અમૃત એટલે શું ? /Girish Desai

000
 E mail    Girish Desai

 pragnajuvyas@yahoo.com zazi@zazi.com

  • અમૃત એટલે શું
   .pdf
  • Just click

  અમૃત એટલે શું

   

  મૃત કોઈ ખાવા પીવાની વસ્તુ નથી એ વાત તો બધા જાણે છે. મારી દ્ર્ષ્ટિએ અમૃતના બે અર્થ થઈ શકે છે. એક છે મૃત નહીં તે અમૃત અર્થાત જે જીવીત છે તે. અને બીજો અર્થ છે જેનું કદી મૃત્યુ થતું નથી તે અમૃત અર્થાત અજ: કે અજન્મા. જે જન્મતું નથી તેનું મૃત્યુ કેવી રીતે થાય. વળી આ લખતાં લખતાં મારા મનમા એક ત્રીજો અર્થ ઉપસી આવ્યો જે છે અમૃત એટલે મનમાં નિરંતર રહેતો પરમાનંદ કે પરમ શાંતિ. અને આ જ એનો સાચો અર્થ છે. આવો આનંદ કોને કેવી રીતે મળે તે સમજાવવા વેદિક દર્શનમાં માનવના ત્રણ દેહનો વિચાર કરવામાં આવ્યો છે.૧) સ્થૂળ દેહ અર્થાત શરીર, ૨) સૂક્ષ્મ દેહ અર્થાત અંતઃકરણ અને ૩) કારણ દેહ અર્થાત જીવાત્મા. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે એના સ્થૂળ દેહનો નાશ થાય છે એટલે એને અમૃતતો ન જ કહેવાય.પરંતુ એના અંતઃકરણનું શું થાય છે તે પણ કોઈ ચોક્કસ રીતે જાણતું નથી એટલે તેને પણ અમૃત કહેવું યોગ્ય ન ગણાય. હવે જીવાત્માને અમૃત કહેવાય કે નહીં તે જાણવું હોય તો પરમાત્મા અને જીવાત્મા વચ્ચેનો ફરક જાણવો જરુરી છે. પરઆત્માને તો શસ્ત્રો છેદી શકતા નથી કે અગ્નિ તેને બાળી શકતો નથી વળી તે પાણીથી ભીંજાતો નથી કે નથી તે પવનથી સૂકાતો એવો અજરાઅમર કહ્યો છે. અને તે સુખ દુઃખ,રાગ દ્વેશ વગેરેથી પીડાતો નથી એટલે આ વર્ણનતો કેવળ પરમાત્મા માટે જ વાપરી શકાય જીવાત્મા માટેતો ક્યારે પણ નહીં. એનું કારણ એ છે કે મનુષ્ય દેહમાં પુરાયેલો જીવાત્મા ભલે પરમાત્માનો અંશ હોય પણ તે વાસનાના અગ્નિમાં સદા બળતો રહે છે. મનુષ્યની વ્યાખ્યા જ છે “ઉષ્યતિ મનઃ યસ્ય સઃ” (ઉષ=બળવું) અર્થાત જેનું મન વાસનાની અર્થાત ઈચ્છાની આગમાં બળે તે છે મનુષ્ય. આ ઈચ્છા એટલે અંતઃકરણમાં ભારેલો અગ્નિ છે. પ્રશ્ન એ છે કે આ અગ્નિ આવ્યો ક્યાંથી તે વિશે વિચારતા મને લાગે છે કે આ અગ્નિ સળગાવનાર અતઃકરણ જ છે. આ વાત સમજવા અહીં અંતઃકારણનો સાચો અર્થ સમજવાની જરુર છે. હું માનું છું કે જેમ વશીકરણ એટલે કોઈ વક્તિ કે પ્રાણીને વશ કરવાની ક્રિયા અને વિભાજીકરણ એટલે અલગ અલગ વિભાગ કરવાની ક્રિયા તેમ જ અંતઃકરણ એટલે અંતરગત કરવાની ક્રિયા. આપણે આપણી પાંચ કર્મેન્દ્રિઓ અને પાંચ જ્ઞાનેન્દ્રિઓ વડે પળે પળે આ સૃષ્ટિનો જે અનુભવ કરીએ છીએ અને તેને જ્યાં સાચવી રાખીએ છીએ તેને પણ અંતઃકરણ કહેવાય છે જેના ચાર અંગો છે. આ ચાર અંગોના નામ છે મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર. અને તે ચારે પોતપોતાની અંગત ફરજ બજાવતા રહે છે.

  મનની ફરજ છે બાહ્ય જગતની માહિતી મેળવાનું. નાના બાળકની જેમ તે જે જુએ,સાંભળે,સુંઘે,ચાખે કે સ્પર્શે તેને માણી લેવાની ઈચ્છા કરતું રહે છે પરંતુ એની માતા રુપી બુદ્ધિ તેના ઉપર ચાંપતી નજર રાખતી હોય છે  અને મનની બધી ઈચ્છા પૂરી કરવા યોગ્ય છે કે નહીં એ બધાનો નીર્ણય કરી મનને યોગ્ય દોરવણી આપે છે. વળી ભાવીમાં કદી કામ આવે તે આશયથી બુદ્ધિ મનની આ બધી ઈચ્છાઅઓને અહં રુપી ઓરડીમાં ચીત્તની અલગ અલગ અભરાઈ ઉપર સાચવી રાખેછે પરંતુ બુદ્ધિની આ રીત મનને પસંદ નથી હોતી તેથી ગુસ્સામાં તે પોતાનું ધાર્યું કરવા પ્રેરાય છે. મન અને બુદ્ધિ વચ્ચેની આ વિરુદ્ધ ઇચ્છાઓનું યુદ્ધ એજ છે ભારેલો અગ્નિ. જેનું ઈંધણ છે ઈચ્છા. આ અગ્નિ જ મનુષ્યને બાળતો રહે છે. તો આ અગ્નિ બુઝાવવો શી રીતે ? એનો એક જ ઉપાય છે જે પતંજલી મુનિએ યોગસૂત્રના પહેલા સૂત્રમાં બતાવ્યો છે. “યોગ ચિત્તવૃત્તિ નિરોધ” ઇચ્છાનું મૂળ છે ચીત્ત જેમાં કામ,ક્રોધ,મોહ ઈત્યાદિ વૃત્તિઓ ઘર કરી બેઠી હોય છે.આ વૃત્તિઓ નો પ્રવાહ એટલે જ મન. આ પ્રવાહ અટકે તો મનનું મૃત્યુ થાય. સાધારણ રીતે ચિત્તમાથી નીકળતા આ પ્રવાહનું નિયમન કરવા, મન અને ચિત્ત વચ્ચે રહેલ બુધ્ધિ બંધનું કામ કરે છે. પરંતુ જ્યારે કોઈ એક વૃત્તિમાં બાઢ આવે છે ત્યારે બુદ્ધિનો બંધ તૂટી પડતાં આ બંધ પણ વૃત્તિના પ્રવાહમાં તણાઈ જાય છે. આવી સ્થિતિમાં બુદ્ધિની શું દશા થાય છે તેનું વર્ણન કરતો એક શ્લોક મને યાદ આવ્યો.

    “અસંભવ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લોલુભો મૃગાય

       પ્રાપ્ય સમાપન્ન વિપત્તિ કાલે ધિયોપિ પુંસામ મલિનિ ભવન્તિ.”

  અર્થ છે કે સુવર્ણ મૃગનો જન્મ અસંભવ છે છતાં શ્રી. રામ તેને પકડવા લોભાયા્, આ જ બતાવે છે કે જ્યારે

  વિપત્તિ નો સમય આવે છે ત્યારે ભલભલા બુદ્ધિમાનોની બુદ્ધિ બહેર મારી જાય છે. ઋષિ વિશ્વામિત્ર અને મેનકાનું ઉદાહરણ પણ આ વાતને અનુમોદન આપે છે. જ્યાં સુધી ચિત્ત સંપૂર્ણ રીતે વૃત્તિ વિહીન ન થાય ત્યાં સુધી મન મરતું નથી. અને મન મરે નહીં તો અમૃતનો અનુભવ મેળવવો અશક્ય છે. ચિત્ત જ્યારે ચૈતન્ય જેટલું નિર્ગુણ અને નિરવિકાર થઈ જાય ત્યારે જ અમૃતનો અનુભવ થાય. તેથી જ નરસિંહ મહેતાએ એમનો અનુભવ વર્ણવતા લખ્યું કે

  “ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.”

