ને સુવા દો+હયાત માતા…+

GM-DP-Harnish Jani-2015-05-06

318.Maa_ne_Suvaa_Do-Asha_Virendra-SeM-2015-03-22

સૌજન્ય શ્રી ઉત્તમ ગજ્જર

………….

મા શ્રી અબ્દુલ કલામ

“સૌથી પહેલા તો મારી મા, મારા શિક્ષકો-અઘ્યાપકો અને કામકાજના સ્થળે મારા ઉપરીઓ. હું મારા બાળપણના દિવસો કદી ભૂલી નથી શકતો. મારા બાળપણને છલોછલ કરવામાં મારી માતાનો હાથ સૌથી વધુ મોટો રહ્યો. એમણે મને સારું-ખરાબનું, સાચા-ખોટાનું ભાન કરાવ્યું. મારે વહેલા ટ્યુશનમાં જવાનું હોય એટલે મા ચાર વાગે તે પહેલાં ઊઠી જતી. મને નવડાવી, તૈયાર કરી, ટ્યુશને મોકલતી.

હું ભણતો હતો એ દિવસોમાં કેરોસીનના ફાનસનો ઉપયોગ થતો હતો. કેરોસીન પૈસા આપી ખરીદવું પડતું. એટલે ઘરમાં ફાનસ માત્ર સાંજે સાતથી નવ જ સળગાવવામાં આવતું, પરંતુ ભણવા તરફનો મારો ઝોક જોઈને માએ મારે માટે એક નાનકડું ફાનસ ખરીદેલું, જેના અજવાળે હું રાતે ૧૧ સુધી ભણી શકતો. મારી માએ બાળપણમાં મને સાથ ન આપ્યો હોત તો હું અહીં સુધી ક્યારેય પહોંચી ન શકત. આત્મકથા ‘વિંગ્સ ઓફ ફાયર’ મેં માને સમર્પિત કરી છે અને એક નાનકડી કવિતા પણ લખી છે. એનું શીર્ષક પણ ‘મા’ જ છે.”

…………………………………………………………

“pkdavda@gmail.com” <pkdavda@gmail.com> wrote:

માતૃભક્તિ

૧૯મી સદીમાં મુંબઈના બજારગેટ વિસ્તારમાં પ્રેમચંદ રાયચંદ નામે ગુજરાતી જૈન ધનાઢ્ય વેપારી રહેતા હતા. પ્રેમચંદ રાયચંદનું કુટુંબ જૈન ધર્મમાં ચૂસ્તપણે માનવાવાળું હતું, અને એમા પણ પ્રેમચંદના માતા રાજબાઈ નિયમિત સામયિક કરતા. સામયિક એ જૈનધર્મમાં ૪૮ મિનીટના ધ્યાનની ધાર્મિક ક્રીયા છે. એ જમાનામાં ગણ્યાઅ ગાંઠ્યા લોકોના ઘરોમાં ઘડિયાળો હતા. રાજબાઈએ પુત્રને કહ્યું કે ઘડિયાળ સાથે એવું ટાવર બંધાવ કે આપણા વિસ્તારના બધા લોકો એ ઘડિયાળ જોઈ શકે અને સામયિક કરી શકે. માતૃભક્ત પ્રેમચંદે ૧૮૬૯ માં ૨૮૦ ફૂટ ઊંચા ટાવરનું બાંધકામ શરૂ કર્યું, અને ૧૮૭૬ માં બે લાખ રૂપિયાના ખર્ચે (આજની કીમત ૫૦ કરોડ રૂપિયા) પૂરૂં કર્યું. શરૂઆતમાં આ ટાવરના ધડિયાળમાં દર ૪૮ મિનીટે ટકોરા થતા, જેમાં પછીથી ફેરફાર કરી કલાકે કલાકે કરવામાં આવ્યા. આ ટાવરને રાજબાઈ ટાવર નામ આપવામાં આવ્યું, જે અંગ્રેજીમાં RAJABAI લખાતાં રાજાબાઈ ટાવર તરીકે જાણીતું થયું. આને કહેવાય માતૃભક્તિ.-પી. કે. દાવડા…

