ચાઇલ્ડ સર્વિટ્યુડ: શું તમારા ઘર, દુકાન કે ઓફિસમાં બાળ મજૂર છે? પરેશ વ્યાસ


ચાઇલ્ડ સર્વિટ્યુડ: શું તમારા ઘર, દુકાન કે ઓફિસમાં બાળ મજૂર છે?
આજે વિશ્વ બાળ મજૂર વિરોધ દિન છે. યુનાઇટેડ નેશન્સની ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ) સંસ્થા દર વર્ષની 12 જુનનાં દિવસે જનજાગૃતિ માટે ઉજવે છે. આપણને આવા વિશ્વ દિવસો કોઠે પડી ગયા છે. ક્યારેક વિશ્વ તમ્બાકુ વિરોધ દિન તો ક્યારેક વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન ઉજવાય છે. ક્યારેક વિશ્વ કાચબા દિવસ છે તો ક્યારેક વિશ્વ હડકવા દિવસ. વિશ્વ ડાયાબિટિસ દિન છે. વિશ્વ એઇડ્સ દિન છે. વિશ્વ અન્ન દિવસ છે, વિશ્વ શાકાહાર દિવસ છે. ના, વિશ્વ માંસાહાર દિવસ નથી. ગાંધીબાપુનો જન્મ દિવસ વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવાય છે. આ બધા દિવસોએ વિશ્વને કોઇ એક ચોક્કસ વિષય વસ્તુ સંબંધે સુધારવા માટે હિદાયત અપાય છે. બાકીનાં દિવસો આપણે એ શિખામણ સ્વાનુકૂળ રીતે ભૂલી જઇએ છીએ. શેઠની શિખામણ બૌ બૌ તો ઝાંપા સુધી. તંઇ શું? પણ આજે ઝાંપાની અંદરની, આપણા ઘરની અંદર થતી બાળ મજૂરીની વાત કરવાની છે.
બાળ મજૂર વિરોધ દિન 2002થી ઉજવાય છે. દર વર્ષે બાળ મજૂરી અંગેની એક ચોક્ક્સ થીમ ઉપર વિચાર થાય છે. 2011માં જોખમી કામમાં જોતરાયેલા બાળ મજૂરો સામે ચેતવણી હતી. ગયા વર્ષે માનવ અધિકાર અને સામાજિક ન્યાયની દુહાઇ આપીને બાળ મજૂરી રોકવા ઇજન કરાયુ’તું. આ વર્ષે થીમ છે: નો ટૂ ચાઇલ્ડ લેબર ઇન ડૉમેસ્ટિક વર્ક. ઘરેલૂ કામમાં બાળ મજૂર ન હોવો જોઇએ.”

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “ચાઇલ્ડ સર્વિટ્યુડ: શું તમારા ઘર, દુકાન કે ઓફિસમાં બાળ મજૂર છે? પરેશ વ્યાસ

 1. ઘરમાં બાળમજૂર ન રાખવા એ યોગ્ય નિર્ણય નથી.
  ‘ ગરેની ‘ ( ગરીબી રેખાની નીચે ) લોકોનો પાયાનો નિયમ…. ચાર વર્ષની ઉપરનું બાળક એ વધારાનું પેટ નથી પણ વધારાના હાથ પગ છે.
  એની રોજી છીનવી ન લઈએ. પણ ડબલ પગાર આપીએ, અડધો કલાક એને શિક્ષણ આપીએ, બાળકોને નાનાં પડતાં કપડાં તેને આપીએ, પ્રાર્થના/ યોગાસન કરતાં શીખવીએ, આપણાં બાળકોનાં રમકડાં તેને રમવા આપીએ તો?
  કદાચ આવી નાની નાની કલ્પનાશીલતા પહેલ – સમાજને બદલી શકે.

 2. pragnaju

  e-mail hiral shah
  આજે પંદર વર્ષ થયાં, એ કામવાળી સાથેનો અમારો સંબંધ એવો ને એવો જ છે. જ્યારે દેશ જઈએ ત્યારે તે જ અમારું ઘરકામ કરવા આવી જાય છે. એનાં બાળકો મને દાદા કહે છે – ગણે છે.
  very true. very inspirational.
  but people like you are rare dada.

  most of the time, we do bargain with hawkers for 2 Rs more for juice or coconut water, we pay happily 100+ for the same coconut water in any branded restaurants or shops etc.
  same with all other stuff.
  especially when they are child hawker, aged hawker, people do more bargaining.

  પરેશભાઇની વાત એ રીતે સાચી છે કે આપણે સારા હોઇએ પણ આપણી આસપાસમાં, દુકાનોમાં, ચા ની કિટલી કે અન્ય જગ્યાઓએ શોષણ થતું જોઇએ તો સંગઠનો જેમકે દહેરાસર, મંદિર વગેરે જૂથ કંઇક કરી શકે કદાચ.
  બાકી તો માણસો વધ્યા છે ને માણસાઇ ઘટી છે. દુનિયાના દરેક ખૂણે બધા વર્તમાન સમાચારપત્રો એની સાક્ષી પૂરે છે.

 3. પહેલાં અમદાવાદની ઘણી નાની હોટલો માં નાની ઉમરના બાળકોને કામ કરતાં જોયાં છે . એમને ગ્રાહકો ટેણીયા એમ સંબોધી કઇંક ભૂલ થાય તો ધમકાવતા પણ જોયા છે .હોટલ માલિકો એમને ઓછું વેતન આપી એમનું શોષણ કરતા હોય છે. હાલની પરિસ્થિતિ કદાચ કાયદાકીય રીતે બદલાઈ પણ હોય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s