शरद: शतं दिनाहा श्याम शरद:

Side B – New Jersey, USA – ગુજરાતની પ્રજાને એવો ધર્મ મળ્યો કે ખાવામાં સારી એવી શાકભાજી પણ નથી ખાતી. આયુર્વેદે જેના ગુણ ગાયા છે, જે મહા ઔષધી છે એ ડુંગળી અને લસણ કેટલાયે લોકો આહારમાં લેતા નથી. ખાવા જેવી વસ્તુને ન ખાવામાં ધર્મ આડે આવી ગયો તો તમે ખાશો શું? લાંચ અને કાળા વ્યાજ ખાશો? કોણ સમજાવે કે ડુંગળીની ગંધ કરતાં લાંચની ગંધ ઘણી ખરાબ છે. આપણે ત્યાં બે પધ્ધતિઓ છે, એક શ્રમણ અને બીજી આયુર્વેદિક. આયુર્વેદ એમ કહે છે કે તમારું શરીર સુધારી શકાય છે, લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે. કોઈ મરણ તિથી નક્કી નથી. શ્રમણો કહે છે, ક્યારે મરવું? કેવી રીતે મરવું? એ બધું લખાય ગયેલું છે, એમાં કંઈ મીનમેખ થઇ શકે નહીં. આયુર્વેદ કહે છે, ખોટી વાત છે. તમે જો સંયમથી વ્યવસ્થિત રીતે જીવન જીવો તો “शतं जिवेम् शरद: शतक्गुं स्रुयुणां शरद: शतम् प्रब्र्वाःम् शरद: शतं दिनाहा श्याम शरद:” આ વેદના મંત્રો છે. અમે સો વર્ષ જીવીએ, લાચાર થઈને નહિ, ભિખારી થઈને નહીં. અહીં બેઠેલા વૃધ્ધોને ખાસ કહું છું કે, તમે વૃધ્ધાવસ્થાને દીનતાનું રૂપ ન આપશો. હવે દેશમાં ઘણાં વૃધ્ધાશ્રમો ખુલ્ય છે. જેટલું હોય એટલું આપીં દેવાની કદી પણ ભૂલ ના કરશો. થોડુંક સાચવી રાખજો. વેદમંત્ર કહે છે, સો વર્ષ જીવો અને અમારા કાન, આંખ, નાક બધું કામ કરતું રહે. આ જીજીવિષા છે. @5.03min. કર્મ કરતાં કરતાં સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખ. અહિ એક જીવન છે અને બીજી બાજુ મરણ છે. મરી જવું છે અને કંઈ ભેગું આવવાનું નથી. આ નકારાત્મક દ્રષ્ટિ છે. ઋષિ કહે છે, પોતાના પગ ઉપર ઉભા રહીને હિંમત પૂર્વક જીવવાની ઈચ્છા રાખ. એટલે આયુર્વેદે કહ્યું, મારે તમને દુબળાં  -પાતળાં, ફિક્કાં હાડપિંજર નથી બનાવવા. મારે તમને સશક્ત, બહાદુર કદાવર બનાવવા છે, આ બીજો ઉપદેશ છે. મૃત્યુ અમુક સમયે નક્કીજ છે, એવું નથી. વાહન અકસ્માતમાં બેલ્ટ અને એરબેગથી માણસને બચાવી શકાય છે. હાર્ટ સર્જરી, કીડની-લીવર બદલીને માણસને બચાવી શકાય છે. આ બધા બચાવના કારણે આટલી વસ્તી વધી છે. @10.05min. ચરોતરના માણસો બાધા ઉતારવા માટે દેશ આવે છે, એ વિષે સાંભળો. 