ડોગ ધેટ કોટ ધ કાર: પણ હવે શું?/ પરેશ વ્યાસ

 

0000000ડોગ ધેટ કોટ ધ કાર: પણ હવે શું?

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.                                                                                                                                                                                            –કિરણસિંહ ચૌહાણ

એક મેષ રાશિનાં નામ ધરાવતા સરકારી ઉચ્ચ અધિકારી. રાજીનામુ દીધું અને ભ્રષ્ટાચાર સામેનાં આંદોલનમાં જોડાયા. દુષ્યંત કુમાર કહે છે એમ સિર્ફ હંગામા ખડા કરના મેરા મક્સદ નહીં હૈ, મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે. એમની મહત્વકાંક્ષા પણ આંદોલન પૂરતી સીમિત નહોતી. હતા તો એક આમ આદમી, પણ રાજકારણની સિકલ બદલવાનાં દ્રઢ નિર્ધાર સાથે તેઓએ સક્રિય રાજકારણની વહેતી ગંગામાં માત્ર પગ જ ન ઝબોળ્યા, એની વહેતી ધારામાં ઝંપલાવી ય દીધું. દેશભરનાં મીડિયાએ એમને પોંખ્યા, એમનાં ઓવારણા લીધા. એમની વાત લોકો સુધી પહોંચાડી. અને આજે તેઓ સત્તાનાં એક ઉચ્ચતર સ્થાને બિરાજે છે. હવે વાત કંઇક અલગ છે. જેમનાં સહારે તેઓ મંઝિલ સુધી પહોંચ્યા હતા એ બધાને તેઓ એક પછી એક જાકારો આપી ચૂક્યા છે, ધુત્કારી ચૂક્યા છે. હવે તો તેઓ મીડિયાની પાછળ પણ આદૂ ખાઇને પડ્યા છે. એ અલગ વાત છે કે સામાન્ય રીતે એનાથી ઊલટું થતુ હોય છે. હવે તેઓ હાકલા પડકારા કરે છે કે….. ખબરદાર છે જો અમને બદનામ કર્યા છે તો.. બદનક્ષીનો દાવો માંડી દેશુ. અરે ભાઇ, હજી નામના તો કરો. લોકોનાં કામ તો કરો. કામ કર્યા વિના નામના ક્યાંથી થાય? અને નામના ના થાય તો બદનામ પણ શી રીતે થાય? સુજ્ઞ વાંચકોને એમ થતું હશે કે અમે ફોડ પાડીને કેમ નથી કહેતા કે અમે કોની વાત કરી રહ્યા છીએ? વાત જાણે એમ છે કે તેઓએ ભારતીય ફોજદારી ધારાની કલમ 499 અને 500 અન્વયે સરકારી ખર્ચે મીડિયાકર્મીઓ પર બદનક્ષીનો દાવો માંડવાનાં ફતવા બહાર પાડ્યા છે એટલે અમે શી રીતે કહી શકીએ કે અમે રાજમાન રાજેશ્રી અરવિંદ કેજરીવાલ વિષે લખી રહ્યા છીએ. જો કે સર્વોચ્ચ અદાલતે એ ફતવા સામે રૂક જાવ-નો વચગાળાનો આદેશ આપ્યો છે એનાથી અમે વચગાળાની રાહતની લાગણી અનુભવી રહ્યા છીએ.

જેમના નામનો અર્થ કમળ થાય છે એવા આ નેતાની નીતિરીતિ માટે અમે એક સારો સાંપ્રત શબ્દ શોધી રહ્યા હતા. શબ્દો તો સતત સર્જાતા રહે છે. વર્ડ સ્પાય(શબ્દ જાસૂસ) નામની વેબ સાઇટ અમને ગમે છે. એમાં આજકાલ સૌથી લોકપ્રિય શબ્દ મહાવરાની યાદીમાં પ્રથમ સ્થાને છે એક મહાવરો છે: ડોગ ધેટ કોટ ધ કાર (Dog that Caught the Car).  લોકપ્રિય રોકસ્ટાર ગાયક ગેરી લાઇટબોડીને એક છોકરી ખૂબ ગમતી. એનાં પિતાએ એને કહ્યું કે તું કૂતરો કારની પાછળ દોડે એમ દોડવાનું રહેવા દે. તું એને નહીં પકડી શકે અને માનો કે પકડી લેય તો તને ખબર નહીં પડે કે હવે આનું શું કરવું? જો કે તે પછી ગેરીએ વર્ષ 2006માં ‘ચેઇઝીંગ કાર’ ગીત લખ્યું અને ગાયું; જે આજે પણ ઓલ ટાઇમ મોસ્ટ પોપ્યુલર લવ સોંગની યાદીમાં સ્થાન ધરાવે છે. પ્રેમમાં તો આ બધું ઠીક મારા ભૈ, પણ રીઅલ લાઇફમાં આ બધું અઘરું થઇ જતુ હોય છે.

