અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,/કુમાર જૈમિની શાસ્ત્રી

 Courtesy Atul Jani (Agantuk)  & Laystero

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

–કુમાર જૈમિની શાસ્ત્રી

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.
અ દ ભૂ ત
બગીચો બહાર હોય એટલું પૂરતું નથી. પહેલાં તો અંદર બગીચો હોય. બહારના બગીચામાં ફૂલ હોય કે ન હોય પણ ભીતરમાં એક બાગ ફાગ હર્યોભર્યો હોય છે.પ્રત્યેક દિવસ કવિતાનું નિત્ય નૂતન નંદનવન. રોજ સવારે પારિજાતના ફૂલની જેમ ગીત ઝરતાં જાય. એમની રચના ગગનમાં ભલે ઉડ્ડયન કરે, પણ એમની ગઝલને ધરાની ધૂળનો રંગ લાગે છે.
કવિની કલમનો જાદુ એવો કે
અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.
રેશમી અને મુલાયમ. શબ્દોમાં સાચી સભરતાના સૂર..સાચી સભરતા નામનું સત્વ અને તત્વ. એનું જ મહત્વ છે સાચી સભરતાનો રણકાર અને ઝણકાર છે.અત્યારસુધી આટલા મોટા ગજાના કવિની રચનાઓ કેમ મૂકી નહીં તેનું આશ્ચર્ય !                                                                                                           .

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

મત્સ્ય ને ફરક નથી પડતો કે એ ક્યાં છે એ કદી ફરિયાદ નથી કરતાં કે નથી પ્રારબ્ધ ને દોષ આપતા.. એનું ધર્મ છે તરવાનું અને એ એજ કરે છે.એથી જ એનું અસ્તિત્વ છે..
જયારે માણસ પ્રારબ્ધ ઉપર બધું ઢોળી દેતાં અચકાતો નથી..નદી નો પ્રવાહ કદી પણ ફરિયાદ કરતો નથી કે આ ધરતી પર ચારેબાજુ ખડકો પથરાયા છે અને તેથી આ ધરા પર આગળ નહિં વધી સકાય..એ પ્રવાહ વહેવા માટે ઢાળ એની મેળે શોધી લે છે..

જો ચાહતા હૈ હર હાલ મેં કરકે જાયેગા,
જો કુછ નહીં ચાહતા કુછ નહીં પાયેગા. અને ચિ યામિનીના બન્ને કાર્યક્રમોમા સફળતા બદલ અભિનંદન

11168194_801899436591833_5596438296206681592_n 000

2 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, ગઝલ, પ્રકીર્ણ

2 responses to “અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,/કુમાર જૈમિની શાસ્ત્રી

  1. સુંદર કાવ્ય અને એનો એવો જ સુંદર આસ્વાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s