અમારી  નૉસ્ટેલજીક યાદ…

આજ બજારગૅટ વિસ્તારમા, રાજાબાઈ ટાવર સામે  અમારા દાદા અને દાદાકાકા, દાદી શેઠ અગિયારી લેનમા રહેતા..મમ્માદેવીના પૂજારી અને ભાટીયા સ્કુલમા શિક્ષક હતા.મમ્માદેવી કચ્છી લોકોની કુળદેવી  છે. મૂળ તો એમનું નામ હિંગળજ માતા છે. અને અંબામાતાનું સ્વરૂપ છે. પાકિસ્તાનના એક પ્રદેશમાંથી ઊંટ પર બેસીને કચ્છમાં આવ્યા. કચ્છમાં મોરાગટમાં મોરીમાતા  (કચ્છી ભાષા પ્રમાણે) ના નામે વસ્યા. અહીં પણ મમ્માદેવીનું પ્રસિધ્ધ  મંદિર છે. સૈકાઓ પહેલા ત્યાં મમ્માદેવીના નામથી વસ્યા જેના નામ પરથી મુંબઇમાં આસોમાસ અને ચૈત્રમાસની નવરાત્રી ધામધૂમથી પૂર્વક ઉજવાય છે.ભુતકાળના સુખદ પ્રસંગોની યાદ દુ:ખદાયક છે કારણ કે એ દિવસો ચાલ્યા ગયા. અને દુ:ખદ પ્રસંગોની યાદ સુખદાયક છે કારણ કે એવા દિવસો હવે નથી રહ્યા. ‘રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે :

जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे,

मातृभिश्चन्त्यमानानां ते हि नो दिवसा: गता:

આ શ્લોક ભવભૂતિના ઉત્તરરામચરિતમ માં આવે છે.ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના ઉત્તમ નાટ્યકારોમાંના એક છે. ભવભૂતિએ ઉત્તરરામચરિત નામે કરુણરસપ્રધાન નાટકની રચના કરી છે. કરુણના નિરુપણમાં તેની બરોબરી કોઈ કરી શકે તેમ નથી. કરુણના નિરુપણમાં ભવભૂતિ કાલિદાસ કરતાં પણ ચડીયાતા મનાય છે.ભવભૂતિ ‘ઉત્તરરામચરિત’માં કહે છે, ‘લૌકિકાનાં હિં સાધૂનામર્થં વાગનુવર્તતે… ઋષિણાં પુનરાદ્યાનાં વાચમર્થોનુધાવતિ’. આમઆદમી બોલે છે એ શબ્દો છે. એ નર્યો અવાજ છે. એક એવો અવાજ, એક એવો શબ્દ જે અર્થને અનુસરે છે. જ્યારે ભવભૂતિનો એ છે જેના શબ્દોને, જેની વાણીને અર્થ અનુસરે છે.

………………………………………………………………………………………………

નવા જમાનાની સુંદર વાત “ જ્યારે નાની બની – મા…!”
સુરતના ભાવિકાબેનને ગર્ભાશય ન હતુ જેની જાણ તેમણે લગ્ન પહેલા જ ભાવિ પતિ સૌરભ ભાઈને કરી હતી. પરંતુ પતિ પત્ની વચ્ચે પ્રેમને પ્રથમ મહત્વ આપીને સૌરભ ભાઈ ભાવિકાબેનની સાથે સપ્તપદીના ફેરા ફર્યા. થોડા સમયે તેમને યોગ્ય વિશેષજ્ઞ માર્ગદર્શન અનુસાર સરોગેટ મધર દ્વારા શિશુ પ્રાપ્તિ કરવાનું નક્કી કર્યુ. તેમના સાસુ એટલે કે ભાવિકાબેન ના મમ્મી શાંતાબેન ચાવડાએ આ માટે પોતાની કૂખ આપવા ઈચ્છા દર્શાવી. સામાન્ય રીતે 40 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રી માટે માતૃત્વ જોખમી બની શકે છે. પરંતુ પોતાની દિકરી માટે આ જોખમ ખેડવા આ નાની તૈયાર હતા…! પછી નિષણાતોના સારવાર અને નિરીક્ષણ હેઠળ સૌરભભાઈ અને ભાવિકાબેન નું બીજ ફલિત કરી શાંતાબેન ના ગર્ભાશયમાં સ્થાપિત કરાયુ. 9 માસની સંપૂર્ણ ગર્ભાવ્સ્થા પછી આ નાની ફરી નાની – મા બન્યા !! અને તે પણ એક નહિ બબ્બે જોડીયા શિશુઓ ના. ..! સરોગેટ મધર તરીકે ઉત્તમ ઉદાહરણ આ નાનીમાએ પૂરુ પાડયુ.  

હયાત માતા-પિતાની છત્રછાયામાં,

હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો…

માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો…

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
પ્રેમથી હાથ ફેરવીને ‘બકા‘ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો…

unknown

 

6 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, પ્રકીર્ણ, Uncategorized

6 responses to “હેપી મધર્સ ડે, મા ને સુવા દો+હયાત માતા…+

 1. pragnaju

  Vinod R. Patel
  May 9 at 10:23am
  માતાનો મહિમા કરતાં કેટલાંક સુવાક્યો

  જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને ખાવાવાળા પાંચ હોય
  ત્યારે જે સૌથી પહેલાં બોલે કે મને ભુખ નથી તે વ્યક્તિ એટલે મા.

