ડૉ.ચન્દ્રવદન માધવભાઈ મીસ્ત્રી +ક્ષમા

vinodbhai patel નો ઈ મેઈલ આવ્યો 
Friends ,
Have you got these news ?
Really sad news .
My prayers for recovery of our dear  friend Dr. Chanravadan Mistri.
Vinodbhai
 મન બેચેન થયું. જલ્દી જલ્દી સારા થાય તેવી પ્રાર્થના કરી અને તેમની વાતોની યાદની વણઝાર ચાલી .
  અમારા સુ જાએ બ્લોગ પર કરાવેલો પરીચય રી બ્લોગ

૦૦૦૦ડૉ.ચન્દ્રવદન માધવભાઈ મીસ્ત્રી-.

જીવનમંત્રો –

“પ્રભુ! તું છે તો હું છું.”

” પ્રભુ જે થાય, ન થાય એમાં તારી જ ઈચ્છા છે, અને એ પ્રમાણે મારો સ્વીકાર છે.”

જન્મ  13, ઓક્ટોબર- 1943; વેસ્મા ( જી. નવસારી) – શરદ પુનમ

કુટુમ્બ  માતા – સ્વ. ભાણીબેન; પીતા – સ્વ. માધવભાઈ ગાંડાભાઈ ; મોટાભાઈ – છગનલાલ

 • પત્ની– કમુબેન : પુત્રીઓ – નીના; વર્ષા અને વંદના( જોડીયાં બહેનો) ; રૂપા

જ્ઞાતી  પ્રજાપતી

અભ્યાસ 1969 – એમ.બી.બી.એસ – કટક ઓરીસ્સા

 • 1977-80 – રેસીડન્સી – ઇન્ટર્નલ મેડીસીન- પીટ્સબર્ગ, અમેરીકા
 • 1954- 1961 – આફ્રીકા નીવાસ
 • 1962 – ભવન્સ કોલેજ , મુંબાઈમાં અભ્યાસ
 • 1970-73 લુસાકા, ઝામ્બીયામાં ડોક્ટર અને શીક્ષણની નોકરી
 • 1973-74 ઈન્ગ્લેંડમાં ડોક્ટર તરીકે નોકરી
 • 1975-77 ફરીથી લુસાકા ખાતે નીવાસ
 • 1977-80 પીટ્સબર્ગમાં ડોક્ટર
 • 1981 – 2006 લોસ એન્જેલસમાં ડોક્ટર તરીકે નોકરી
 • લાંબા વીદેશવાસ છતાં વતનની સેવા માટે સદા તત્પર
 • વેસ્મામાં ‘પ્રજાપતી ભવન’, બાલમંદીર, બાલભવન, આયુર્વેદીક દવાખાનું, પુસ્તકાલય, રામચંદ્રમંદીરમાં સંતોને રહેવા અને સત્સંગ માટે હોલ, હોસ્પીટલમાં પ્રસુતીવીભાગ વી.ના નીર્માણમાં સક્રીય, નાણાંકીય અને નોંધપાત્ર હીસ્સો
 • ગામની બીજી અનેક સંસ્થાઓમાં નાણાંકીય સહકાર
 • જ્યાં બાળપણમાં ભણ્યા હતા તે કુમારશાળામાં ઈનામી યોજનાની શરુઆત
 • સમગ્ર ગુજરાતની પ્રજાપતી જ્ઞાતીના ઉત્કર્શ માટે સન્નીશ્ઠ પ્રયાસો
 • 1989 – હૃદયની બાયપાસ સર્જરી અને તે બાદ કાવ્યો અને ભજનો લખવા શરુ કર્યા. તેમની રચનાઓમાં ભક્તીભાવ અને અંગત વ્યક્તીઓ અને પ્રસંગોને સ્પર્શતી ભાવવીભોરતા પ્રાધાન્ય ધરાવે છે.
 • 1992-93 અમેરીકાના કેલીફોર્નીયામાં એન્ટેલપ વેલી ગુજરાતી સમાજમાં અગત્યનો ફાળો
 • 2007 – આફ્રીકામાં પણ શીક્ષણ માટે ઈનામી યોજના શરુ કરી

રચનાઓ

 • કાવ્ય સંગ્રહ – ત્રીવેણીસંગમ, ભક્તીભાવનાં ઝરણાં
 • સંપાદન – શ્રીકૃષ્ણ લીલામૃત ( ભજન સંગ્રહ)
 • ૦૦૦૦૦તેમના જીવન વિશેનું પુસ્તક – યાદોના ઉપવનમાં , એક ડોક્ટરની જીવનકથા

CM

Hi,

Here is a small and meaningful presentation on “Forgiveness” paying tribute to our Father of Nation.

