ઉપાસનાના પ્રતીકો

UPAASANAA-NAA PRATIKO – ૦૦૦–  ઉપાસનાના પ્રતીકો – નખત્રાણા, કચ્છ – ત્રણ શબ્દો યાદ રાખજો, ઉપાસક,ઉપાસના અને ઉપાસ્ય. ઉપાસના એટલે તમારા માટે જે અત્યંત જરૂરી હોય, એને મેળવવાનો પ્રયત્ન. કોઈ માણસ એવો નથી કે જેને પ્રિય-અપ્રિય કંઈ હોય નહિ. માણસ માત્રમાં કોઈને કોઈ પ્રકારની શ્રદ્ધા રહેલી છે, પણ એની શ્રદ્ધા ક્યાં છે? ઉપાસના ક્યાં છે? પ્રિયત્વ કઈ જગ્યાએ છે? અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા સમૃદ્ધ દેશમાં પૈસાના અતિરેકના દુઃખો એટલેકે વ્યસનોના ઊભા થયા છે. યાદવો બહું વ્યસની થયા કારણકે દ્વારિકા સોનાની હતી. @5.52min. પીવામાં અને પીવામાં સોનાની દ્વારિકા ખતમ થઇ ગઈ. કૃષ્ણ ના રોકી શક્યા. દુશ્મનોથી બચવું સહેલું છે પણ ઘરના માણસોથી બચવું અને ઘરના માણસોને જીતવું બહું કઠીન છે. વ્યસન અને વાસનાની ઉપાસના એવી પકડશે કે તમારી ગરદનને ઊંચી નહિ થવા દે. સુરત તરફ એક સાધુએ પત્રિકા છપાવી કે ગમે એવું દુઃખ પડે તો, ઓય ઓય કરજો પણ રામ રામ ન કરશો. કેમ? માણસ ઉપાસના વિનાનો હોતો નથી પણ જેમ જેમ તમે રામની ઉપાસના કરતા જાવ અને ઉપાસના સફળ થતી જાય એમ એમ તમારું ઓય ઓય થતું બંધ થઇ જાય અને જીવન ધન્ય થઇ જાય. તમે પરમેશ્વરની ઉપાસના નહિ કરશો તો નાની નાની ચીજોની ઉપાસના કરશો અને એની પાછળ દોડ્યા કરશો. @9.05min. આઠ-દશ વર્ષ પહેલા આશ્રમમાં એક UP તરફના મહાત્મા આવેલા, વિદ્વાન પણ વ્યસનની આદતને લીધે રોજ પાંચ-સાત માઈલ ચાલીને ગાંજો પીવા જાય. વ્યસનની ઉપાસના એ તુચ્છ વસ્તુની ઉપાસના છે. @12.27min. જીન્દગીમાં ત્રણ જગ્યા જરૂર જોજો. હિમાલય, સમુદ્ર અને દક્ષિણ ભારતના મંદિરો. આ બધું જોશો એટલે તમારો અહંકાર ઊતરી જશે, એટલે પરમેશ્વર નજીકમાં, પાસેજ છે. @16.25min. એક સજ્જનની વાત અને રામેશ્વર મંદિરની મુલાકાત. રામેશ્વર મંદિર કોણે બંધાવ્યું એનું નામ નથી પણ મંદિરના પગથિયાં આગળ પતિ-પત્ની દંડવત કરેલી સુતેલી હાલતમાં, મૂર્તિઓના રૂપમાં બતાવ્યા છે, જેથી આવનાર યાત્રાળુઓ એમની ચરણરજ એ પતિ-પત્નીની મૂર્તિઓપર પાડીને આગળ જાય. મ્હૈસુરમાં પહેલા સુખડ બહુ થતું એટલે પાંચ-પાંચ માળના સુખડના રથ બનાવતા. હિંદુ પ્રજાએ એનો બધો પૈસો ભગવાન તરફ, મંદિરો તરફ વાળ્યો. એકલા ત્રીચિનાપલ્લીમાં 5000 પુજારીઓ કામ કરતા હતા. પશ્ચિમવાળાએ પૈસો ફેકટરીઓ તરફ વાળ્યો. ફેક્ટરી એ ભગવાનનું કામ છે, કારણકે મોટામાં મોટી ઉપાસના રોજી છે. તમારા બાળ-બચ્ચાંને જેમાંથી રોટલો મળે એ ઉપાસના છે. @24.25min. રામાનુજાચાર્ય ત્યાં રહે અને એક દિવસ રથ લઈને ભગવાનની યાત્રા કરવા નીકળેલા, આ બધા ભક્તો છે એમની આવશ્યકતા બહું નાની છે, ભક્તિનો જયજયકાર કરાવી શકે પણ સમૃદ્ધિનો નહિ. આપણા વૈદિક પીરીયડમાં ભક્તિ અને સમૃદ્ધિ બંને સાથે છે. રથયાત્રામાં શું થયું તે અને સાથે સાથે આફ્રિકાનો એક ભજનના આનંદનો પ્રસંગ સાંભળો. @28.20min. અકબરે બીરબલને પૂછ્યું, તું મને બતાવ કે આખા શરીરે નાના મોટા વાળ છે, તો હથેળીમાં કેમ નથી? જવાબ સાંભળી લેવો. @34.29min. દિવસમાં ત્રણ વાર નહાવાથી સંત ન થવાય પણ ખરાબમાં ખરાબ માણસ સાથે ઘ્રણા ન કરે એને સંત કહેવાય. “नाये धोये खुदा न मिलते, क्यों रहते मन-मस्त. नाये धोये खुदा मिलते तो  तैर जाए मेंढक-मच्छ” રામાનુજે ધર્મદાસનો ઉધ્ધાર કર્યો તે સાંભળો. ધર્મદાસ ભગવાનના અખંડ રૂપના દર્શન કરે છે. દર્શન કરી આવીને સાષ્ટાંગ દંડ્વ્રત કરે છે. @40.35min. આ ઉપાસના છે. ઉપાસના, ઉપાસ્ય અને ઉપાસકને જોડવાની ક્રિયા છે. આ ભૂમિકા બાંધવાનું કારણ સાંભળો. અહિયાં ગણેશની, ગરુડની અને હનુમાનની પ્રતિષ્ઠા થવાની છે. કોઈવાર તમે વિચાર કર્યો કે આપણા દરેક મંદિરોમાં ગણેશ અને હનુમાનની મૂર્તિઓ કેમ હોય છે? આ મૂર્તિઓ શું ઉપદેશ આપે છે? આપણે વિચાર નથી કરતા એટલે જે જ્ઞાન થવું જોઈએ એ થતું નથી. ગણેશ શું છે? જ્યાં જોઈએ ત્યાં સાથિયો(સ્વસ્તિક – 卐) હોયજ. સ્વસ્તિક એટલે કે જે ચતુર્વિદ્ધ પુરુષાર્થની સિદ્ધિ કરાવી આપે તે. મારે અહી પૌરાણિક ગણેશની ચર્ચા કરવાની છે અને એ હંમેશાં માઈથોલોજીમાંથી ઉત્પન્ન થાય છે, ઘણાને એવું લાગે કે આ ગપ્પાં છે, મગજમાં ન ઉતરે એવી વાત છે. હવે એ ભેદ વિગતે સાંભળો. કૈલાસ પર્વતમાં ભગવાન શિવ સમાધિમાં બેઠાં છે, બરાબર એજ સમયે સતીને સ્નાન કરવાની ઈચ્છા થાય છે, એટલે આવનાર માણસને રોકવા માટે આખા શરીર પરથી સતીએ એનો મેલ ઊતાર્યો અને એમાંથી પૂતળું બનાવ્યું, એમાં પ્રાણ ફૂંક્યા, કહ્યું બેટા અહિ બહાર બેસ અને કોઈપણ પુરુષ આવે એને અંદર આવવા દેવું નહીં. બરાબર એજ સમયે શિવજીની સમાધિ ખુલી અને સીધા ઘર ભેગા થયા પરંતુ ત્યાં તો શિવજીને છોકરાએ રોક્યા, એટલે શિવજીએ ત્રિશુળ ચલાવ્યું અને ગરદન કાપી નાંખી. સતી કહે છે, તમે આ શું કર્યું? એ તો આપણો છોકરો હતો એટલે શિવજીએ પાછું ત્રિશુળ માર્યું અને હાથીનું માથું લાવી છોકરાના ધડ પર બેસાડી દીધું અને એને સજીવન કરી દીધો, નામ પાડ્યું “ગણેશ” અને કહ્યું કોઈપણ ધાર્મિક વિધિમાં આ તારા છોકરાની પહેલી પૂજા થશે. આ કથા તમે જાણતા હશો.@46.25min. કદી કોઈને વિચાર આવે કે આવું બને ખરું? પૂતળું બને એટલો મેલ શરીરમાંથી નીકળે ખરો? બીજું શિવ તો સામાન્ય માણસ ન હતા, ત્રિકાળ જ્ઞાની હતા, તો સમાધિમાં જોયું શું? કથામાં જીજ્ઞાસા કરો, આ ખરેખર ઘટેલી ઘટના છે? આ વૈદિક રહસ્યો છે એને પૌરાણિક ભાષામાં રૂપક કહે છે.
હનુમાન જ્યંતિ ૨

 

Leave a comment

Filed under અધ્યાત્મ, Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.