ઓશોઃપ્રેમ પરમ યોગ છે.

00

પ્રશ્નઃ

વધતા ઓછા પ્રમાણમાં બધા સંતોએ પ્રેમનો મહિમા ગાયો છે. પરંતુ આપે તો પ્રેમને ગૌરિશંકર પર બેસાડ્યો

છે. શું વાસ્તવમાં આ પ્રેમ મહાપદનો અધિકારી છે? અને વળી પ્રેમ અસ્તિત્વમાં આટલું મહત્વ ધરાવે છે જેટલું

આપ આપો છો?

ઓશોઃ

પ્રેમ પરમ યોગ છે. તેનાથી ઉપર કંઈ નથી. પરંતુ પ્રશ્ન ઍટલા માટે જન્મે છે કે પ્રેમ પરમ ભ્રાંતિ પણ છે. તેનાથી

નિમ્ન પણ કંઈ નથી. પ્રેમ જો અધોગામી બને તો નરક. પ્રેમ જો ઊર્ધ્વગામી બને તો સ્વર્ગ.

પ્રેમ આ સમસ્ત અસ્તિત્વને ઘેરી લે છે.નિમ્નતમથી શ્રેષ્ઠતમ સુધી.

પ્રેમને કારણે જ તો જીવનમાં દુખ, ચિંતા, સમ્તાપ આવે છે. પ્રેમને કારણે જ તો જીવનમાં ઈર્ષા, વૈમનસ્ય, પીડા,

ઘૃણા, હિંસા, ક્રોધ જન્મે છે.પ્રેમજ લાવે છે ગાંડપણ, વિક્ષિપ્તતા.

પ્રેમજ છે મોક્ષ, નિર્વાણ્ પ્રેમને કારણે જ જીવનમાં સુખ, મહાસુખ અનુભવાય છે. આ બન્ને સ્થિતિ પ્રેમને કારણે

છે. માટે તિ પ્રેમને સમજવો ખુબ દુર્ગમ છે.

જો વ્યક્તિ આ બધું છોડીને ભાગી જાય તો તે ઊપદ્રવોથી, દુખથી મિક્ત થઈ જશે, કારણકે દુખ પેદા થવાનુ

કોઈ કારણ ન રહ્યું. પરંતુ તેનો અર્થ એવો નથી કે તે સુખને પ્રાપ્ત કરશે. કારણ કે જ્યાં દુખનુ કારણ ન રહ્યું ત્યાં

સુખનુ કારણ પણ ન રહ્યું.

તમે ભલે જગતના, સંસારના શોરગુલ, ધમાલથી ભાગી જાઓ, પરંતુ અંદરનો કોલાહલ વધુ પ્રગાઢ થઈને

પ્રગટ થશે.

માટે જ તમારા તથાકથિત સંન્યાસીઓ દુખથી તો ભાગી છુટે પરંતુ સુખને ઉપલબ્ધ થતા નથી. તેમના

જીવનમાં તમને ઊલ્લાસ, આનંદ અને પ્રેમના ગીતો સંભળાય છે? તેઓ સંસારથી દુર થઈ ગયા પરંતુ તેમને

પરમાત્મા પ્રાપ્ત ન થયા.

સંસારમાં રહેનારાઓને ક્યારેક ક્યારેક ભલે ક્ષણભંગુર પરંતુ સુખની ઝલક નિશ્ચિત મળે છે. જો ન મળતી હોત

તો લોકો સંસારમાં શા માટે રહેત? તમારા કહેવાતા, ભાગેડુ સંન્યાસીઓને તો તે પણ નસીબમાં નથી.

સમય, ક્ષણભંગુરનો વિસ્તાર. પાણીનો પરપોટો છે. પણ જ્યારે તે હોય છે ત્યારે હકીકતમાં હોય છે. ભલે

પળવારમાં ફુટી જશે, વેરવિખેર થઈ જશે, પરંતુ ક્ષણભર માટે તે અસ્તિત્વ ધરાવે છે.

