ડેજા વુ: પરેશ પ્ર વ્યાસ ++

0000

ડેજા વુ: આવું અગાઉ પણ બન્યાનો એહસાસ   આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને
આછો ઊંઘમાં ઝીલાયો, આછો જાગમાં ઝીલાયો –રમેશ પારેખ

કોઇ એવી ઘટના, કોઇ એવો અનુભવ, કોઇ એવા સમાચાર….. અને તમને એમ લાગે કે.. ઓ હો.. પહેલાં પણ આવું જ કાંઇક થયું હતુ. બસ, આવું જ. હેં ને? અરે ભાઇ ! આ ઇતિહાસ છે અને એની આદત છે પોતાને દોહરાવવાની. અહીં નો-રિપીટ પોલિસી નથી. આ આપણી સંસદ જ જોઇ લો. ચાલતી જ નથી. ભાજપને ચલાવવી છે પણ કોંગ્રેસ ચાલવા દેતી નથી. શોરબકોર, રાડારાડી, કોલાહલ, બુમરાણ. અને હવે તો અંદરોદર બાખડતા મેમ્બરાન-એ-પાર્લામેન્ટનાં દ્રશ્યશ્રાવ્ય જીવંત પ્રસારણનો નઝારો દુનિયા આખી જુએ છે. પણ કોઇ શરમ નથી. વાંક કોંગ્રેસનો છે? અરે ભાઇ, એમનું રાજ હતું તો ભાજપે પણ ક્યાં કાંઇ ચાલવા જ દીધું હતું? એક પ્રતિષ્ઠિત અખબારે લખ્યું કે આ ડેજા વુ (Déjà vu) છે. ફરીથી એવું જ બની રહ્યું છે. મેચ હજી તો શરૂ થઇ છે પણ કોંગ્રેસ છેલ્લી ઓવરોની સટાસટી કરવાનાં મૂડમાં છે. હશે ભાઇ ! ભાજપે પણ આ અગાઉ આખું મોન્સૂન સેસન વૉશ આઉટ કર્યાનાં દાખલા ક્યાં નથી? 2015 ચાલે છે પણ 2011 કે 2013 ચાલતું હોય એવું લાગે છે. ડેજા વુ, યુ સી ! આમ તો ચોમાસુ આવે એટલે એ જ રામાયણ. વરસાદ પડે એટલે ચોમેર પાણી ભરાઇ જાય. છાપાઓ ભરી ભરીને લખે કે આ તો દરેક શહેરનું ડેજા વુ છે. ઐસા પહલે ભી હો ચૂકા હૈ.

પણ એ બધું જાવા દો. આપણે તો ‘ડેજા વુ’ શબ્દ અને એના અર્થ સુધી જાવું છે.

ઇંગ્લિશ શબ્દ ડેજા વુ મૂળત: ફ્રેંચ શબ્દ છે. ફ્રેંચમાં એનું ઉચ્ચારણ ડેજા વ્યુ થાય છે. શબ્દાર્થ થાય છે ‘પહેલાંથી દેખેલું’. અંગ્રેજીમાં ‘ઓલરેડી સીન’. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે: પ્રસ્તુત પ્રસંગ અગાઉ અનુભવાયો  છે એવી લાગણી કે આભાસ. ઘટનાનું પુનરાવર્તન. પણ મઝાની વાત એ છે કે ખરેખર એમ બન્યું ન હોય તો પણ એવો આભાસ થાય તો પણ એને ડેજા વુ કહેવાય. લો બોલો ! આવું તો રોજ થાય. રોજ એ જ ઘટમાળ. એકનું એક. રગશિયા ગાડા જેવી જિંદગી. એને ડેજા વુ  કહેવાય? ના, બે એક સરખા અનુભવો વચ્ચે સમયગાળો તો હોવો જોઇએ.