  બૂઝ્યો અગ્નિ શમી ચીતા કરી આ દેહને ભુક્ત

  બળ્યોના અગ્નિ વાસના કેરો થયો ના આત્મા મુક્ત

  જો અગ્નિ વાસના કેરો ન પૂરો બળી જાય

  તો બળેલ એ રાખમાંથી પણ દેહ નવો ઊભો થાય.

  ઈતિ.

  4 ટિપ્પણીઓ

  Filed under Uncategorized

  4 responses to “અમૃત એટલે શું ? /Girish Desai

  1. અમૃત ‘ઘાયલ’ પણ હોય !!

   જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું
   છતાં હિમ્મત જુઓ કે, નામ ‘અમૃતલાલ’ રાખે છે !!

   • એક પૌરાણિક કથા છે.
    દેવતાઓએ સમુદ્રમંથન કર્યું અને પ્રથમ ઝેર નીકળ્યું. આ ઝેર કોણ પીએ તે સમસ્યા ઊભી થઈ એટલે બધા દેવો વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુએ સુચવ્યું કે આ ઝેર પી શકે તેવી એક જ વિભુતિ છે “શિવ” તેથી તમે શિવ પાસે જાઓ અને તેમને વિનંતિ કરો જો તે માની જાય તો સમસ્યા ઉકલી શકે. બધા દેવતાઓ શિવ પાસે ગયા અને વિનંતિ કરી. શિવે દેવતાઓની વિનંતિ માન્ય રાખી ઝેર પીધું પણ ઝેરને કંઠમાં જ અટકાવી રાખ્યું. અને ત્યારથી તેઓ નીલકંઠ કહેવાયા.ત્યાર બાદ અમૃત નીકળ્યું ત્યારે અસુરોએ આ અમૃત પીવા યુધ્ધ કર્યું. છેવટે દેવતાઓનો વિજય થયો અને તેમણે બધાએ અમૃત વહેંચી પીધું.
    આ કથાને કારણે જ આપણને અમૃત જેવું કાંઈક છે જે પીવાથી આપણે ક્યારેય ન મરીએ તેવો ખ્યાલ પેદા થયો છે.
    આ અને આવી અનેક કથાઓ આપણને શાસ્ત્રોમાં વાંચવા મળે છે. જે હકિકતે પ્રતિક કથાઓ છે. ભારતિય અધ્યાત્મમાં આવી કથાઓનો ભરપુર ઉપયોગ થયો છે. પરંતુ આપણને કથા પાછળના રહસ્યો સમજવા મુશ્કેલ છે અને પરિણામે અનેક ગુંચવણો ઉભી થાય છે.
    આ પ્રતિક કથાને થોડી સમજવા પ્રયત્ન કરીએ કદાચ વાત પકડાય.
    અહીં સમુદ્ર મંથનની વાત કરેલ છે. આપણે જે સમુદ્રને ઓળખીએ છીએ તેનુ મંથન કરવું અશક્ય છે. એના માટેની વલોણી કેટલી મોટી જોઈએ અને સમુદ્રનુ મંથન કરવું કેમ? બુધ્ધી આવા પ્રશ્નો ઉભા કરે તે સ્વાભાવિક છે.
    હકિકતે કથા કહેનાર ઋષીએ આપણા મનને સમુદ્રનુ રુપક આપ્યું છે. જેમ સમુદ્રમાં દુનિયાભરનો કચરો ઠલવાય છે તેમ આપણા મનમાં પણ દુનિયાભરનો કચરો ઠલવાય છે. આપણી પોતાની દિનચર્યા અને મળેલ જ્ઞાનેન્દીર્યો દ્વારા આપણે અનેક પ્રકારનો કચરો ભિતર ઠાલવાતા હોઈએ છીએ. એટલે મનમંથનને રુપક દ્વારા સમુદ્રમંથન કહ્યું છે.
    જે લોકો મનમંથન કરે છે તેમનો અનુભવ હશે જ કે શરુઆતમાં જેવું મનની ભિતર ઝાંખવાનુ શરુ કરીએ એટલે બધો કચરો અને તેની દુર્ગંધ જ સામે આવે. જન્મો જન્મથી આ કચરો ભેગો કર્યો છે. અનેક વાસનાઓથી મન ભરેલું છે. એટલે જેવું મનમંથન શરુ કરીએ એટલે આ ઝેર સામે આવે છે જે ભિતર ભર્યું છે. મોટાભાગના લોકો તો આ ઝેર જોઈ મનોમંથનથી દુર ભાગી જાય છે. પરંતુ આ ઝેર છે તેનુ કરવું શું તેની દેવતાઓને ખબર નથી પડતી અને આ ઝેર જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી અંતરયાત્રા આગળ વધતી નથી.
