‘જ્યાં કબૂતર…’ તાદર્થ્ય ‘ માં કુમાર જૈમિની શાસ્ત્રીએ કરાવેલો ગઝલનો આસ્વાદ

0002

0001

 

 

040203

 

13 ટિપ્પણીઓ

Filed under ગઝલ, પ્રકીર્ણ, યામિની વ્યાસ

13 responses to “‘જ્યાં કબૂતર…’ તાદર્થ્ય ‘ માં કુમાર જૈમિની શાસ્ત્રીએ કરાવેલો ગઝલનો આસ્વાદ

 1. દ્વાર પર તારા ટકોરા થાય જ્યાં,
  એક ચોમાસુંયે દદડે બારીએ.

  આ શે’ર વધારે ગમ્યો

  • pragnaju

   ધન્યવાદ
   સાંપ્રત સમયે
   હિલ્લોળાય ઘર નેવેથી દદડે હેઠું, કોઈ ચોમાસું હિંચકે બેઠું હિય બીચોબીચ ખટકે કડાં,
   પડખામાં અષાઢ હિલ્લોળાય જીવ માતેલા જળની પેઠે ખળક ખળક થાય …ત્યાં યાદ
   દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
   દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે?

 2. કુમારે કરાવેલાં અન્ય અપ્રગટ રસદર્શનો મળી શકે તો મને મોકલવા વીનંતી છે. વેગુ
  માટે ઉપયોગી થશે. કાવ્યો યામિની કે અન્યોનાં કોઈ પણનાં ભલે હોય. સાભાર, – જ ુ.

  *– જુગલકીશોર. *
  –––––––––––––––––––––––
  *NET–ગુર્જરી : **http://jjkishor.wordpress.com/
  *
  *વેબગુર્જરી : http://webgurjari.in/ *

 3. કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો
  સુગંધીના ગુણાકારો કરીશું, શ્વાસમાં આવો.
  .
  તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે,
  શુકનવંતા સિતારા છો કદી આકાશમાં આવો.
  .
  .અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે,
  તમે છો શક્યતાઓ પુષ્પની, મધુમાસમાં આવો.
  .
  તમારું આવવું, ચાલ્યા જવું પડઘાય છે એમાં,
  ‘દિવાને-આમ’માં આવો ‘દિવાને-ખાસ’માં આવો.
  .
  ખબર ક્યાં કોઈને, શું છો તમે, તડકા છો ? છાયા છો ?
  કહીને ના બતાવો, માત્ર ખુલ્લા ઘાસમાં આવો.
  .
  ( કુમાર જૈમિની શાસ્ત્રી )
  http://heenaparekh.com/tag/%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%88%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80/

 4. વહી ગઈ જિંદગી થોડાઘણા સારા વિચારોમાં
  કદી તારા વિચારોમાં કદી મારા વિચારોમાં
  .
  કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે
  નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં
  .
  બધાં દ્રશ્યો અને પાત્રો ક્રમાનુસાર બદલાતાં,
  કરે છે કોણ નક્કી એમના વારા વિચારોમાં
  .
  સ્મરણ તારાં કદી ગુલમ્હોર પેઠે મ્હોરતાં લાગે
  નસોમાં સ્થિર જાણે રક્તની ધારા વિચારોમાં
  .
  જગતમાં કોણ, ક્યારે, કેમ, કેવાં સ્વપ્નો સેવે છે
  મને મળતા રહે છે રોજ વર્તારા વિચારોમાં
  .
  ( કુમાર જૈમિની શાસ્ત્રી )

 5. માણસ નામે પરબીડિયું ને જીવતર નામે કાગળ
  લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ
  .
  ટૂંકાટચ કાગળમાં લખવા
  લાંબાચોડા અક્ષર
  લખતાં-ભૂંસતાં વહી જવાનો
  મોંઘો-મૂલો અવસર
  .
  ધારો કે આકાશ લખું તો ચડી આવતાં વાદળ
  લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ
  .
  પરબીડિયા ને કાગળ વચ્ચે
  આમ કશો ક્યાં નાતો ?
  કાગળ તોયે પરબીડિયામાં
  ફૂલ્યો નથી સમાતો
  .
  સરનામામાં લખી દીધું બસ મુકામ પોસ્ટ ‘શામળ’
  લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ
  .
  ( કુમાર જૈમિની શાસ્ત્રી )

 6. અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
  આંખમાં સાચી સભરતા હોય છે.

  કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
  પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

  છીછરું જળ હોય કે ઊંડો ધરો,
  મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

  જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
  હસ્તરેખામાં વિચરતા હોય છે.

  ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
  સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

  –કુમાર જૈમિની શાસ્ત્રી

  કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
  પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.
  અ દ ભૂ ત
  બગીચો બહાર હોય એટલું પૂરતું નથી. પહેલાં તો અંદર બગીચો હોય. બહારના બગીચામાં ફૂલ હોય કે ન હોય પણ ભીતરમાં એક બાગ ફાગ હર્યોભર્યો હોય છે.પ્રત્યેક દિવસ કવિતાનું નિત્ય નૂતન નંદનવન. રોજ સવારે પારિજાતના ફૂલની જેમ ગીત ઝરતાં જાય. એમની રચના ગગનમાં ભલે ઉડ્ડયન કરે, પણ એમની ગઝલને ધરાની ધૂળનો રંગ લાગે છે.
  કવિની કલમનો જાદુ એવો કે
  અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
  આંખમાં સાચી સભરતા હોય છે.
  રેશમી અને મુલાયમ. શબ્દોમાં સાચી સભરતાના સૂર..સાચી સભરતા નામનું સત્વ અને તત્વ. એનું જ મહત્વ છે સાચી સભરતાનો રણકાર અને ઝણકાર છે.

  અત્યારસુધી આટલા મોટા ગજાના કવિની રચનાઓ કેમ મૂકી નહીં તેનું આશ્ચર્ય !

  • pragnaju

   આશા એક પંક્તીની અને આપે તો ચાર ચાર કાવ્યો આપ્યા
   ‘આટલા મોટા ગજાના કવિની રચનાઓ કેમ મૂકી નહીં તેનું આશ્ચર્ય !’
   તમારી વાત સાચી છે
   તમારી સૂચનાનો જરુર અમલ કરશુ
   આવા પ્રેરણાદાયી પ્રતિભાવની સદા અપેક્ષા
   તમારી દિનચર્યાની મંજુરી મળી .વિગતે તમને થયેલ ફાયદાઓ વિગતવાર લખશો તો સંપૂર્ણ લેખ તૈયાર થશે

   • ફાયદા જેવુ કશુ નથી.
    ત્યાર પછી તો સમય અને સંજોગો અનુસાર દીનચર્યાયે બદલાયા કરી છે.

    તમને ગમે તેવો લેખ તૈયાર કરો, તમારા હસ્તે તૈયાર થશે તે લેખ સંપૂર્ણ જ હશે

 7. આટલા બધા વર્ષો દરમ્યાન, છુટુ છવાયું સાહિત્ય હાથવગું થતાં, વાંચી લેતાં. ઘણા સાહિત્યકારો -કવિઓ અણપ્રીચ્છ્યા રહ્યા હતા. આ વેબ જગત આવ્યા બાદ કેટલા બધા સર્જકોને આપણે ઓળખતા થયા છીએ ! કેટલી બધી પ્રતિભાઓ છુપાયેલી હતી આપણી પાસે ! હવે તો દરેક કૃતિ વિશે કેટલું લખી શકાય ?
  વેબ ગુર્જરી અને એનું કુશળ સંપાદકમંડળ કેવું સરસ કામ કરી ર્હ્યું છે !
  અભિનંદન.

  નવીન બેન્કર ( હ્યુસ્ટન )

 8. પિંગબેક: અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,/કુમાર જૈમિની શાસ્ત્રી | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s