આજે ૫૬મા વર્ષ પ્રવેશે…

0000

અચાનક લાગણીના પૂરની આયાત આવી છે
વિરહમાં ડૂબતી એ નાવ સાતેસાત આવી છે

હ્રદય પર કેટલો મોટો બની આઘાત આવી છે
ખરેખર એ મને ભૂલી ગયાની વાત આવી છે

તિમિર તું વાંચ આજે ધ્યાનથી આકાશનું છાપું
અમાસે ચાંદ ઉગશે એવી જાહેરાત આવી છે

ખબર ન્હોતી ખરી પડશે ખુશી આંસુ બની જઈને
દીધેલા ફૂલ પર ઝાકળ સમી સોગાત આવી છે

હવે તો નીંદ સાથે દુશ્મની તૂટે તો કૈં સારું
નવા સપના સજાવીને ફરીથી રાત આવી છે

અને તરહી મુશાયરો મા રજુ કરેલ

વાત પૂરી નથી, અધૂરી છે,
તોય મનને જરા સબૂરી છે.
વેદના કેટલી મધુરી છે !
સાવ પાસે છતાંય દૂરી છે.
આવશે આપણો વખત સારો,
એમ ઈચ્છાને મેં ઢબૂરી છે.
ફૂલ ખીલવાનો અર્થ જે પણ હો,
મ્હેક પ્રસરી રહે એ જરૂરી છે.
ચાલ અજમાવીએ બીજું કોઈ,
ભાગ્યના હાથમાં તો છૂરી છે.
ગાવ પંખીઓ મન મૂકીને ગાઓ,
એક પંક્તિ મનેય સ્ફૂરી છે.
’યામિની’ આ ગઝલ પૂજા જેવી,
શબ્દ સુગંધ પણ કપૂરી છે.
-યામિની વ્યાસ           અને યાદગાર ફોટાઓ

૦૬

૦૨y
00200000૦૦મો

2 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, યામિની વ્યાસ

2 responses to “આજે ૫૬મા વર્ષ પ્રવેશે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s