  *******

  ખુબ જ મહેનત કરીને ઘેર આવો ત્યારે ……
  ડેડી પૂછે :” કિતના કમાયા ?”
  પત્ની પૂછે :” કિતના બચાયા ?”
  છોકરાવ પૂછે :”હમારે લીયે ક્યા લાયા ? “
  ફક્ત મા જ પૂછશે :” બેટા, તુમને કુછ ખાયા ?”
  એટલે જ તો કહેવાય છે ……
  મા તે મા બીજા બધા વગડાના વા ……

  ***********

  શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ?
  જે માની ગોદમાં છે ,તે હિમાલયમાં નથી હોતી .
  — કવિ મેહુલ

  ભૂલો તમે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહી,
  અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહી.
  ધન ખર્ચતાં મળશે બધું,પણ મા બાપ મળશે નહી,
  એનાં પુણ્ય ચરણો તણી,ચાહના કદી ભૂલશો નહી.

  સંત પુનીત મહારાજ

  મધર્સ ડે ને અનુરૂપ જૂનાં હિન્દી ગીતોનો એક સરસ વિડીયો માણો.
  Mother’s Day Special Songs | Old Hindi Songs | Maa Pyari Maa


  Mother’s Day Special Songs | Old Hindi Songs | Maa Pyari Maa
  Mother’s Day is a celebration honoring mothers and motherhood, maternal bonds, and the influence of …

 2. ભાવિકાબેનની વાત અચંબો પમાડે તેવી છે.
  સંસ્કૃત કવિઓ …
  उपमा कालिदासस्‍य भारवेरर्थगौरवम्‌।
  दण्‍डिन: पदलालित्‍यम्‌ माघे सन्‍ति त्रयो गुणा:।।
  http://sa.wikipedia.org/wiki/%E0%A4%95%E0%A4%BE%E0%A4%B2%E0%A4%BF%E0%A4%A6%E0%A4%BE%E0%A4%B8%E0%A4%B8%E0%A5%8D%E2%80%8D%E0%A4%AF_%E0%A4%89%E0%A4%AA%E0%A4%AE%E0%A4%BE%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%B8%E0%A4%95%E0%A5%8D%E0%A4%A4%E0%A4%BF%E0%A4%83

 3. pragnaju

  himatlal joshi

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  MOTHER’S DAY
  Loving and Divine Soul,

  Let the choicest blessings of God and the masters be upon all of you. I take the opportunity to pray for all, especially the mothers as we celebrate Mother’s Day.

  Mother’s Day is an annual celebration, but it should be a daily celebration expressing love and compassion. We should cultivate love and compassion in our minds and hearts and express them in our thoughts, words, and everyday deeds.

  When I think of Mother’s Day, I think of my mother who brought me into this world and took extremely good care of me in every possible way to ensure I would become a good person. She is no more, but I vividly remember her and her every kind gesture. She was the ideal for me in many ways. She loved everyone and everything without discrimination. Her arms were wide open to manifest pure love for all. While she lived in the ashram, a visitor remarked that she was a love machine, to sit near her was to bathe in love.

  The mother is the epitome of love. Her love is boundless. Motherhood is not only seen in human beings, but is clearly seen in other beings. In childhood, I observed mother’s love in birds, monkeys, cats, dogs, and cows. How beautiful to see their love for their offspring.

  We are human beings. We are not to be guided by instinct nor greed, but by love, kindness, compassion, and a vision of better living for all. In the Vedic culture of India, we are taught to love God as the Mother, including the scriptures, mantras, the earth, nature, rivers, and even cows. It is an expression of gratitude for their contribution to healthy and happy living.

  If we consider the modern lifestyle and way of thinking, we see we are becoming more self-centered, and we are exploiting nature to the greatest extent. We can see the wrath of nature in natural disasters. Nature is killing humans, and human beings are killing humans in wars, terrorism, and violence. Human beings destroy out of greed, anger, ego, and ignorance. Their actions hurt the heart of the Mother in many ways. If we love the Mother and want to express our love and gratitude to her, we should understand her heart and her love in this creation. No mother wants to see destruction. A mother’s heart is the heart of love.

  On this Mother’s Day, I pray to the Divine Mother to give us hearts that can feel pure love for all living beings so that our lives are comprised of pure love, compassion, and kindness. Let our love for the mother, Mother Earth, and even the entire creation be sincere and our lives be simple and practical, loving nature and all creation.

  Let this Mother’s Day be a day of gratitude for our earthly mother and motherhood in general.

  With Love,
  Prajnanananda

 4. મધર્સ ડે નિમિત્તે પસંદ કરેલ સાહિત્ય સામગ્રીનું સરસ ગમે એવું પ્રસંગ અનુરૂપ સંકલન

  સૌ માતાઓ ને પ્રણામ -હેપ્પી મધર્સ ડે

 5. Ramesh Patel

  Thanks for sharing a special day topics…a real honor with love & gratitude.

  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s