હોટ પર્સ્યુટ / પરેશ વ્યાસ

 

હોટ પર્સ્યુટ: મ્યાંમારમાં મોદીગીરીનો પલટવાર

મને તો થાય કે સ્વીકારી લઇએ હાર
પરંતુ મારી માએ ખાધેલી સવાશેર સૂંઠનું શું?                                                                                                                                                                      –રમેશ પારેખ

આપણે સારા લોકો છીએ. શાલીન, નમ્ર, વિવેકી, વિનિત, ખાનદાની. ડાબે ગાલે કોઇ તમાચો મારે તો વિનમ્રતાથી જમણો ગાલ સામે ધરનારા એવા આપણે અહિંસાને શસ્ત્ર તરીકે ઇસ્તમાલ કરતા આવ્યા છીએ. અને સફળ પણ થયા છીએ. દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતીકે સંત તૂને કર દિયા કમાલ. ગાંધીચીંધ્યા માર્ગે ચાલવાનો આપણને ઘરોબો છે. ગાંધીજી સફળ થયા કારણ કે સામે બ્રિટિશ હતા. આઇસિસ(ISIS) હોત તો આપણા શીશ વઢાય જાત. જમાનો ગાંધીગીરીનો રહ્યો નથી. આજકાલ મોદીગીરીની ચર્ચા ચાલે છે. મ્યાંમાર સરહદ પર નાગા ઉગ્રવાદીઓએ નાગાઇની તમામ હદ પાર કરી. 4 જુનનાં દિવસે આપણી હદમાં ઘુસી આપણા અઢાર સૈનિકોને મારી નાખ્યા. આપણે હાર સ્વીકારી નહીં. સવાશેર સૂંઠ સોગંદ હતા. એટલે આયોજન બદ્ધ રીતે 10 જુનનાં દિને બ્રાહ્મમુહૂર્તમાં આપણા ખાસ સૈનિકોની ટીમ ધ્રુવ હેલિકોપ્ટરમાં સવાર થઇને મ્યાંમારની સરહદને પેલે પાર પહોંચી ગઇ અને ત્યાં બે નાગા આતંકી કેમ્પનાં પચાસેક આતંકવાદીઓને મારી નાંખ્યા. મીડિયાએ ભારતીય સૈનિકોની હોટ પર્સ્યુટ(Hot Pursuit) કામગીરીને બિરદાવી.  આમ તો ઇંટનો જવાબ પથ્થરથી જ દેવાની આ વળતી સૈન્ય કારવાઇ હતી. જેવા સાથે તેવા. આપણે વેર વાળ્યુ.  વેરની વસૂલાત માટે અંગ્રેજીમાં ‘રીવેન્જ’ શબ્દ છે. તો પછી આ ‘હોટ પર્સ્યુટ’ શું છે?CAMP BUNDELA, India (Oct. 23, 2009) – Sgt. Charles Jobst, followed by Cpl Arthur Fread and other Soldiers from 2nd platoon, Troop A, 2nd Squadron, 14th Cavalry Regiment “Strykehorse,” 2nd Stryker Brigade Combat Team, 25th Infantry Division, from Schofield Barracks, Hawaii, exit a helicopter flown by Indian army aviators from the 201st Army Aviation Squadron. The Soldiers were conducting static load training with the Advanced Light Helicopter, an Indian-made helicopter, during Exercise Yudh Abyas 09, a bilateral exercise involving the Armies of India and the United States. (Photo by Staff Sgt. Crista Yazzie, U.S. Army, Pacific Public Affairs)

CAMP BUNDELA, India (Oct. 23, 2009) – Sgt. Charles Jobst, followed by Cpl Arthur Fread and other Soldiers from 2nd platoon, Troop A, 2nd Squadron, 14th Cavalry Regiment “Strykehorse,” 2nd Stryker Brigade Combat Team, 25th Infantry Division, from Schofield Barracks, Hawaii, exit a helicopter flown by Indian army aviators from the 201st Army Aviation Squadron. The Soldiers were conducting static load training with the Advanced Light Helicopter, an Indian-made helicopter, during Exercise Yudh Abyas 09, a bilateral exercise involving the Armies of India and the United States. (Photo by Staff Sgt. Crista Yazzie, U.S. Army, Pacific Public Affairs)