તેમાં શંકાનુ કોઈ સ્થાન નથી. અને પરપોટો જ્યારે પાણીની સપાટી પર તરતો હોય છે ત્યારે તેનામાં પણ તે જ

અસ્મિતા, અહંકાર હોય છે જે તમારામાં છે.

સંસારમાં ક્ષણભર માટે સુખ મળે છે અને તેના માટે જ લોકો આટલું દુઃખ, કષ્ટ, મુશ્કેલી સહન કરવા તૈયાર થઈ

જાય છે. ભલે સોમાંથી એક વખત મળતું હોય, નવ્વાણૂ વખત વિફળતા મળતી હોય.

માટે પ્રેમમાં નિશ્ચિત તકલીફ, પ્રપંચ તો છે. દુનિયામાં જેટલાં રોગ છે તે બધાં પ્રેમના રોગ છે. તે બધાં પ્રેમના

રોગ છે, તેમ છતાં હું તમને કહેવા માંગુ છું કે- પ્રેમથી ભાગતા નહિ, પ્રેમને સમજો. પ્રેમને રુપાતંતરિત કરો.

ગણિત તો સરળ છે. જે સીડી નીચે લઈ જાય છે, તે જ તમને ઉપર લઈ જાય છે. બસ, માત્ર દિશા બદલવાની

છે. નીચે ઉતરતી વખતે તમારી આંખો નીચેની તરફ મંડાયેલી હોય છે અને ઊપ્ર ચઢતી વખતે તે જ આંખો

ઊપર તરફ તાકતી હોય છે.

નીચે તરફ મંડાયેલી આંખોને હું, વાસના કહું છું ઉપર તરફ મંડાયેલી આંખોને હું, પ્રાર્થના કહું છું. બસ, આટલો

જ ફર્ક છે. પ્રાર્થના અને વાસનામાં. અન્યથા સીડી તો એક જ છે. નીચે ઉતરો તો સંભોગ અને ઉપર ચઢો તો

સમાધી.

સીડી છોડીને ભાગી નહિ જતા. સીડી તો પ્રેમની છે. માટે જ મેં પ્રેમનો પરમ મહિમા તમને કહ્યો. પરંતુ મારી

વાતો થી ભ્રાંતિ પણ ઉભી થઈ શકે છે. કારણ કે બધાં સત્યો ખતરનાક હોય છે. બસ, માત્ર અસત્યો ખતરનાક

નથી હોતાં, કારણ કે તે નપુશંક હોય છે.

જ્યારે પણ હું તમને પ્રેમની વાત કરું ત્યારે ભુલથી પણ તેને તમારા પ્રેમની વાત નહિ સમજતા…તમારું મન

તો તમને તેમ કરવા પ્રેરશે. વાસ્તવમાં હું તમારા પ્રેમ વિષે વાત નથી કરતો, મારા પ્રેમ વિષે વાત કરું છું. જો

તમે તેને તમારા કહેવાતા પ્રેમનુ સમર્થન સમજશો તો ખરાબ રીતે ભટકી જશો. હું જે પ્રેમની અવસ્થાની વાત

કરું છું તે તમારા પ્રેમથી તદ્દન વિપરીત સ્થિતિ છે.

તમારા પ્રેમમાં પ્રેમ જેવું છે શું?

તમે જ્યારે કહો છો- ‘હું કોઈને પ્રેમ કરું છું’ ત્યારે ધ્યાનથી જોયું? તમને બીજા સાથે કોઈ લેવા દેવા, પ્રયોજન છે

ખરું? તમારો પ્રેમ ક્ષણભરમાં ઘૃણામાં બદલાઈ જાય છે. તમારા પ્રેમનો ભરોસો કેટલો? જે સ્ત્રીને તમે પ્રેમ કરો

છો… તમે તેને કહો છો-‘ હું તારા માટે પ્રાણ દઈ દઈશ’ અને જો આજે તમારા મનમાં શંકા, વહેમ પેદા થાય કે તે

કોઈ બીજાના પ્રેમમાં છે તો તમે તેની ગરદન ઉતારવા તૈયાર થઈ જશો- આ કઈ જાટનો પ્રેમ? પ્રાણ આપવા

તૈયાર હતા, હવે પ્રાણ લેવા તૈયાર? ક્ષણભરમાં?