દુનિયાનાં 70% લોકોને ક્યારેક તો ડેજા વુનો અનુભવ થઇ ચૂક્યો હોય છે. કદાચ ભૂત અને વર્તમાનની ઘટના એક સરખી ન પણ હોય પણ લાગે કે આવું જ હતું. વિજ્ઞાન એમ કહે છે કે આ કોઇ કુદરતનો કરિશ્મો નથી. કોઇ દૈવી સંકેત નથી. કોઇ ભાવિનાં એંધાણ નથી. દર અસલ વર્તમાનનો અનુભવ દિમાગમાં બરાબર અંકાયો હોય છે પણ ભૂતકાળનો આવો જ અનુભવ જે આપણા દિમાગમાં ઘણા વર્ષો પહેલાં સંઘરાયો હતો, એમાં કાટ લાગી જાય છે. ક્યારે? ક્યાં? અને કયા સંજોગોમાં? આમ બન્યું, એવા ભૂતકાળનાં અનુભવનાં આ બધા પાસાઓ એકદમ સ્પષ્ટ નથી હોતા. અને એટલે આપણને લાગે છે કે આવું જ, બસ આવું જ આપણા પર વીતી ચૂક્યું છે. આ ડેજા વુ છે. જો આવું વારંવાર થાય, લાંબા સમય સુધી થાય તો એ માનસિક બિમારી હોઇ શકે.

આ દુનિયામાં ડેજા વુ તો થયા જ કરશે. દિલ્હીનાં અરવિંદ કેજરીવાલ અમને-કોઇ-કામ-કરવા-દેતું નથી-ની પેરાનોઇક બૂમરાણ મચાવશે. જમીન અધિગ્રહણ ખરડા બાબતે તસુભાર પણ નહીં નમવાની હાકલ સાથે  રાહુલ ગાંધી પુન: પોતાની નવપલ્લવિત શક્તિનો સંચાર કરશે. ચૂંટણી આવી છે એટલે નમો બિહારનો વિહાર કરશે અને લોકોને વાયદા અને વચનોની વણઝારથી ગદગદિત કરશે. ફરીથી ડુંગળીનાં ભાવ ગંધાવા માંડશે. મંદીનો ઓછાયો ઝળુંબશે અને ગામનાં ઘરડા કહેશે કે દુનિયા હવે પહેલા જેવી નથી રહી. સત્તાધારી પક્ષનાં વરિષ્ઠ એવમ્ પ્રબુદ્ધ બુઢ્ઢાઓને એમને-કોઇ-પૂછતું-નથી એવી ફરિયાદ ફરી ફરીને કરશે અને એવું પણ બનશે કે એમને ફરીથી કોઇ અપ્રસ્તુત મુદ્દે ઓછું આવી જશે. ત્યાં ફરીથી કોઇ તીનપાટિયો રાજકારણી ધર્મ કે જાતિનાં નામે બકવાસ કરશે, મીડિયા એ નકામા સમાચારને પોતાની ટીઆરપી વધારવાની તજવીજમાં તબદિલ કરશે અને લોકોને લાગશે કે આ સાલાઓને વૈમનસ્ય વધારવા સિવાય કોઇ ધંધા નથી. ફરીથી કોઇ મહિલા પર ગેંગ રેપ થશે, છાપામાં સમાચાર છપાશે અને લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે તેવી કોમેન્ટ કરીને અખબારનું પાનું ફેરવી સેક્સ એજ્યુકેશનની કોલમ વાંચવા માંડશે. સરહદ પર નાપાક હરકત થશે, આપણા જવાન શહીદ થશે અને આપણને લાગશે કે આ આપણું બજરંગી ભાઇજાન જેવું ભોળપણ શું કામનું? મને તો અખબારનાં તમામ સમાચારમાં ડેજા વુ-પણું દેખાય છે. આપને શું લાગે છે?