 

હોટ એટલે ગરમાગરમ અને પર્સ્યુટ એટલે પીછો કરવો. હોટ પર્સ્યુટ એટલે આદુ ખાઇને પાછળ પડી જવું. દુશ્મનનો પીછો કરવો અને એને પકડી પાડીને પતાવી દેવો. ભાગી જતા ગુનેગારનો પીછો કરીને ઝબ્બે કરવો અને/અથવા સરહદ પાર કરીને દુશ્મનને ઠાર કરવો હોટ પર્સ્યુટ કહેવાય. અત્યાર સુધી કદાચ આપણે આવું કરતા શરમાતા હતા. એટલે કદાચ કરમાતા હતા. હવે ખુલ્લેઆમ કહીએ છીએ કે હા, અમે હોટ પર્સ્યુટ કરીને નાગા ઉગ્રવાદીઓનો ખાત્મો કર્યો. હોટ પર્સ્યુટ માત્ર આમ બોલચાલનો જ શબ્દ નથી. લીગલ ડિક્સનરીનો પણ શબ્દ છે. તેરમી સદીમાં એક ખેડૂતનાં ઢોર બીજા ખેડૂતનાં ખેતરમાં ઘૂસીને ઊભા મોલને નુકસાન પહોંચાડે અને પછી પાછા પોતાની હદમાં આવી જાય તો શું? સને 1293માં ઇગ્લેંડમાં આવા એક કોર્ટ કેસનાં ચુકાદામાં એક ખેડૂતે ઘુસણખોર ઢોરની પાછળ પડીને પોતાની હદની બહાર બીજાની હદમાં ઘૂસીને એવા ઢોરને પકડ્યા એ કારવાઇ કાયદેસરની ઠરાવાઇ. પછી તો આ નિયમિત ભાડું આપવામાં ઠાગાઠૈયા કરતા ભાડૂઆતોને પણ આ કાયદો લાગુ પડ્યો. ભાડું ન આપે તો એનાં મકાનમાં ઘુસી એનો માલ જપ્ત કરી લેવાની કાર્યવાહી હોટ પર્સ્યુટની વ્યાખ્યામાં સમાવાઇ. સને 1939માં કાયદાશાસ્ત્રનાં નિષ્ણાંત બ્રિટિશ પ્રોફેસર ગ્લેનવીલે વિલિયમ્સે કહ્યું કે હોટ પરસ્યુટમાં ગુનેગારનો પીછો કરવો અને પછી એ ગમે ત્યાં પકડાય પણ એ ગુનાનાં સ્થળે જ પકડાયો છે એમ માનીને કાયદેસરની કાર્યવાહી કરવી. આમ રાષ્ટ્રીય સ્તરે ખાસ સંજોગોમાં વોરંટ વિના ગુનેગારને પકડવાની હોટ પર્સ્યુટની કાર્યવાહીને જાયજ ઠરાવાઇ. આંતરરાષ્ટ્રીય સ્તરે મધદરિયે થતી હોટ પર્સ્યુટ માટે ‘યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી’ની કલમ 111 અનુસાર દેશનાં કાયદાનો ભંગ કરનાર જહાજનો પીછો કરી એને પકડી શકાય. જો કે જમીની સીમાનાં ઉલ્લંઘન માટે સર્વસંમત આંતરરાષ્ટ્રીય કાયદો નથી પણ અમેરિકા દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘુસીને બિન લાદેનને મારવો, તૂર્કી દ્વારા ઉત્તર ઇરાકમાં કુર્દીસ ઉગ્રવાદીઓ પર વળતો પ્રહાર કરવો તેમજ કોલંબિયા દ્વારા ઇક્વાડોર સ્થિત ચળવળકર્તાઓ પર હુમલો કરવો વગેરે ઘટનાઓ ઘટી છે. હવે આવી હોટ પર્સ્યુટની યાદીમાં ભારત દ્વારા મ્યાંમારની હદમાં ઘુસીને ઉગ્રવાદીઓને ભડાકે દેવાની ઘટનાનો ઉમેરો થયો છે.