નહીં પ્રેમ તમને સ્ત્રી સાથે ન હતો, પ્રેમ તમને તમારા અહંકાર સાથે હતો. સ્ત્રીતો તમારા અહંકારનું આભુષણ

હતી. જો તે બીજા કોઈનુ આભુષણ બનવા ઈચ્છે તો તમે તેને નષ્ટ કરવા તત્પર થઈ જશો.

ઊપનિષદ કહે છે-‘ પતિ પત્નીને પ્રેમ નથી કરતો, તે પોતાને જ પ્રેમ કરે છે. પત્નીના બહાને.’ બાપ, દીકરાને

પ્રેમ નથી કરતો, હકીકતમાં દીકરાના માધ્યમથી પોતાને જ પ્રેમ કરે છે. જો આજે ખબર પડે કે આ દીકરો

તમારા થકી નથી જન્મ્યો, પરંતુ તમારી પત્ની કોઈના પ્રેમમાં હતી અને તેનુ પરિણામ છે…તો પછી?

તમારો પ્રેમ દીકરા પર હતો કે પછી ‘તમારા દીકરા’ પર હતો? તમારો પ્રેમ તો તમારો અંશ હતો તે કારણે હતો.

આ કઈ જાતનો પ્રેમ? જે ક્ષણમાં ઘૃણા બની જાય. તમારો પ્રેમ તો પ્રતિપળ ઘૃણા બનવા તત્પર છે. અને આ

ઘૃણાની સંભાવના જ ઈર્ષા જન્માવે છે. પ્રેમને કારણે તમારા જીવનમાં કેટલી ઈર્ષ્યા છે? પત્ની કોઈની સાથે જરા

હસીને વાત કરે કે પતિ કોઈ સ્ત્રી સાથે પ્રસન્ન થાય.. બસ આવી બન્યું. તમારો પ્રેમ તો ઈર્ષાના ધુમાડાથી ભરેલો

છે. આ ધુમાડામાં પ્રેમની જ્યોત શોધવી મુશ્કેલ છે. આને પ્રેમ કહેવાય? આ કઈ જાતનો પ્રેમ?

જેમાં એકબીજા પર એટલો પણ ભરોસો ન હોય, શ્રધ્ધા ન હોય, એકબીજા પ્રત્યે સન્માન, આદર ન હોય.

એકબીજાની સ્વતંત્રતા પ્રત્યે સદ્ભાવ ન હોય. આ તમારો પ્રેમ છે? હું આવા પ્રેમની વાત નથી કરતો. આ તો ઝેર

છે, તેણે જ તમને સંસારમાં બાંધી રાખ્યા છે. હવે જરા તમાર પ્રેમને સમજો.

જે પ્રેમ તત્ક્ષણ ઘૃણા બની શકે છે. જે સદાય ઈર્ષાથી ઘેરાયેલો છે. જે પ્રેમ પરિગ્રહનુ જ એક બીજું નામ છે, અને

જે માત્ર અહંકારની જ ઘોષણા છે, તે પ્રેમની વાત હું નથી કરતો.

હું તો એ પ્રેમની વાત કરી રહ્યો છું જેમાં ક્યારેય પરિગ્રહનો ભાવ જ ન ઊઠતો હોય. પ્રેમમાં મારું-તારું હોતું નથી.

મારા-તારા…આ શબ્દો પ્રેમ માટે ખુબ જ નુચ્છ ગે, કબીર કહે છે,” તમને મારું તારું કહેવામાં શર્મ નથી આવતી?

