ઉપાસનાનું સ્થાયિત્વ

 ઉપાસનાનું સ્થાયિત્વ –  – નિમેશભાઈએ ત્રણ કરોડ જેટલું દાન આ સંકુલમાં આપ્યું છે, તે અંગે સ્વામીજીની પ્રસંશા. સ્વામીજી કહે છે, જયારે બ્રાહ્મણો આવડું મોટું દાન આપે ત્યારે મને બહુ આનંદ થાય છે. કારણકે પુરાણોમાં કેટલીક વાર કથાની શરૂઆત એક દરિદ્ર બ્રાહ્મણથીજ થતી હોય છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે દરેક બ્રાહ્મણને એવીજ શક્તિ આપે તો આ માન્યતા ભૂંસાય જાય. @3.24min. મારે જે બે શબ્દો કહેવા છે તે મહાદેવજીના માધ્યમ દ્વારા કહીશ, કારણકે આપણે મહાદેવજીના મંદિરમાં બેઠા છીએ. આપણે ત્યાં અને વિશ્વભરમાં જે ધાર્મિકતા છે, એમાંનું એક અનીર્વાર્ય અંગ ઉપાસના છે. ઉપાસનાના પાયામાં એક બહુ મોટી અડચણ છે કે તમે તમારા દેવ વિષે નિ:શંક થયા છો? ગુંચવાડાથી મુક્ત થયા છો? અને જો તમે ગુંચવાડામાંથી મુક્ત થયા નહિ હોવ તો તમે ઇષ્ટદેવ બદલ્યા કરશો. @5.16min. તમે ગુંચવાડો ભરેલી ઉપાસના કરો છો, એટલે તમારી ઉપાસનામાં સ્થાયિત્વ આવતું નથી. આપણે ત્યાં પ્રાચીન કાળથી બે ધારાઓ ચાલી આવે છે, તે વૈષ્ણવી અને શૈવી ધારા. વૈષ્ણવી એ શ્રીમંતોની ધારા છે. ભગવાન વિષ્ણુ જેટલા ખર્ચાળ દુનિયામાં કોઈ દેવ નથી. આપણે ગમે એટલું લોકોને કહીએ, પણ લોકોને આવું ગમે છે. લોકોને સાદાઈ ગમતી નથી, કારણકે સાદાઈ કુદરતી નથી. ભપકો, આડંબર, ઐશ્ચર્ય કુદરતી છે. અને એ સારું છે કે એના કારણે બજારમાં ખરીદી થાય છે. ભગવાનનો છપ્પન ભોગ જોવા જતાં ધોરાજીમાં 10-12 બહેનો ધસારામાં કચડાઈને મરી ગઈ હતી. વિદુરની ભાજી કે શબરીના બોર જોવા કોઈ ના જાય, એકલો ભગવાનજ જાય. કારણકે ભાજી અને બોરાંમાં શું લેવાનું? ઓચિંતાનો દરવાજો ખુલ્યો એટલે આ બહેનો ધસારામાં (stempid) મરી ગઈ. આ છપ્પન ભોગો જોઇને કવિનું મન કકળી ઉઠેલું અને કવિતા રચેલી કે “તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠાં, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠાં” કાશીમાં ભણતા એક સંપ્રદાયના મિત્ર સાથે મુલાકાતની વાત સાંભળો. @10.00min. આ મિત્રે સ્વામીજીને અન્નકૂટનો પ્રસાદ આપ્યો. અન્નકૂટમાં બે જાતનો પ્રસાદ રાખવામાં આવે છે, એક ડાલ્ડાનો અને એક દેશી ઘીનો. વધુ આગળ સાંભળો કે જેવો ભક્ત એવો પ્રસાદ, એમ મંદિરને વેપારનું કેન્દ્ર બનાવી દીધું. ત્યાં ભક્તોની ભીડ થાય પણ ભગવાન ન હોય અને હોય તો પણ  ખસી જાય. આ છપ્પન