See it here – Forgiveness – Presentation

કોઇને કંઇક આપતા રહેવું ખૂબ જ મહત્વનું છે
પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે.
હા, ક્ષમા ખરેખર આપવી એ અઘરું છે.
આમ છતાં મારે વારંવાર કઇંક આપવાનું હોય તો
એ છે ક્ષમા, ક્ષમા અને બીજું કાંઇ નહીં, પણ ક્ષમા.
હું માફ કરી દેવાનું બંધ કરું કે તરત જ એક દીવાલ ઊભી કરું છું
અને આ દીવાલ કેદખાનાના ચણતરનો પાયો નાખે છે.
આ જિંદગીમાં જે કાંઇ છે એમાં બે વસ્તુ મહત્વની છે
– સમજણ અને ક્ષમા.

હું ઘણા માણસોને જાણું છું
અને ઘણાનાં રહસ્યો મારી પાસે છે
અને બરાબર પામી ગયો છું કે
કોઇ પણ બે માણસો વચ્ચે કોઇ સામ્ય નથી હોતું
પ્રત્યેક વ્યક્તિને પોતાનું વિશ્વ છે
અને એ જીવે છે, અનુભવે છે, વિચારે છે અને પ્રતિભાવ આપે છે
પોતાનામાં સમાયેલા વિશ્વમાંથી.
અને એ વિશ્વનો ગહનતમ છાનો ખૂણો
હજી લગી મારાથી અજાણ્યો છે.
આથી જીવનની રોજિંદી ઘટમાળમાં
વિસંવાદ, ઘર્ષણ અને તાણનું હોવું
ખૂબજ સ્વાભાવિક લાગે છે.
જો માણસ એટલું સમજે કે
બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે
અને એ ક્ષમા આપવા તૈયાર હોય તો જ
સાથે રહેવું શક્ય બને.
આમ ન કરીએ તો આખરે નસીબમાં રહે છે
રોજબરોજના પ્રહારો અને અંદરઅંદરના ઝગડાઓ.

———

કોઇને માફ ન કરવાની તમારી મનોવૃત્તિ તમને નીચું જોવડાવે છે.
રોજ ને રોજ આવું હઠીલું મન રાખવું અને હૈયામાં હડહડતો તિરસ્કાર
રાખવો એનાથી વધારે કરુણ કશું જ નથી.
હા, હું એટલું જ સમજું છું કે
કોઇકે અથવા કહો કે ઘણા બધાએ તમારી જોડે ખોટો વર્તાવ કર્યો હોય
અને ધીમે ધીમે તમારું હ્યદય ઉષ્માહીન થઇ ગયું હોય.
તમે હવે પહેલા જેવા રહ્યા નથી. તમને પણ નવાઇ લાગતી હશે.
તમે હવે એવા મૃદુ, સૌમ્ય કે સારા રહ્યા નથી.
તમારી સહાનુભૂતિની સરવાણી સુકાઇ ગઇ છે, પ્રેમ થીજી ગયો છે.
એક વાર જ્યાં સંબંધનો સેતુ હતો, ત્યાં ભંગાણ પડ્યું છે.
આનાથી દુ:ખ થાય છે, મૈત્રી મુકાબલામાં ફેરવાઇ ગઇ છે.
પ્રેમ ધિક્કારમાં ફેરવાઇ ગયો છે, તમે દુ:ખીના ડાળિયા થઇ ગયા છો;
તમે ક્યાંક ફસાઇ ગયા હો એમ લાગે છે. તમારી બારીઓ બંધ છે
અને સૂર્યના કિરણો પ્રવેશી શકતા નથી.
જિંદગીએ તમને પછડાટ આપી છે.
અંદરથી તમને એક ઝંખના છે કે હું આમાંથી
ક્યારે મુક્ત થાઉં.
પરંતુ તમે મારું માનો તો કહું કે આમાં એક જ રસ્તો છે.
ક્ષમા !
ક્ષમા કરવી. હું જાણું છું કે એ કેટલું મુશ્કેલ છે, પણ કરવા જેવું કામ છે.
ભૂલી જવું એ એક પ્રકારની સર્જકતા છે. એ નવું જીવન નવો આનંદ
લાવે છે. તમારામાં અને બીજામાં જે અગાધ શક્યતોઓ છે તેનું એ
નિર્માણ કરે છે.
તમારે વારંવાર ક્ષમા આપવી જ પડશે.
સાત, સત્તર કે સિત્તેર વાર ક્ષમા અને તે પણ સદાયને માટે આપવી પડશે.
કારણ કે તમને પોતાને પણ અઢળક ક્ષમાની જરૂર છે.