આ સંસારમાં શું મારું અને શું તમારું છે? જે છે તે બધું સર્વસ્વ પરમાત્માનુ છે.”

જે પ્રેમ ઘૃણા બની શકે. ઈર્ષામાં પરિણમે તે પ્રેમ નથી. પ્રેમની ભ્રાંતિ છે. સાવધાન થઈ જજો. આ પ્રેમ ન હોવાના

સંકેત છે.

જે લોકો પ્રેમમાં પડે છે તેઓ પરેશાન થતાં લાગે છે. જેઓ પ્રેમમાં નથી પડ્યા તેઓને જીવનમાં કંઈ ખાસ

મુશ્કેલી પડતી નથી. તે લોકોએ પ્રેમની તકલીફથી બચવા માટે લગ્ન, વિવાહની ખોજ કરી. વિવાહ, લગ્ન

પ્રેમથી બચવાનો ઉપાય છે. લગ્ન, વધુ વ્યવસ્તિત, સુરક્ષિત અને સુવિધાપૂર્ણ છે.

આજ કારણે બાળ-વિવાહ પેદા થયા. તમારામાં પ્રેમની ચિનગારી જન્મે તે પહેલાં જ લગ્ન ગોઠવી દેવા, જેથી

પ્રેમને કારણે કોઈ જોખમ ઊઠાવવું ન પડે.

આ રીતેકેટલાંક લોકોએ વિવાહનુ આયોજન કરી જાતને પ્રેમથી બચાવી લીધી. કેટલાંકે સંસારમાંથી ભાગી

જઈને પ્રેમથી બચવાનુ સુગમ માન્યું, અને જે લોકો સંસારમાં રહ્યાં, તેમણે પોતાના હૃદયને કઠોર કરી નાખ્યું, ન

તો પ્રેમમાં પડશું કે નતો કોઈ ઉપદ્રવમાં પડશું.

આ પ્રકારના લોકો ધન કમાય છે, પ્રતિષ્ઠા મેળવે છે….બસ. સ્વયંને પ્રેમથી અળગો રાખે છે. આવા લોકો દેશને

પ્રેમ કરે છે, માનવતાને પ્રેમ કરે છે અરે! ભારતમાતાની તસ્વીર બનાવી પ્રેમ કરે છે.

અસલી ‘માં’થી બચવાની આ યુક્તિ છે. અસલી માને પ્રેમ કરવામાં તો જોખમ છે. તે તો વાસ્તવમાં હયાત હોય

છે. અસલી મનુષ્યને પ્રેમ કરવામાં તો હજાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પરંતુ મનુષ્યતાને પ્રેમ કરવામાં

કંઈ જ બાધા આવતી નથી. આ બધી યુક્તિઓ છે. નીજી પ્રેમથી તેના થકી થતાં ઉપદ્રવોથી બચવા માટેની.

હું તમને કહેવા માંગું છું -પ્રેમથી ભગવાની કોઈ જરુર નથી. ન તો હૃદયને કઠોર કરવાની જરુર છે.

પ્રેમના અપૂર્વ રહ્સ્યને સમજવાની જરુર છે, કે આખરે પ્રેમ શું છે? આપણે પ્રેમ દ્વારા શું શોધવા માંગીએ છીએ?

તમને જ્યારે કોઈ સ્ત્રિમાં કે પુરુષમાં સૌંદર્ય દેખાય છે. ગુલાબના ફુલમાં સુંદરતા નજરે પડે છે, ત્યારે વસ્તુતા

તમને શું દેખાય છે? જો તમે શાંત થઈને ધ્યાનપૂર્વક સમજશો તો અનુભવશો કે સ્ત્રીમાં, પુરુષમાં ગુલાબમાં જે

સુંદરતા છે તે પદાર્થની નથી. પદાર્થમાં ખરેખર તો પરમાત્માની ઝલક ઉભરી છે.

આ વાતને એ રીતે સમજો- બે કાષ્ટને લાકડીને ઘસવાથી અગ્નિ પેદા થાય છે. પરંતુ અગ્નિ કાંઈ લાકડી નથી.

