પ્રો બોનો: વ્યાવસાયિક નિષ્ણાંતોનાં લોક ભલાઇનાં કામ/ પરેશ વ્યાસ+સળી નહીં, સાવરણી’

111111

પ્રો બોનો: વ્યાવસાયિક નિષ્ણાંતોનાં લોક ભલાઇનાં કામ

ના છાંયો ના ફળની આશ, 
‘ઊંચા  લોકો’   એવા તાડ                                                                                                                            – મણિલાલ હ. પટેલ

ના, પણ આ આપણાં તાડ સમાન ઊંચા મહાનાયક અમિતાભ બચ્ચન એવા નથી. ગયા અઠવાડિયે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારે સમાચાર છાપ્યા કે અમિતાભ બચ્ચને દૂરદર્શનની નવ પ્રસારિત કિસાન ચેનલનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવાનાં સાડા છ કરોડ રૂપિયા લીધા છે ત્યારે અમિતાભે પ્રત્યુત્તર દીધો કે મેં પૈસા લીધા નથી અને લેવાનો પણ નથી. જ્યારે સમાજસેવા કે દેશહિતનાં કિસ્સા હોય ત્યારે હું પ્રો બોનો (Pro Bono) કામ કરું છું અને કિસાન ચેનલનાં બ્રાન્ડ એમ્બેસેડરનું કામ એવા કામનો જ એક હિસ્સો છે. અમિતાભ શબ્દનો અર્થ જ થાય છે પ્રકાશ અને ઉર્જાનો અનંત સ્રોત. જ્યારે લોકોનાં કામ હોય ત્યારે આવા પ્રબુદ્ધ અમિતાભ પોતાની મોંઘીદાટ ફી થોડી ચાર્જ કરે? આ અમિતાભ તો ભાઇ અમારા,  ખુશ્બૂ ગુજરાત કી- વાળા. એ તો સર્વ જન સુખાય, સર્વ જન હિતાય કામ કરનારા. એ કાંઇ આમ આડેધડ પૈસા લઇ લે ખરાં? હેં ને? પણ અમિતાભે અમને તો શબદ કીર્તનાર્થે એક મઝાનો શબ્દ દઇ દીધો. આ પ્રો બોનો એટલે શું? અને પ્રો બોનો કામ કરવું એટલે શું?