આપણાં સૈન્યની આ હોટ પર્સ્યુટને આપણે છાતી ઠોકીને છડેચોક કહીએ તેમાં ઘણાંને વાંધો છે. રખેને પાકિસ્તાન નારાજ થઇ જશે તો? અને પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. ભારતનાં બુદ્ધિજીવીઓ હોટ પર્સ્યુટને છડેચોક કહેવાની ખિલાફ છે. તેઓ કહે છે કે આ મોદીગીરી સાચી મુત્સદ્દીગીરી નથી. તેઓની સલાહ છે કે આપણે પાકિસ્તાનને અછો અછો કરતા કરતા એની સાથે સંવાદ કરતા રહેવું જોઇએ. પણ મને થાય કે કોની સાથે સંવાદ કરવો? નવાઝ શરીફ સાથે? જેનું એના દેશમાં કોઇ માનતુ નથી. અરે ભાઇ, પાકિસ્તાનની હદમાં અનેક આતંકવાદી કેમ્પ ચાલે છે પણ એને સમેટવાની એમની કોઇ તૈયારી નથી. ભારતની ભૂમિ પર થયેલા હુમલાનાં માસ્ટર માઇન્ડ લશ્કર-એ-તોયબાનાં લખવીને ભૂંસી નાખવાની એમની ત્રેવડ નથી. સરહદ પર છાશવારે કાંકરીચાળા (ગોળીચાળા)  થતા રહે છે. અને સાથે સાથે કાશ્મીર કાશ્મીર-ની નારાબાજી પણ થતી રહે છે. આ સંજોગોમાં હોટ પર્સ્યુટ જ એક માત્ર વિકલ્પ રહી જાય છે. અમને લાગે છે કે હોટ પર્સ્યુટને ખુલ્લેઆમ કહેવાની આ મોદીગીરી નવી છે. હોટ પર્સ્યુટ અગાઉ પણ થયા જ હશે. પણ એની વાતો છાતી ઠોકીને કહેવાઇ નહોતી. એનાં ગુણગાન ગવાયા નહોતા. હવે મંત્રીઓ એ વાતને મીડિયા સમક્ષ મુકે છે. પાકિસ્તાનને સુધરે નહીં તો એને અલગ પાડી દેવાનો વ્યૂહ છે. વેરની વસૂલાત થવી જ જોઇએ.  ભારતની ભૂમિ પર જે આતંકવાદી ગતિવિધિ કરે એની અંતિમ વિધિ પણ આપણે જ કરવી જોઇએ. હોટ પર્સ્યુટનો ડર આતંકવાદીઓની શાન ઠેકાણે લાવે એવી મોદીગીરીને આપણે તક આપવી જોઇએ. સૂંઠનાં ગાંગડે ગાંધી ન થવાય પણ સૂંઠનાં ગાંગડે મોદી જરૂર થવાય. સૂંઠ આમ પણ સૂકવેલું આદુ છે. આદુ ખાઇને આતંકીઓની પાછળ પડી જવું સાંપ્રત સમયની જરૂરિયાત છે. જય હો !

શબદ આરતી:

“માણસની ચાર મૂળભૂત જરૂરિયાત છે. ખોરાક, ઊંઘ, સંભોગ અને વેરની વસૂલાત” – મહાન બ્રિટિશ ભીંતચિત્ર કલાકાર બેન્કી

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ

2 responses to “હોટ પર્સ્યુટ / પરેશ વ્યાસ

 1. સમાચાર વાંચવાનું ઘણા વખતથી બંધ છે ; પણ અહીં આ સમાચાર વાંચી આનંદ થયો.
  અહિંસાવાદીઓ આના વિશે શું કહે?

  કોઈ વાત સમાતન સત્ય ન હોઈ શકે !

 2. Jitendra Desai

  I have been on your “hot pursuit” Pareshbhai for all such articles that you have published under ” Shabda Kirtan” ! Still trying.will respond again when i get your book.Best wishes for more “Kirtan” in the meantime.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s