ગ્રામ્ય કન્યા

………………………………………..

ગ્રામ્ય કન્યા/સુરેશ જાની

 01આધુનિક ગુજરાતી સાહિત્યના ઉષઃકાળના કવિ ‘કલાપી’ની ઓળખ 

આપવાની હોય ખરી? માત્ર ૨૬ જ વર્ષના જીવન દરમિયાન તેમના 

કવિ હૃદયમાંથી નિપજેલી કવિતાઓનો ભંડાર ૧૧૪ વર્ષ પછી; આ 

એકવીસમી સદીમાં પણ એટલો જ તરોતાજા લાગે છે; અને રસિકોને 

કાવ્ય સર્જન માટે પ્રેરણા આપતો રહ્યો છે. ‘ગ્રામ્યમાતા’ એમાંની 

બહુ જ જાણીતી રચનાઓમાંનું એક કથા-કાવ્ય છે.

 આ અસાહિત્ય જન માટે એ મહાકવિની રચનાને આગળ ધપાવવાનું 

દુઃસાહસ બાળચેષ્ઠા સમાન જ ને? ‘ક્યાં રાજા ભોજ, અને ક્યાં ગાંગો 

તેલી?’ જેવી જ એ ચેષ્ઠા ગણાય.

 પણ ‘ગ્રામ્યમાતા’માં વપરાયેલા છંદોનો પરિચય યુ-ટ્યુબ પર 

આપ્યા બાદ; એવો ભાવ જાગ્યો કે, એ છ છંદો ઉપરાંત થોડાક વધારે 

છંદોનો પરિચય આપ્યો હોય તો કેવું? અને એ ભાવમાંથી નિપજેલું આ 

કવિતડું છે. એમાં ‘ગ્રામ્યમાતા’ની વાર્તાને થોડીક આગળ ધપાવવાનું 

અળવીતરું જોવા મળશે! ‘કલાપી’ જેવા માવતરની ‘માતૃ’રચના આગળ 

તો એ એક નાનકડી કન્યા જેવું જ ને?

 તોટક, મનહર, શિખરિણી, પૃથ્વી, ભુજંગી, ધનાક્ષરી, સ્રગ્ધરા, 

અને કવિત છંદો વાપરવાનો પ્રયાસ એમાં કર્યો છે. અલબત્ત, આ 

લખનારને બહુ પ્રિય એવો ‘શાર્દૂલ વિક્રીડિત’ પણ એમાં સિંહફાળ 

ભરીને ખડો થયેલો જોવા મળશે! આ સઘળામાં છંદ અને લયનો દોષ 

હોવાની પૂરી સંભાવના છે. વાચકને એ ખમી ખાવા વિનંતી. 

……………………………………………………..

[તોટક]

રમતી, ભમતી, હસતી દિકરી

વસતી ઝુંપડી મહીં એ કલિકા

દિલમાં દિવડો, મનમાં શમણાં

હતી વ્હાલસમી,ચતુરી વનિતા

[શિખરિણી]

નરેશે બોલેલા શબદ વસમા સાંભળી ગઈ

સુકન્યા ખોલીને ઝુંપડી મહીંથી બા’ર નિકળી.

[શાર્દૂલ વિક્રીડિત]

રાજાને દુઃખમાં નિહાળી વનિતા,બોલી ઊઠી ખેતમાં

“શા માટે દુઃખમાં રહો, ભુપતિ હે? આવું નહીં બોલશો.

હમ્મેશાં જનતા તણો ધરમ છે; ભરવા કરો શાનથી

સુખેથી કરમાં વધાર કરજો, ભરશું અમે પ્રેમથી.”

 

[મનહર]

 

સાંભળી આ વાત શાણી, રાજવી તો ચોંકી ઊઠ્યો.

“નકી આની મહીં કોઈ, ચાલ તો જણાય છે.

જનતાને કર કોઈ, ભરવો ગમે ન કદી

મુંઝવણ ભારી આતો, મંત્રીજીને સોંપવી છે.

 

[ભુજંગી]

 

સભામાં સહુને, પછી પ્રશ્ન પુછ્યો

“વનિતા કહે કેમ, આવું? બતાવો.”