નિશ્ચિત અગ્નિ લાકડીઓના ઘર્ષણથી જન્મે છે અને જન્મ્યા પછી તે લાકડીઓને બાળી નાખશે, સમાપ્ત કરી

નાખશે. લાકડી વગર અગ્નિ નહિ પેદા થાય તેમ છતાં અગ્નિ તેનાથી ભિન્ન છે. એ રીતે જ સૌંદર્ય પદાર્થનો

હિસ્સો નથી, સૌંદર્ય દેહનો ભાગ નથી.

માટે જ્યારે તમે કોઈ સ્ત્રીમાં, પુરુષમાં સૌંદર્ય જુઓ છો ત્યારે જો તમારી આંખો નિર્મળ હોય, ઉજ્જવલ હોય..

તમારા અંતરમાં સમજનો દિવો પ્રગટ્યો હોય તો તમે અનુભવશો- આ તો પરમાત્માની ઝલક તાદૃશ્ય થઈ.

પરમાત્માની છબી પ્રત્યક્ષ થઈ. અને ત્યારે તમે સ્ત્રીના દૈહિક પ્રેમમાં નહિ પડો. સ્ત્રીના માધ્યમ દ્વારા

પરમાત્માના પ્રેમમાં પડશો.

જ્યારે પણ પ્રેમ સંભવે ત્યારે ત્યાં પરમાત્માને શોધજો.

પદાર્થ પર અટકી નહી જતા. પદાર્થની સતહ પર અટક્યા તો વાસના અને પરમાત્માની ઝલક મળવા લાગે,

ગહનતામાં પ્રવેશ થાય તો પ્રાર્થના. પદાર્થ પર અટક્યા તો નીચેની તરફ યાત્રા, કાદવ પ્રત્યે. નિમ્ન પ્રત્યે દૃષ્ટિ,

અને જો ઉધ્વ દૃષ્ટિ થઈ પરમાત્માનુ સ્મરણ થયું તો ઉપર તરફ યાત્રા શરુ થઈ. તમને પાંખ ફુટી અને નીકળ્યા

અનંત આકાશની યાત્રાએ….

હું જે પ્રેમની વાત કરું છું તે આ ઉધ્વ દૃષ્ટિનુ નામ છે. આજ કારણે જ્ઞાનીઓએ સંસારને માયા કહી છે. અહીં કંઈજ

અસલી નથી. બધું સ્વપ્નવત છે.અહીં કાંઈ જ ખરું નથી. અહીં તો અસલીનુ માત્ર પ્રતિબીંબ પડે છે. અહીં

અસલી સમ્ગીતની પ્રતિધની સંભળાય છે.

વાસ્તવિક, મૂળ સંગીતને સંતો એ અ ‘અનાહત નાદ’ કહ્યો છે. માટે ચીનમાં એક જુની કહેવત છે કે જ્યારે કોઈ

સંગિતજ્ઞ ખરા અર્થમાં સંગિત આત્મસાત કરિ લે છે ત્યારે તે પોતાના વાજીંત્રને તોડી નાખે છે. પછી સંગિત

જન્માવનારા સાધનનુ શું કામ? હવે તો તેના અંતરમાં સંગીત જન્મી ચુક્યું છે. હવે તો વાદ્ય વગર જ સંગિત

ગુંજી ઉઠે છે.

એજ રીતે કહેવાય છે કે જ્યારે કોઈ ચિત્રકાર પોતાની કલામાં પરંગત બને ત્યારે તુલિકા ફેંકી દે છે. હવે તેનું શું

કામ? હવે તો પરમ સૌંદર્યને તે અંતરમાં અનુભવે છે.

આ જગતમાં છાયા છે. માયા છે. આ જગતમાં તમારો જે પ્રેમ છે તે પણ માયા છે. છાયા છે. હું તો એ પ્રેમની વાત

કરું છું જે આકાશમાં ચમક્તા ચાંદ સમાન છે. સરોવરમાં પડતા ચાંદના પ્રતિબીંબ સમાન નહીં. મારા પ્રેમને

તમારો પ્રેમ ન સમજી લેતા.