1947માં ભારતમાં 1000 પ્રસુતિ દરમ્યાન 450 બાળકોના મરણ થતા. એમાંથી મહારાજ-પંડિતોને પૂછવાથી નડતર આવી અને એટલે બાધા રાખવાનું શરુ થયું. હવે દવા અને હોસ્પિટલની સગવડ વધવાથી હજારે 100 જેટલાં છોકરાંઓજ મરે છે. એટલે આયુર્વેદ કહે છે તમે બાળકોને લાંબુ જીવાડી શકો છો, એમને મજબુત, સશક્ત, નિર્ભય બનાવી શકો છો. @14.57min. એટલે આયુર્વેદથી તમે સશક્ત બની લાંબુ જીવી શકો છો. હવે માનો કે તમારાં બાવડા મજબુત છે અને શસ્ત્રો પણ છે. હવે એક ત્રીજો અથર્વવેદનો ઉપવેદ અર્થવેદ આવ્યો. આપણો બધાનો મૂલાધાર, કરોડરજ્જુ પૈસો છે.  પૈસો ન હોય તો કશુંજ નથી. આપણે પૈસાને પાપ માનતા નથી. સાધુ લોકો પૈસાને અડતા નથી, પણ પૈસાદારને પકડી રાખશે. કદી પણ જે સ્થૂળ અને પ્રદર્શિત ત્યાગ છે, એના તરફ મોહિત ન થશો. સતત નકાર હકાર બની જતો હોય છે. તમે સહજ જીવન જીવો. આપણે ત્યાં ઋષિઓનો ત્યાગ છે, એ સાચો ત્યાગ છે. ગાંધીજીનો ત્યાગ અનાશક્તિ છે. તમે કરોડોનો વહીવટ કરો પણ જળમાં કમળ રહે એ પ્રમાણે કરો. સંસારમાં રહીને જે ત્યાગ છે, એજ ત્યાગ છે. અર્થવેદ તમને ઉપદેશ આપે છે. @19.42min. તમે બે પૈસા કમજો, એમાંથી અડધો પૈસો સારા કામ માટે વાપરજો, કડી દરિદ્રી ના થશો. પૈસો જીવન માટે જરૂરી છે. પૈસો નહિ હશે તો ઘરના માણસોજ તમને ધુતકારી કાઢશે. એટલે વેદોમાં લખ્યું છે, “भुत्येन प्रमदितव्यम्, देव कार्येन् प्रमदितव्यम्, पितृ कार्येन् प्रमदितव्यम्” બે પૈસા કમાવામાં પ્રમાદ ન કરીશ। બીજી તરફ શું થયું કે પૈસા માટે ફાંફાં ન મારો,તમારા નશીબ પ્રમાણે બધું મળી રહેશે. આ ખોટી વાત છે, તમારે પુરુષાર્થ કરવોજ જોઈએ. અર્થશાસ્ત્રના રચનાર મહર્ષિ ચાણક્યે કહ્યું છે કે રાષ્ટ્રનો ખજાનો ભરપુર રહેવો જોઈએ. પ્રજા કદી દરિદ્રી ન રહેવી જોઈએ. એણે સલાહ આપી છે કે વિત્તમંત્રી સન્યાસીના કમંડળ જેવો હોવો જોઈએ, જે જલ્દી ભરાય તો જાય પણ ધીમે ધીમે ખાલી થતાં ઘણો વાર લાગે. આપણે ત્યાં અર્થશાસ્ત્રને કારણે ભારત સમૃદ્ધ હતું. તમે બધું નશીબ પર છોડી દો અને પુરુષાર્થ ન કરો તો પરિણામ શું આવશે? એક તરફ બધું નશીબ પર છોડી દઈ ફલાણા મહારાજ પાસે પૈસાદાર થવાના આશીર્વાદ લઇ આવો, પરિણામે પ્રજા પુરુષાર્થવાદી નહિ પણ પ્રારબ્ધવાદી થઇ ગઈ. નોકરી છોડીને મંત્ર પ્રયોગ કરવા વાળો એક બ્રાહ્મણ ભિખારી થઇ ગયો, એની વાત સાંભળો. તમે પુરુષાર્થ કરો તો ઈશ્વર તમને મદદ કરશે. “हिम्मते मर्दा तो मददे खुदा” અમેરિકામાં, જાપાનમાં, ઈઝરાઈલમાં કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? વૈભવનો