કહે મંત્રી મોઢું, વકાસી, ત્વરાથી

“નકી કામ આ કોઈ, જોશી કરી દે.

જુએ જોશ જોશી, વનિતા તણા એ.

ભલે સુંદરી આ, સભામાં પધારે.”

[ધનાક્ષરી]

ઝટપટ દોડી ગયા, સૈનિકો વચન સુણી.

ગ્રામ્યમાતા રહેતી તે, ખેતરમાં આવી પૂગ્યા.

દિકરીને વેણ કીધું,” રાજા બોલાવતા તને.

ફટાફટ તૈયાર થા; રાજદરબારે જવા.”

[શિખરિણી]

પછી આવી પૂછે, દિકરી ચમકી મ્હેલની મહીં.

“પ્રતાપી રાજા હે! મુજ ભુલ થઈ શું ગઈ કહો.”

[સ્રગ્ધરા]

જોશી બોલ્યા પછી ત્યાં, ચપળ નયનની,સુંદરીને નિહાળી

“તારો ગુનો નથી કો; નસીબ તુજ અહીં,તાણીને આજ લાવ્યું.

તારા ભાગ્ય મહીં હા! વદન તવ અને, ભાલ બોલી કહે છે;

રાજા સાથે લખાણું, નસીબ તુજ નકી; ટીપણું આ વદે છે.”

[શિખરિણી]

“થવાને સરજાણી, ચપળ વનિતા, રાજરાણી

અરે! રાજા તારું, નસીબ સઘળું હા! ખુલી ગયું.”

પછી રાજા બોલ્યા,“ ચપળ વનિતા! ધ્યાનથી સુણો.

અમારી સાથે શું, જીવન જીવશો આપ અહીંયાં?”

[કવિત]

શરમાઈ ગઈ ભોળી, ગ્રામ્યકન્યા કુમળી

વદનને નીચું કરી, મંદ સ્મિત મુખે ધારી,

મૃદુ સ્વર ટપકતા, સો સો કળીઓ ખીલી

સભાજનો સહુ સુણે, ‘ગ્રામ્યકન્યા કહે છે શું?’

“ ગ્રામ્યકન્યા જાત મારી, રાજ-કાજ જાણું શું હું?

ગામડાની પ્રીત મારે, ખેતરમાં જીવ મારો

મ્હેલમાં મુંઝાઉં હું તો, માવતર-પ્રીત છોડી.

વચન તમે જો આપો, જનતાનું હિત જાણી;

જનતાનું હિત વ્હાલું, સદા દિલમાં ધરો;

આપ સંગે વિચરવા, ધરપત મુને થાશે.”

[પૃથ્વી]

વિચાર શબદો સુજાણ, પસર્યા સભામાં અહો!

સહુ જન સુણે લગાર, નિસરે શબ્દ ના તહીં

ઘડીક સમયે વિચારી, ભુપતિ સભામાં વદ્યા,

“કબુલ અમને તમામ, વચનો બધાં આપનાં.

રહેશે દિલમાં વિચાર, જનતા હિતોનાં બધાં.

સુખેથી કરજો સમસ્ત, જનને સુખીયાં સદા.”

[શાર્દૂલ વિક્રીડિત]

 ‘સાધુ!’નાદ પુકારતા સહુ જનો, આ રાજવાણી સુણી

દુંદુભિ રવ ગાજિયા નગરમાં, આનંદ ઉલ્લાસના.

આખા દેશ મહીં અમોઘ ઉમટ્યા, આનંદના ધોધ હા!

સુખોના દરિયા અમાપ ઘુઘવ્યા, સઘળી દિશાઓ ભરી. 

‘કલાપી’નો ટૂંક પરિચય 

http://sureshbjani.wordpress.com/2007/01/26/

અને ‘ગ્રામ્યમાતા’ ના બે વિડિયો….

http://www.youtube.com/watch?v=3yX4r6xu9ec

ગ્રામંમાતા; ભાગ-૨

2 ટિપ્પણીઓ

Filed under કવિતા

2 responses to “ગ્રામ્ય કન્યા

  1. nabhakashdeep

    વાહ! છંદોબધ્ધ ગ્રામ્યમાતાએ ભીંજવી દીધા. એક નવલી ભેટ માતૃભાષામાં…અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s