હા, જ્યારે હું તમને મારા પ્રેમવિષે કહું છું ત્યારે તમારા પ્રેમની ધારણાની નીંદા નથી કરતો. હું એટલું જ કહેવા

માંગું છું કે પ્રેમ તો યોગ્ય છે. માત્ર તમારી દિશા અયોગ્ય છે. આ જ પ્રેમને ઉધ્વગામી બનાવો.

આ કારણે જ હું પ્રેમને પરમપદ પર સ્થાપિત કરું છું. મારા માટે તો પ્રેમ જ પરમાત્મા છે.ઈશુએ કહ્યું છે-

પરમાત્મા પ્રેમ છે. હું કહું છું પ્રેમ પરમાત્મા છે. પરમાત્માને છોડી દેશો તો ચાલશે, પરંતુ પ્રેમને નહિ છોડતા,

કારણ કે પ્રેમ વગર ક્યારેય કોઈને પરમાત્મા પ્રાપ્ત નથી થયા. અને જેમણે પ્રેમને પ્રાપ્ત કરી લીધો તેને

પરમાત્મા મળી જ ગયા.

પરમાત્મા તમારા સમસ્ત પ્રેમના અનુભવોનો અંતિમ સરવાળો છે. અને તમને હું એ વાત સ્પષ્ટ પણે

જણાવવા માંગું છું કે તમે જનો જ્ન્મમાં ભલે સાચો-ખોટો, નિમ્ન,શ્રેષ્ઠ, ઉધ્વગામી-સ્ધોગામી પ્રેમ કર્યો હોય-

પરમાત્મા તે બધાં નો જોડ છે. તમારા અયોગ્ય પ્રેમનો પણ. પ્રેમ ગમે તેટલો અયોગ્ય હોય, અશુધ્ધ હોય તો

પણ તેમાં કોઈક કિરણ પરમ, વિશુધ્ધ પ્રેમનુ હયાત હોય છે. બસ, તે પ્રેમની માત્રાને ધીરે ધીરે વધારતા જાઓ.

પ્રેમનુ હું બેશર્તપણે સ્વાગત કરું છું

પ્રેમ જ છે આ જગતને જે ચલાવી રહ્યો છે. સંસારમાં સર્વ કંઈ પ્રેમથી બંધાઈને ચાલી રહ્યું છે.

OSHO

.Courtesy Sharad Shah <sns1300@gmail.com> wrote000

4 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ

4 responses to “ઓશોઃપ્રેમ પરમ યોગ છે.

 1. મિત્ર શ્રી શરદભાઈ ચિંતક વિચારક છે. ઓશોને મેં ખાસ વાંચ્યા જાણ્યા નથી એટલે અણધટતી ટીકા થઈ જવાની પણ ભીતિ રહે. મેં એમનું નામ અને એમના પ્રભાવ વિશે અમેરિકામાં જ જાણ્યું. એઓ રોલ્સરોય સેક્સ ગુરુ તરીકે ઓળખાયા હતા અને થોડા દિવસો એમણે અમેરિકાની જેલમાં પણ ગાળ્યા હતાં. તે સમયે સીબીએસના ડેન રાધરે એમનો જેલમાં ઈન્ટર્વ્યુ લીધો હતો એ બ્રોડકાસ્ટ મેં જોયો હતો. બધી વાત તો યાદ નથી પણ એક નોંધ પાત્ર વાત એ હતી કે આખા ઈન્ટર્વ્યુ વખતે એમની આંખોએ એક પણ પલકારો પાડ્યો ન હતો.
  હવે પ્રેમની વાત….આખા લેખમાં થી પ્રેમ શબ્દ એડિટ કરી પૈસો મુકી દઈએ તો પણ એ લેખ સાચો જ લાગે. જ્યાં પ્રેમ શબ્દ છે ત્યાં સેક્સ લખો અને સેક્સ છે ત્યાં પ્રેમ લખો…લેખનું મૂલ્યાંકન કેવી રીતે થશે?