ઢગલો તો ત્યાં થઇ ગયો, કેમ? વૈભવ લક્ષ્મીની ચોપડીમાં વ્રતના એક ભાગ રૂપે પાછું લખ્યું હોય છે કે તમારે આવીજ બીજી 12 ચોપડીઓ લોકોને વહેંચવી જેથી આ રોગ વધારે ફેલાય. અર્થશાસ્ત્રી ચાણક્યે 2300 વર્ષ પહેલાં લખ્યું છે કે પૈસો એ રાષ્ટ્રનો પ્રાણવાયુ છે. @25.34min. ચોથો સામવેદનો ઉપવેદ છે, ગાંધર્વ વેદ એ લલિત કલા (કળા) માટે છે. એટલેકે, સંગીત, સાહિત્ય અને કલા. તમને બધું આવડતું હોય, તમારા ઘરમાં પૈસાના ઢગલા હોય, તમને શસ્ત્ર ચલાવતાં આવડતું હોય, તમારા બાવડાં મજબુત હોય પણ જો તમને સંગીતમાં રસ નહિ હોય, સાહિત્યમાં, કલામાં રસ નહિ હોય તો તમે શુષ્ક, કઠોર, નીરસ માણસ થઇ જશો.અમેરિકન પ્રજા પાસેથી આ શીખવાનું કે પૈસા કમાય છે પછી એના નક્કી કરેલા સમયે દુકાન બંધ કરવાની તે કરવાની અથવા કામ પણ એજ પ્રમાણે બંધ કરવાનું. પછી એ સ્વીમીંગ પુલમાં જાય, રમવા જાય, ખાવા જાય કે બોજી આનંદ-પ્રમોદની પ્રવુત્તિ કરે. આપણે તો કોઈ ઘરાક આવે તો રાત્રે બાર વાગ્યે પણ દુકાન ખોલીએ છીએ. જે લોકો પૈસા કમાય એ સારા માણસો છે, પણ પૈસા સિવાય એને બીજું કઈ સુઝતું નથી, એ બહુ મોટું નુકશાન વેઠતા હોય છે. ઘરના માણસોને ખોઈ બેસતા હોય છે. પાળેલું કુતરું પણ રોટલા ખવડાવનાર પાસે રોટલો ખાઈને, જે એના માથા પર હાથ ફેરવે તે વહાલ કરનાર પાસે જઈને બેસતું હોય છે. દશ કલાક કમાવા માટે બસ થઇ ગયું. બાકીનો સમય તમારા બાળકો, પત્ની, માં-બાપ માટે આપો. નહિ તો તમે ઘર ખોઈ બેસશો, એટલે ગાંધર્વ વેદ કહે છે કે ભાઈ તું થોડું સંગીત જાણ. ગાતાં નહિ આવડે તો કઈ નહિ, પણ કોઈ ગાતો હોય તો સાંભળીને સમજો તો ખરા કે શું ગાય છે? @30.17min. એટલે ભર્તુહરિને લખવું પડ્યું કે “संगीत साहित्य कला विहीन साक्षात् पशु पुच्छ् विषाण हीन” એને પૂછડું નથી અને શીંગડા નથી, બાકી એ પશુજ છે. એટલે આ લલિત કલાનો ચોથો ઉપવેદ છે. સજ્જનો આ ચાર આપણા ઉપવેદ છે. આ ચારેચાર ઉપવેદ જીવનનું એક બેલેન્સ બનાવે છે. તમે યુદ્ધના ક્ષેત્રમાં શિવાજી જેવા છો? તમે આરોગ્યના ક્ષેત્રમા ભીમ જેવા છો? ભીમ મહાભારતમાં સૌથી બુદ્ધિશાળી અને શક્તિશાળી પાત્ર છે, એ વિષે સાંભળો. આપણે ભગવાન પાસે પૈસો માંગીએ છીએ, પણ જેમ જેમ પૈસો વધે એમ એમ ખોરાક ઘટે. પૈસો અને ખોરાક અને પૈસો અને ઊંઘ પણ સાથે નહિ રહી શકે. એટલે આયુર્વેદ તમને શરીર સુધારવાનું કહે છે. અર્થવેદ તમને ઉપદેશ આપે છે, બે પૈસા કમજો, કોઈને રોજી આપો એટલે બહુ મોટો યજ્ઞ થઇ ગયો, બહુ મોટું પુણ્ય થઇ ગયું. ચોથી વાત છે, થોડું સંગીત સાંભળો, ભજન સાંભળો, થોડું સાહિત્ય વાંચો, જુઓ એમાં કેટલો રસ છે? કંઈક કલામાં રસ રાખો. આ ચાર વસ્તુઓ જો  તમારા જીવનમાં ઉતરે તો વેદ ભગવાનનો સંદેશો ઉતરે. એનો જે અધ્યાત્મ સંદેશો છે, એ ઉપનિષદોમાં છે. “परान्चिखानि व्यत्रिण्यस्वयम्भु तष्माद्परान्ग पश्यति नान्तरात्मन कश्चित्धीर: प्रत्य्ग्नात्मानमैक्ष्त आवृतचक्षु रम्रितत्व् मिच्छन्” આ જે પ્રતિમા તમે જુઓ છો, એ સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજની છે. એ પ્રજ્ઞાચક્ષુ હતા. એમને આંખ ન હતી પણ દૂરથી પગના અવાજ ઉપરથી એ કહી દેતા કે કોણ આવી રહ્યું છે. એમને વેદના મંત્રો મોઢે હતા. @35.13min. परान्चिखानि व्यत्रिण्यस्वयम्भु – બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી, પાંચ ઇન્દ્રિયો બનાવી પણ એને બહિરંગ બનાવી, એટલે આંખને બહારનું દેખાય પણ અંદરનું ન દેખાય. कश्चित्धीर: કોઈ ધીર પુરુષ એવો નીકળે જે ઇન્દ્રિયોને અંતર્મુખ કરે. आवृतचक्षु रम्रितत्व् मिच्छन् અને જો એ અંતર્મુખ કરે તો અંદરની પ્રતિભા જાગે તો એ હજારો-હજારોને પ્રેરણા આપનારી વિભૂતિ બને. મહારાજશ્રી  એ અંદરની પ્રતિભાના ધની હતા. એમણે વેદોને ગામ-ગામમાં, ઘર-ઘર સુધી પહોંચવાડવાનો પ્રયત્ન કર્યો. વેદ ભગવાનનો પ્રચાર કર્યો, કેટલા પંડિતો રાખ્યા, વિદ્વાનો રાખ્યા એટલા માટે કે કંઈ કરતા ગુમરાહ થયેલી આ હિંદુ પ્રજા એના મૂળ ગ્રંથ તરફ વળે અને એ પ્રયત્નોના કારણે આ મંદિરનું નામ વેદ મંદિર રાખ્યું. એટલે સજ્જનો આજે અહીં વેદ મંદિરમાં આવવાનું થયું, આટલું સરસ મંદિર, આટલી સુંદર જગ્યા, આટલું સુંદર પ્રતિમાઓ અને સૌથી વધુમાં વધુ સારું લાગ્યું તે આ બહેનજી. એ સ્ત્રી છે, ગાર્ગી છે. લોપા છે, એને માન મળવું જોઈએ. નમ્રતા એજ સાધુનું લક્ષણ છે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @37.30min. વ્યવસ્થા અને વ્યવસ્થાપક.@41.53min. ભજન – શીલવંતા સાધુને વારંવાર નમીએ – શ્રી નારાયણ સ્વામી. 

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ

2 responses to “शरद: शतं दिनाहा श्याम शरद:

  1. વૈદિક જીવન અને સાંપ્રત જીવનને જોડતો સરસ લેખ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s