પિતામહ રાજધર્મના જ્ઞાતા

પરશુરામજી એ ભીષ્મને દિવ્ય ચક્ક્ષુ આપ્યા અને ફરી જોવા કહ્યું. ભીષ્મએ જયારે ફરી જોયું તો પરશુરામજી પૃથ્વીરુપિ રથ પર સવાર હતા જેના ચાર વેદરુપિ ઘોડા હતા, ઉપનિષદો લગામ હતી અને વાયુ સારથિ તથા દેવીઓ તેમનું અભેદ કવચ હતા. ભીષ્મ રથ પરથી ઉતરીને પરશુરામજી પાસેથી યુદ્ધ માટેની આજ્ઞા માંગી. પરશુરામજી ભીષ્મના આ વિવેક થી ખુબ પ્રસન્ન થયા અને તેમને ભીષ્મને પોતાના ધર્મ તથા બ્રમ્હચર્યની રક્ષાના આશીર્વાદ આપ્યા અને તેમણે કહ્યુંકે તેઓ પોતાનો અંબા પ્રતિ શરણાગત ધર્મ બજાવશે. આમ તેમણે આજ્ઞા આપી ત્યાર બાદ ખુબ ભયાનક સંગ્રામ ૨૩ દિવસ સુધી ખેલાણો. બન્ને યોદ્ધા પરમ પ્રતાપિ હોવા ઉપરાંત, પરશુરામજી ચિરંજીવિ તથા ભીષ્મને ઇચ્છા મૃત્યુનું વરદાન હોવાથી હાર-જીતનો ફેસલો ન થઇ શક્યો. ૨૨માં દિવસે ભીષ્મએ કંટાળીને પોતાન પૂર્વજોને પ્રસન્ન કર્યા. પૂર્વજોએ ભીષ્મને એવું અસ્ત્ર આપ્યું કે જેની જાણ પરશુરામજીને ન હતી. વેદના નિયમ મુજબ જો યોદ્ધા યુદ્ધ દરમિયાન નિંદ્રાને વશ થાય તો તે મૃત ગણાય. યુદ્ધ દરમિયાન જ્યારે ભીષ્મએ આ અસ્ત્રનું અનુસંધાન કર્યું તો તેમની વિજ્ય નિશ્ચિત થઇ ગઇ. પરંતુ ભીષ્મએ તેનો પ્રયોગ મર્યાદાની વિરુદ્ધ જાણ્યો અને પોતે સ્વયં મેદાન પરથી હટી ગયા. અંતે પરશુરામજીએ અંબાને કહ્યું કે ભીષ્મને જીતવા શક્ય નથી
પિતામહ  ભીષ્મ કૃષ્ણને પરમેશ્વર તરીકે નિહાળતા રહ્યા. ભીષ્મ અજેય યૌદ્ધા હતા, બ્રહ્મચારી હતા અને મહાજ્ઞાની હતા, પરંતુ કૃષ્ણની વાત આવે ત્યાં તેઓ  ભક્તિભાવથી છલકાઇ જતા.ઇન્દ્રપ્રસ્થ નગરીમાં યુધિષ્ઠિ‌ર દ્વારા રાજસૂય યજ્ઞનું આયોજન થયું ત્યારે એક મહાપ્રશ્ન ઊભો થયો. ભીષ્મ પિતામહની સલાહ લેવા માટે યુધિષ્ઠિ‌રે પ્રશ્ન પૂછ્યો: ‘હે કરુનંદન પિતામહ આપશ્રી કયા એક શ્રેષ્ઠ પુરુષને પ્રથમ અધ્ર્ય પામવા માટે યોગ્ય ગણો છો?’ ભીષ્મ પિતામહનો જવાબ હતો: એકત્ર થયેલા આ રાજાઓની વચ્ચે પોતાનાં તેજ, બળ અને પરાક્રમથી શ્રીકૃષ્ણ તારાઓની વચ્ચે પ્રકાશતા સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છે. સૂર્યથી જેમ સૂર્યરહિ‌ત પ્રદેશ અને વાયુથી જેમ નિર્વાત પ્રદેશ આનંદ પામે છે, તેમ આપણું આ સભાગૃહ શ્રીકૃષ્ણથી પ્રકાશિત અને આનંદિત થઇ રહ્યું છે.                                                       સભામાં હાજર રહેલા શિશુપાલે વિનય છોડીને કૃષ્ણનિંદા શરૂ કરી ત્યારે ભીષ્મ પિતામહના શબ્દો હતા: ‘અચ્યુત માત્ર અમારે માટે જ પૂજ્યતમ નથી, પરંતુ આ જનાર્દન તો ત્રણેય લોક માટે પૂજનીય છે.’ ભીષ્મ અને કૃષ્ણ વચ્ચેનો આત્મીય સેતુ આવો દિવ્ય હતો. એ સેતુ સમજવા જેવો છે. બાણશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ કૃષ્ણના સ્મરણમાં લીન હતા. એમના શરીરના રોમેરોમમાં તીવ્ર વેદના વ્યાપી વળી હતી. શરીરમાં પેસી ગયેલા તીરની શય્યા પર શાણપણનો પ્રશાંત મહાસાગર સૂતો હોય એવું દૃશ્ય દેવોને દુર્લભ હતું. ભીષ્મ કૃષ્ણમય હતા અને કૃષ્ણ ભીષ્મમય હતા.                                                                    ભીષ્મ કહે છે: ‘હે ગોવિંદ આપની કૃપાથી  બળતરા, મોહ, થાક, ખિન્નતા અને દુ:ખ એકદમ દૂર થઇ ગયાં છે. હે અચ્યુત જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન છે, તે બધું હું હાથમાં રાખેલા ફળની માફક જોઇ શકું છું.’ જવાબમાં કૃષ્ણ કહે છે: ‘તમે વયમાં વૃદ્ધ છો તથા વૈદિક-લૌકિક આચારથી યુક્ત છો. તમે રાજધર્મના જ્ઞાતા છો. આજ સુધી તમારું એક પણ પાપકૃત્ય કોઇએ જોયું નથી. હે રાજન્ જેમ પિતા પોતાના પુત્રોને કહે તે પ્રમાણે તેમને નીતિનો ઉપદેશ કરો.’                                                          ‘લોકતંત્ર’ શબ્દ યુધિષ્ઠિ‌રને રાજધર્મ સમજાવતી વખતે સૌપ્રથમ ભીષ્મ પિતામહે પ્રયોજ્યો હતો. ભીષ્મ કહે છે: ‘હે યુધિષ્ઠિ‌ર જે આ લોકતંત્રવિઘાતકા: હોય, તેમને બે હાથે સતત બાંધીને રાખવા. ‘હે યુધિષ્ઠિ‌ર ઋષિઓનું પરમ ધન સત્ય જ છે. તે જ રીતે રાજાઓ માટે પણ કશુંક ખરેખરું વિશ્વાસપાત્ર હોય, તો સત્ય જ છે… જેમ વસંત ઋતુમાં સૂર્ય અત્યંત શીતલ પણ નથી હોતો કે પછી અત્યંત ઉષ્ણ પણ નથી હોતો, તેમ રાજાએ પણ સદા કોમળ ન થવું અને સદા કઠોર ન થવું.’                                                                                                                                                                                                                        શ્રી કૃષ્ણે : ‘ન મે ભક્ત: પ્રણશ્યતિ.’ આવું અભય વચન  જ્ઞાનીઓને કે યોગીઓને નથી આપ્યું.  બાણશય્યા પરથી યુધિષ્ઠિ‌રને ભીષ્મ પિતામહે રાજધર્મ અંગે …ધર્મનિષ્ઠ રાજાએ ગર્ભવતી સ્ત્રી જેવા થવાનું છે. જેમ ગર્ભવતી સ્ત્રી પોતાને જે ગમતું હોય તેને ત્યજીને પણ ગર્ભનું હિ‌ત કરે છે તે જ પ્રમાણે રાજાએ પણ નિ:સંદેહ કરવાનું છે. પોતાને પ્રિય હોય તે છોડીને, જેમાં પ્રજાનું હિ‌ત સમાયું હોય તે જ કરવાનું છે.
સૌજન્ય  ડો. વસંત પરીખ +22nd July 2015 Presidents

1 Comment

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ

One response to “પિતામહ રાજધર્મના જ્ઞાતા

  1. Anila patel

    Aajeto– “var maro kanya maro pan gornu tarbhanu pahelu bharo”– Paiso maro parmeshvarne hu paisano das- Praja jay bhadma — ava netao hoy tya deshno udhdhar kevi rite thay? Nitine to rajniti banavi didhi chhe.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s