ઘુઘવતો દરિયો/યામિની વ્યાસ

૦૦

 આંખો દિલ થી લાગણીઓ વાંચે
મીઠી લાગણીઓ થી છલોછલ આંસુનો સ્વાદ ખારો ! 
કદાચ  લાગણી પણ દરિયા જેવી અસીમ છે એટલે ?
સાગર પણ ટીપું છે અનંત મહાસાગરનું
  યાદ મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં કે તારી આંખોમાં ભરતીનું પૂર છે, તારી આંખોમાં કંઈક તો જરૂર છે. એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે, ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે; મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે, તારી આંખોમાં કંઈક તો જરૂર છે. માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં, મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં; મને આંખોના ઓરડામાં રોકતી નહીં કે મારું હોવું તારાથી ભરપૂર છે, તારી આંખોમાં કંઈક તો જરૂર છે. – મહેશ શાહ

4 Comments

Filed under કાવ્ય, ઘટના, પ્રકીર્ણ, યામિની વ્યાસ

4 responses to “ઘુઘવતો દરિયો/યામિની વ્યાસ

 1. સાગર પણ ટીપું છે અનંત મહાસાગરનું … સરસ

  દરિયા ઉપર આધારિત બે સુંદર કાવ્ય રચનાઓ માણી

 2. ત્રિગુણિત અભિનંદન, યામિનીબહેનને; જન્મદિવસ, ‘ડેઝર્ટ ફ્લાવર’ના આસ્વાદન કાર્યક્રમ અને ‘ઘુઘવતો દરિયો’ કાવ્યસર્જન નિમિત્તે.

 3. pragnaju

  નાના જોડકણા,વાર્તાઓ , કાવ્યો , ગઝલો ,લઘુ નાટકોની સ્ક્રીપ્ટ અને નાટકો લખ્યા બાદ ભજવ્યા અને હવે મૉટાભાઇ જેમ પ્રેઝનટેશન બાદ આ વખતે પ્રોફેશનલ સાથે દ્રશ્ય શ્રાવ્ય
  પ્રેઝનટેશન કરશે.આપ જેવા પ્રેમાળ વડીલોની દુઆ કબુલાઇ છે..અમને તેનો જીવન પ્રત્યેનો અભિગમ ગમે છે.પાટણમા ગરબા હરીફાઈ કરવા ગઈ તો આંણંદ ચોકડીએ અકસ્માત થયો અને પગની ટચલી આંગળીમા ક્રેક ! તો કહે ટાંટીઓ ભાંગશે બાદ શુભ છે તો હવે શુભ થશે! કેસ ચાલ્યો અને જીત્યા તો કહે હવે લગ્ન મારી કમાણીમાંથી થશે.
  તેવા પગે અમદાવાદના ટાઉન હોલમા હાઉસફૂલ થયું હોવાથી નૃત્ય નાટીકા કરવા ગઈ અને મધ્યાંતરમા નક્કી થયું અને અમદાવાદમા લગ્ન.તેની ગઝલના પુસ્તક લોકાર્પણ પહેલા મોટો અકસ્માત…લોહીલુહાણ તો કહે
  રગો મેં દૌડતે ફિરને કે હમ નહિ કાયલ
  જબા હી સે ન ટપકા તો ફિર લહું ક્યાં હૈ
  ચિપક રહા હૈ બદન પર લહું સે પૈરાહન
  હમારી જેબ કો અબ હાજતે રફુ ક્યાં હૈ !
  અને પથારી પકડી તો ચાલો ગઝલ માટે સમય મળ્યો.
  છેલ્લે આ જગત શ્ટેજ છે અને આપણે નાટક જ કરીએ છીએ તે સમજ પણ આવી છે.કદાચ આ પુનરાવર્તન લાગતું હશે પણ આ તો તમ જેવા સ્નેહીઓ એ કેમ છો ? પૂછ્યું અને અમારાથી હકીકત …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s