000000 00000
શબદ આરતી:                                                                                                                                                                             “અત્યારે મને એમ્નેસિયા(સ્મૃતિલોપ) અને ડેજા વુ(સ્મૃતિ પુનરાવર્તન) એક સાથે થયા છે. મને લાગે છે કે આ પહેલાં પણ હું આમ જ ભૂલી ગયો હતો !”  -અમેરિકન કોમેડિયન, એક્ટર સ્ટિફન રાઇટ

 

 

Courtesy Email   uttamgajjar@gmail.com

DB-Madhu Rye-2015-08-05(1)

DB-Madhu Rye-2015-08-05(2)

GM-Dr.Shashikant Shah-2015-08-05

GM-DP-Harnish Jani-2015-08-05

GM-DP-Harnish Jani-2015-08-05 (1)

4 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, Uncategorized

4 responses to “ડેજા વુ: પરેશ પ્ર વ્યાસ ++

 1. કંઇક ઘટનાઓ ઉઠે છે રમસ્તાન થઇ, પણ તે કંઇ સાવ નથી જ હોતી..આવુ બનતું જ આવ્યું છે..

  નીત નવીન આનંદ – નો તો ક્યાંય આમાં ક્લાસ જ નથી લાગતો..!!

  જેમ ઘરમાંથી સવારે રજોટી કાઢો અને દિવસ દરમિયાન પાછો ગુપ્ત રીત પેસી જાય અને ફરી પાછી કાઢો.. રોજની એ જ ઘટમાળ…

  વાસ્તવિકતાનો રણકાર સમ છે આ વિશ્લેષણ..

  ડેજા વુ…

  • pragnaju

   આભાર puthakkar જી
   આપણા જીવનમાં જે ઘટના થતી હોય તે આપણા મગજનાં એક સુક્ષ્મ ભાગમાં સંગ્રહ થાય છે.જ્યારે પણ કોઇ નવીન પરિસ્થિતિ થાય છે ત્યારે નિકટવર્તી જગત ના અમુક ભાગો પ્રમાણે આપણા મગજમાં પહેલેથી જે સંગ્રહ થયેલ છવીઓ માંથી હાલની પરિસ્થિતિ મુજબ માનસીક દ્ર્શ્ય ઊભું કરે છે.આથી એવો ભાસ થાય છે કે પહેલા પણ આ બધું થઈ ગયેલું છે જ્યારે હકીક્તમાં એ પહેલીજ વાર થતું હોય છે. આ વિષય પર હાલમાં પણ સંશોધન ચાલી રહ્યું છે. ઘણાં સંશોધકો આ પૂર્વજન્મની અનુભૂતિ સાથે પણ સાંક્ળે છે.

 2. મને તો અખબારનાં તમામ સમાચારમાં ડેજા વુ-પણું દેખાય છે. આપને શું લાગે છે?

  એટલે તો ન્યાં કણે છાપાં વાંચવાનું જ બંધ છે. મિત્રો અગત્યના સમાચાર આપી દે છે !!

  • pragnaju

   ધન્યવાદ
   મગજની આ સ્થિતિ પણ કોઇ સ્વપ્નથી પર નથી. ટોની સ્કોટની એક બહેતરીન ફિલ્મ ‘ડેજા-વુ’માં હીરો ડેન્ઝલ વોશિંગ્ટન, એકવાર બની ગયેલી કોઇ દુર્ઘટનાના ભૂતકાળમાં જઇ, તારાજીમાંથી લોકોને કઇ રીતે બચાવે છે…
   HDCC માણો
   Watch Deja Vu ӂӂӂ Full Movie [DvdRip] Streaming ӂӂӂ …
   Video for youtube.Watch Deja Vu Full Stream▶ 1:54:17
   http://www.youtube.com/watch?v=K1TO94vm0Zs
   Apr 14, 2015 – Uploaded by sasa movies
   Called in to recover evidence in the aftermath of a horrific explosion on a New Orleans ferry, Federal agent …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s