ધર્મનું માપ કાઢવું હોય તો એ સમાજ, ધર્મમાં આવેલી સ્ત્રીઓની શું દશા છે?/swamiji

Side B – DHARMA-NU MAAP – NADIAD, ધર્મનું માપ – વિઠ્ઠલ કન્યા વિદ્યાલય, નડીયાદ – કોઈપણ સમાજનું કે ધર્મનું માપ કાઢવું હોય તો એ સમાજ, ધર્મમાં આવેલી સ્ત્રીઓની શું દશા છે? એ જો તમે સાચી રીતે જાણી શકો તો તમે ધર્મ અને સમાજનું સાચું માપ કાઢી શકો. ધર્મનું માપ તમે કેટલા મોટા, વિશાળ મંદિરો બાંધ્યા છે, કેટલા મોટા યજ્ઞો થાય છે, કેટલા મોટા પગપાળા સંઘો નીકળે છે, એ દ્વારા નહિ પણ ધર્મ – સમાજનું માપ એ રીતે કાઢવાનું કે એનો સ્ત્રી વર્ગ ક્યા છે? કેવો છે? અને શું છે? મારી સમજણ પ્રમાણે બહેનો જે આજની સ્થિતિએ પહોંચી છે, એણે ઓછામાં ઓછા ચાર વણાંકો લીધા છે. જીન્દગી એક એવી વસ્તુ છે કે તમે કદી સીધા ચલીજ ન શકો. નાના-મોટા વણાંકો લેવાજ પડે. @2.19min. પ્રાચીન કાળ એ આપણો વૈદિક યુગ છે. વેદોની મહત્તા છે, વેદો માર્ગ દર્શન કરે છે, દિશા સુચન કરે છે કે આખા સમાજે કઈ દિશા તરફ જવું એનું નિદર્શન કરે છે, ત્યારે સ્ત્રીઓ ક્યાં છે? સ્ત્રી પોતાનું એક મહત્વનું સ્થાન રાખે છે, એકલો પુરુષ કે એકલી સ્ત્રી પૂર્ણ નથી. બંનેના મિક્ષ થવાથી પૂર્ણતા આવે છે અને એ પૂર્ણતા લાવવી હોયતો જેટલો પુરુષ યોગ્ય છે એટલીજ યોગ્યતા સ્ત્રીને પણ મળવી જોઈએ. પ્રાચીન કાળમાં સ્ત્રીની સ્થિતિ ઘણી ઉંચી છે. ગાર્ગી, લોપા, મુદ્રા વગેરે ઋષિ કન્યાઓ છ, તે વિદ્યા કે જ્ઞાનમાં, શૌર્યમાં, બાહોશીમાં અને કોઈપણ ક્ષેત્રમાં પુરુષ કરતાં ઊતરતી નથી તે જનક રાજાના ઉદાહરણથી સાંભળો. @8.23min. ઉપનિષદ એ વૈદિક પિરિયડ છે, એમાં શાસ્ત્રાર્થ છે. વાત માનવી છે, મનાવવી છે પણ યુક્તિથી, તર્કથી, દલીલોથી પણ તલવારથી નહી. ગાર્ગીના પ્રશ્નોથી યાજ્ઞવલ્ક્યને પરસેવો છૂટી ગયો એ વિષે સાંભળો. વૈદિક યુગમાં પતિ-પત્ની સરખાં છે, બંને મળીને એક અંગ થાય છે, પણ પછી આપણે ત્યાં એક વણાંક આવ્યો અને એ વાણાંકમાં શ્રમણ યુગ આવ્યો. પહેલા જે લક્ષ્ય હતું ધર્મ, અર્થ, કામ, મોક્ષ તે બદલાઈ ગયું, એનું બેલેન્સ બદલાઈ ગયું કે મોક્ષ મેળવી લો કેમકે આ જીવનમાં કશું નથી, કંઈ ભેગું આવવાનું નથી એટલે અર્થ અને કામ ઉપર ચોકડી મૂકી દીધી. એક મોટું પરિવર્તન આવ્યું કે પૈસો પાપ છે, સ્ત્રી પાપ છે, એનાથી દૂર રહો, સ્ત્રીનો