સૂર્યાસ્ત થઈ ગયો પણ જતાં જતાં કહેતો…યામિની વ્યાસ

Minolta DSC

સંકલ્પોનો સૂર્યાસ્ત
અમે અમારી એકની એક દીકરીના
નામનું નાહી નાંખેલું ને જીવનભર મોઢું ન
જોવાનો સંકલ્પ કરેલો.
જીગરનો ટુકડો પળમાં નફરતનો પહાડ.
અમારી ઈચ્છા વિરુધ્ધ પરજ્ઞાતિમાં પ્રેમલગ્ન
કર્યા હતા. ભલે ને શિશિત,સંસ્કારીની પોકળ
વાતો…પણ અમારું તો નાક જ કપાયું ને !
અમારા જીવનની સાંજ વહેલી ઢળી.
છતાં રોજ દરિયા કિનારે સૂર્યાસ્ત જોવા જતાં,
પણ પછીનું અંધારું ન સહેવાતા થોડાં વહેલા
પાછા ફરતાં,
આજે એવી જ ઘેરાશમાં પાછાં
ફરતા, કોઈ ભૂલી પડેલી નાનકડી ઢીંગલીએ
કફનીની બાંય ખેંચી,  ‘મમ્મી…’કરતી રડવા
માંડી.પરાણે વ્હાલી લાગતી ઢીંગલીને ઊંચકી

ત્યાં તો ફરીથી ખુશીની ચિચિયારી પાડી…
‘મમ્મી…’
સામે જોયું તો  દીકરી જમાઈ ઊભાં હતાં.
સૂર્યાસ્ત થઈ ગયો પણ જતાં જતાં કહેતો
ગયો…’ક્યારેક સંકલ્પો તોડી પણ શકાતા
હોય છે…!’ 

૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦

યામિની વ્યાસ

DB-Madhu Rye-2015-05-20(1) DB-Madhu Rye-2015-05-20(2)

Courtesy Uttam Gajjar

2 ટિપ્પણીઓ

Filed under કવિતા, યામિની વ્યાસ

2 responses to “સૂર્યાસ્ત થઈ ગયો પણ જતાં જતાં કહેતો…યામિની વ્યાસ

 1. ’ક્યારેક સંકલ્પો તોડી પણ શકાતા હોય છે…!’
  બહુ જ ગમ્યું. કશું શાશ્વત નથી – સંકલ્પો પણ નહીં !

 2. સંકલ્પો નો સુર્યાસ્ત …

  સામે જોયું તો દીકરી જમાઈ ઊભાં હતાં.
  સૂર્યાસ્ત થઈ ગયો પણ જતાં જતાં કહેતો
  ગયો…’ક્યારેક સંકલ્પો તોડી પણ શકાતા

  વાહ સરસ ભાવવાહી રચના
  હોય છે…!’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s