ભોગમાં જે બહેનો મરી ગઈ, એમની શોક સભામાં પણ કોઈ ન ગયું, માફી નાં માગી અને એટલુંજ કહ્યું કે કોઈ શોક ન કરશો, એ બધા ધામમાંજ ગયા છે. આવા ટોળાંએ ભક્તિને વેવલી બનાવી દીધી. વેવલી ભક્તિ હોય ત્યાં વિવેક ન હોય, જ્ઞાન ન હોય, ડહાપણ કે સમજણ ન હોય પણ ઉભરો હોય, ધક્કા-મુક્કી હોય. વૈષ્ણવી ધારા બહુ ખર્ચાળ છે, જયારે શૈવી ધરામાં કોઈ ખર્ચો નહિ, કારણકે મહાદેવજીને પડદોજ ન હોય અને ભગવાન હંમેશાં જાગતાજ હોય છે. એક લોટો પાણી ચઢાવો, બસ થઇ ગયું અને પાંદડાથી રાજી થઇ જાય. થોડી વધારે ભક્તિ હોય તો સ્મશાનની રાખ લઇ આવો. આટલી સરળ ઉપાસના, બિનખર્ચાળ ઉપાસના તમને ભાગ્યેજ કોઈ જગ્યાએ જોવા મળશે. એટલે આ ધારાઓ એમ સુચના આપે છે કે મનુષ્યો પણ બે પ્રકારના હોય છે, એક ભગવાન વિષ્ણુ જેવા અને બીજા એક ભગવાન શિવ જેવા. શિવજીને સમજવા હોય તો મંદિરમાં ખાલી હાથ જોડીને, આંખ મીંચીને આવતા ના રહેશો, પણ મંદિરમાં એકેએક પ્રતિમા ધારી ધારીને જોજો. આ પ્રતિમાઓ એમને એમ નથી બની, એમાં મેસેજ મુકેલા છે. શિવજીનો શાલીગ્રામ નદીમાંથી નીકળે છે, એ ઘડેલો ન હોય. @15.18min. એને આપણે સ્વયંભૂ કહીએ છીએ, એને ઘડેલો ન હોય. માણસોમાં પણ એવા કેટલાક અણઘડ હોય પણ એને ભેલાડીયા ઘાટ જેવો ઘાટ મળી જાય તો ગોળ ગોળ ઘૂમે અને ખૂણા તૂટે એટલે એ શિવ થઇ જાય અને જે શિવ થાય એજ કલ્યાણકારી થાય. શિવનો અર્થજ કલ્યાણ છે. જે પ્રતીતિ કરાવે એનું નામ પ્રતિમા કહેવાય. આ એક ભગવાનની સિમ્બોલ છે, જેનાથી તમને પ્રતીતિ થાય એટલે આપણા પૂર્વજોએ પ્રતિમા બનાવી અને એ પ્રતિમા બનાવીને ગજબ કરી નાંખી. ભગીરથે કેવી રીતે ગંગાને શિવજીની જટામાં ઉતારીને પૂર્વજોનો ઉધ્ધાર કર્યો તે સાંભળો. જેને પૂર્વજોની ચિંતા હોય એનેજ સુપુત્ર કહેવાય. ભગીરથે ગંગાને પૃથ્વી ઉપર ઉતારવા તપસ્યા કરી. શક્તિ વેગ વિનાની હોયજ નહીં. @20.44min.  ભગીરથે વિષ્ણુ ભગવાનને કહ્યું, તમે જો ગંગાને ઉતરવાની જગ્યા, ફાઉન્ડેશન નહિ આપો તો મારું થશે શું? મારા પૂર્વજોનો ઉધ્ધાર થશે કેવી રીતે? વિષ્ણુ ભગવાને કહ્યું આવું કામ તો એક સ્મશાનમાં બાવો રહે છે, તેજ કરે છે. ભગીરથ ત્યાં પહોંચ્યા અને જોયું તો શિવજી ભષ્મ ચોળીને બેઠેલા છે. પ્રાર્થના કરી કે ગંગાને ઉતારવા તમારો આધાર જોઈએ છે. શિવજીએ કહ્યું તું ચિંતા ન કર, હું આવું છું. શિવજીએ જોરથી છલાંગ મારી. તમે બહુ ઊંચે હોવ અને છતાં નીચેના માણસને તમે તણખલું ન