તો પડછાયો પણ ન લો, એના હાથની રસોઈ ન ખાવો, એનું મોઢું ન જુઓ, પરિણામે સ્ત્રીઓ પોતાના સ્થાનથી નીચે ઉતરવા લાગી એટલી નીચે કે જાણે એનું અસ્તિત્વજ નથી. @12.20min. ભગવાન બુદ્ધ થયા, જ્યાં જુઓ ત્યાં ભિક્ષુકોજ ભિક્ષુકો. વૈદિક કાળમાં કોઈ સાધુઓ નથી, ફક્ત ઋષિઓજ છે. ઋષિઓ બાળકોને ભણાવે છે અને ભણાવીને સમાજને પાછા આપે છે. પછી પરાવલંબી સાધુ પ્રથા આવી. તમારે સારામાં સારો સમાજ રચવો હોય તો સ્વાવલંબી માણસો પેદા કરો, મને લાગે છે કે ગાંધીજીએ આજ કર્યું. એક સ્વામીજી એમની સાથે જોડાવા આવેલા, તેની પાસે ભગવાં કપડાં ઉતરાવી કાઢેલા નહિ તો લોકો એને પૂંજવાનું શરુ કરી દે.@15.07min. ભગવાન બુદ્ધે પત્નીનો ત્યાગ કર્યો, રાહુલનો ત્યાગ કર્યો, અડધી રાત્રે નીકળી ગયા. વર્ષો પછી ફરી આવ્યા ત્યારે યશોધરા મળવા ન ગઈ. આનંદે પૂછ્યું ભગવાન, તમારા ધર્મમાં સ્ત્રીને ભિક્ષુણી નહિ બનાવવાની? આગળ કહે છે, બ્રાહ્મણ અને શુદ્ર બંને સરખા છે તો નર અને નારી કેમ સરખા નથી? બુદ્ધે છેવટે ભિક્ષુણીઓ બનાવી, એટલે ભિક્ષુક અને ભિક્ષુણીઓના ટોળે-ટોળાં થયા. આપણી વૈદીકતા લુપ્ત થવા માંડી અને એની જગ્યાએ પૌરાણિકતા આવી. સ્ત્રીઓને ભિક્ષુણી કે સાધ્વી નહિ પણ દાસી બનાવી અને સતી પ્રથા ચાલુ થઇ. આવું ચાઈના પણ થતું હતું, ત્યાં રાજા મરી જાય એટલે બધી રાણીઓને જીવતી દાટી દેવાની. ઈજીપ્તમાં પણ આજ પ્રથા હતી. પેરેલલ એક બીજી દેવદાસી પ્રથા પણ ચાલુ થઇ તે વિષે સાંભળો. @19.35min. આપણે ત્યાં મોગલો, બાદશાહો, સુલતાનો આવ્યા પણ સમાજ સુધારો ન આવ્યો, કારણકે એમણે પણ આવાજ પ્રશ્નો ઊભા કાર્ય હતા. જહાંગીરને 800 બેગમો હતી. નિઝામ હૈદ્રાબાદને પણ સેંકડો બેગમો હતી. અંગ્રેજો મોટું પરિવર્તન લઈને આવ્યા. અંગ્રેજની એકજ પત્ની અને તે એની જોડેજ બેસે. એક વૃદ્ધ ડોક્ટરની વાત સાંભળો. આપણે પત્ની સાથે બેસતા નથી કારણકે આપણે પૌરાણિક અસર નીચે છીએ. @23.11min. દયાનંદ સરસ્વતીએ આપણને ગજબનો માર્ગ બતાવ્યો, એમણે કહ્યું ફરી પાછા વૈદિક યુગમાં જાવ. પુરુષ અને સ્ત્રી બંને સરખા છે, બંને એકબીજાનું રક્ષણ કરે છે એમણે આર્ય કન્યાઓ માટે ગુરૂકુળની સ્થાપના કરી. જે વધારે સારામાં સારી વ્યવસ્થા થઇ તે ગાંધીયુગમાં થઇ, એમણે જોયું કે દેશ તો આઝાદ થવાનોજ છે પણ આપણને એવી આઝાદી નથી જોઈતી