આ મહાવરો શ્રી શ્રી કેજરીવાલની કાર્યશૈલી ઉપર બંધ બેસતો લાગે તો એમણે બંધ બેસતુ મફલર પહેરવું નહીં એવી અમારી ગુજારીશ છે. આપે અકસર જોયુ હશે કે કૂતરા કાર પાછળ દોડતા હોય છે. કેમ દોડે છે? દોડતી કારમાં એમને એમનો પ્રતિસ્પર્ધી દેખાતો હશે? કે પછી કૂતરાઓ કારચાલકને કરડવા દોડતા હશે? સેકન્ડ હેન્ડ કારની એક અત્યંત બેસ્વાદ જાહેરાત આજકાલ ટીવી પર આવે છે. મૈં ટોની, ઇધર ઉધર હર કાર કે પીછે ભાગતા રહેતા હૂં, પર અપની પસંદ કી કાર અબ તક નહીં મિલી..નાં સંવાદ સાથે કૂતરા કાર ચલાવતા દેખાડાય છે. પણ રીઅલ લાઇફમાં દોડતા કૂતરા ચાલતી કારને પકડી પાડે એવું ખાસ બનતુ નથી. ભસવાનો અવાજ સંભળાયા કરે પણ કૂતરો ક્યારેય ડ્રાઇવરને કહેતો નથી કે તું ઉતરી જા, હવે કાર હું હંકારીશ. પણ ભૂલેચૂકે કાર પકડાઇ જાય તો પ્રોબ્લેમ્સ ત્યારથી શરૂ થઇ જતા હોય છે.

શ્રી શ્રી કેજરીવાલનો પ્રોબ્લમ એ છે કે એમનાં મતે બધા જ સુવાંગ ખરાબ છે. સઘળે સઘળા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, પત્રકારો, અધિકારીઓ તમામ. આઇ મીન, એમના મતે દિલ્હી એવી ગાડી છે જેનાં એન્જીનમાંથી અવાજ આવે છે, બેટરી ઉતરી ગઇ છે, ટાયરમાંથી છાશવારે હવા નીકળી જાય છે, ક્લચ પ્લેટ ઘસાઇ ગઇ છે. માત્ર એક જ વસ્તુ કામ કરે છે અને એ છે બ્રેક. અને એ વાત કંઇક અંશે સાચી પણ છે. પણ ક્યાં સુધી બૂમરાણ મચાવ્યા કરશો? કામ કરવા માંડો. લાંબે ગાળે લોકોને ઉપયોગી થાય તેવા કામ. લોકોનું રહેણીકરણીનું સ્તર સુધરે એવા કામ. જો એમ થશે તો અમે આપને પ્રોમિસ કરીએ છીએ કે અમે આપની નામના કરીશું. આપની પર સદનક્ષીનો દાવો માંડનાર અમે પ્રથમ હોઇશું.

શબદ આરતી:

“સતત બદનક્ષીની બૂમરાણથી લોકોને કંટાળો ચઢે છે.  અંતે લોકોને એવાને નવાજે છે જે બદનક્ષીનાં દાવાથી દૂર રહે.”

–અમેરિકી શિક્ષણ પ્રશાસક અને રાજકારણી મિચ ડેનિયલ્સ

Soundtrack Song to Own: Like Dog Chasing Cars – YouTube

www.youtube.com/watch?v=R0ynjjk2c7Y

Aug 12, 2009 – Uploaded by riskmod1

An epic movie has to have excellent music. Comes The Dark Knight! Song: Like a Dog Chasing Cars

 

00000000000

3 ટિપ્પણીઓ

Filed under ગીત, ઘટના, પ્રકીર્ણ

3 responses to “ડોગ ધેટ કોટ ધ કાર: પણ હવે શું?/ પરેશ વ્યાસ

 1. કામ કર્યા વિના નામના ક્યાંથી થાય? અને નામના ના થાય તો બદનામ પણ શી રીતે થાય?
  બહુ જ સરસ તર્ક .હળવો કટાક્ષ લેખ માણ્યો .

  કેજરીવાલની આમ આદમી પાર્ટીને લોકોએ ૭૦ માંથી ૬૭ સીટની જંગી બહુમતી આપી

  એ લોકો હવે એમના તેવર જોઇને જરૂર પસ્તાવો કરતા હશે .

 2. કામ કરવા માંડો.
  બ્લોગો બંધ કરી દો !

 3. Sharad Shah

  મારા પિતા ઘણીવાર કહેતાં,” સરસ્વતી આવ્યા પહેલાં લક્ષ્મી આવી જાય તો તે કુમાર્ગે જાય.” એવુંજ કદાચ સ્ત્તા માટે પણ છે. વિવેક આવ્યા પહેલાં જો સત્તા આવી જાય તો તે કેજરીવાલ માર્ગે (કુમાર્ગે) જાય.દિલ્હી વિધાનસભાના પરિણામો અણધાર્યા આવ્યા. આમ આદમી પાર્ટીએ કે અન્ય કોઈએ એવું અનુમાન પણ ન કરેલ કે ૭૦માંથી ૬૭ સીટો તેમને મળશે. આ/તલી મોટી બહુમતિ મળવાથી એકદમ જાણે કુબેરનો ખજાનો આમ આદમી પાર્ટીને મળી ગયો હોય તેમ તેઓ હત્પ્રભ બની હવે રોજબરોજ નિતનવા આરોપો ઘડ્યે જ રાખે છે અને જે અડફેટે ચઢ્યું તેને મદમાતા હાથીની જેમ કચરી નાખવાના કામમાં લાગ્યા છે.તેઓ ભુલી ગયા છે કે દિલ્હીની જનતાએ તેમને આટલી બહુમતિ આપી તે જનતાના હિતમાં કામ કરવા આપી છે જેની તેની સામે શિંગડા ભરાવા નહીં. આમને આમ ચાલશે તો એક દિ આમ આદમી પાર્ટીને મોં છુપાવા જગ્યા નહી મળે. હજી ૧૦૦ દિવસ સત્તા સંભાળ્યે થયા છે. પાણી નાક ઉપરથી વહેવા માંડે તે પહેલાં ચેતે તો જનતાનુ કલ્યાણ કરી શકાય તેમ છે. સમયસર નહીં ચેતે તો કસુવાવડ પાકી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s