પ્રો બોનો લેટિન શબ્દ છે. આખો શબ્દ સમૂહ છે ‘પ્રો બોનો પબ્લિકો’. પણ ટૂંકમાં ‘પ્રો બોનો’ બોલાય. ‘બોનો’ એટલે સારા, ‘પ્રો’ એટલે માટે અને ‘પબ્લિકો’ તો આપણે જાણીએ છીએ. પબ્લિક. પ્રો બોનો પબ્લિકો એટલે જાહેર જનતાનાં હિતાર્થે થતા કાર્યો. આવા કામ કરનાર વ્યક્તિ જે તે કામમાં કુશળ હોય, પ્રવીણ હોય, નિષ્ણાંત હોય, હોંશિયાર હોય એ અત્યંત જરૂરી. કોઇ પણ રેંજીપેંજીએ કરેલી સામાન્ય સમાજ  સેવા પ્રો બોનો પબ્લિકો ન કહેવાય. કોઇ પણ અકુશળ સ્વયંસેવી(વોલન્ટરી) કાર્ય પ્રો બોનો નથી. મહાનાયક અમિતાભ બચ્ચન જેવા જાહેર ખબર જગતનાં નિષ્ણાંત દેશનાં કિસાનની સેવાનાં ભાગ રૂપે કામ કરે તે પ્રો બોનો છે. પ્રો બોનો માટે એક અન્ય શરત પણ છે. આ માટે આવા સેલિબ્રિટી કે કાર્યનિષ્ણાંત વ્યક્તિ પોતાની નિયત ફી વસૂલ કરતા નથી. ઘણીવાર તેઓ સાવ મફત પણ કામ કરી આપે. પણ મફત હોય એ જ પ્રો બોનો કહેવાય એવું નથી. ઓછી કે નજીવી ફી ચાર્જ કરે તો એને પણ પ્રો બોનો જ કહેવાય છે. મફત(ફ્રી) માટે લેટિનમાં શબ્દ છે ગ્રેટિસ(Gratis). પ્રો બોનો પબ્લિકો એટલે લોકહિતનું કામ, જે જરૂરી નથી કે મફતમાં જ કરવાનું હોય. જો કે અમિતાભે પ્રો બોનો પબ્લિકો ગ્રેટિસ કામ કર્યું એમ કહી શકાય. લોકોપયોગી સરકારી જાહેરાતમાં જ પ્રો બોનો કામ થાય એવું નથી, કોર્ટકચેરીનાં અઘરા કામો પણ પ્રો બોનો થાય છે. અમેરિકામાં તો ઓક્ટોબરનું આખરી અઠવાડિયું પ્રો બોનો વીક તરીકે ઉજવાય છે જેમાં મોંઘી દાટ ફી વસૂલતા નામી કુશળ વકીલો લોકોનાં ભલા માટે સાવી નજીવી ફી લઇને કે પછી કોઇ પણ કાનો માત્ર વગર આમ સાવ મફત કેસ લડે છે.  પ્રો બોનો કામ કરવાનો એક આનંદ છે. સમાજનું ઋણ અદા કર્યાનો સંતોષ થાય છે. અને એવું રખેને માનતા નહીં કે પ્રો બોનો કરનારા પ્રોફેસનલ્સ વેઠ ઉતારે છે. તેઓ એટલી જ કાળજી લે છે. અને એવું પણ ધારી ન લેવું જોઇએ કે પ્રો બોનો કામ માત્ર લોકો માટે જ ફાયદાકારક હોય છે અને એમાં સેવા આપનારનો પોતાનો કોઇ ફાયદો હોતો નથી. જે એડવોકેટ, ડોક્ટર, આર્કિટેક્ટ, ડીઝાઇનર કે એક્ટર પ્રો બોનો કામ કરે છે એને પણ ફાયદો તો થાય જ છે. એમનું જગતમાં નામ થાય છે. એમને ગજબનો આત્મસંતોષ મળે છે. અને એવું પણ તો કહેવાય છે ને કે નો-લંચ-ઇઝ-ફ્રી! આ જગતમાં કશું ય મફત નથી ભાઇ ! ક્યાંક કોઇ કામ મફતમાં કામ કરી દે તો બીજી કોઇ જગ્યાએ એનો સીધો કે આડકતરો લાભ પણ તો તેઓ લઇ જ લેતા હોય છે. ના, અમને ખબર નથી કે ‘ખુશ્બૂ ગુજરાતકી’ જાહેરાત માટે આમ સાવ મફતમાં પ્રો બોનો કામ કર્યાનો કોઇ લાભ અમિતાભે લીધો હતો કે કેમ? ચાલો એ વાત જવા દઇએ. આવા કામની ગુણવત્તા કેવી હોય? પ્રો બોનો કામમાં એવું જરા પણ નથી કે મફતમાં મળે એટલે આમ જનતા કે ગરીબ ક્લાયન્ટ્સે એવું માની લેવું કે આ તો ધરમની ગાય છે, એના દાંત ન ગણાય. બધા જ દાંત સાબૂત છે એની સાબિતી મેળવવાની અહીં છૂટ છે.  પ્રો બોનો કામ દાન સખાવત નથી. આમ જનતાને ભલે એવી સેવા મફતમાં મળે તો પણ તેમને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સેવા પ્રાપ્તિનો અધિકાર ખાસ જનતા જેટલો જ છે.

અને આ રીતે પ્રો બોનો પબ્લિકો ખાસ લોકોનું આમ લોકોની ભલાઇ માટેનું ઇશોપનિષદ છે. પ્રો બોનો ઇદમ્ સર્વમ્ પણ છે અને તેન ત્યક્તેન ભુંજીથા પણ છે. સર્વ લોકોની ભલાઇ માટે ત્યાગીને ભોગવવાની વાત છે.