કે જ્યાં ગુલામોના ગુલામો રહેતા હોય પણ આપણને એવી ઉન્નતી પ્રકારની આઝાદી જોઈએ છે કે જેમાં પુરુષ અને સ્ત્રી બંને મહાન હોય, બ્રાહ્મણ પણ મહાન હોય અને શુદ્ર પણ મહાન હોય. એટલે એમણે આઝાદીની લડાઈ સાથે સાથે એક રચનાત્મક પ્રવૃત્તિ શરુ કરી કે પાયાની જરૂરીયાતને પૂરી કરો. પ્રશ્નો ઉકેલો અને એના પર ધૂળ ન નાંખો. ગાંધીજીએ જોયું કે જો તમારે દેશને મહાન બનાવવો હોય તો દેશના માણસોને મહાન બનાવવા જોઈએ, પણ તેમાં 50% તો સ્ત્રીઓ છે અને તેઓ અંધશ્રદ્ધામાં, વહેમમાં હોય તો સ્ત્રીઓ પુરુષોને આગળ ન જવા દે. એટલે એમણે પાયાની પ્રવૃત્તિ શરુ કરી. એમણે ભિક્ષુઓ, સાધુ-સાધ્વીઓ ન બનાવ્યા પણ કાર્યકર્તાઓ બનાવ્યા. ખાદી પહેરો, થેલો લટકાવો, ગામમાં જાવ, યોગ નથી શીખવાડવો, કોઈની સમાધિ નથી લગાડવી, કચરો સાફ કરો, ગામ ગંધાઈ ગયું છે, ગામને ચોખ્ખું કરો, કુવાનું પાણી બગડી ગયું છે, કુવો સાફ કરો. આ વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની ખાતવિધિ ગાંધીજીના હસ્તેજ થયેલી. ગાંધીજી જેવા ખરા યોગી છે તે હજારોને જીવન આપે છે. @29.17min. 26મી જાન્યુઆરીના દિવસે વડોદરાની દીકરી લશ્કરી પ્લેન ઉડાડે છે તે વિષે સાંભળો. આપણે તકો આપીએ તો બહેનો ઘણી આગળ વધી શકે છે. ધર્મનું કામ તકો આપવાનું છે, તકો ઝૂંટવી લેવાનું નથી અને ઝૂંટવી લો તો ધર્મ મંગલમય, કલ્યાણકારી ન થઇ શકે. રાજારામ મોહનરાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે, મહાત્મા ગાંધીજી અને મારી બાજુમાં બેઠેલા કાર્યકર્તા મનુભાઈ તથા ગોરધનભાઈ ગામડે ગામડે ફરી અને પેલા સંદેશને દૂર દૂર સુધી ફેલાવ્યો, એના કારણે આજે આટલી બધી દીકરીઓ ભણી રહી છે. અહિયાં આ વિદ્યાલયમાં ઘડતર અને ભણતર છે. આ વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં કોઈ ભેદ નથી, પાયાના આચાર્યોને તમે છાત્રાલય અર્પણ કર્યું અને આ બધી દીકરી ભણે, ગણે અને નામ કમાય એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત @35.30min. ગાંધીજી એક રાષ્ટ્રિય સંત @42.58min. પ્રાર્થનાના પદો 

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “ધર્મનું માપ કાઢવું હોય તો એ સમાજ, ધર્મમાં આવેલી સ્ત્રીઓની શું દશા છે?/swamiji

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s