એક જોડણી હજાર અફસાને હ.જા/ કમળ, શરીર, વાણી અને મગજની પવિત્રતા

Ek Jodani-Hajar Afsane                                                                                                                                                                                                                 P.K.Davda વાત મારી, રીત સારી, હરનીશભાઈની દુનિયા ન્યારી !! કોથળામાં પાંચશેરી મૂકીને મારે, પણ કોઈ ચૂં ચાં ન બોલે ! હવેથી મારી વાત હરનીશભાઈ પાસેથી કહેવડાવીશSmile

 From: harnish jani
Sent: Thursday, June 11, 2015 1:44 PM
Subject: એક જોડણી હજાર અફસાને
ક્લીક કરો અને માણો
સ્નેહી દાવડા સાહેબ, મારે મારો મમરો મુકવો છે. અને મારે તમારા ઈ મેઈલોના મિત્રોને તમે મોકલો તો મને બહુ ગમશે. જોડે તમારે જે લખવું હોય તે લખી શકો છો
કુશળતા ચાહું છું
હરનિશ ના સ્નેહવંદન

હિંદુવ્તવમાં ખીલેલું કમળ -પદ્મને પુરાણ શસ્ત્રોના આરંભ સાથે અને વિષ્ણુ, બ્રહ્મા, લક્ષમી અને સરસ્વતી દેવી આદિ સાથે જોડવામાં આવે છે. પ્રાચીન કાળથી કમળ હિંદુ પરંપરાનું ભવ્ય ચિન્હ રહ્યું છે. કમળનો ઉપયોગ હમેંશા દિવ્ય સુંદરતાના રૂપક તરીકે થાય છે. વિષ્ણુને પદ્મલોચન તરીકે પણ ઓળખાય છે. કમળની પાંખડીઓનું ખુલવું આત્માના દ્વાર ઉઘડવા સાથે સરખાવાય છે. તેનું કાદવ ખીલવું એક અનેરૂ આધ્યાત્મીક ઉદાહરણ પુરું પાડે છે. બ્ર્હ્મા અને લદ્મી જેવા સમૃદ્દિના દેવનો સંબંધ કમળ સાથે છે. પ્રભુ ચિત્રકારીમાં હિંદુ પરંપરામાં દેવ દેવીની હમેંશા કમળ ઉપર બેસાડેલા હોય છે. કમલ આ ચોકરાના નામ તરીકે પણ વપરાય છે. અને કમલા બને છે છોકરીનું નામ.

વૈદિક અને પુરાણીક સાહિત્યમાં કમળ નો ઘણો ઘણો ઉલ્લેખ થયો છે. દા.ત. જે વ્યક્તિ પોતાના કર્મ કોઈ પણ આકર્ષણ વગર કરે છે અને તેના પરિણામ પ્ર્ભુ ને સમર્પિત કરી કરી દે છે તે કમળના પર્ણની જેમ પાણીમાં હોવા છતાં સૂકો રહે છે.ભાગવદ ગીતા ૫.૧૦

હિંદુત્વ ની જેમ જ બુદ્ધ ધર્મમાં કમળ, શરીર, વાણી અને મગજની પવિત્રતા દર્શાવવા થાય છે. જેમ કમળ કાદવ પર તરીને પવિત્ર રહે છે તેમ શરીર, વાણી અને મગજની પવિત્રતા પણ કષાય માં રહેવા છતાં મેળવી શકાય છે. ગૌતમ બુદ્ધ ને હમેંશા કમળ પર બેઠેલા બતાવાય છે. દંત કથામાં એવું પણ કહે છે ગૌતમ બુદ્ધ જ્યાં પગ મુકતાં ત્યાં કમલ ખીલી ઉઠતાં

હિંદુ અને બુદ્ધ માન્યતા થી પ્રેરીત આંતરરાષ્ટ્રીય બહાઈ ફેઈથ સમાજ એ તેના ચિન્હની રૂપરેખામાં આચિન્હ અપનાવ્યું અને નવી દીલ્હીમાં કમળ બનાવડાવ્યું.

001 002 003 004 006 007 009 0011 0012 0014

3 ટિપ્પણીઓ

Filed under ગીત, ઘટના, પ્રકીર્ણ

3 responses to “એક જોડણી હજાર અફસાને હ.જા/ કમળ, શરીર, વાણી અને મગજની પવિત્રતા

  1. કોણાર્કનુ સુર્ય મંદિર સમય (કાળચક્ર) જે સુર્યની ગતિ પર આધારિત છે તેની પર રચાયેલું છે જ્યારે ગુજરાતમાં મોઢેરાનુ સુર્યમંદિર જલકમલવત જીવનનો સંદેશ આપે છે. ભારતિય અધ્યાત્મને સમજાવવામાં કમળનુ કાદવમાં ખીલવું એક ઉત્તમ ઉદાહરણ છે. ક્યાંક ભજનોમાં સંસારને કાજળકોટડીની ઉપમા પણ અપાયેલ છે. કાજળકોટડીમાં રહો તેમ છત્તાં પણ કાજળનો ડાઘ ન પડે તેમ જીવન ઘડવું એવો સંદેશ છે.ઘણિવાત ન સમજાય તેવી વાત આવા પ્રતિકો અને ઉદાહરણથી તુરંત સમજાઈ જાય છે. હિન્દુ સંસ્કૃતિમાં જુદા જુદા દેવ દેવીઓની પ્રતિમા/ચિત્રો અને તેમની આસપાસના પ્રતિકો અતિગહન અર્થ ધરાવે છે. પણ ભાગ્યેજ કોઈ હિન્દુને આ પ્રતિકોની સમજ અને ઓળખ છે. અણઘડ અને કહેવાતા સંતો લોકોને અંડસંડ સમજાવતા હોય છે. આ ચિત્રો/પ્રતિમાઓ કોઈ પેઈન્ટરે નથી બનાવ્યા પણ ભારતિય મનિષિઓએ તેની રચના અધ્યાત્મના ઊડા અધ્યયન બાદ બનાવેલ છે. આપણું દુર્ભાગ્ય છે કે આપણે આપણી બહુમુલ્ય ધરોહરને જ જાણતા નથી અને પશ્ચિમનુ આંધળું અનુકરણ કરી રહ્યા છીએ. એટલું જ નહીં પણ એક બાજુ આંધળી ભક્તિ ચાલે છે અને બીજી બાજુ વગર સમજ્યે તેની ટીકાઓ અને નીંદા. કોઈ વિદેશી આ વિષયે શંશોધન કરી પુસ્તક છાપશે પછી આપણે અભિભુત થઈ વાંચશુ અને વાહ વાહ કરશું. આ છે આપણી માનસિકતા.

  2. pragnaju

    ભારતિય મનિષિઓએ તેની રચના અધ્યાત્મના ઊડા અધ્યયન બાદ બનાવેલ ચિત્રો/પ્રતિમાઓ ના રહસ્યો સમજાવવા બદલ ધન્યવાદ

  3. nabhakashdeep

    ભારતીય સંસ્કૃતિ વિદ્વતાની ચરમ સીમાથી ઉદભવી છે…તેની સાચી સમજથી દૂર ..મનગઢંત ટુચકાઓથી, અસલ હાર્દ સંતાઈ ગયું..,આંખનું કાજળ ગાલે ઘસ્યું, જેવી વાત છે.સમજે એ શાણા…કમળ શ્રીનું પ્રતિક.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s