સમજતા તમાર બરાબર સમજતા હોવ તો તમે શિવ થવાને લાયક છો. જો તમારામાં  અહંકાર ન હોય તો જ આવી દ્રષ્ટિ ઉઘડી શકે. નિમેશભાઈના દીકરાએ બહુ સારી વાત કરી કે મારા પિતામાં જે ગુણો છે, એનો એક ગુણ છે નમ્રતા અને સ્વામીજી કહે છે મને એનો પ્રત્યક્ષ અનુભવ થયો, તે સાંભળો. શિવજી ઊભા છે અને ગંગાજી જોરથી પડી પણ કશું થયું નહીં. વર્ષો વીતી ગયાં એક ટીપું પાણી બહાર ન નીકળ્યું એટલે ગંગાનો અહંકાર ઉતર્યો. અમારી એવી માન્યતા છે કે જ્ઞાન અહંકાર વિનાનું ન હોય,પણ જ્ઞાન જયારે થાકે ત્યારે એ ભક્તિના રસ્તે વળે. @25.06min. જ્ઞાન જયારે ભક્તિના રસ્તે વળે ત્યારેજ સાચો માણસ થાય. “भक्तिर् ज्ञानाय कल्पते” પછી એમાં જે જ્ઞાન ઉત્પન્ન થાય એ પરાવાણીનું  હોય અને એ નાભીમાંથી નીકળશે. ગંગાજી કહે, કોણ છો તમે? હું વર્ષોથી ગૂંગળાઈ-ગૂંગળાઈને મરી ગઈ, મને જગ્યા આપો. એટલે મહાદેવજીએ એક લટ ઢીલી કરી અને ગંગાજીને માર્ગ મળ્યો. જ્યાં ગંગાજી નીકળ્યા એને ગો-મુખ કહેવાય છે. પછી તો આગળ ગંગોત્રી આવી, ઋષિકેષ, હરિદ્વાર આવ્યું અને 1600 કિલોમીટર ગયા એટલે છેવટે ગંગા સાગર આવ્યું. ગો-મુખમાં ગંગાજી પાંચ ફૂટ પહોળાં હશે, ગંગોત્રીમાં આવતાં આવતાં 100 ફૂટ થયાં અને ગંગાસાગર આવતાં આવતાં ગંગાનો પટ 5 કિલોમીટર થઇ ગયો. ત્યાં જમુનાજી વિગેરે કેટલી બધી નદીઓ ભળી. સંસ્કૃતિમાં પણ આવુંજ છે. તમારામાં જો અડોસ-પડોશની નદીઓ (લોકો) ભળે, તો તમે મોટા થવાના પણ તમારામાં કોઈને ભળવાજ ન દો, તો તમે આગળ જતાં સુકાઈ જવાના. ભગીરથના પૂર્વજોનો ઉધ્ધાર થયો. જીંદગીમાં ત્રણ વેગો બહુ મહત્વના હોય છે. ગંગા ઉપરથી પડી એ એક વેગ, એમ તમારા જીવનમાં પણ ઘણીવાર એવું બને કે તમે સફળ થાવ, તમારા વખાણ થાય, જયજયકાર થાય એટલે આ એક વેગ ઉત્પન્ન થાય. એ વેગને તમે પચાવી શકો તો તમે ગંગા થઇ શકો. શિવજી થઇ શકો, નહિ તો તમારો વેગજ તમને મારી નાંખશે. એક બીજો વેગ છે, એ દુશ્મનો ઊભા કરે. પ્રગતિ દુશ્મન વિનાની હોતીજ નથી. તમે બિલકુલ નિર્દોષ હશો તો પણ કેટલાકના પેટમાં તો ચૂંક આવવાનીજ. એ વેગને તમે પચાવી શકો તો તમે શિવ થઇ શકો. ત્રીજો તમારી અંદરનો વેગ છે. કામ, ક્રોધ, લોભ, મોહ વિગેરે. આ ત્રણે વેગો તમે પચાવી શકો, સહન કરી શકો તો તમે શિવ થઇ શકો. નિમેશભાઈ આટલું સારું કામ કરી રહ્યા છે અને એમના વખાણ થાય એ સ્વાભાવિક છે. એમણે બહુ સરસ વાત કરી કે કોઈ 51 આપે કે કોઈ કરોડ આપે એ બંને ઇકવલ(સરખા) છે. આ એમનું સંતપણું છે. કોઈએ કલ્પના કરી કે આ ગંગા શું છે? આપણે એને ત્રિપથગા કહીએ છીએ. એ ત્રણ માર્ગે વહે છે, એ ઉપરનું નોલેજ છે. એ નોલેજ એવું કે સ્કુલમાં ન ગયા હોય તો પણ એની વાત તમે સાંભળ્યાજ કરો. @30.00min. રામકૃષ્ણ પરમહંસ બિલકુલ અભણ માણસ છે, પણ એની સામે મોટા મોટા માણસો, કેશવચંદ્ર સેન, વિજય કૃષ્ણ ગોસ્વામી એ જમાનાના ધુરંધર વિદ્વાનો, એ બોલે એની નોટ લે કે આ માણસ શું બોલે છે? ક્યાંથી આવે છે આ બધું? આશ્ચર્યચકિત થઇ જાય છે, એટલે આ બધું સુપર નોલેજ છે. એક દિવસ કેશવ ચંદ્ર સેને પૂછ્યું કે એનું શું કારણ છે કે અમારે પ્રવચન કરવું હોય તો આઠ દિવસ આગળથી તૈયારી કરવી પડે છે અને તમે કશી તૈયારી નથી કરતા? રામકૃષ્ણે કહ્યું તમે ગીધની જેમ બહુ ઊંચે ઉડો છો અને તમારી નજર મરેલું કુતરું, ગધેડું તરફ હોય છે કે મને શું અને કેટલું મળશે? એટલે તમારું નોલેજ એ સુપર નોલેજ નથી. તમારે એ જોઈતું હોય તો આ ગીધપણું છોડો. શિવજીની જટાઓ બધી ફેકલ્ટીઓ છે. નાલંદામાં 118 ફેકલ્ટીઓ હતી, એનો કોઈ અંતજ નથી. કોઈ નેત્રનો સારો ડોક્ટર હોય તો પૂછજો કે તમારું આંખનું જ્ઞાન પૂરું થયું? એ કહેશે ના, એનો અંત ન હોય. આ બધી શિવજીની જટાઓ છે. એ તો, सत्यं ज्ञानं अनतं ब्रह्म अनतं” એના ઉપર પૂર્ણ વિરામ હોયજ નહીં. અલ્પ વિરામને જે પૂર્ણ વિરામ માનીને બેસી જાય એ પછાત થઇ જાય છે, એનો વિકાસ અટકી જાય છે. શિવજીને ચંદ્રશેખર કેમ કહીએ છીએ તે સાંભળો. પૂનમનો ચંદ્ર દિવસે-દિવસે ઘટતો હોય એવી આપણી દશા છે, તે ઉદાહરણથી સાંભળો. @35.00min. પંચાંગમાં બીજના ચંદ્રને ચંદ્ર-દર્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે સાંજે બધા હાથ જોડીને દર્શન માટે ઊભા રહે છે. બીજનો ચંદ્ર બીજા દિવસથી આગળ વધવાની પ્રેરણા આપે છે, જયારે પૂનમનો ચંદ્ર બીજા દિવસથી ઘટવાનો સંકેત કરે છે. મહાદેવજી ગળામાં સાપ લઈને બેઠા છે, તે સંબંધી કથા સાંભળો. દેવ અને અસુર કાયમ લડતા હોય છે, અત્યારે પણ લડે છે. બીજાનું પડાવી લે એ આસુરી સંપત્તિ અને પોતાનું હોય અને બીજાને આપે એને દૈવી સંપત્તિ કહેવાય. એક ઓળખીતા વાણિયા સજ્જનની વાત સાંભળો. પૈસા-સંપત્તિ ચિંતા વગરની હોતીજ નથી. કુબેરનું ચિત્ર વિષે સાંભળો. એમાંથી શું મેસેજ નીકળે છે? કે એ લમણે હાથ દઈને ઉતરેલે ચહેરે પલાંઠી વાળીને બેઠો છે. આ કુબેરની જે દશા છે, એવી તમારી પણ સંપત્તિ આવવાથી થાય, એટલે તમે આપતા રહો, આપતા રહો બસ આપતાજ રહો. એનાથી બહુ આનંદ થાય. નિમેશભાઈને પૂછો કે આ ત્રણ કરોડ આપ્યા પછી એમને પસ્તાવો થાય છે? સમુદ્ર મથન એ આખું રૂપક છે, તે સાંભળો. @40.02min. દેવ અને દાનવો મળી સમુદ્રનું મથન કર્યું અને પહેલા ઝેર નીકળ્યું એટલે દેવ-દાનવો બધા ભાગ્યા, એને કોણ પચાવે? એજ પેલા સ્મશાનના બાવા પાસે ગયા અને એ સમજી ગયા એટલે મહાદેવજી આંખ મીંચીને પી ગયા. શિવજીએ ઝેર પેટમાં ન ઉતાર્યું અને થુંકી પણ ના કાઢ્યું અને એને કંઠમાં રાખ્યું એટલે નીલકંઠ કહેવાયા. તમે જયારે સારું કામ કરવા નીકળો ત્યારે થોડા લોકો તો  તમારી નિંદા કરવાજ.  તમે દાન આપો તો પણ નિંદા કરવાના, કહેશે કે બે નંબરના વધી ગયા એટલે આપ્યા. નિંદાના સામે તમે ઝગડો ન કરો, એ નિંદાને તમે ગળામાં રાખીલો, તમારી શોભા વધી જશે. પેટમાં ઉતારી દેશો તો ઊંઘ હરામ થઇ જશે. એટલે મહાદેવની એક એક વસ્તુ ધ્યાન પૂર્વક, સમજ પૂર્વક જોશો તો એમાંથી તમને મેસેજ મળશે. મહાદેવની બાજુમાં પાર્વતીજી બેઠાં છે. એક જૈન સજ્જને પૂછ્યું તમારા બધા ભગવાન પરણેલા છે? કહે કે પરણેલા હોય તો ભગવાન ના થાય. આપણી આ વિશેષતા છે કે આપણે ભગવાનને સજોડે માનીએ છીએ, એટલુંજ નહિ એને અડધું અંગ માનીએ છીએ. જેટલું મહત્વ શિવનું છે એટલુંજ મહત્વ પાર્વતીનું અને જેટલું મહત્વ વિષ્ણુનું એટલુંજ મહત્વ લક્ષ્મીજીનું. વિષ્ણુ પોતેજ કહે છે કે લક્ષ્મીના દ્વારાજ સંસાર ચાલે છે.પાર્વતી એ શક્તિનું સ્વરૂપ છે. શિવ મડદું થઈને સુતેલા છે અને પાર્વતી દુર્ગાનું રૂપ ધારણ કરીને ઉપર નૃત્ય કરે છે. એનો અર્થ એવો મેસેજ છે કે શિવ તો શવ એટલે મડદું છે અન એ પ્રકૃત્તિના દ્વારા પ્રવૃત્તિ કરે છે, એમાં “ઈ” છે એ શક્તિ છે, એનું પણ એટલુંજ મહત્વ છે. એક મહિલા સંમેલનની વાત સાંભળો. @45.22min.  શક્તિથી ભાગો નહિ, શક્તિથી ભાગીને તમે શક્તિહીન થઇ જશો તો કોઈ મહત્વનું કાર્ય ન કરી શકો પણ શક્તિને એના સાચા સ્વરૂપમાં સ્વીકાર કરશો તો બેડો પાર થઇ જશે. રામકૃષ્ણે નરેન્દ્રને કહ્યું, બિલાડી જો ઉંદરને ઝપટે તો ઉંદરના ચીંથરા-લોચા કાઢી નાંખે પણ

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “ઉપાસનાનું સ્થાયિત્વ

  1. નિમેશભાઈએ ત્રણ કરોડ જેટલું દાન આ સંકુલમાં આપ્યું છે, તે અંગે સ્વામીજીની પ્રસંશા.
    – સંદર્ભ???

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s