એકના ભાગ બધાએ પાડ્યા, એય એકે હજાર થૈ ચાલ્યો. . રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એવું ઓછું બને છે ? – સુરેશ દલાલ

કાન્તના પ્રેમની વિભાવના

કલાપીનો પ્રણય-ત્રિકોણ

રોમિયો અને જુલિયેટ

કે ઑથેલો અને ડેસ્ડેમોના

-આ બધાંના પ્રેમની

નિષ્ફળતાની વાત

જેમને કરવી હોય તે કર્યા કરે

પણ પ્રેમીઓની આંખનાં પતંગિયાં

એને કારણે નથી ઊડતાં

એવું ઓછું બને છે ?
.

દેવદાસ, પારુ અને ચંદ્રમુખીની વાતથી

કદાચ થોડીકવાર હતાશ થઈ જવાય

પણ આવું બધું સાંભળી

કોઈ પ્રેમ કરવાનું માંડી વાળતું નથી.
.

છરી અને ઘાને

કાયમનો સંબંધ છે

એટલા માટે

કોઈએ મારે શરીર નથી જોઈતું

એવું કહ્યું નથી.

અને શરીરમાં તો હોય છે

ધબકતું હૃદય-

આ હૃદય

માત્ર આપણે માટે નહીં

બીજા કોઈને માટે ધબકતું હોય છે.

પ્રેમ કર્યા વિના ચેન પડતું નથી

અને પ્રેમની બેચેનીની

તો કોઈ જુદી જ વાત છે.

.
( સુરેશ દલાલ )

ચાલ્યો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
.

કોઈ પોતામાં ઊતર્યો ઊંડે, કોઈ આ દેહ બહાર થૈ ચાલ્યો,

કોઈ બિંદુ બની ગયો ભીતર, કોઈ અઢળક અપાર થૈ ચાલ્યો.

.

કોઈમાં શબ્દ બ્રહ્મ થૈ ખૂલ્યો, કોઈ શબ્દોની પાર થૈ ચાલ્યો,

સાવ ખાલી થઈ ગયો કોઈ, ને કોઈ બેસૂમાર થૈ ચાલ્યો.

.

કોઈ આનંદમય થયો હરપળ ને કોઈ અશ્રુધાર થૈ ચાલ્યો,

કોઈ બેઠો બધુંય ભૂલીને, કોઈ સ્મરણોની હાર થૈ ચાલ્યો.

.

આ પશુ, પંખી, માનવી, પુષ્પો કોઈને તીર્થ સમ બધું લાગ્યું,

કોઈ પોતે જ પરમ પાવનનું આગવું તીર્થદ્વાર થૈ ચાલ્યો.

.

કોઈ સાધુ ને કોઈ સંસારી ભક્ત કોઈ અને કોઈ યોગી,

એકના ભાગ બધાએ પાડ્યા, એય એકે હજાર થૈ ચાલ્યો.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

1 ટીકા

Filed under કાવ્ય

One response to “એકના ભાગ બધાએ પાડ્યા, એય એકે હજાર થૈ ચાલ્યો. . રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

  1. કોઈ આનંદમય થયો હરપળ ને કોઈ અશ્રુધાર થૈ ચાલ્યો,

    કોઈ બેઠો બધુંય ભૂલીને, કોઈ સ્મરણોની હાર થૈ ચાલ્યો.

    બન્ને કાવ્ય રચનાઓ સરસ ભાવવાહી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s