મરચાં વગરના ફાફડા/મહેન્દ્ર શાહ+ કુંદકલી હું કુસુમ બની

રીયલ લાઈફ હ્યુમરસ સ્ટોરીઃ મરચાં વગરના ફાફડા.
આજે  મિત્રનાં સ્વર્ગસ્થ બા યાદ આવી ગયાં, શાશ્વંત પ્રણામ. કોઈ પણ વ્યક્તિ એમ જ અચાનક યાદ આવતી નથી.., ક્યારે, કેમ, કેવી રીતે યાદ આવે એનું પણ કારણ હોય છે!  ક યા કારણસર યાદ આવ્યાં એ આ વાર્તા પૂરી થતાં પહેલાં ખબર પડી જશે! ૮૦ના દાયકાની વાત છે, જ્યારે અમેરીકામાં આજના પ્રમાણમાં દેશીઓ ઓછા, દેશી ગ્રોસરી સ્ટોર ઓછા, અને દેશી શાકભાજી પણ ઓછી મળતી. મિત્રના બા ને ભારતથી આવ્યે બે એક અઠવાડીયાં થયાં હશે, પડોસમાં જ રહીએ  એટલે અવારનવાર મળવાનું થતું, બા જોડે વાતો કરવાની મજા આવતી, કોઈ પણ વિષે ફ્રેન્ક ઓપીનીયન આપતાં, કોઈની સાડાબારી રાખતાં નહીં.  હું અને મારો મિત્ર ઘણી વાર પાર્ટી લગ્નો, રીસેપ્શનમાં કારપુલ કરી  સાથે જતા, બંનેના કૉમન ફ્રેન્ડઝ, એટલે બધે અમને બંને ફેમીલીને ઈન્વીટેશન હોય. એક વાર રીસેપ્શનમાં જવાનું હતું , ને ડ્રાઈવ  કરવાનો  મારો વારો હતો, એટલે અમે  એને પીક અપ કરવા એના ઘરે ગયા..,સામાન્ય રીતે લીવીંગ રૂમમાં બા બેઠેલ હોય એટલે થોડીકવાર એમની જોડે બેસી ખબર અંતર પૂછી મિત્ર તૈયાર થઈ જાય ત્યાં સુધી ગપ્પાં મારું. બા ને કહ્યું .., ” બા, અમે એક મિત્રની દીકરીના રીસેપ્શનમાં જઈએ છીએ.., મને એમ કે બા ને ખબર નહીં હોય .., રીસેપ્શન શું ચીઝ છે એટલે થોડુંક બેકગ્રાઉન્ડ આપવાનો પ્રયત્ન કરી કહ્યું.., ” બા.., અહીં બપોરે લગ્ન હોય, અને પછી.., સાંજે…., “.. ” હા.. હા, મને ખબર છે.., રાતે વાળું કરીને બત્તીઓ  બત્તીઓ ઝબૂક ઝબૂક થાય, ને ટોળામાં બધાં ઘોંઘાટ કરી હઈસો હઈસો કરી  કુદાકુદ કરે એકબીજા જોડે અથડાય, વળગી પડે એ ને?”  હું રીસેપ્શન શું  છે એ વિષે બા ને લંબાણમાં સમજાવું  એ પહેલાં તો મને અટકાવી એમણે એક જ વાક્યમાં  રીસેપ્શનમાં જમવાનું, મોંડી રાતે જમ્યા પછી.., બ્લીંકીંગ સ્ટ્રોબ લાઈટના ચાલું બંધ થવાના પ્રકાશમાં  કૂદી કૂદી એકબીજાને અથડાઈ અને વળગી ને ડાન્સ કરતા હોઈએ એનું એમનું વર્જન મને સંભળાવી દીધું જે એમની  તથા મારી દ્રષ્ટિએ સો એ સો ટકા સાચું હતું!  વાત વાતમાં બા ને પૂછ્યું… ” બા, એ વાત તો ઠીક, પણ મને એ કહો, તમને અમેરીકા કેવું લાગ્યું, અહીં ફાવે છે? મજા આવે છે કે નહીં? ઘણું બધું જોવાનું, ચોખ્ખાઈ, સરસ મઝાના સ્ટોર્સ, શોંપીંગ વિગેરે વિગેરે. ”  ” ઠીક  છે  ઠીક   ..,એ બધું તો ઠીક, .., સમજ્યા હવે.., પણ કારેલાં તો અહીં મળતાં નથી, દેશમાં કારેલાંનું શાક તો  ખાવા મળે!”  અમેરીકામાં કારેલાં મળતાં નથી, અને તેથી કારેલાંનું શાક મીસ થાય છે, બસ એ પરથી બા એ અમેરીકા  વિષેની ઈમ્પ્રેશન નક્કી કરી દીધી!
અમારા ગામમાં એક સંસ્થાએ ભારતથી આવેલ કલાકાર વ્રુંદનો એક  સુંદર ડાયરાના ચેરીટી કાર્યક્રમનું આયોજન કરેલ, ડાયરો માણવાની તો એટલી મજા આવી જ, સાથે સાથે ડાયરા પહેલાં ચા પાણી નાસ્તામાં ફાફડા, જલેબીની વ્યવસ્થા! તથા ડાયરા પછી સ્વાદીષ્ટ ગુજરાતી ભોજન, બધાએ માણ્યું..! વ્યવસ્થાપકોએ કમ્પ્લેઈન કરવા માટેની કોઈ જગ્યા જ નોં’તી છોડી! કાર્યક્રમ પછી ગાડીમાં ઘરે જતાં એક મિત્ર અને એની પત્નીના વાર્તાલાપની  મને જાણ થતાં બાનો કારેલાંનો પ્રસંગ યાદ આવી ગયો! કપલ વચ્ચે શું વાત થયેલ એ તો નીચેનું કાર્ટુન જ કહેશે!

01

ડાયરામાં ફાફડા સાથે મરચાં  હતાં નહીં એટલે ડાયરો ના ગમ્યો.., ને અમેરીકામાં કારેલાં મળતાં હતાં નહીં… એટલે અમેરીકા ના ગમ્યું ! હવે તમે જ કહો, મને સ્વર્ગસ્થ બા કેમ યાદ ના આવે?

courtesy મહેન્દ્ર શાહ

કુંદકલી હું કુસુમ બની

આ વિશ્વે સૌમ્ય સુગંધ ભરું ,

અવનિ , અંબરમાં સ્નેહ ભરી

એ પરિમલ ગહને નિત્ય રીઝું  .

હું પ્રગટી પમરી મુરઝાઉં ,

ને તો ય વિરમતા હરખાઉં .

તેજકણી હું , અનલ થઈને

અવનિ-આંગણ અજવાળું ,

મુજ માતૃ-ઉછંગે નેહ મઢી

એ તેજ દીપ્તિથી સ્વાંત સજું .

મનઆંગણ નિત્ય સજું પલપલ ,

મુજ તેજ ભરો નિશદિન જલથલ ;

મુજ અંગ સુગંધ ભરો કણકણ , અજ્ઞાત

000

1 ટીકા

Filed under કાવ્ય

One response to “મરચાં વગરના ફાફડા/મહેન્દ્ર શાહ+ કુંદકલી હું કુસુમ બની

  1. શ્રી મહેન્દ્રભાઈ ટોચના કાર્ટુનિષ્ટ તો છે જ પણ સારા લેખક પણ છે એ આ લેખ વાંચતાં જણાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s