બા ળ મ જૂ રી ૨/ પરેશ વ્યાસ

 ૦૦૦
 Child Servitude (part 2)
આપણે કારખાનામાં, દુકાનોમાં બાળમજૂરી બંધ કરવાનો દાવો કરીએ છીએ. પણ આપણા ઘરમાં કોઇ બાળ મજૂર છે? ખાસ કરીને નાની છોકરીઓ. વાસણ કરે, કપડા ધુએ. નાના છોકરાઓ કાર સાફ કરે, બગીચાકામ કરે. આપણે મન એમ કે જાણે કોઇને કામ દીધું. પણ બાળક પાસે આપણે એમ કરાવીને એનું બાળપણ છીનવી લઇએ છીએ. એનો માનસિક અને શારીરિક વિકાસ રુંધીએ છીએ. આ ઘરની અંદરની ચાઇલ્ડ સર્વિટ્યુડ(CHILD SERVITUDE) સામે જનજાગૃતિ જગાડવાની આઇએલઓની આ વર્ષ 2013ની પહેલ છે.
સર્વિટ્યુડ મૂળ લેટિન શબ્દ ‘સર્વિટ્યુડો’ પરથી ફ્રેંચ ભાષામાં થઇને મધ્યકાલિન અંગ્રેજી ભાષામાં આવ્યો છે. લેટિન શબ્દ ‘સર્વસ’ એટલે ગુલામ, નોકર. સવિટ્યુડો એટલે ગુલામગીરી. ચાઇલ્ડ સર્વિટ્યુડ એટલે બાળક પાસે ગુલામની જેમ વૈતરું કરાવવું તે. પણ અંગ્રેજી ભાષાનો ‘સર્વિટ્યુડ’ શબ્દ પ્રમાણમાં હળવો છે. અંગ્રેજી ભાષામાં સર્વિટ્યુડનાં સમાનાર્થી શબ્દો ઘણાં છે. સ્લેવરી અને બોન્ડેજ શબ્દો ચઢતા ક્રમની ગુલામગીરી દર્શાવે છે. આ માહિતી વિસ્ફોટ યુગનો એ ફાયદો જરૂર છે કે હવે સ્લેવરી એટલે નકરી ગુલામગીરીની વાત કોઇ કરી શકતું નથી. બોન્ડેજ તો બંધવા મજદૂરની વાત છે જે સાંપ્રત સમાજમાં હવે નહીંવત છે. પરંતુ આજે પણ ઉચ્ચતર લોકોનાં બંગલાઓમાં ઘરકામ કરતા પોતાના માબાપને મદદ કરવાનાં ઓથાં હેઠળ બાલ-બાલિકાઓ કચરા-પોતા-ઠામ-વાસણ-કપડાં-લત્તાંની સાફસફાઇધુલાઇ કરતા જોવા મળે છે. આ ચાઇલ્ડ સર્વિટ્યુડ છે. ભારત દેશમાં વર્ષ 2006થી બાળકોને ઘરકામ કે હોટલ ઢાબામાં કામ પર રાખવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છંતા એનો અમલ ગંભીરતાથી થતો નથી. બાળ મજૂર પકડાયાનાં સમાચાર છપાતા રહે છે. વિશાખાપટ્ટનમનાં દારૂનાં બારમાં 14 વર્ષથી નાની વયનાં છોકરાઓ બારબાળ તરીકે કામ કરે છે. ઝારખંડમાં લેબર ડિપાર્ટમેન્ટ દરોડા પાડીને 23 બાળ મજૂરોને બચાવે છે. હૈદરાબાદમાં કેમિકલ ફેકટરીનાં માલિકનાં ઘરમાંથી અગિયાર વર્ષની બાળા ઘરકામ કરવા માટે ગામડેથી લઇ આવ્યા હોવાની ખબર છે. આપણે સુધરેલા સારા ઘરનાં લોક એમ માનીએ છીએ કે આમ કરાવીને આપણે એને રોજીરોટી રળવામાં સહભાગી થઇએ છીએ.”

૦૦૦૦

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s