કવિ અને કલાકાર

Side A – KAVI ANE KALAAKAAR – JUNAGADH – કવિ અને કલાકાર – જુનાગઢ – નરસિંહ મહેતાની 500મી જયંતી પ્રસંગે થયેલું પ્રવચન – જીવનના બે રૂપ છે, એક પ્રત્યક્ષ અને બીજું અપ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે જેના કાર્ય, કારણ જાણી શકાય. અપ્રત્યક્ષ એટલે રહસ્ય, જેના કાર્યને જાણી શકાય પણ જેના કારણને જાણી ન શકાય. કેટલીક વાર જીવનના કેટલાક ભાગો એવા હોય છે કે જેના કાર્યને જોઈએ છીએ પણ એના કારણનો નિશ્ચિત ઉત્તર ન આપી શકાય. આપણે એક છોકરાને સ્કુલમાં મુકીએ તો એ ભણે પછી નોકરી કરે. ઘડીયાળીને ત્યાં મુકીએ તો ઘડિયાળ રીપેર કરતાં આવડી જાય. આ કાર્ય-કારણ ભાગ થયો પણ એવી કોઈ જગ્યા ખરી કે ત્યાં મુકીએ તો એ નરસિંહ મહેતા થઇ જાય? કાલીદાસ થઇ જાય? સેક્સ્પીઅર થઇ જાય? આપણે કાર્યને જોઈ શકીએ છીએ પણ નિશ્ચિત રૂપે કારણ નથી બતાવી શકતા. @5.03min. જેમ વસ્ત્રમાં તાણાં-વાણાં હોય છે એમ જીવનમાંએ તાણાં-વાણાં હોય છે, જે આપણે જાણતા નથી, સમજતા નથી. એટલે જીવન એ એક શોધવાની વસ્તુ છે. તમને તમારા પ્લાન પ્રમાણે જીવન આગળ ચાલતું દેખાયું છે? મને કોઈ પૂછે તો હું કહું કે મારો તો આખો પ્લાનજ ઉંધો થઇ ગયો. હું જયારે નાનો હતો ત્યારે ગામમાં જે બાવાઓ આવતા એને હું ભગાડતો એટલે મારો દુશ્મન પણ એવું ન વિચારે કે હું સાધુ થઇ જઈશ.ઘરમાંથી નીકળ્યા પછી હું ગંગાના પથરાની જેમ ખૂણાં ઘસાતાં તૂટતાં હરદ્વાર સુધી પહોંચી જાય એવુંજ થયું. હવે એ પથરા એમ કહે કે મેં પુરુષાર્થ કર્યો છે તો એ કદાચ જીવનને સમજી નથી શક્યો. આસ્તિક્તાનો બીજો કોઈ આધાર નથી. જો મારું મગજ મારી એક-એક વાતનો નિવેડો લાવી શકતું હોત તો મારે ઈશ્વરને માનવાની કોઈ જરૂર નથી. નરસિંહ મહેતા, નરસિંહ મહેતા કેમ થયા? નરસિંહ મહેતાના પક્ષમાં કોઈ હતું નહીં એમ મીરાંબાઈના પક્ષમાં પણ કોઈ ન હતું. દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને છતાં તમારો એક નિશ્ચિત આકાર થયા કરતો હોય અને તમે પોતે પણ સ્વીકારો કે તમે તમારા વશમાં નથી. જેમ મીરાંબાઈ રાણાને કહે છે, હું મારા વશમાં નથી. જીવનના આ રહસ્ય ભાગની ઉપેક્ષા ના કરશો. કબીરને મહત્તા આપનાર કોણ છે? નજીકમાં તો કસાઈના ઘરો છે, જ્યાં રોજ બકરાં કપાય છે, છતાં કબીર કહે છે, “कबीरा तेरी ज़ोपडी गलकट्टेके पास, करेगा सो पायेगा, तू क्यों भये उदास” વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે જીવનની કરોડરજ્જુને ઘડવા માટેના ચાર પ્રેરક બળો છે. આ બળો જો તમને સમજમાં આવશે તો હું સમજી શકું છું કે, તમે મને ઓળખી શકશો, તમને ઓળખી શકશો, તમારા દુશ્મનોને ઓળખી શકશો, તમારા મિત્રોને ઓળખી શકશો.  @10.08min. પહેલું સ્થૂળ પ્રેરક બળ, સજ્જનો પ્રત્યેનો મોહ છે. એક વ્યક્તિત્વ એવું છે કે જે એના માણસો માટેજ જીવે છે. એમાં કઈ ખોટું નથી. પણ પોતાનો વ્યક્તિગત ખર્ચ નથી છતાં જેટલું કમાય એટલું ઘરમાં ખર્ચ થઇ જાય છે. વિડંબના એ છે કે જેને માટે તમે ખર્ચો છો, એને તમારી કોડીનીયે કિંમત નથી. જિંદગીની છેલ્લી ઘડીએ પૂછવામાં આવે શું કમાયા?  