    આ દેવતાઓ છે કોણ? આ દેવતાઓ એટલે આપણી ભિતર પડેલ દૈવી ગુણો.(દયા, કરુણા, પ્રેમ,ાહિંસા, સત્ય વગેરે વગેરે) અને આસુરો કે દાનવો એટલે આપણી ભિતરની આસુરી શક્તિઓ છે.(કામ, ક્રોધ, મોહ, માયા, મત્સર વગેરે વગેરે.) આપણે આ બન્ને શક્તિઓનુ સંયોજન છીએ અને આપણી ભિતર દેવ પણ છે અને દાનવ પણ છે અને આ બન્ને વચ્ચે યુધ્ધ ચાલ્યા જ કરે છે.કહે છે કે દેવતાઓ સ્વર્ગલોકમાં જે ક્યાંક આકાશમાં છે ત્યાં વસે છે અને દાનવો પાતાલમાં.એનો અર્થ છે જ્યારે આપણી ઉર્જા ઉધ્વમુખી બની સદ્ગુણો તરફ ગતી કરે છે ત્યારે સ્વર્ગલોકમાં વિહરીએ છીએ જે સ્વર્ગલોકનો અધિપતિ ઈન્દ્ર છે. ઈન્દ્ર એટલે જેને આ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પર કાબુ મેળ્વ્યો છે તે ઈન્દ્ર.આપણે આપણી ઈન્દ્રિઓ પર કાબુ મેળવીએ એટલે સ્વર્ગના અધિપતિ બનીએ છીએ. આપણે જ્યારે સ્વર્ગલોકમાં વિહરીએ અર્થાત કે જ્યારે પ્રેમ, દયા, કરુણા જેવાં સદ્ગુણોથી ભરાઈએ ત્યારે સ્વર્ગનુ સુખ પામીએ છીએ. અને જ્યારે આપણી ઉર્જાની નિમ્ન ગતિ થાય એટલે કે આસુરી શક્તિઓ આપણી ઉપર હાવી બની જાય ત્યારે આપણે નર્કલોકના દુખનો અનુભવ કરીએ છીએ . આમ આ સ્વર્ગ અને નર્ક આપણી ભિતર જ છે. જ્યારે પ્રેમ ત્યારે સ્વર્ગ અને જ્યારે કામ, ક્રોધ જેવી આસુરી શક્તિ નો પ્રભાવ ત્યારે નર્ક. બીજી રીતે કહીએ તો સકારાત્મક ઉર્જાનુ રુપાંતર સ્વર્ગ અને નકારાત્મક ઉર્જાનુ રુપાંતર નર્ક છે.
    આગળ કથા કહે છે, આખરે વિષ્ણુ તેનો માર્ગ બતાવે છે કે શિવ પાસે જાઑ. આ વિષ્ણુ આપણી વિવેક બુધ્ધી છે જે માર્ગ બતાવે છે. હવે જીવનુ શિવમાં રુપાંતરની પ્રક્રિયા શરુ થઈ. આ શિવ આપણું મૂળ સ્વરુપ છે. અને તે ગમેતેવું ઝેર હોય તેને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મનોમંથનમાં નીકળેલ ઝેરને એક બાજુ રાખી આગળ યાત્રા કરો એટલે હવે આપણી ભિતર અંશરુપે બેઠેલ પરમાત્માનો અનુભવ થાય છે જેનુ ક્યારે મૃત્યુ સંભવ નથી. જે અમૃત છે. જેન કાળ કાંઈ કરી શકે તેમ નથી. જે અજરા અમર છે.
    આ છે પ્રતિક કથાનુ રહસ્ય.

    અંતઃ કરણ બહુ લાંબો વિષય છે ફરી કોઈકવાર ચર્ચીશું.

  પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out / બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out / બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out / બદલો )

  Connecting to %s