  • Sharad Shah

   ઓશો કહેતા, ” જો તમે મને પ્રેમ કરશો તો મારી સાથે તમે હૃદયથી જોડાશો અને નફરત કરશો તો બુધ્ધીથી જોડાશો. મારી ટિકા કરવા પણ બુધ્ધીનો ઉપયોગ તો કરવો પડશે.” અને ઘણીવાર મિત્ર કરતાં શત્રુથી વધુ ગાઢ રીતે આપણે જોડાઈએ છીએ. મિત્રને તો ભુલાઈ પણ જવાય પણ શત્રુને ભુલવામાં તો જાનનુ જોખમ હોય છે. એટલે પ્રવિણભાઈ, બુધ્ધપુરુષોની ટિકા કરવામાં બહુ છોછ ન રાખવો. એ બહાને એની સાથે સંધાન તો થશે. તમે તમારે દીધે રાખો.
   બીજું પ્રેમની જગ્યાએ “પૈસો” શબ્દ તમને કેમ સુઝ્યો? પૈસો તો હવે અહીં ભારતમાં ભિખારી પણ સુંઘતો નથી. તમે તો ડોલરિયા દેશમાં રહો છો. કમસે કમ પ્રેમને રીપ્લેસ કરી ડોલર તો કહો. આમ સાવ પ્રેમને બે કોડીનો કરી નાખવાનુ?

   • કાંણાં વાળા પૈસાનો મોટો હાર બનાવાતો. ૬૪૦ પૈસાનો ૧૦ રૂપિયાના હારથી થતું બહુ માન થતું જોયું છે. આ પહેલાં ચાંદીના સિક્કા જ નહીમ પણ આખા અત્યારના રૂપિયા કરતાં પણ મોટા તાબાના પૈસા પણ લોકો ખખડાવીને ગનતાં જોયા છે. ૧૯૨ ગણતાં ગણતાં પણ દમ નીકળી જતો.. તે જ પ્રમાણે ઓશોજીની અમેરિકન ટીવી પર રોલ્સરોય સરઘસમાંની કાર ગણવાનું પણ ચૂકી જવાતું. માત્ર વિચારો પણ પ્રભાવિત કરીને અધધ પૈસો રળી શકે છે. પેમની જેમ જ પૈસો પણ પ્રસિધ્ધ પુરુષો સાથે કનેક્ટેડ છે એક કહેવાનું હતું.

 2. Sharad Shah

  આ ૨૦૧૫માં ૧૯૩૫નો કાણિયો પૈસો કાં દેખાયો? અને આ ઓશોડા ની (જી કદાચ ભુલમાં કે ભયમાં લખી નખાયું હોય)રોલ્સરોય ગણવા કરતાં બીજા દિ’નુ છાપુ વાંચી લીધું હોત તો આંકડો છાપાવાળાએ આપી દીધો હોત. અને રહીવાત રોલ્સરોયના વૈભવની તો ક્યાં તમે કે મેં આપેલાં ઉધારમાંથી ખરીદેલી હતી કે આપણે દુખી થવું કે ઈર્ષા કરવી? આપણે કોઠા કબાડા કરીને પૈસા ભેગા કરીએ તો કોઈ વાણીથી પ્રભાવિત કરીને કરે. કોઈના પૈસા જોઈ આપણે શા માટે દાઝવું? જલસા કરોને.. હવે તો અમેરિકન સરકારે રોલ્સરોય બધી જપ્ત પણ કરી લીધી. ઓશોની કંઠી પહેરી સરકારમાં એકાદ અરજી નાખી રાખો, કદાચ જીવતે જીવ રોલ્સરોય લાગી જાય અને જીવ અવગતિએ ન જાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s