धिक् तां च तं च  मदनं च इमां च मां च”….(भर्तुहरि). એકજ પ્રવૃત્તિ છે કે હું મારા માણસોને સુખી કરું, મારા માણસો માટેજ જીવું. એક બીજું વ્યક્તિત્વ છે, એના જીવનનું પ્રેરક બળ છે, પેટ, એટલે પોતાનુંજ સુખ. પેટ એ ઉપલક્ષણ છે. પત્ની, પોતાના બાળકો, ભાઈ-બહેન કોઈની પડી નથી, ફક્ત પોતાનીજ પડી છે. ઉદાહરણ સાંભળો. આ બીજા વ્યક્તિત્વનું કેન્દ્ર છે, સ્વાર્થ. મોહ સ્વજનલક્ષી હોય ત્યારે પરમાર્થ બને છે પણ સ્વલક્ષી હોય ત્યારે તમે એકદમ સ્વાર્થી બનો છો. જે ઉદરલક્ષી જીવન જીવતા હોય છે, એને દુનિયામાં કોઈ મિત્ર નથી હોતો. એના સગાં હોય છે, એના સંબંધો હોય છે પણ એને કોઈ સ્વજન, મિત્ર નથી હોતો કારણકે સ્વજન, મિત્ર ત્યાગથી અને ઉદારતાથી મળતા હોય છે. એક મિત્ર ડોક્ટરની પત્નીની વાત સાંભળો. @15.02min. જે દિવસે પરણી તે દિવસે રવિશંકર દાદાએ મારી પાસે વચન માંગ્યું કે તું સુખી થવા માટે નહિ પણ સુખી કરવા માટે પરણી છે. વાત મનમાં ઉતરી ગઈ. આખું જીવન બદલાઈ ગયું. મેં આખા ઘરની ચિંતા કરવા માંડી. છ મહિનામાં તો મારા ડોક્ટર પતિએ ઘરની ચાવી મને આપી દીધી. હવે આખું ઘર મારી ચિંતા કરે છે. ભલું થજો રવિશંકર દાદાનું કે મને સૂત્ર આપ્યું કે “તું સુખી થવા નહિ પણ સુખી કરવા માટે પરણી છે” બીજા એક શેઠની વાત સાંભળો. સોંઘવારીના સમયમાં દોઢ કરોડનું દાન કરેલું, એમને લકવો થઇ ગયેલો. ઘરની ચાવી 400 રૂપિયાના પગારદાર ડ્રાઈવરને આપે પણ પોતાની પત્નીને ન આપે, કેમ? તે સાંભળો. ખાનદાનીનું માપ પૈસાથી ના કાઢશો. કેટલીક વાર કુબેર ભંડારીની ગાડી ઉપર દુનિયાનો મોટામાં મોટો લુચ્ચો માણસ બેઠો હોય છે અને કેટલીક વાર ભિખારીના કોથળા ઉપર દુનિયાનો મોટામાં મોટો ખાનદાન માણસ બેઠો હોય છે. એટલે કોઈની ખાનદાનીનું માપ પૈસાથી કાઢશો તો તમે નરસિંહ મહેતાને નહિ ઓળખી શકશો. @20.20min. એક ત્રીજું વ્યક્તિત્વ છે, એનું પ્રેરક બળ હૃદય છે. હૃદયની લાગણીઓ એને પ્રેરણા આપે છે. અને એ પ્રેરણાના કારણે એ જીવન જીવે છે અને આવા માણસો અર્થ અને અનર્થ બંનેનો ઈતિહાસ સર્જે છે. જો હૃદયમાં બુદ્ધિ સમર્પિત ન થઇ હોય તો એનાથી આંધળી લાગણીઓ ઉભી થશે. એ આંધળી લાગણીઓ અનર્થનો ઈતિહાસ ઉભો કરી દેશે. 25-27 વર્ષની એક નાગર બ્રાહ્મણ બહેન આશ્રમમાં રહેવા આવેલા, એનો અનર્થનો ઈતિહાસ સાંભળો. આ બહેનનો બાપ, ફર્સ્ટ ક્લાસ ગેઝેટેડ ઓફિસર અને એ ઘરના વિધર્મી ડ્રાઈવર બે છોકરાના બાપ સાથે ચાલી ગઈ અને બે વર્ષ પછી ભાન થયું કે એણે મોટી ભૂલ કરી છે. તમે નોટો ગણવામાં જેટલું ધ્યાન આપો એનાથી વધારે ધ્યાન તમારા છોકરાં સાચવવામાં રાખો. નોટો ફરી મેળવતા વાર નહિ લાગે પણ છોકરાં લુંટાઈ જશે તો પોકેને પોકે રડશો અને કોઈ છાનું રાખવા પણ નહિ આવે. એ બહેન ફરી પાછી બાપના ઘરે ગઈ પણ એને ધુતકારીને કાઢી મૂકી એટલે આશ્રમમાં આવી. “कष्टस्च्य खलु मूर्खत्वं, कष्टस्च्य खलु यौवनं, कष्टा कष्ट तरंग चैव परगेह निवास”….