11111 111

શબદ આરતી:
’જ્યારે આપણે અન્યનો પથ પ્રકાશિત કરીએ છીએ ત્યારે કુદરતી રીતે આપણો પોતાનો પથ પણ ઉજ્જવળ થઇ જ જાય છે.’ – અમેરિકન લેખક, ક્લાકાર, માર્ગદર્શક મેરી એન રેડમાશેર   સૌજન્ય

On Thursday, July 30, 2015 12:19 AM, biren kothari <bakothari@gmail.com> wrote:
સળી કરી કરી જગ મૂઆ, હ્યુમરીસ્ટ ભયા ન કોય,
‘સળી’ મિલા કે ‘સાવરણી’ કરે, કોલમીસ્ટ સકે વો હોય!
‘દિવ્ય ભાસ્કર’માં આજથી દર ગુરુવારે મારી વ્યંગ્યની કોલમ ‘સળી નહીં, સાવરણી’નો આરંભ.
મહેસાણા, ગાંધીનગર, ચરોતર-આણંદ, ભુજ, સુરેન્દ્રનગર, ભાવનગર, હિંમતનગર, ભરૂચ, પંચમહાલ-દાહોદ, પાલનપુર, વાપી, બારડોલી-વ્યારા, નવસારી, જૂનાગઢ, જામનગર, અમરેલી, પાટણ, પોરબંદર આવૃત્તિઓના વાચકોમાં વ્યાપી ગયેલો આનંદ. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મુંબઈ આવૃત્તિના વાચકો હાંફળાફાફળા.
બચવા માંગતા મિત્રો નેટ પર જઈ ઉપરની આવૃત્તિઓનું પાન નં. આઠ ન જુએ.
આટઆટલી ચેતવણી પછી પણ તમે જાત પર સંયમ ન રાખી શક્યા હો, તો………
………..તો આપનું આ પવિત્ર અને પાવક પગલું અન્યોને પણ પ્રેરણારૂપ બની રહે અને તેમની સવાર સુધારે, તેમના જીવનને ઉજાળે, એ જ પ્રભુપ્રાર્થના.
બીરેન.
Inline image 1

 
 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
My writings can be read at my blog Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) 
Click here for Palettehttp://birenkothari.blogspot.in
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આગવાં, અનોખાં પુસ્તકો અને ગુણવત્તાયુક્ત વાંચન: સાર્થક પ્રકાશન 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 BIREN A. KOTHARI 
A/403, SAURABH PARK,
B/H SAMTA FLATS, 
SUBHANPURA, 
VADODARA-390 023. (GUJARAT) INDIA. 

4 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, ઘટના, જત લખવાનું કે..., પરેશ વ્યાસ, પ્રકીર્ણ

4 responses to “પ્રો બોનો: વ્યાવસાયિક નિષ્ણાંતોનાં લોક ભલાઇનાં કામ/ પરેશ વ્યાસ+સળી નહીં, સાવરણી’

 1. અમેરિકામાં એક બોનો નામનો કલાકાર છે જે બીલ ક્લીન્ટન સાથે આફ્રિકામાં એઈડ્ઝ
  નિવારણ માટે સારું પ્રો બોનો કામ કરે છે. એનું સ્મરણ થયું.

 2. બોનો !!
  ———
  બોન બોન ( કેન્ડી માટે ) એના પરથી જ આવ્યું હશે?

  • pragnaju

   મોંઘા ભાવે વેચાતી ક્રંડી એ નિસ્વાર્થ સેવા માટે વપરાતા શબ્દ વાપર્યો હોય !
   સૂ શ્રી વિનોદભાઇએ કહ્યું તે પ્રમાણે પ્રો બોનો શબ્દ વપરાય છે તેમા રાજકારણવાળા બધા જ કામો પ્રો બોનો ગણાવે છે !

   તમારું બ્લોગીંગ પણ…?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s