એટલે બસ ‘હું’પણું ઓગાળવા બેઠા અમે/ યામિની વ્યાસ

00000

 

પોપડા ઉખડી ગયા તે ઢાંકવા બેઠા અમે
વ્યર્થ પડછાયાને ભીંતે ટાંગવા બેઠા અમે

સ્વપ્નમાં દાદા, વળી એ તાપણું..કેવી મજા!
લ્યો વીત્યા બચપણને પાછું માણવા બેઠા અમે

કેટલું ખોટું હતું પગલું, પછી જાણી શક્યા!
સત્યનો ગજ લઇ જગતને માપવા બેઠા અમે

તું તરસનો જીવ થઈને ઝાંઝવાથી કાં ડરે?
જીંદગીને બે ઘડી સમજાવવા બેઠા અમે

આ અહ્મની બર્ફશીલાનું વજન લાગ્યા કરે
એટલે બસ ‘હું’પણું ઓગાળવા બેઠા અમે

યામિની વ્યાસ

      જેટલી જાગૃતિ એ પ્રમાણે પોતાપણું નીકળી જાય. જાગૃતિનું પ્રમાણ હોય, એટલા પ્રમાણમાં પોતાપણું નીકળી જાય. જાગૃત વધારે હોય તો                પોતાપણું વધારે પ્રમાણમાં નીકળી જાય ને જલદી નીકળી જાય. જાગૃતિ ઓછી હોય તો પોતાપણું ધીમે રહીને નીકળે.  યથાર્થ જાગૃતિ, જુદાપણાની

 ‘આ કોણ, હું કોણ’ એ બધી જાગૃતિ રહે.

હું’ એ જે જાણે છે તે આત્મા ! ‘આ હું અને આ ન્હોય’ એવી બધી જાગૃતિ રહેવી જોઈએ.

હવે આ મનવચનકાયાની અવસ્થા નિરંતર ઉત્પન્ન થયા કરવાની ને ? તો ત્યાં જ જાગૃતિ અવિરતપણે માગે છે ને, કે આ હું ન્હોય અને આ હું ?

એને આ આત્મા અને આ પૌદ્ગલિક અવસ્થા એ જુદા છે, એ જે લક્ષમાં રહેવું જોઈએ અથવા જે ઉપયોગ જાગૃતિ રહેવી જોઈએ…

000 0000 000000

4 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, કાવ્ય, યામિની વ્યાસ

4 responses to “એટલે બસ ‘હું’પણું ઓગાળવા બેઠા અમે/ યામિની વ્યાસ

  1. કાશ….’હું’ પણું ઓગાળવાનું કવિતા લખવા જેટલું સહેલું હોત તો!
    અમને તો યાવ્યા જેવી કવિતા લખતાં પણ નથી આવડતું.

  2. શ્રી રમણ મહર્ષી કહેતાં મીઠાંની પુતળી સાગરની ઉંડાઈ માપવા નીકળી છે. ઓગળતાં ઓગળતાં એક દિ સ્વયં સાગર બની જાય, પણ સાગરની ઉંડાઈ ન માપી શકે. બસ આવું જ છે અંતરયાત્રાનુ. ધન્યભાગી છે એ જે ઓગળવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s