(चाणक्य). હું ભલામણ કરું છું કે યુવાવસ્થાના દિવસો હોય ત્યારે પોતાના સારા માં-બાપ, વડીલો હોય એમના નિયંત્રણમાં રહેવું. આ એક લુંટાઈ જવાનો બરબાદ થઇ જવાનો સમય છે. @25.00min. આ ઢાળ ઉપર દોડવાનો સમય છે એટલે તમારા પોતાના વડીલ, ગુરુજનની છાયામાં રહેવું. યુવાનીના એક દશ વર્ષ તમે એમની છાયામાં રહ્યા તો પછી આખી જીંદગી તમે લહેર કરશો. અમદાવાદની એક મિલ માલિકની પત્ની UP ના વિધર્મી ડ્રાઈવર સાથે ચાલી ગયેલી. ઝુંપડામાં રહે અને એનો છોકરો લેવા ગયો તો પણ પાછી ગઈ નહીં. એટલે એને પેટની પડી નથી, પણ હૃદય બળવાન છે, પણ આંધળું થયું છે. હૃદયમાં જો બુદ્ધિ સમર્પિત થતી હોય તો હૃદયના અંધાપાને દૂર કરે પણ હૃદય અને બુદ્ધી બંને પેટમાં સમર્પિત થયા હોય તો એમાંથી એક વ્યક્તિત્વ ઉભું થાય તો એ દુનિયાનો એક નંબરનો કોમાંર્સીઅલ માણસ થશે. એ જે જગ્યાએ જશે ત્યાં એના હિતનોજ વિચાર કરશે. ત્રિવેન્દ્રમ જાત્રાએ ગયેલા ત્યાં બે ભાઈઓ મોડે સુધી ન આવ્યા કારણકે, ટીકીટનો અને જાત્રાનો ખર્ચ કાઢવા કાથીની દોરડીના બબ્બે વેગનનો સોદો કરી આવ્યા. મુઝફ્ફર નગરનો એક રામાયણની સપ્તાહનો અનુભવ સાંભળો. રામાયણની કથાના એકેએક પ્રસંગમાં ઉઘરાણું કરી પૈસા-ઘરેણાં રોકડા કર્યા. @30.02min. સ્વામીજીએ કથાની જાહેરાત કરનારને પૂછ્યું, “आप पहले क्या थे?” તો કહ્યું, “बनिया था बनिया” પેટ અને હૃદય જયારે બુદ્ધિમાં સમર્પિત થઇ જાય, ત્યારે તમને એક ન્યુટન મળે, કણાદ મળે, કપિલ મળે, તત્વવેત્તા-તત્વચિંતક મળે. આપણે ત્યાં ષડદર્શનો ઉપર ટીકા લખનાર વાચસ્પતિ મીશ્ર ની વાત સાંભળો. પત્ની એને કહે છે કે સંતાન ન હોય તો આપણું નામ કેવી રીતે રહેશે? વાચસ્પતિએ કહ્યું, તું ચિંતા ન કર આ ગ્રંથ(શાંકરભાષ્યની ટીકા)નું નામ “भामती” રાખું છું. આવીજ વાત આઇનસ્ટાઇનની સાંભળો. આઇનસ્ટાઇન કોઈ જગ્યાએ કોન્ફરન્સમાં ગયા, એની પત્નીએ ત્રણ દિવસ માટે ત્રણ શૂટ આપેલા પણ જે શૂટ પહેરીને ગયેલા તેજ શૂટમાં પાછા આવ્યા અને પેલા  ત્રણ શૂટ તો એમના એમ પડ્યા હતા. એમને એની પત્નીએ પૂછ્યું તો કહ્યું લોકો મારું શૂટ જોવા નહિ પણ મગજ જોવા આવ્યા હતા અને એમાં કઈ કચાસ રાખી નથી. આ માણસ વન-ટ્રેક છે. એનું હૃદય અને પેટ બંને બુદ્ધિને સમર્પિત થયા છે. ત્યારે એમાંથી એક કલાકાર પેદા થાય છે, પછી એ સંગીતકાર હોય, ગાનાર હોય, અભિનય આપનાર હોય, પીંછીનો કલાકાર-ચિત્રકાર ત્યારે એમાંથી માઈકલ એંજેલો મળે, સોમપુરા સલાટ મળે, જે એક સ્થાપત્ય બનાવીને આપે, એક નટરાજની મૂર્તિ બનાવીને આપે. @35.22min. આપણા અહીં તાજમહાલ, દેલવાડાના દહેરાં, દક્ષિણ ભારતના ભવ્ય મંદિરો વગેરે સ્થાપત્યો પર એકેય કલાકારનું નામ લખ્યું નથી. 

 

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ

2 responses to “કવિ અને કલાકાર

  1. સ્વામીજીદા જવાબ જ નૈ !!

  2. વાહ! સંત ચરણે વંદન…સરસ લેખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s