11 ટિપ્પણીઓ

Filed under Uncategorized

11 responses to “ડૉ.ચન્દ્રવદન માધવભાઈ મીસ્ત્રી +ક્ષમા

 1. આપની લાગણીમાં હું પણ સહ્ભાગી છું. એક વખત તો સર્જરી કરાવી ચુક્યા હતા.

  • pragnaju

   ઇ મેઇલ
   Pravinkant Shastri
   to me,
   Oh my God!!!
   My good friend. He is waiting happily for grand Child. I hope he recover fast. My prayers.
   Pravin.

   • આશાસ્પદ સમાચાર એ છે કે એઓ કૉમામાં નથી.

   • pragnaju

    ઇ મેઇલ
    Pravinkant Shastri
    to , me,
    ભીખુભાઈ,
    ચંદ્રવદનભાઈની તબીયતના સમાચાર જણાવતા રહેજો. જેમને જોયા નથી મળ્યો નથી એ નિર્મળ હૃદયના મિત્રએ અનેકના મનમાં પોતાનું સ્થાન કરી દીધું છે. પ્રભુ એમને ફરી સ્વસ્થ કરી દે એ જ પ્રાર્થના.
    આપ કુટુંબ સાથે સ્વસ્થ હશો.
    પ્રવીણ શાસ્ત્રી.

  • pragnaju

   ઇ મેઇલ Naren Phanse

   Shocking news indeed. My family and I join you all in our prayers for the speedy recovery of Chandravadanbhai. May God restore his full health and is able to continue his service to humankind.

   Narendra

 2. pragnaju

  ૧ઇ મેઇલ, BJ Mistry wrote:
  I am just dropping you a note, as I received from my brother in California, that, day before Dr. Chandravadan Mistry had a massive stroke and he is in coma.
  He was transported to LA Hospital by Helicopte
  Bhikhubhai Mistry
  ૨ From: BJ Mistry
  Sent: Monday, August 3, 2015 8:41 PM
  Subject: Dr. CM Mistry
  Dear Dowda saheb:
  I have to make some correction that Chandravadanbhai is NOT in COMA
  BUT He is paralyzed, lost consciousness but some what recognize the people, as I heard.
  He was airlifted to LA hospital.
  I hope and pray GOD that he will get better soon.
  Bhikhubhai Mistry
  281 879 0545

  • pragnaju

   આ થોડા સારા સમાચાર છે
   જલ્દી સારા થાય તેવી
   પ્રભુ પ્રાર્થના

  • pragnaju

   Pravinkant Shastri
   6:08 AM (1 hour ago)
   ભીખુભાઈ,
   ચંદ્રવદનભાઈની તબીયતના સમાચાર જણાવતા રહેજો. જેમને જોયા નથી મળ્યો નથી એ નિર્મળ હૃદયના મિત્રએ અનેકના મનમાં પોતાનું સ્થાન કરી દીધું છે. પ્રભુ એમને ફરી સ્વસ્થ કરી દે એ જ પ્રાર્થના.
   આપ કુટુંબ સાથે સ્વસ્થ હશો.
   પ્રવીણ શાસ્ત્રી.

 3. pragnaju

  Uttam Gajjar
  to , me,
  સાહેબ, તમે તો જાતે જ ડૉક્ટર છો.. કેટલાયને ઉગાર્યા હશે.. વળી તમે તો ઈશ્વરના ભક્ત પણ છો.. અમને ખાતરી છે કે તમે ઝટ સ્વસ્થ થઈ જ જશો અને ફરી નેટ પર સક્રીય બની જશો..
  વીશ યુ ઓલ ધ બેસ્ટ

 4. pragnaju

  Ramesh Patel
  to me
  ડૉશ્રીચંદ્રવદનભાઈ…પ્રભુભક્તિથી છલકતા હૈયાને ,શક્તિ દેજો…આ સમાચાર વાંચી ઊંડી વેદના અનુભવી..ૐ નમઃશિવાય.
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. ગોવીન્દ મારુ

  આપણા સૌના મીત્ર ડૉ. ચન્દ્રવદનભાઈ સત્વરે સાજા થઈ જાય તેવી અંતરેચ્છા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s